હઠીલી સમસ્યાના નિવારણ માટે શાસ્ત્રોક્ત ઉપાય

News18 Gujarati
Updated: December 28, 2018, 11:36 PM IST
હઠીલી સમસ્યાના નિવારણ માટે શાસ્ત્રોક્ત ઉપાય
(પ્રતિકાત્મક તસવીર)

આપણને એવું લાગે કે જીવનમાં કેટલીક સમસ્યા ઘર કરી ગઈ છે. પ્રત્યેક વ્યક્તિને એવી ઇચ્છા સતત રહે કે પોતાની મુશ્કેલીનું નિવારણ આવે અને પોતે સુખી જીવન જીવે

  • Share this:
આપણને એવું લાગે કે જીવનમાં કેટલીક સમસ્યા ઘર કરી ગઈ છે. પ્રત્યેક વ્યક્તિને એવી ઇચ્છા સતત રહે કે પોતાની મુશ્કેલીનું નિવારણ આવે અને પોતે સુખી જીવન જીવે. જીવનમાં અષ્ટલક્ષ્મીની પ્રાપ્તિ થાય. આ અષ્ટલક્ષ્મી કઈ કઈ છે તે તમે જાણો છો ? આદિલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, ગજલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, વિજયાલક્ષ્મી આ પ્રમાણે અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય ત્યારે જીવન સુખી બને. દિવ્ય અષ્ટલક્ષ્મીની પ્રાપ્તિ માટે જીવનની પ્રત્યેક મુશ્કેલીનું નિવારણ શાસ્ત્રમાં સુવિદિત છે. આપણી વૈદિક સંસ્કૃતિ વિશ્વની મહાન સંસ્કૃતિ છે. આપણા શાસ્ત્રોમાં પ્રત્યેક મુશ્કેલીનો ઉપાય વર્ણવ્યો છે. આજે કેટલીક હઠીલી સમસ્યાનો ઉકેલ શુ હોઈ શકે તેની માહિતી આપને આપી રહ્યો છું.

પ્રશ્ન – આરોગ્યની મુશ્કેલીનું નિવારણ કરવા માટે શું કરવું ?

કેટલાક વ્યક્તિઓ સીઝનલ બિમાર પડતા હોય છે, કેટલાકને હઠીલી બિમારી હોય છે, કોઈ જીવલેણ બિમારી થઈ હોય, વારસાગત બિમારી હોય આ તમામના નિવારણ માટે આટલું અવશ્ય કરી શકાય.

- 28 રવિવાર દૂધ, ભાત અથવા ખીર લેવી.
- 21 રવિવાર સુધી ગરીબોને ભોજન આપવું
- રક્ત ચંદન પાણીમાં મિશ્રીત કરી સૂર્યદેવને અર્ઘ્ય આપવું- મહિનામાં એક વખત દાડમનું દાન અવશ્ય કરવું.

પ્રશ્ન – સંતાન અભ્યાસમાં નબળો ન રહે તે માટે શું ઉપાય કરવા ?

કેટલાક માતાપિતાના સંતાનનું ભણતર કોઈ કારણસર અધવચથી છૂટી જાય છે. જો અભ્યાસ ચાલુ હોય તો અભ્યાસમાં અવારનવાર નિષ્ફળતા પ્રાપ્ત થાય. કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન કુછંદે ચડી જાય જેથી, તેજસ્વી હોવા છતાં તેમનું નબળું પરિણામ આવે. આ બધી મુશ્કેલીના નિવારણ માટે ઉપાય.
- ઘરમાં પૂર્વ દિશામાં હંસનું ચિત્ર મૂકવું.
- બુધવારે મસૂરની દાળ પણ જમવામાં લઈ શકાય.
- ગુરુવારે પીળા કરણના પુષ્પ પણ ઘરના મુખ્ય ઓરડામાં મૂકવા
- શક્ય હોય તો કાંસાના થાળી વાટકામાં પણ વિદ્યાર્થીને જમાડવો.

આ પ્રમાણે સાત્વિક ઉપાય કરવાથી અભ્યાસમાં અવશ્ય મન લાગશે અને આ ઉપાય કરતી વખતે સરસ્વતી દેવીને શુભસંકલ્પ અવશ્ય અર્પણ કરવો.

પ્રશ્ન – પરિવારના સર્વાંગી વિકાસ માટે શું કરવું ?

જનસમુદાયમાં આ પ્રશ્ન વારંવાર સાંભળવા મળે છે કે, અમે ખૂબ મહેનત કરીએ છીએ પણ અમે ત્યાંના ત્યાં જ રહીએ છીએ. અમારો વિકાસ જ થતો નથી. મહેનત તો કરવાની જ છે. આજીવન મહેનત કરવી પડશે. પણ, કુદરત આપણા માટે એક સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે તો આપણને આપણને જશ પ્રાપ્ત થાય અને આપણો વિકાસ થાય. વિકાસને વધુ પ્રબળ કરવા માટે કેટલાક ઉપાય કરવા જેવા છે.
- ઘરમાં તુલસીનો છોડ રાખવો. તેનું પૂજન કરવું.
- ઘરમાં મધ રાખવું. નવું ઘર બનાવતા હોય તો જમીનમાં ઈંટની સાથે મધનું વાસણ પણ દાટવું
- ઘરમાં ગરીબાઈ રહેતી હોય તો ગૌદાન કરી શકાય અથવા ગૌપૂજન કરી શકાય અથવા ગૌમાતાનો ફોટો રાખવો તેનું પૂજન કરવું.

જ્યારે સતત નિષ્ફળતા મળતી હોય ત્યારે એમ લાગે કે જીવનમાં ઘણી ભક્તિ કરી તેમ છતાં સફળ નથી થવાતું. માટે, આ બધુ કંઈ કામમાં નથી લાગતું. જ્યારે નિષ્ફળતા પ્રવેશે ત્યારે નકારાત્મકતાને સાથે લઈને જ આવે છે. આ બેઉ ખાસ બહેનપણી છે. માટે, નિષ્ફળતા દરમિયાન નકારાત્મકતા એક સ્વાભાવિક મનોદશા છે. પણ નકારાત્મકતાથી દૂર રહી, શ્રદ્ધા રાખી શાસ્ત્રોક્ત ઉપાય કરવા. ‘શ્રદ્ધા’ એટલે શ્રત + ધા. ‘શ્રત’ એટલે સત્ય અને ‘ધા’ એટલે ધારણ કરવું. સત્યને ધારણ કરી સતત જીવનમાં પરિશ્રમ કરીશું તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. સૌ સફળ થાય, સૌ પ્રગતિ મેળવે અને સૌ શુભસંકલ્પથી પ્રેરિત થાય એ જ પરમાત્માના શ્રચરણોમાં હું પ્રાર્થના કરું છું.

આ લેખકના અંગત વિચાર છે, જેની સાથે News18 ગુજરાતીને કોઈ લેવા નથી.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 7069998609
ઈ-મેલ – harisahitya@gmail.com
First published: December 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading