કોરોના સંકટ : કુમકુમ મંદિરે 5 લાખ, શ્રીજી ધામ મંદિરે 2 લાખનો ચેક CM રાહત ફંડમાં આપ્યો

News18 Gujarati
Updated: April 8, 2020, 10:34 PM IST
કોરોના સંકટ : કુમકુમ મંદિરે 5 લાખ, શ્રીજી ધામ મંદિરે 2 લાખનો ચેક CM રાહત ફંડમાં આપ્યો
કુમકુમ મંદિર દ્વારા રાહત ફંડમાં પાંચ લાખનો ચેક અપાયો

મણીનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર સંસ્થાન દ્વારા પાંચ લાખ અને સ્વામિનારાયણ મંદીર શ્રીજીધામ દ્વારા બે લાખનો ચેક રાહત ફંડમાં આપવામાં આવ્યો

  • Share this:
કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસ 5000ને પાર કરી ગયા છે. સરકાર દ્વારા કોરોનાને માત આપવા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે દેશ પ્રેમી પ્રજા, સંસ્થાઓ પણ આવા મુશ્કેલીના સમયમાં મદદ માટે આગળ આવી છે.

અનેક ધાર્મિક સંસ્થાઓ તથા સમાજ સેવા સંસ્થાઓ, બોલિવુડ કલાકારો, ઉદ્યોગપતિ દરેક વર્ગે પોતાનાથી થાય તે પ્રકારે દાનની સરવાણી કરી ગરીબ, મજૂરવર્ગની મદદ માટે કાર્યો કરી રહ્યા છે, સાથે સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ માટે સરકારના રાહત ફંડમાં પણ દાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ મણીનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર સંસ્થાન દ્વારા પાંચ લાખ અને સ્વામિનારાયણ મંદીર શ્રીજીધામ દ્વારા બે લાખનો ચેક રાહત ફંડમાં આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર અમદાવાદના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણીનગર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને કોરોના મુખ્યમંત્રી રાહત ફંડ માં પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો.

સ્વામિનારાયણ મંદિર શ્રીજીધામ દ્વારા સત્ય સંકલ્પદાસજી સ્વામીની પ્રેરણાથી ધર્મ ભૂષણદાસજી સ્વામીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના રાહત ફંડમાં બે લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે.

આ સિવાય કુમકુમ મંદિર દ્વારા હાલના લોકડાઉનના સમયમાં મજૂર વર્ગ, જે લોકો રોજ કમાઈને રોજ ખાય છે તેવા લોકો માટે ભોજનની વ્યવસ્થા, ફૂડ પેકેટનું વિતરણ કાર્ય પણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા મણીનગર આસપાસના ગરીબ પરિવારોને શોધી તે લોકો ભુખ્યા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
First published: April 8, 2020, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading