Home /News /dharm-bhakti /Valsad: આ ગામમાં બનશે અયોધ્યા જેવું આબેહુબ રામ મંદિર; ઐતિહાસીક છે મંદિર

Valsad: આ ગામમાં બનશે અયોધ્યા જેવું આબેહુબ રામ મંદિર; ઐતિહાસીક છે મંદિર

X
રૂ.10

રૂ.10 કરોડના ખર્ચે ટ્રસ્ટી મંડળ દ્વારા આ ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે.

વલસાડના ભાગડાવડા ખાતે આવેલા 350 વર્ષ પૂરાણાં પ્રાચીન રામજી મંદિરને અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના શિલ્પ કારીગરો દ્વારા 45 ટકા કામ પૂર્ણ થયું છે અને હજી 55 ટકા કામ આગળ ધપી રહ્યું છે.

વધુ જુઓ ...
    Akshay kadam, Valsad: વલસાડના ભાગડાવડા ખાતે આવેલા 350 વર્ષ પૂરાણાં પ્રાચીન રામજી મંદિરને અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. રૂ.10 કરોડના ખર્ચે ટ્રસ્ટી મંડળ દ્વારા આ ભવ્ય મંદિર બનાવવા પાછળ અત્યાર સુધી રૂ.3.50 કરોડનો ખર્ચ થઇ ગયો છે. કરોડોના ખર્ચે વલસાડમાં તૈયાર થઈ રહેલા અયોધ્યા જેવા રામ મંદિર વિશે જાણીએ.

    અયોધ્યામાં રામ મંદિર બાબતે ચાલેલા વિવાદ દરમિયાન રામ મંદિરનું ભ‌વ્ય મોડેલ તૈયાર કરાયું હતું. જેને ધ્યાને લઇ 2015માં આ મોડેલની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી વલસાડના ભાગડાવડામાં દાતાઓના સહયોગથી પ્રાચીન રામજી મંદિરના પૂન: નિર્માણ કરવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો હતો અને તેનુ કામ ચાલુ કરી દીધું હતું.

    મંદિર પાછળ કુલ રૂ.10 કરોડનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.3.50 કરોડ નો ખર્ચ થઈ ચૂક્યો છે.આ મંદિર પાછળ 15 હજાર ઘનફૂટ પત્થરની શિલા સહિત કુલ રૂ.10 કરોડનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કોસંબા રોડ પર ભાગડાવડામાં અયોધ્યા જેવા રામ મંદિરના મોડેલની અદ્દલ પ્રતિકૃતિ ધરાવતું રામજી મંદિર બનાવવા પાછળ રૂ.3.50 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે. અહીં 8 વર્ષથી મંદિરનું કામ ચાલી રહ્યું છે. રાજસ્થાનના શિલ્પ કારીગરો દ્વારા 45 ટકા કામ પૂર્ણ થયું છે અને હજી 55 ટકા બાકીનું કામ આગળ ધપી રહ્યું છે. ત્યારે લોકો પણ વલસાડમાં બની રહેલ રામજી મંદિરમાં આવી શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: ઈન્ટરનેટનો સદ્ઉપયોગ કરી આ યુવક બની ગયો સ્કેચ આર્ટિસ્ટ; આંતરાષ્ટ્રીય સ્તર પર વેચાય છે ચિત્રો

    મંદિરના મહારાજે જણાવ્યું કે, વલસાડના ભાગડાવડામાં 350 વર્ષનું પ્રાચીન રામજી મંદિર અયોધ્યાના રામ મંદિર જેવા જ મોડેલ મુજબ નાની પ્રતિકૃતિ સાથે બનાવવામાં આવી રહ્યું છે. 10 કરોડના ખર્ચ સાથે ગામના અને બહારના દાતાઓના યોગદાનથી તેનું નિર્માણ થઇ રહ્યું છે. નવું અયોધ્યા-રામ મંદિર ભાગડાવડામાં તૈયાર થઇ રહ્યું છે.

    વલસાડના લોકો પણ હવે કહી રહ્યાં છે કે, અયોધ્યા ખાતે બનનાર મંદિર સાથે તેઓને જેવી શ્રદ્ધા છે, તેવી જ શ્રદ્ધા આ મંદિર સાથે પણ છે. અયોધ્યા સુધી ભલે ન જવાય, પણ શ્રદ્ધાળુઓ વલસાડના રામજી મંદિરમાં આવીને અયોધ્યા જેટલી ધન્યતા અનુભવે છે.ત્યારે હવે વલસાડ ખાતે બની રહેલ મંદિર માટે અહીંના લોક પણ જણાવી રહ્યા છે કે જે આસ્થા અયોધ્યા ખાતે બનનાર મંદિર સાથે તેમને છે એજ શ્રદ્ધા તેમની આ મંદિર સાથે પણ છે, તો અયોધ્યા સુધી ભલે ન જવાય તેઓ વલસાડ ના રામજી મંદિર માં આવીને અયોધ્યા જેટલી ધન્યતા અનુભવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Hindu Temple, Lord Ram, Valsad

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन