Home /News /dharm-bhakti /Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તુલા રાશિના જાતકો પર તોળાઈ રહ્યું છે આર્થિક સંકટ? જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તુલા રાશિના જાતકો પર તોળાઈ રહ્યું છે આર્થિક સંકટ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 9 to 15 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 9 to 15 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ કામ અને ચિંતાઓ લાવી શકે છે તેવામાં ટેરો કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, અન્ય લોકોની મદદ લઈને આગળ વધવું અને થોડું રિલેક્સ રહેવું. ખાસ કરીને સ્ત્રીઓ માટે આ સપ્તાહ શુભ જણાય છે અને જો તમે બાળક પ્લાન કરી રહ્યા હોવ તો યોગ્ય સમય છે. દાન કરવાથી લાભ મળે.

એન્જલ મેસેજ: તમારી મનગમતી પ્રવૃત્તિમાં આ સપ્તાહ ધ્યાન આપજો. ખાસ કરીને સિંગિંગ અને ડાન્સિંગ મદદરૂપ થશે.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, વૃષભ રાશિના જાતકો ખોટા લોકોના પ્રભાવ હેઠળ આવીને ખોટા નિર્ણયો લઇ શકે છે. ખાસ કરીને ફેમિલી રીલેટેડ અથવા કામ સંબંધિત નિર્ણયો લેતા પહેલા પોતાની જાત સાથે એ અવશ્ય ચેક કરવું કે, તમે કોઈ બીજાની વાતમાં આવીને ખોટા કે ઉતાવળિયા પગલા તો નથી ભરી રહ્યા ને? તમને જયારે પણ લાગે કે, કોઈના દબાણ કે પ્રભાવ હેઠળ છો તેવા સમયે કોઈ જ પ્રતિક્રિયા ના આપવી કે નિર્ણયો ના લેવા.

એન્જલ મેસેજ: જે પણ સંબંધમાં ડરની કે કોઈ પણ નેગેટિવ લાગણીઓ છે તે કટ થઇ જાય અને તમે પ્રોટેક્ટ રહો તેવી પ્રાર્થના આર્કેન્જ્લ માઈકલને કરવી અને પછી થોડી વાર શાંતિથી બેસી રહેવું.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું નકારાત્મક દેખાઈ રહ્યું છે. નાનપણથી જે માન્યતાઓ સાથે મોટા થયા છો તે હવે ખોખલી લાગી શકે છે, તમે જે વિચારો છો તેવું અન્ય લોકો ના કરે તેમ પણ બને. તેવામાં પોતાની મદદ જાતે કરો અને વાસ્તવિકતા સાથે જોડાયેલા રહો. અન્ય લોકો શું કહેશે તેની ચિંતા કરવાનું બંધ કરો અને પોતાઈ જાતને મફ કરી તમારી જાતે આગળ વધો.

એન્જલ મેસેજ: આ સપ્તાહ તમારે કોઈ પણ પ્રકારનું જનક ફૂડ, નોન-વેજ વગેરે ટાળવું. ફ્રુટ્સ અને સલાડ વધારે ખાવું.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
કર્ક રાશિના લોકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, સપ્તાહ સામાન્ય રહેશે. નવી તકો ઉભી કરવાનો અથવા શોધવાનો યોગ્ય સમય આવી ગયો છે. કોઈ પણ પ્રકારના આર્થિક નુકસાનથી બચવા માટે ખૂબ જ ધીરજપૂર્વક આગળ વધવું. કોઈ પણ રોકાણ કરી રહ્યા હોવ તે ટૂંકાગાળા માટે ના કરવું. યોગ્ય તક મળશે જ માત્ર થોડું વધારે રીસર્ચ જરૂરી છે.

એન્જલ મેસેજ: તમારા અંતરાત્માનો અવાજ સાંભળવો અને એ જ પ્રમાણે આગળ વધવું. તમે જે અનુભવી રહ્યા છો તે સાચું જ છે.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
ટેરો કાર્ડ્સ મુજબ સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ પોઝિટીવ છે પણ કામ જો કામ ટાળવાની આદત મૂકીને બધા જ જૂના કામ હવે પતાવવાની શરુઆત કરશો તો જ એ હકારાત્મકતા અનુભવી શકશો. કાર્ડ્સ કહી રહ્યા છે કે, વધુ પડતું ના બોલવું અને થોડું ધ્યાન ધરવું. પૂનમના દિવસે ચંદ્ર નીચે બેસી મેડીટેશન કરવાથી લાભ થાય.

એન્જલ મેસેજ: પ્રકૃત્તિના ખોળે સમય વિતાવવો અને જે પણ માતાજીને માનતા હોવ તેમની આરાધના કરવી.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
પોતાની સરખામણી અન્યો સાથે કરવી નહિ અને કોઈને કરવા પણ દેવી નહિ. સરખામણીના કારણે વર્ક પ્લેસ પર અથવા સ્ટડીઝમાં નકારાત્મક પરિણામ આવી શકે છે. તમારા પોતાના ટેલેન્ટ પર ફોકસ કરીને કામ કરવું. આ સપ્તાહની હકારાત્મક બાબત એ છે કે, જે પણ વિશ માંગશો તે ટૂંક સમયમાં પૂરી થઇ શકે છે.

એન્જલ મેસેજ: તમારા વિચારો અને તમારા એક્શન મેચ થાય તે જરૂરી છે. તમે જેવા છો એ પ્રમાણે વર્તન કરો. ક્રાઉન ચક્ર પર ફોકસ કરીને ધ્યાન કરવું.

તુલા રાશિફળ (Libra) (ર.ત):
તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક સંકટ આવતું જણાઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારે રોકાણ કરતા પહેલા બધીજ બાજુથી વિચારવું. તમારી નજીકની વ્યક્તિ તમારી સામે કોઈક બબ્તેખોતું પણ બોલી શકે છે. પોતાના ટેલેન્ટ અને આત્મવિશ્વાસના ભરોસે જ આગળ વધવું.

એન્જલ મેસેજ: તમારા મનમાં જે પણ ચાલી રહ્યું છે તે તમે કહી શકો તે માટે ભગવાનને પ્રાર્થના કરવી અને પછી પોતાની વાત અન્ય સમક્ષ મૂકવી.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય):
ટેરો કાર્ડ્સ મુજબ વૃશ્ચિક રાશિના જાતકોએ આ સપ્તાહે પોતાના વિચારો પર ખાસ ધ્યાન આપવાની જરૂર જણાઈ રહી છે. એમ બની શકે છે કે, કોઈ ખોટા આવેશમાં કે અન્ય લોકોની વાતમાં આવીને ખોટો નિણર્ય લઇ બેસો. આ સપ્તાહે થોડો સમય લઈને પોતાની જાત સાથે વાત કરો અને એ પછી જ કોઈ નિર્ણય લેવો. અધ્યાત્મની સફર શરુ કરવા પણ સપ્તાહ યોગ્ય.

એન્જલ મેસેજ: દયા અને પ્રેમભાવના પાઠ લોકો સુધી પહોંચાડવો એ તમારો ઉદ્દેશ્ય છે.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
જૂનું પૂર્ણ કરીને નવી શરુઆત કરવાનો સમય આવી ગયો છે તે જ સંદેશ ધન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. વધુ પડતો સ્ટ્રેસ લઈને પોતાના માથે બધું જ કામ લઇ લેશો તો મહત્ત્વની બાબતો પર ફોકસ નહિ કરી શકો જેના કારણે નુકસાનીના યોગ બની શકે છે. કામ વેચી દેવું અને તમારે નવી શરુઆત માટે તૈયારી કરવી.

એન્જલ મેસેજ: તમને જેની સૌથી વધારે ચિંતા છે તે વ્યક્તિ જન્મજાત લીડર છે અને સ્પેશિયલ બાળક છે.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ અઆર્થીક લાભ લઈને આવી શકે છે. તમારી આંતરસૂઝથી રોકાણ કરશો તો લાંબાગાળાનો ફાયદો થઇ શકે છે. સંબંધોની બાબતે કોઈ પણ બાબતે ચર્ચામાં ઉતર્યા સિવાય જેમ થાય છે તેમ થવા દેવું અને પરિસ્થિતિ મુજબ આગળ વધવું.

એન્જલ મેસેજ: સંગીત અને ડાન્સિંગ દ્વારા તમે પોતાના સાયકિક પાવર્સ જાગૃત કરી શકો છો.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
આળસ કરશો તો નુકસાન થશે તેમ કુંભ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ સંદેશ આપી રહ્યા છે. આ સપ્તાહ તમારે સ્ટેપ્સ લેવાનું છે અને જો તમે કોઈ પણ ખોટું પગલું ભરશો અથવા કશું જ નહિ કરો તો સંબંધો બગડે, દગો મળે તેવા ચાન્સીસ છે. આસપાસની નકારાત્મકતા તમને અસર કરી શકે છે તેવામાં પોતાની સમજણ શક્તિ પર ફોકસ કરવું.

એન્જલ મેસેજ: ભૂતકાળના અનુભવો અને યાદોમાંથી તમે હીલ થઇ શકો તે માટે ઇષ્ટ દેવને પ્રાર્થના કરવી.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
મીન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ સફળતા લઈને આવી રહ્યું છે જો કે, સફળતા હંગામી પણ હોઈ શકે છે. જે પણ તમને મળે તેનો આનંદ લેવો પણ સાથે જ અભિમાન ના આવે તેનું ધ્યાન રાખવું. જે તમને મળે છે તે આગળ પાસ ઓન કરવું જેથી કરીને લાંબો સમય સફળતા માણી શકશો. સ્ત્રીઓએ ખાસ કરીને મેડીટેશન પર ફોકસ કરવું અને પાણી પાસે થોડો સમય વિતાવવો.

એન્જલ મેસેજ: તમે જે જવાબ શોધી રહ્યા છો તે આત્મમંથનથી મળશે અથવા તો એક કાગળમાં લખીને તેને બરન કરીને રાખ હવામાં ઉડાડીને સાઈન મળે તેની પ્રાર્થના કરવી.
First published:

Tags: Tarot Card, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો