'અપરા એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે'

News18 Gujarati
Updated: May 31, 2019, 10:11 PM IST
'અપરા એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે'
કુમકુમ સ્વામી નારાયણ મંદિર, મણીનગર

સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એકાદશીનું મહાત્મયનું વર્ણન કરતાં કહે છે કે, આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે

  • Share this:
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર

અપરા એકાદશીના રોજ કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના વિશિષ્ટ શણગાર ઘરવામાં આવ્યા હતા. અપરા એકાદશીનું ખુબ માહત્મ્ય છે. કહેવાય છે કે, અપરા એકાદશી ક૨વાથી બ્રહ્મ હત્યામાંથી મુકિત મળે છે અને અપરા એકાદશી જે કરે તેને ભગવાન અંતકાળે દર્શન આપે છે,

ગુરૂવારે અપરા એકાદશીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અપરા એકાદશી ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમૂહપ્રાર્થના, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું. વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભકિતભાવથી આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગ બે રંગી વિશિષ્ટ ફૂલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ અપરા એકાદશી અંગે જણાવ્યું હતુ કે,
આ અપરા એકાદશીના મહાત્મયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવેલું છે. આ અપરા એકાદશીને મહાપુણ્યપદા અને મહાપાપનાશિની કહેવામાં આવે છે. અપરા એકાદશી અમિત ફળને આપનારી છે. આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. જેને પુત્ર ના હોય તેને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે.આ અપરા એકાદશી કરવાથી બ્રહ્મ હત્યારો,ગી હત્યારો,ભૃણ હત્યારો,પરનિંદક, અને પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરીને પાપથી મુકત થાય છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એકાદશીનું મહાત્મયનું વર્ણન કરતાં કહે છે કે, આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હૂંડી લખી હોય ત્યારે તેમાં રુપિયા દેખાતા નથી, પણ તેને વટાવામાં આવે છે. ત્યારે રુપીયાનો ઢગલો તેમાંથી થાય, છે તેવી રીતે એકાદશી વ્રત અમારી આજ્ઞાએ કરીને કરે છે તે અવશ્ય સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને શ્રી સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે. એવો એકાદશીવ્રતનો અપરંપાર મહિમા છે.
First published: May 31, 2019
વધુ વાંચો
अगली ख़बर