કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજીનો 99મા વર્ષમાં મંગલ પ્રવેશ

કુમકુમ મંદિરના મહંત સ્વામી આનંદપ્રિયદાસજીને ૯૮ ફૂટ લાંબો અને ૯૮-કિલો ફ્રુટનો હાર પહેરાવી તેમના દીર્ઘાયું માટે પ્રાર્થના કરવામાં આવી, ત્યારબાદ આ ફ્રુટનું હોસ્પીટલોમાં ગરીબ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું

 • Share this:

  ૯૮ વસ્તુઓની ભેટ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચરણે ધરવામાં આવી. તા. ૧પ ઓકટોમ્બરને મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૯૯મા વર્ષમાં મંગલ પ્રવેશ થતાં તેમના સ્વસ્થ દીર્ઘાયું માટે ભારત - લંડન - અમરેકામાં વસતા સૌ સત્સંગી ભાઈ- બહેનોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધૂન - કીર્તન અને સમૂહ પ્રાર્થના કરી હતી.

  આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સંતો ભકતોએ ૯૮ - ફૂટનો અને ૯૮ - કિલો ફ્રુટનો હાર પહેરાવીને પૂજન કર્યું હતું. ત્યારબાદ ફ્રુટનું હોસ્પીટલોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

  સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટશિષ્ટ શિષ્ય છે. જીવન પર્યત તેમની સાથે રહયા છે. અને સત્સંગની વૃધ્ધિ માટે તેમણે લંડન-અમેરીકા, દુબઈ આદિ સ્થળોએ વિચરણ કર્યું છે. તેમજ ગુજરાતમાં જેમણે પોતાનું આખું આયખું સમાજમાં સદાચારનાં, ધર્મના, ભકિતનાં, વૈરાગ્યનાં, જ્ઞાનનાં બી વાવવાં તેમણે સખત પરિશ્રમ કરીને યુવાનોને સત્સંગના માર્ગ વાળ્યા છે.

  સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કોઈ જા સંત તરીકે પ્રથમ વિદેશની ભૂમિ ઉપર પગ મૂકનાર હોય અને ભારતીય સંસ્કૃતિનો પ્રચારને પ્રસાર કરનાર હોય તો તે શ્રી મુકતજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી છે. જેઓ ઈ.સ. ૧૯૪૮માં આફ્રિકા પધાર્યા હતા.

  હાલ, તેમના માર્ગદર્શન હેઠળ કુમકુમ મંદિર દ્રારા શ્રી મુકતજીવન ગુરુકુળ, સ્વામિનારાયણ દિગ્વિજય અનેક ધાર્મિક સાહિત્યનું પ્રકાશન, સત્સંગ શિબિરો, સત્સંગ સભાઓ, બાળસભાઓ, રવિ સભા આદિ અનેક વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
  Published by:kiran mehta
  First published: