Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 8 to 14 May 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 8 to 14 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

  હેલ્થ: વધારે પડતા વિચારો કર્યા વિના પરિસ્થિતિ પ્રમાણે આગળ વધતા રહેશો તો હેલ્થ સારી રહેશે. પાણી વધારે પીવું.

  કરિયર: તમારી ખરેખર ટેલેન્ટ શું છે તે જાણવાનો પ્રયત્ન આ સપ્તાહે કરવો જરૂરી છે. અન્ય લોકો પાસેથી મદદની અપેક્ષા રાખ્યા વિના તમે જ સ્વયંને મદદ કરો તે જરૂરી છે તો જ તમારી કારકિર્દીમાં આવેલો થોડો ખરાબ સમય પૂર્ણ થશે.

  રિલેશનશિપ: કોણ તમારા હિતેચ્છુ છે અને કોણ હિતશત્રુ તે સામે આવી શકે છે. નજીકના સંબંધોમાં કોઈ સિક્રેટ છૂપાયેલુંઓં હશે તે બહાર આવવાની શક્યતા છે. જે તમારા માટે અંતે હકારાત્મક સાબિત થશે.

  એન્જલ મેસેજ: બને તેટલું વધારે જ્ઞાન મળે તે માટે વર્કશોપ કે સેમિનાર એટેન્ડ કરવા.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

  હેલ્થ: બોડી પેઈન અને વધુ પડતા સ્ટ્રેસની તકલીફ પડી શકે છે. સેવન ચક્ર મેડિટેશન કરવું આ સપ્તાહે આવશ્યક છે.

  કરિયર: તમારે વધુ પ્રોફિટ કે પગાર વધારો જોઈતો હોય તો તેના માટે તમારા યુનિક વિચારો અન્ય લોકો સાથે શેર કરો. તમારા વિચાર સમજી શકે અને સ્વીકારી શકે તેવા પાર્ટનર સાથે બિઝનેસ કરી શકાય.

  રિલેશનશિપ: આ સપ્તાહે બને તેટલું ઓછું બોલવું કેમ કે તમારી કહેલી વાતોના ખોટા અર્થ નીકળશે અને આખરે બધો વાંક તમારો જ સાબિત થશે. માત્ર જુઓ, સાંભળો અને વિચારો.

  એન્જલ મેસેજ: તમને મનગમતી પ્રવૃત્તિ આ સપ્તાહે કરો અને સાથે જ ખુલ્લા પગે ઘાસમાં ચાલવું.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

  હેલ્થ: ખભા, પીઠ અને માથાના દુઃખાવાથી ખાસ સાચવવાની આ સપ્તાહે જરૂર છે. કોઈ પણ પ્રકારનનો ભાર ઉંચકવો નહિ.

  કરિયર: ટૂંકાગાળાની સફળતા આ સપ્તાહે બિઝનેસમાં મળી શકે છે. જો કે, કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, આ સફળતાનો મદ ના ચડે તેનું ધ્યાન રાખવું.

  રિલેશનશિપ: તમારી વાત અન્ય લોકો સામે મૂકવી જરૂરી છે. તમારા જીવનનો કંટ્રોલ તમારા પોતાના હાથમાં લેવો જરૂરી છે.

  એન્જલ મેસેજ: ક્રાઉન ચક્ર મેડિટેશન કરવું.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

  હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ ખૂબ જ સારું રહેશે. બને તેટલો વધુ સમય નેચરમાં રહેવું.

  કરિયર: ઘણું બધું કામ આવશે અને તેના લીધે ક્યાં શું કરવું અને કેવી રીતે તેની મૂંઝવણ ઉભી થઇ શકે છે. અન્ય લોકોના પ્રેશરમાં આવીને કામ ના લેવા પોતાની સમજનો ઉપયોગ કરવો.

  રિલેશનશિપ: ના કામના અને તમારા ઈમોશન્સ અને જીવન માટે હાનિકારક વ્યક્તિઓ અને તેમની સાથે જોડાયેલી યાદોને જવા દેવાનો યોગ્ય સમય આવી ગયો છે.

  એન્જલ મેસેજ: પોતાની સરખામણી અન્ય લોકો સાથે ના કરવી. પોતાની ટેલેન્ટ પર ડફોકસ કરવું અને સોલાર પ્લેક્સસ મેડિટેશન કરવું.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

  હેલ્થ: છાતી અને ખભાના દુઃખાવાની તકલીફ ઉભી થઇ શકે છે. પોતાના ઈમોશન્સને પોતાના કંટ્રોલમાં રાખવા અન્ય લોકો શું કહે છે તેની ચિંતા કરવી નહિ.

  કરિયર: ટૂંકાગાળાનો ફાયદો જોઈને કોમ્પ્રોમાઇઝ કરવા નહિ. પોતાના મૂલ્યો અને વિચારો પર ટકી રહેવું.

  રિલેશનશિપ: તમારો પ્રોબ્લેમ અન્ય લોકો નથી પણ તમે પોતે જ છો તે યાદ રાખીને સમજીને વિકટ પરિસ્થિતિ માંથી બહાર આવવું પડશે. તમારા ઈમોશન્સ સમજીને અને એક્શન્સ લેવા જરૂરી છે.

  એન્જલ મેસેજ: સેવન ચક્ર મેડિટેશન કરવું ફરજીયાત છે. કોઈ પણ મુશ્કેલી માંથી બહાર આવવા માટે એન્જલ્સ મદદ કરશે માત્ર તેમને કહેવાની જરૂર છે.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

  હેલ્થ: સ્વાસ્થ્ય આ સપ્તાહે ખૂબ જ પોઝિટિવ જણાઈ રહ્યું છે. કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, પોતાના વિચારો અને એક્શન્સ બેલેન્સ કરીને ચાલશો તો કોઈ જ વાંધો સ્વાસ્થ્ય માં આવશે નહિ.

  કરિયર: ટીમ વર્ક કરશો અને અન્ય લોકોને મદદ કરશો તો કારકિર્દીનો ગ્રાફ અને કામનો સંતોષ બંને વધશે.

  રિલેશનશિપ: ભૂતકાળના સંબંધો ફરી જીવનમાં પ્રવેશ કરી શકે છે. જે પણ લેણા-દેણી બાકી છે તે સંબંધો પરત આવશે અને જેમાં કનેક્શન પૂર્ણ થાય છે તે વિદાય લઇ શકે છે.

  એન્જલ મેસેજ: આ સપ્તાહે તમારે લોકોને શાંતિના પાઠ શીખવવાના છે.

  તુલા રાશિફળ (Libra) (ર.ત)

  હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય પ્રમાણમાં નકારાત્મક દેખાઈ રહ્યું છે. સેવન ચક્ર બ્લોક હોવાના કારણે બોડી પેઇન અને માથાનો દુઃખાવો થઇ શકે છે. સેવન ચક્ર મેડિટેશન કરવું અને પોતાની રીતે જીવનના નિર્ણયો લેતા શીખવું.

  કરિયર: ઘણા બધા હકારાત્મક બદલાવો આવી રહ્યા છે તે સ્વીકારીને આગળ વધવું. નવી તકો ઉભી થશે.

  રિલેશનશિપ: જેટલું દેખાય છે તેના કરતા હકીકત અલગ હોય તેમ બની શકે છે. કોઈની પણ વાતમાં આવ્યા વિના પહેલા હકીકતની ખરાઈ કરવી જરૂરી છે.

  એન્જલ મેસેજ: ખુલ્લા પડે ઘાસમાં ચાલવું અને મૂલાધાર ચક્ર મેડિટેશન કરવું જરૂરી છે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

  હેલ્થ: ઈમોશનલ હેલ્થ પ[ર આ સપ્તાહે ધ્યાન આપવું જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્ય ઓવેલોલ સામાન્ય જણાઈ રહ્યું છે.

  કરિયર: થોડુંક થોભીને કરિયરમાં તમારે ખરેખર શું કરવું છે તે સ્પષ્ટતાપૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે.

  રિલેશનશિપ: ઇગોના કારણે નજીકના સંબંધો બગડી શકે છે. ગુસ્સો અને ઈગો બાજુ પર મૂકીને શાંતિથી અને પ્રેમથી જ અન્ય લોકો સાથે ડીલ કરવી.

  એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારની ડરની લાગણી અનુભવો ત્યારે તે ડરના કોર્ડ્સ કટ કરવા માટે આર્કેનજ્લમાઈકલને પ્રાર્થના કરવી.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

  હેલ્થ: સ્વાસ્થ્ય ઓવેલોલ સામાન્ય જણાઈ રહ્યું છે પરંતુ સ્ત્રીઓએ ખાસ ગાયનેકલ પ્રોબ્લેમ્સથી સાચવવું તેમ કાર્ડ્સ કહી રહ્યા છે.

  કરિયર: બિઝનેસમાં પ્રોજેક્ટમાં લીધેલા રિસ્ક મુજબ સફળતા ના મળે ટી દુઃખી થવાની જરૂર નથી કેમ કે તે ઘટનામાંથી તમારે કોઈ પાઠ લેવાનો છે જો તે શીખ સમજી જશો તો સફળતા ખૂબ જ જલ્દી મળશે.

  રિલેશનશિપ: તમારા મનની શાંતિ ભંગ કરી શકે તેવા દરેક સંબંધથી બચીને રહેવું. તમને સમજી શકે તેવી વ્યક્તિ સાથે ઈમોશન્સ શેર કરવા.

  એન્જલ મેસેજ: લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી અને સાથે જ કુળદેવીને ઘીનો દીવો કરવો.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

  હેલ્થ: નાનકડી બીમારીને અવગણવી નહિ અને યોગ્ય દવા કરાવી લેવી. આંખોના રોગ અને એલર્જીથી સાચવવું.

  કરિયર: કોઈ પણ પ્રકારની આળસ કે બેદરકારીના કારણે તમારી કોમ્પિટિશન અથવા કલીગ તમારાથી આગળ નીકળી શકે છે.

  રિલેશનશિપ: જે સંબંધો તમારા માટે હવે બંધન બની ગયા છે તે હવે જવા દઈને તમારી સાચી ઓળખ છતી કરો અને પોતાના જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લો.

  એન્જલ મેસેજ: થ્રોટ ચક્ર મેડિટેશન કરવું અને પોતાના મનની વાત કહેતા ખચકાવું નહિ.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

  હેલ્થ: સ્વાસ્થ્ય ખૂબ જ પોઝિટિવ જણાઈ રહ્યું છે. વોકિંગની આદત કેળવવી.

  કરિયર: વધુ પડતું વિચાર્યા વિના જે પણ થઇ રહ્યું છે તે અનુભવ કરીને આગળ વધો, તમને કોઈ નુકસાન થશે નહિ.

  રિલેશનશિપ: કોઈ પણ પ્રકારન વાદ-વિવાદમાં આ સપ્તાહે પડવું નહિ. કોઈ પણ નવા સંબંધમાં ભગવાન ભરોસે જ આગળ વધવું.

  એન્જલ મેસેજ: મધર નેચરની સેવા કરવી.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

  હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય જણાઈ રહ્યું છે. ગળાના દુઃખાવા કે શરદીનો સામાન્ય પ્રોબ્લેમ થઇ શકે છે.

  કરિયર: તમારા સપના ખૂબ જ ઊંચા છે પરંતુ તે કેટલા રિયલ છે તેની ખરાઈ કરવી આ સપ્તાહે જરૂરી છે. લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળાના ગોલ્સ નક્કી કરવા જરૂરી છે. રિયાલિટી ચેક આ સપ્તાહે મળશે.

  રિલેશનશિપ: ઘણા બધા ચેન્જીસ આવશે અને તમે સંપૂર્ણપણે એક નવી વ્યક્તિ તરીકે આકાર પામશો. નવી શરૂઆતના યોગ જણાઈ રહ્યા છે.

  એન્જલ મેસેજ: તમારા માટે જરૂરી ના હોય અથવા હાનિકારક હોય તેવા દરેક લોકો, વસ્તુઓ અને વિચારોથી તમને પ્રોટેક્શન મળે તે માટે આર્કેનજ્લ માઈકલને પ્રાર્થના કરવી.
  Published by:ankit patel
  First published:

  Tags: Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya

  विज्ञापन
  विज्ञापन