Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ
tarot weekly predictions 7 to 13 Auguast 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
tarot weekly predictions 7 to 13 Auguast 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે હકારાત્મક જણાશે. સ્ત્રીઓએ ખાસ કરીને પોતાના દાય્તમાં ફ્રુટ્સનું સેવન વધારવું હિતાવહ છે. મૂલાધાર ચક્ર બેલેન્સ રહે તે માટે ખુલ્લા પગે ઘાસમાં ચાલવું.
કરિયર: બધા જ કામો અટકી ગયેલા લાગે જેનું મૂળ કારણ તમારી આળસ છે તે યાદ રાખવું. ભૂતકાળમાં લીધેલા નિર્ણયોના લીધે આ સપ્તાહે પસ્તાવું પડે.
રિલેશનશિપ: અન્ય લોકોની વાતોમાં આવીને નજીકના લોકો સાથે સંબંધ બગાડવા નહિ. પોતાની સમજદારીથી વિચારીને પગલાં ભરવા.
એન્જલ મેસેજ: તમારા જીવનનો કંટ્રોલ તમારા પોતાના હાથમાં લેવો અનિવાર્ય છે. મણિપુર ચક્ર સાથે મેડીટેશન કરવું.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
હેલ્થ: ઈમોશનલ ઈમબેલેન્સ થવાના કારણે સ્વાસ્થ્ય આ સપ્તાહે બગડી શકે છે. પોતાના મનની વાત કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને કરવાથી તણાવ ઓછો થશે અને માથાના દુઃખાવાથી બચી શકશો.
કરિયર: કારકિર્દી બાબતે ઘણા બધા બદલાવો કરવાનો સમય આવી ગયો છે. નવી ટેકનોલોજી શીખવા પર અને સમય સાથે પોતાને અપડેટ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
રિલેશનશિપ: કોઈના જવાબની રાહ જોઈ રહ્યા હોવ તો તેમાં ડીલે થવાના ચાન્સીસ જણાઈ રહ્યા છે.
એન્જલ મેસેજ: જયારે પણ નર્વસ ફીલ થાય ત્યારે માત્ર તમારા પોતાના કામ પર ફોકસ કરવું.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
હેલ્થ: આ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ પોઝિટીવ જણાઈ રહ્યું છે. કોઈ પણ ચિંતા કર્યા વિના ખૂબ જ શાંત ચિત્તે મેડીટેશન કરવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે.
કરિયર: ઘણું બધું કામનું બર્ડન એકસાથે આવી શકે છે. અન્ય લોકો જે કામ માટે કેપેબલ છે તે પણ તમારી પર તેમનું કામ ઢોળી શકે છે. તેવી પરિસ્થિતિમાં તમારે માત્ર તમારું કામ કરવા પર ફોકસ કરવું, અન્ય લોકોને ‘ના’ કહેતા શીખવું. પોતાની અંદર રહેલી ક્રિએટિવિટી એક્સ્પ્લોર કરવી.
રિલેશનશિપ: ઘરની સ્ત્રીઓ સાથે રિલેશનશિપ સારી રાખવી. તેમની સાથે તમારા પ્રોબ્લેમ્સની ચર્ચા કરવાથી ઉકેલ અવશ્ય મળશે.
એન્જલ મેસેજ: તમે કરેલી પ્રાર્થના અથવા ઇચ્છાઓના જવાબ તમને ગીત, શબ્દો કે કોઈ અપરિચિત વાતચીત દરમિયાન મળી શકે છે, માટે આ સપ્તાહે દરેક બાબતો ધ્યાનથી સાંભળવી.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
હેલ્થ: આ સપ્તાહે મેડીટેશન અને નેચર સાથે કનેક્ટ કરવાથી સ્વાસ્થ્ય સુધરતું જણાશે. ખોરાકમાં સફેદ અને ગ્રીન વસ્તુ વધારે ખાવી.
કરિયર: કરિયર આ સપ્તાહે સામાન્ય રીતે આગળ વધશે. કોઈ પણ બાબતે ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ અને ફ્યુચર ગમે તેટલું બ્રાઈટ જણાય પણ વધુ પડતા લાંબા ગાળાના પ્લાનિંગ પર ફોકસ કર્યા વિના હાલ જે પરિસ્થિતિછે તે સાથે ધીમે-ધીમે આગળ વધવું.
રિલેશનશિપ: શુષ્ક થઇ ગયેલા સંબધો ફરી એક વાર એક્ટિવ થતા જણાશે. તમારા નજીકના સંબંધો જ તમારા માટે તમારી શક્તિનો સ્ત્રોત બનશે.
એન્જલ મેસેજ: અનુભવો સાથે તમે ગ્રો થયા છો એટલે એક સમયે જે સંબંધો કે પ્રવૃત્તિઓ તમે એન્જોય કરતા હતા તેમાં બદલાવ આવશે, આસપાસ આવતા બદલાવો પ્રત્યે જાગૃત રહેવું.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
હેલ્થ: ઓવરઓલ સ્વાસ્થ્ય સામાન્ય જણાઈ રહ્યું છે. ડાન્સિંગ અને એકસરસાઈઝ કરવાથી ફિઝીકલ અને મેન્ટલ હેલ્થ ખૂબ સારી રીતે જાળવી શકશો.
કરિયર: માત્ર ધનની લાલચમાં આવીને કોઈ પણ પ્રોજેક્ટ કે જોબ લેશો તો તે લાંબો સમય ટકશે નહિ, નુકસાન થઇ શકે છે.
રિલેશનશિપ: વધુ પડતા વિચારોના કારણે નજીકના લોકો સાથેના સંબંધો તમે જાતે જ ખરાબ કરીને પછી એકલતા અનુભવો તેમ આ સપ્તાહે બની શકે છે.
એન્જલ મેસેજ: તમારા મનમાં જે છે તે સારી રીતે તમે બોલી શકો તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.
કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે જાગૃત થવાનો આ યોગ્ય સમય છે, પોતાની હેલ્થ પર પૂરતું ધ્યાન આપવાનું શરુ કરો. આંખોને લગતી કોઈ સમસ્યા આવી શકે છે.
કરિયર: પોતાના કામ કે કંપની સાથે ઈમોશનલ એટેચમેન્ટ રાખવું નહિ. અન્ય લોકોની નાની ભૂલો માફ કરવી અને વધુ પડતું વિચારવું નહિ.
રિલેશનશિપ: કાર્ડ્સ કહી રહ્યા છે કે, નજીકની વ્યક્તિની સચ્ચાઈ તમારી સામે આવી શકે છે, દુઃખી થઈને કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. પોતાની જાત સાથે કોમ્યુનિકેશન અવશ્ય કરવું.
એન્જલ મેસેજ: અમુક અનુભવો તમને થશે જે લોજિકલ માઈન્ડ દ્વારા સમજી નહિ શકો, તેવામાં તમારા ગુરુ કે ભગવાન પર ફેઈથ રાખીને આગળ વધવું.
તુલા રાશિફળ (Libra) (ર.ત)
હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ સામાન્ય રહે. પ્રેગનેન્ટ સ્ત્રીઓએ આરામ ખાસ કરવો. બને તેટલું વધુ નેચર સાથે કનેક્ટ કરવું.
કરિયર: ઘણું બધું કામ એકસાથે આવી જતા ટેન્શન આવી શકે છે. કામમાંથી બ્રેક લઈને ફ્રેશ મૂડ સાથે એક એક કરીને દરેક કામ પૂર્ણ કરવા પર ફોકસ કરવું. બને ત્યાં સુધી થઇ શકે તેટલું જ કામ હાથ પર લેવું.
રિલેશનશિપ: તમારા પાર્ટનર સાથેના સંબંધો સુધારવા માટે અથવા વધુ સારા બનાવવા માટે તમારે ભવિષ્ય તરફ જોવું પડશે. ભૂતકાળની વાતો પકડી રાખીને હાથે કરીને નેગેટિવ બનવું નહિ. બને ત્યાં કોઈ વડીલની સલાહ લેવી.
એન્જલ મેસેજ: આ સપ્તાહે આધ્યાત્મને લગતા કે પછી તમને ગમતા કોઈ પુસ્તકને વાંચવાનું એન્જલ્સ કહી રહ્યા છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
હેલ્થ: આ સપ્તાહે જો તમે ફિઝીકલી એક્ટિવ નહિ રહો તો તબિયત લથડી શકે છે તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. હાથનો દુઃખાવો થવાના ચાન્સીસ છે. મોટી કોઈ તકલીફના ચાન્સ જણાઈ રહ્યા નથી.
કરિયર: ભૂતકાળમાં તમારા આળસુ કે કામ ટાળવાની આદતોના કારણે હવે તમને કામ મળવામાં ખૂબ જ મુશ્કેલી રહે. પર્સનલ લાઈફના ઈશ્યુના લીધે પણ વર્ક લાઈફ ઈમબેલેન્સ થઇ શકે છે.
રિલેશનશિપ: કોઈની પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો નહિ. ફેમિલી ગેટટુગેધરમાં ચોક્કસ ભાગ લેવો.
એન્જલ મેસેજ: આ સપ્તાહે તમારી ફૂડ હેબિટ વેજેટેરીયન કરવી. બને તેટલા વધુ ફ્રૂટ્સ અને લીલા શાકભાજી ડાયટમાં ઇન્ક્લ્યુડ કરવા.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ઓવરઓલ ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યું છે. જો કે, માથાના અને ગળાના દુઃખાવાની તકલીફ થઇ શકે છે. બને તેટલું વધુ પાણી પીવું.
કરિયર: ઘણા સમયથી જે કામ અટકેલા હતા કે નવી તકો આવતી અટકી ગઈ હતી તે બધું જ ખૂબ જ ઝડપથી ક્લિયર થશે. નવી દિશા તરફ આગળ વધશો.
રિલેશનશિપ: ઘણા સમયથી જે સંબંધો શુષ્ક બન્યા હતા તેમાં નવજીવન આવતું જણાશે. તમે કરેલા સેક્રીફાઈઝની કદર થશે.
એન્જલ મેસેજ: તમારું બોડી હાલ ખૂબ જ સેન્સેટિવ છે જેથી એન્જલ્સ કહી રહ્યા છે કે, કેમિકલ કે પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું. વધુ ફ્રૂટ્સ અને લિક્વિડ ખોરાક લેવો.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
હેલ્થ: ઘણા સમયથી સ્વાસ્થ્યની જો તકલીફ ચાલી રહી હોય તો તે સુધરતી જણાશે. ઈમોશનલ હિલીંગ કરવાથી ફાયદો રહેશે.
કરિયર: તમારા કરિયરમાં તમને તમારા લાઈફ પાર્ટનર અથવા રોમેન્ટિક રિલેશનશિપ તરફથી માર્ગદર્શન મળી શકે છે. તેમની સાથે તમારી ચિંતા અવશ્ય શેર કરવી.
રિલેશનશિપ: નવા સંબંધો બને, જૂના સંબંધોમાં નવી રીતે અપ્રોચ કરવાથી આગળ વધી શકો.
એન્જલ મેસેજ: તમારા ઇન્ટ્યુશન પર ફોકસ કરવું, તમારા એક્શન અને વિચારો મેચ થાય તે ધ્યાન રાખવું.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
હેલ્થ: કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે પોઝિટીવ છે, વધારે પડતા વિચારો કરવા નહિ, રેસ્ટ કરવો.
કરિયર: તમારે જે નવું કામ શરુ કરવું છે, તે શરુ કરવા માટે પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું કાર્ડ્સ જણાવી રહ્યા છે.
રિલેશનશિપ: આસપાસના કે પરિવારના લોકો ઘણી બધી સલાહો આપશે, સંભળાવશે તેવી પરિસ્થિતિમાં રીએક્ટ કરવું નહિ, મેડિટેટ કરવું અને પોતાને શું કરવું છે તે બાબતે ક્લિયર થઈને એ જ પ્રમાણે પગલાં લેવા.
એન્જલ મેસેજ: જે પણ મુશ્કેલી હોય કે માર્ગ ના મળી રહ્યો હોય તેવી પરિસ્થિતિમાં એન્જલ્સને પ્રાર્થના કરીને તેમને મદદ કરવા કહેવું.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
હેલ્થ: ઓવરઓલ સ્વાસ્થ્ય આ સપ્તાહે પોઝિટીવ જણાઈ રહ્યું છે. પગની ઈજાથી સાચવવું, ધ્યાન આપીને ચાલવું.
કરિયર: અન્ય કોઈ પણ વ્યક્તિ તમારા કરિયરમાં હેલ્પ કરશે તેમ માનીને બેસી રહેવું નહિ, પોતાની મદદ જાતે કરવી. તમે પોતે જ તમારી લિમિટેશનમાં બંધાયેલા છો અને તેમાંથી તમારે જાતે જ બહાર આવવાનું છે, તે બાબતે જાગૃત થવું જરૂરી છે.
રિલેશનશિપ: જ્યાં જરૂર પડશે ત્યાં તમને તમારા નજીકના વ્યક્તિઓ તરફથી મદદ મળી જશે. લાઈફ પાર્ટનર સાથેના સંબંધોમાં એડવેન્ચર વધે અને લાઈફમાં એક્સાઈટમેન્ટ આવે તે માટે પ્રયત્નો કરવા.