શનિ જયંતી: અહીં છે વિશ્વમાં એક માત્ર શનિદેવ અને તેમની બે પત્નીનું ચમત્કારી મંદિર, શું છે ઐતિહાસિક ગાથા

News18 Gujarati
Updated: May 22, 2020, 6:22 PM IST
શનિ જયંતી:  અહીં છે વિશ્વમાં એક માત્ર શનિદેવ અને તેમની બે પત્નીનું ચમત્કારી મંદિર, શું છે ઐતિહાસિક ગાથા
આજે શનિ જયંતિ

શનિ દેવ જયારે નર્મદા તટે તપ કરવા આવ્યા હતા, ત્યારે તેમની બે પત્નીઓ નાની પનોતી અને મોટી પનોતી પણ તેમની સાથે અહીં આવ્યા હતા

  • Share this:
દિપક પટેલ, નર્મદા : આજે વૈશાખ વદ અમાસ, જેને શનિ જયંતી તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શનિ દેવ અને તેમની બે પત્ની નાની-મોટી પનોતીનું મંદિર. આ પ્રકારનું મંદિર ભારતભરમાં એક માત્ર હોવાની માન્યતા છે.

કહેવાય છે કે, શનિ દેવ જયારે નર્મદા તટે તપ કરવા આવ્યા હતા, ત્યારે તેમની બે પત્નીઓ નાની પનોતી અને મોટી પનોતી પણ તેમની સાથે અહીં આવ્યા હતા અને તેથી વિશ્વમાં આ એક એવું મંદિર છે કે જે બે મંજલી છે અને નીચેના માળે શનિ દેવ અને ઉપરના માળે તેમની બે પત્નીઓ નાની પનોતી અને મોટી પનોતીનું મંદિર છે. અહીં એવી પણ માન્યતા છે કે, જે લોકો પોતાના ચપ્પલ અહીં  ઉતારી જાય છે તેમની પનોતી દૂર થઈ જાય છે.

હાલમાં કોરોના મહામારીમાં લોકડાઉનમાં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે, જેને પગલે આજે શનિદેવ મંદિર પણ બંધ છે, પરંતુ શનિ જ્યંતીના કારણે મંદિરના મહંતો દ્વારા પૂજા આરતી કરવામાં આવી હતી.

આમ તો, આજના દિવસે નર્મદા નદીના કિનારે આવેલ શનિદેવના મંદિરે લાખ્ખોની સંખ્યામાં ભક્તો પોતાની શનિની પનોતી ઉતારવા આવે છે. જોકે લોકડાઉનને લઈ માત્ર મંદિરના મહંતો દ્વારા શનિદેવ મંદિરે કેક કાપી ઉજવણી કરવામાં આવી.
First published: May 22, 2020, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading