Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /આ છે ભારતનું અંતિમ ગામ, અહીં ભીમે કર્યું હતું સ્વર્ગ જવા માટે પુલનું નિર્માણ

આ છે ભારતનું અંતિમ ગામ, અહીં ભીમે કર્યું હતું સ્વર્ગ જવા માટે પુલનું નિર્માણ

ભારતનું છેલ્લું ગામ

The last village of India: મહાભારત કાળમાં થયેલા બાંધકામના કેટલાક નિશાન હજારો વર્ષ પછી પણ આજે પણ મોજૂદ છે અને હવે આ સ્થળોને પ્રવાસન કેન્દ્રો તરીકે સાચવવામાં આવ્યા છે. આજે અમે તમને આવા જ એક ગામ અને અહીંયા ભીમે બનાવેલા પુલ વિશે જણાવી રહ્યા છીએ.

વધુ જુઓ ...
મહાભારતના યુદ્ધને હજારો વર્ષ વીતી ગયા છે, પરંતુ આજે પણ તેની નિશાનીઓ આપણા દેશમાં છે. અમે એવી જ એક જગ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં મહાભારતના મુખ્ય પાત્ર ભીમે બનાવેલો પુલ આજે પણ છે. તો ચાલો જાણીએ આ પુલ ક્યાં બનાવવામાં આવ્યો હતો અને શા માટે બનાવવામાં આવ્યો હતો.

ભારતનું અંતિમ ગામ

ઉત્તરાખંડ (Uttarakhand)ના ચમોલી જિલ્લામાં 3115 મીટરની ઉંચાઇ પર એક ગામ આવેલું છે, જે પોતાની સુંદરતાથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ ગામનું નામ છે માણા (Maana Village). અહીંના સુંદર અને અદ્ભુત દૃશ્યો એવા છે કે દરેક વ્યક્તિ રોમાંચિત થઇ જાય છે. બદ્રીનાથ ગયા બાદ લોકો ભારતના આ અંતિમ ગામ (Last Village of India)ની મુલાકાત અવશ્ય લે છે. બદ્રીનાથથી આ ગામનું અંતર 3 કિમી છે, અહીં પહોંચવાની યાત્રા ખૂબ જ સુખદ અને યાદગાર બની રહે છે. આ ગામના મુખ્ય દ્વાર પર તમને 'ધ લાસ્ટ ઇન્ડિયન વિલેજ' લખેલું દેખાશે.

અવશ્ય લેવી ભીમ પુલની મુલાકાત

સરસ્વતી નદી પર કુદરતી રીતે પથ્થરોથી બનેલો એક પુલ દેખાય છે, જેને ભીમ પુલ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગ જઈ રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં આ નદી જોવા મળી હતી. જેથી દ્રોપદીને આ નદી પાર કરવામાં કોઈ તકલીફ ન પડે એટલે ભીમે અહીં એક મોટો પથ્થર ઉઠાવીને રાખી દીધો. નદી પાસે તમને 20 ફૂટ લાંબા પગના નિશાન જોવા મળશે, તેના વિશે કહેવાય છે કે આ ભીમના પગ છે.

આ પણ વાંચોમૃતદેહો અને માસિક ધર્મમાં સ્ત્રીઓ સાથે બનાવે છે શારીરિક સબંધ, જાણો અઘોરીઓની રહસ્યમય દુનિયાના અજાણ્યા તથ્યો

અહીં આવેલી વ્યાસ ગુફા

મહર્ષિ વ્યાસે આ ગુફામાં ચારેય વેદો અને ગીતાની રચના કરી હતી. તેથી જ તેનું નામ વ્યાસ ગુફા રાખવામાં આવ્યું હતું. આ ગુફાને વ્યાસ પુસ્તક તરીકે પણ ઓળખવામાં આવે છે. એક પ્રચલિત વાર્તા છે કે ઘણા વર્ષો પસાર થયા પછી પુસ્તક પથ્થરમાં ફેરવાઈ ગયું હતું.

ગણેશ ગુફામાં થઇ હતી મહાભારતની રચના

વ્યાસ ગુફાથી થોડે દૂર તમને ગણેશ ગુફા જોવા મળશે. કહેવાય છે કે મહર્ષિ વ્યાસે પોતાની ગુફામાંથી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવી હતી. આ પછી ભગવાન ગણેશે તેની રચના કરી હતી. તમે પણ વિચારતા હશો કે વ્યાસ ગુફામાંથી ગણેશજી મહર્ષિ વ્યાસનો અવાજ સાંભળી રહ્યા હશે, હવે આ સત્યને અહીંના લોકો જ જાણી શકે છે.

આ પણ વાંચો: Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપભારતની અંતિમ દુકાન

માણા ગામમાં ભારતની છેલ્લી ચાની દુકાન પણ છે, જ્યાંથી તમે ચાની મજા માણી શકો છો. આ દુકાન પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે.
Published by:Damini Patel
First published:

Tags: Dharm Bhakti

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन