કુમકુમ મંદિર દ્વારા સોમવારે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 190મો અંતર્ધાન દિન ઉજવાશે

News18 Gujarati
Updated: May 30, 2020, 3:01 PM IST
કુમકુમ મંદિર દ્વારા સોમવારે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 190મો અંતર્ધાન દિન ઉજવાશે
કુમકુમ સ્વામિનારાયણ મંદિર - મણીનગર

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો માત્ર ર૮ વર્ષના સમયગાળામાં કર્યા છે.

  • Share this:
સોમવારે તા. ૧ જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૯૦ મો અંતર્ધાન દિન મહંત આનંદપ્રિયદાજી સ્વામીની નિશ્રામાં રાત્રે ૮-૦૦ થી ૯-૩૦ સુધી ઓન લાઈન ઉજવાશે. જેનું પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવશે. મને જણાવી દઈએ કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન ૧૯૦ વર્ષ પૂર્વ ગઢપુરમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધયાન થયા હતા.

આ પ્રસંગે હરિવલ્લભદાસજી સ્વામી અને દ્રારા કીર્તનભકિત યોજાશે. આ પ્રસંગે હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અબજીબાપાની વાતોનું પઠન કરશે. અંતમાં મહંત આનંદપ્રિયદાજી સ્વામી સ્વામિનારાયણ ભગવાનના જીવન અંગે જીવન સંદેશો આપશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો માત્ર ર૮ વર્ષના સમયગાળામાં કર્યા છે.

શ્રી સ્વામિનારાણ ભગવાને ૭ સાત વર્ષ દરમ્યાન ૧ર૦૦૦ કિ.મીનું વિચરણ કરી અનેકના કલ્યાણ કર્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં દિવો ત્યાં દાતણ નહિ એ ન્યાયે ચારિત્ર્યશીલ સમાજ ઘડવા માટે સુકાન સંભાળ્યું અને જોબનપગી, વેરાભાઈ આદિ ખૂનખાર લૂંટારાઓને પોતાના આશ્રિત કરી હાથમાં બંદૂકને બદલે માળા આપી.

બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ આદિ પ્રથાઓને નાબૂદ કરી. પતિ પાછળ સતિ થવાનો રિવાજ તેવી કુપ્રથાને નાબૂદ કરી. સ્ત્રીઓનો ભગવાન ભજવાનો સમાન અધિકાર અપાવ્યો. અહિંસામય યજ્ઞો બંધ કરાવી. જેતલપુર અને ડભાણ આદિ અનેક સ્થળોએ અહિંસામય કરાવ્યા. વ્હેમ, અંધશ્રધ્ધાનાં જાળાં તોડી દારૂ, માંસ, ભાંગ, તમાકુ, ગાંજો આદિ વ્યસનોથી પીડાતા જનોને મુક્તિ આપી આર્થિક રીતે પણ સુખી કર્યા.

આ રીતે હળાહળ કળિયુગમાં સત્યુગધર્મની સ્થાપના કરી.અને ભકતોને મંત્ર જાપ કરવા માટે ‘સ્વામિનારાયણ’ નામ આપ્યું. માત્ર ૨૮-૨૯ વર્ષના ટૂંકા ગાળામાં આખા ભારતદેશની રોનક બદલી. જનસમાજ સદાયને સુખી અને સમૃધ્ધ બને તે માટે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગિજીવન આદિ અનેક શાસ્ત્રો આપ્યાં છે. અનેક સંતો બનાવ્યા જેથી જનસમાજને સાચું માર્ગદર્શન મળી રહે. ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા છે, જેથી આજેય નિરંતર ભકિતના નાદ ગુંજતા રહે છે. આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો કર્યા છે.
First published: May 30, 2020, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading