ચોથા નોરતાની વિશેષ કથા, શું તમને ખબર છે કૂષ્માંડા દેવીનું નિવાસ ક્યાં છે?

ગુરૂવારે નવરાત્રીનો ચોથો દિવસ છે. મા દુર્ગાના નવ સ્વરુપોમાંનું ચોથુ સ્વરુપ છે મા કુષ્માંડા

News18 Gujarati
Updated: October 2, 2019, 5:48 PM IST
ચોથા નોરતાની વિશેષ કથા, શું તમને ખબર છે કૂષ્માંડા દેવીનું નિવાસ ક્યાં છે?
ગુરૂવારે નવરાત્રીનો ચોથો દિવસ છે. મા દુર્ગાના નવ સ્વરુપોમાંનું ચોથુ સ્વરુપ છે મા કુષ્માંડા
News18 Gujarati
Updated: October 2, 2019, 5:48 PM IST
આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. મા દુર્ગાના નવ સ્વરુપોમાંનું ચોથુ સ્વરુપ છે મા કુષ્માંડા. માના દરેક સ્વરુપના પ્રાગ્ટય સાથે એક અલગ કથા જોડાયેલી છે તેવી જ રીતે મા દુર્ગાના આ સ્વરુપ સાથે પણ જોડાયેલી છે એક રોચક કથા. નવરાત્રીના ચોથા દિવસે મા કૂષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે.

કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. એમની મધુર મુસ્કાન આપણા જીવની શક્તિનું સંવર્ધન કરતાં આપણને કઠીન માર્ગમાં પણ હસતા હસતા ચાલી સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કરે છે.

કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે આ દેવીએ જ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં જ છે.

એમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે. માં કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ, શોક મટી જાય છે. એમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃધ્ધિ થાય છે. માં, કૂષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. આજના દિવસે પ્રથમ માંનો ધ્યાન મંત્ર બોલી એમનું આહવાન કરવામાં આવે છે અને પછી એમના મંત્રજાપ કરી એમની આરાધના કરવામાં આવે છે.

કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
First published: October 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...