Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કુંભ રાશિના લોકોએ સ્પર્ધકોથી સાવધ રહેવું, જાણો રાશિફળ

ટેરો સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions: મોટા ભાગની રાશિના લોકો માટે આ સપ્તાહ મિશ્રિત જણાઈ રહ્યું છે પણ ખાસ કરીને કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોએ આરોગ્યની દ્રષ્ટિએ સંભાળવું (8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ)

 • Share this:
  મેષ (અ.લ.ઈ): ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે મેષ રાશિના જટકો માટે આ સપ્તાહ આરોગ્યની દ્રષ્ટિએ સારું રહેશે જયારે કારકિર્દી અને સંપત્તિની બાબતમાં કોર્ટ કચેરી અથવા ઝઘડાની શક્યતાઓ દેખાઈ રહી છે. કારકિર્દીની બાબતમાં ખાસ કરીને અન્ય લોકો સાથે સરખામણી કર્યા વિના જ પોતાની ટેલેન્ટ પર ફોકસ કરવું. રિલેશનશિપ માટે આ સપ્તાહ હકારાત્મક છે.

  વૃષભ (બ.વ.ઉ): વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ દરેક દ્રષ્ટિએ સારા સમાચાર લઈને આવનારું જણાઈ રહ્યું છે. સંપત્તિમાં ધીરો પણ મક્કમ વધારો, કારકિર્દીમાં નવી શક્યતાઓ ઉભી થતી જણાઈ રહી છે. રિલેશનશિપમાં આવતી મુશ્કેલીઓ પણ ખૂબ જ સરળતાથી તમે હેન્ડલ કરી શકશો. આ અઠવાડિયે માત્ર ખાવા-પીવામાં થોડું ધ્યન રાખવું જેથી આરોગ્યમાં તકલીફ ના આવે.

  મિથુન (ક.છ.ઘ): આ સપ્તાહ મિથુન રાશિના લોકો માટે મિશ્રિત દેખાઈ રહ્યું છે. ધન-સંપત્તિ મામલે ખાસ કરીને સાચવવું અને વાસ્તવિકતા સાથે જોડીને રહેવું. પોતાની મદદ જાતે કરવી. કારકિર્દીમાં નવી દિશા ખુલતી જણાય અને કરિયર ચેન્જ માટે યોગ્ય સમય છે. સંબંધોમાં બદલાવ આ સપ્તાહ દેખાઈ રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ સપ્તાહ હકારાત્મક છે. ભૂતકાળના વિચારો કરી જાતે તણાવ ના વહોરવો.

  કર્ક (ડ.હ): તમે જે વિચારો છો તેવા જ સંબંધો અથવા વર્તન લોકો કરે તે જરૂરી નથી તે વાત બરાબર ધ્યાનમાં નહિ રાખો તો આરોગ્યમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. વધુ પડતા વિચારોના લીધે વર્તમાનમાં ના જીવી શકો એમ આ સપ્તાહમાં બની શકે છે. ધન સંપત્તિની દ્રષ્ટિએ પોતાનો માર્ગ જાતે શોધવો તો સફળતા જણાય ને કારકિર્દી સામાન્ય રહેશે. ટૂંકમાં ટેરો કાર્ડ્સ મુજબ કર્ક રાશિનું આ સપ્તાહ એવરેજ જણાઈ રહ્યું છે.

  સિંહ (મ.ટ): ટેરો કાર્ડ્સ મુજબ સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ કામથી ખૂબ જ ભરેલું રહેશે જેના લીધે તબિયતમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. ધન સંપત્તિના મામલે સમાધાન કરવું પડે તો વિચારીને કરવું. કારકિર્દીમાં પોતાને ગમતી દિશા લેવા માટે જાતે જ આગળ આવું પડશે અને તો જ આગળ વધી શકશો. રિલેશનશિપમાં સપોર્ટ મળી રહશે.

  કન્યા (પ.ઠ.ણ): આરોગ્યની દ્રષ્ટિએ કન્યા રાશિના લોકોએ આ સપ્તાહે ખૂબ જ વધુ ધ્યાન આપવાની જરૂર છે. નાના હેલ્થ પ્રોબ્લેમ પણ ઇગ્નોર ના કરવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. ધન-સંપત્તિમાં વધારો કરવા માટે નવા વિચારો અને ફ્રેશ દ્રષ્ટિકોણની જરૂર જણાય છે. ઓફિસમાં બધાની સાથે વધારે પડતું ટ્રાન્સપરન્ટ ના બનવું. રિલેશનશિપમાં જ્યાં જરૂર જણાય ત્યાં માર્ગદર્શન અચૂક લેવું જેથી સંબંધો બગડે નહિ.

  તુલા (ર.ત): ટેરો કાર્ડસના માર્ગદર્શન મુજબ આ સપ્તાહ તુલા રાશિના જાતકો માટે થોડું ઓછું સારું જણાઈ રહ્યું છે. ખાસ કરીને હેલ્થની દ્રષ્ટિએ મુશ્કેલીઓ આવી શકે છે અને માનસિક રોગ પણ આવી શકે છે. પોતાના કરિયરમાં અન્ય લોકોની નહિ પોતાના મનની સલાહ માનવી અને એ પ્રમાણે જ નિર્ણયો લેવા. ધન-સંપત્તિ મુદ્દે જેમ બને તેમ ઓપન રહેવું અને સ્વિકાર્યવૃત્તિ રાખવી. જીવનમાં સોલમેટનો પ્રવેશ થઇ શકે છે.

  વૃશ્ચિક (ન.ય): વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું નકારત્મક જણાઈ રહ્યું છે. આરોગ્ય અને ધન સંપત્તિની દ્રષ્ટિએ આ સપ્તાહે ખૂબ જાળવવાનું છે અને બને તો મેડીટેશન કરવું અને વાદ વિવાદમાં પડવું નહિ. કારકિર્દીમાં પણ જો અન્ય લોકો મુશ્કેલી ઉભી કરી રહ્યા હોય તો શાંત રહીને પોતાનું કામ કરતા રહેવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. રિલેશનશિપમાં પણ નિષ્ફળતા અથવા બ્રેકઅપના સંજોગો દેખાઈ રહ્યા છે.

  ધન (ભ.ફ.ધ): ધન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે માનસિક શાંતિ જોઈતી હોય તો ના જોઈતા સંબંધોને જવા દો. નાણાકીય મુશ્કેલીઓના કારણે તણાવ અને તેના લીધે આરોગ્ય પર વિપરીત અસર થવાની શક્યતાઓ ટેરો કાર્ડ્સ બતાવી રહ્યા છે. કારકિર્દી શરુ કરવા અથવા બિઝનેસ ઓપોર્ચ્યુનીટી શોધવાનો આ યોગ્ય સમય છે તો હવે વાર ના કરવી.

  મકર (ખ.જ): આરોગ્યને બાદ કરતા બધી જ બાબતો મકર રાશિના જાતકો માટે આ સપ્તાહે હકારાત્મક જણાઈ રહ્યું છે. સંપત્તિના મામલે ચૂપ રહેવું તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ મોટી મુશ્કેલી આ સપ્તાહે આવતી જણાવી રહી છે તો ખાસ ધ્યાન રાખવું અને જૂનો રોગ પાછો ના આવે તે પણ જાળવવું. કારકિર્દીમાં બદલાવ લાવવાનો યોગ્ય સમય છે અને રિલેશનશિપમાં પણ હવે તમારા માટે જે યોગ્ય છે તે સ્ટેપ લઇ લો.

  કુંભ (ગ.શ.સ.ષ): કુંભ રાશિના લોકો માટે આ સપ્તાહે ટેરો કાર્ડ્સ સૂચવી રહ્યા છે કે ખાસ ફોકસ કારકિર્દી પર કરવું અને અને જો બિઝનેસ હોય તો સ્પર્ધકોથી સાવધ રહેવું. નવી રિલેશનશિપના યોગ જણાઈ રહ્યા છે અને બાળકનું પ્લાનિંગ કરવું હોય તો આ યોગ્ય સમય જણાઈ રહ્યો છે. જો કે, આરોગ્યની દ્રષ્ટિએ પોતાના જ કારણે મુશ્કેલી આવે તેમ લાગી રહ્યું છે તો ધ્યાન રાખવું કે બહારનું ખાવું-પીવું નહિ.

  મીન (દ.ચ.ઝ.થ): ટેરો કાર્ડ્સ મુજબ મીન રાશિના જાતકોએ આ સપ્તાહે કોઈ નવા સંબંધો બાંધવા નહિ અને લોકોની વાતો સાંભળીને કોઈ નિર્ણયો લેવા નહિ. કુળદેવીની પૂજા કરવાથી ધન સંપત્તિના યોગ બની શકે છે. કારકિર્દી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા પોતાના માટે શું યોગ્ય છે તે બરાબર વિચારવું અને પછી જ નિર્ણય લેવો. કોઈ જોબ બદલાવ આ સપ્તાહે ના કરવા. આરોગ્યની દ્રષ્ટિએ સપ્તાહ સામાન્ય રહે. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો એક્સપર્ટ એન્ડ ટ્રેઇનર)
  Published by:ankit patel
  First published: