Home /News /dharm-bhakti /Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 6 to 12 March 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 6 to 12 March 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
હેલ્થ: તમારે ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂર પડશે. ખોટા લોકોની વાતોમાં આવીને ટેન્શન લેશો તો સ્વાસ્થ્ય બગડી શકે છે. ધ્યાન ધરવું અને શારીરિક કસરત બને તેટલી કરવી.

કરિયર: કારકિર્દીને લગતી બાબતોમાં મહિલા મિત્ર કે પાર્ટનર પાસેથી સારી સલાહ મેળવી શકશો. તમારું કામ શેર કરવું અને જેટલા પણ લોકો તમારી સાથે જોડાયેલા હોય તેમની સાથે પણ કામની ક્રેડીટ શેર કરવી. તમારી વર્ક એક્સપર્ટીનો લાભ દરેકને મળે તે ધ્યાન રાખવું.

રિલેશનશિપ: આંતરિક સમજણના અભાવે અન્ય લોકોની નકારાત્મકતા તમારા નજીકના સંબંધો પર ખરાબ અસર ના કરે તેનું ધ્યાન રાખવું. કોઈ પણ સાથે બોલીને વ્યવહાર ખરાબ કર્યા વિના પોતાના કામ પર ફોકસ કરવું.

એન્જલ મેસેજ: પોતાની જાતને અને આસપાસના લોકોને ભૂતકાળના અનુભવો માટે માફ કરવા માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
હેલ્થ: આ સપ્તાહે તમારે સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. નાનકડી બીમારી કે ચિહ્નો જે અવગણ્યા છે તે મોટા સ્વરૂપે બહાર આવી શકે છે. માથા અને ગળાના દુઃખાવાથી ખાસ સાચવવું.

કરિયર: અન્ય લોકો તમને જે પણ કહે પરંતુ, તમારા કરિયર માટે માત્ર તમે જ જવાબદાર છો એ બાબત યાદ રાખીને થોડો સમય જાતે વિચાર કરીને, ઈમોશન્સ બેલેન્સ કરીને જ કરીકીર્દી અંગે કોઈ પણ નિર્ણય લેવો.

રિલેશનશિપ: તમારે દરેક સંબંધ સાચવવા માટે સ્વયંમાં ઘણા બધા ફેરફાર કરવાની જરૂર છે. નવી રિલેશનશિપ માટે આગળ વધતા પહેલા જરૂરી છે કે, તમે પોતે નવા સંબંધો માટે તૈયાર થાવ.

એન્જલ મેસેજ: કોઈ પણ નેગેટિવ વિચાર આવે કે તરત જ તે વિચાર પર ત્રણ લાલ ક્રોસ ઈમેજીન કરીને તે વિચારના સ્થાને પોઝિટીવ વિચાર મૂકવો.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
હેલ્થ: આ સપ્તાહે તમારી લાગણીઓ બેલેન્સ થતી જણાય જેના કારણે સ્વાસ્થ્યમાં સુધારો આવતો જણાય. પોતાના મનની વાતો અન્ય લોકો સાથે શેર કરવી, થોડો સમય કુદરતમાં વિતાવવો.

કરિયર: કારકિર્દીમાં કોઈ નવા વળાંકો આવવાની શક્યતા નથી. હકારાત્મક પણ ધીમી ગતિએ કારકિર્દીમાં આગળ વધવાથી ગોલ સુધી પહોંચી શકશો. ઉતાવળિયા પગલા ભરવા નહિ.

રિલેશનશિપ: અત્યારે બધું જ બરાબર ચાલી રહ્યું છે પરંતુ, ભૂતકાળની ભૂલોના પરિણામ આ સપ્તાહે મળી શકે છે. વર્તમાનમાં જે સારી બાબતો છે તેણે જ ફોકસ કરીને આગળ વધવું. જૂની અને ખરાબ યાદોમાંથી બાહર આવવું.

એન્જલ મેસેજ: જે તમારા લાઈફ પર્પસ સાથે મેચ નથી થતી તેવી દરેક બાબતોને જીવનમાંથી અલવિદા કહો. એ માટે આર્કેન્જલ માઈકલને પ્રાર્થના કરો.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
હેલ્થ: તમને જો તબિયત સારી ના જણાય તો તે વિષે નજીકના લોકો કે ફેમિલીને ચોક્કસ જાણ કરવી. ગળાના દુઃખાવાથી સાચવવું. સ્વાસ્થ્ય વિષે ખોટું બોલવું નહિ.

કરિયર: મહત્ત્વનો વળાંક આ સપ્તાહે કરિયરમાં આવી શકે છે. નવી શરૂઆત અથવા જે પ્રમોશનની તમને રાહ હતી તે મળવાની શક્યતા છે. જો કે, તમારો સમય પૂર્ણ થયો હોય તો બને કે, જોબ કે બિઝનેસ બંધ પણ થાય જો કે, એ પણ એક નવી શરુઆત માટે જ થશે.

રિલેશનશિપ: નવા સંબંધોની શરુઆત થાય, જીવનની નવી જર્ની શરુ થાય જે રોમાંચક લાગે અને સાથે નર્વસ પણ કરે. આગળ વધો બધું જ તમારી ફેવરમાં થશે.

એન્જલ મેસેજ: તમારા જીવનનો હેતુ મધર નેચરની સેવા કરવાનો પણ છે.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય રહે પરતું, જે પણ દવા અને ડાયટ ફોલો કરવાનું છે તેમાં ચૂક કરવી નહિ. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેની ફરજ સમજીને જાતે એક્ટિવ થવું.

કરિયર: મહત્ત્વની બાબતોમાં થોડી મુશ્કેલી આવી શકે છે અને તેનો ઉકેલ માત્ર તમે જ લાવી શકશો. પોતાની પરિસ્થિતિ સમજીને સ્વયંને મદદ કરશો તો જ આગળ વધી શકશો.

રિલેશનશિપ: કોઈ પણ નવા સંબંધો શરુ કરવા નહિ. પોતાની જાત પર અફસોસ કર્યા કરવાના સ્થાને ખરાબ પરિસ્થતિમાંથી તમારે શું શીખવાનું છે જેથી ભવિષ્યની રિલેશનશિપમાં વાંધો ના આવે તેના પર ફોકસ કરવું.

એન્જલ મેસેજ: પોતાની આસપાસ સફેદ કલરનું પ્રોટેક્શન લેયર ઈમેજીન કરીને નેગેટિવ કે ફિયર બેઝ્ડ એનર્જીથી પોતાની જાતને પ્રોટેક્ટ કરો.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
હેલ્થ: આ સપ્તાહે તમારી હેલ્થ સારી જણાઈ રહી છે. વિચારો મનમાં ભરી રાખવા નહિ અને કોઈ પણ વ્યક્તિની વાતોને મન પર લીધા વિના વાર્તા સમજીને સાંભળી લેવું. મેડીટેશન કરવાથી ઈમોશનલી યુનિવર્સ સાથે કનેક્ટ રહી શકશો જે સ્વાસ્થ્ય સારું કરશે.

કરિયર: ખૂબ જ ઝડપથી તમારા કરિયરમાં તમને નવી દિશા જોવા મળશે અને તમારે જે કામ કરવું છે તે માટેના રસ્તા ખ્હુલ્લા થશે.

રિલેશનશિપ: નવી મિત્રતાના સંજોગો જણાઈ રહ્યા છે. તમારે એનર્જીના સોર્સ બનીને અન્ય લોકોને મદદ કરવી પડશે.

એન્જલ મેસેજ: તમારા મનના ભાવો અને વિચારો સિંગિંગ અને ડાન્સિંગ દ્વારા બહાર લાવો.

તુલા રાશિફળ (Libra) (ર.ત)
હેલ્થ: સામાન્ય સ્વાસ્થ્ય જણાઈ રહ્યું છે. જૂની બીમારી હોય અથવા કોઈ પણ બીમારીના લક્ષણો દેખાય તો મેડિકલ હેલ્પ લેવી કેમ કે તમે વિચારી રહ્યા હશો તેના કરતા ખૂબ અલગ જ કારણ હશે.

કરિયર: આ સપ્તાહે જૂની કંપનીમાંથી જોબ માટે ફરી કોલ આવી શકે છે. બિઝનેસમાં ભૂતકાળમાં લીધેલા નિર્ણયોની અસર આ સપ્તાહે દેખાઈ શકે છે.

રિલેશનશિપ: કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા પોતાની જાત સાથે એકલામાં થોડો સમય વિતાવવો અને પછી જે-તે સંબંધ માટે નિણર્ય લેવો.

એન્જલ મેસેજ: આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી કે, તમારે જે પણ સ્તરે હિલીંગની જરૂર છે તે તમને આપે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
હેલ્થ: સ્વાસ્થ્ય સ્તરે ઘણા બધા બદલાવો આવી રહ્યા છે નોટીસ કરવા. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે જે જરૂરી છે તે પ્રકારની જીવનશૈલી અપનાવવી.

કરિયર: કોઈ પણ નવી દિશા ના મળી રહી હોય તેવું લાગે. હાથમાં આવેલું કામ જતુ જણાય તેવામાં પોતાની ટેલેન્ટ પર કામ કરવું જરૂરી છે. કામ કરવાની શરુઆત કરશો તો જ અન્ય મેળવી શકશો. સામેથી કોઈ પણ કામ નહિ આવે.

રિલેશનશિપ: રિલેશનશિપમાં સ્ત્રીઓ માટે ખાસ સારું સપ્તાહ રહે. જો કે, સામેના પાર્ટનરને તમે ડોમિનેટ કરતા હોય તેમ લાગી શકે છે.

એન્જલ મેસેજ: તમારા મન અને તન તરફથી તમને સંદેશ મળી જ રહ્યા છે, તે સાંભળો અને અનુસરો.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
હેલ્થ: માનસિક અને ઈમોશનલ સ્વાસ્થ્ય જાળવવું. જે પણ વધારાની યાદો, સંબંધો અને વસ્તુઓ છે તે જવા દો. વધુ પડતા લાગણીશીલ બનશો તો માથાનો દુઃખાવો થઇ શકે છે.

કરિયર: છેલ્લા કેટલાક સમયથી ઘણી મેહનત કરી હોવા છતાં ધાર્યા પરિણામો મળ્યા નથી પરંતુ, આ સપ્તાહે તમને હકારાત્મક બદલાવો આવતા જણાશે. હિંમત રાખવી અને કામ પર ધ્યાન આપવું.

રિલેશનશિપ: સંબંધોમાં એક પ્રકારે શાંતિ આવતી જણાય. હાર્ટ અને માઈન્ડ એક જ દિશામાં કામ કરતા થાય જેથી કરીને તમે અન્ય લોકો સાથે કડવા સંબંધો પણ સરળતાથી મેનેજ કરી શકશો.

એન્જલ મેસેજ: આર્કેન્જ્લ માઈકલ અને રાફેલને પ્રાર્થના કરો કે, ‘તમારી આસપાસની ફિયર બેઝ્ડ લાગણીઓ અને પરિસ્થિતિઓને દૂર કરીને તમને અને તમારી આસપાસના લોકોને હીલ કરે.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
હેલ્થ: તમારું સ્વાસ્થ્ય આ સપ્તાહે ઓવરઓલ પોઝિટીવ છે પરંતુ, તેના લીધે ખૂબ બધું કામ હાથમાં લેવું નહિ. પગના દુઃખાવાથી સાચવવું. ધીરે-ધીરે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આગળ વધવું.

કરિયર: કરિયરમાં નવો માર્ગ લેવા માટે કોમ્પ્રોમાઈઝ કરવાનો સમય આવી શકે છે તેવામાં પોતાના મૂલ્યો અને વિચારોને ધ્યાનમાં રાખીને, લાંબા ગાળાનું વિચારીને નિર્ણય લેવો.

રિલેશનશિપ: કોઈ પણ સંબંધો કે વ્યક્તિને આ સપ્તાહે જજ કરવા નહિ. જે પણ અનુભવો થઇ રહ્યા છે તે થવા દો અને આગળ વધતા રહો.

એન્જલ મેસેજ: તમારા માતા-પિતા સાથે જોડાયેલી તમારા ભૂતકાળની ઘટનાઓને હીલ કરવામાં એન્જલ્સ મદદ કરશે. તમારા માતા-પિતા તમને ખૂબ જ પ્રેમ કરે છે તે યાદ રાખવું.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. પરંતુ, વધુ પડતા કામ કરવા નહિ અને સ્વયંને માનસિક રીતે કોઈ પણ બીમારીમાંથી મુક્ત કરવું વધુ જરૂરી છે. જૂના દુઃખ કે બીમારીની વાતો વાગોળતા ના રહેવું.

કરિયર: ઓફિસમાં કોઈ પણ કામ વિના બોલવું નહિ અને જો તમને પૂછવામાં આવે તો જ પોતાનો મત પ્રગટ કરવો.જો તમે બોસ હોવ તો મિસ કોમ્યુનિકેશન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ઓફિસમાં તદ્દન જરૂરી ના હોય ત્યાં સુધી કશું જ બોલ્યા વિના પોતાનું કામ કરવું.

રિલેશનશિપ: થોડી મુશ્કેલી આવે અને પાર્ટનર તરફથી જોઈતો સપોર્ટ ના મળે તેમ બને. તેવામાં પોતાની પરિસ્થિતિ ફેમિલીને સમજાવવી અને તેમના તરફથી તમને સપોર્ટ મળે તેવા પ્રયત્નો કરવા.

એન્જલ મેસેજ: મણિપુર ચક્ર પર ફોકસ કરીને મેડીટેશન કરવું. ‘રં’, ‘રં’ તેમ બને તેટલી વધુ વાર બોલવું.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
હેલ્થ: સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડાં કરવા નહિ, આંખો બધ કરીને દરરોજ 15 મિનિટ બેસવું.

કરિયર: કારકિર્દીમાં ઘણા મોટા બદલાવો દેખાઈ રહ્યા છે, નવી જોબ કે પછી તમારું પેશન તમને મળે તેવા ચાન્સીસ છે. ઘણા સમયથી જે બ્રેકથ્રુ માટે તમે રાહ જોઈ રહ્યા છો તે આ સપ્તાહે આવી શકે છે.

રિલેશનશિપ: પોતાની નેગેટિવ બાબતોથી તમે જાગૃત થાવ તેમ બની શકે છે, તેવામાં એ નેગેટિવ બાબતો તમારા પર હાવી ના થાય તેનું ધ્યાન રાખવું. પોતાની જાત સાથેના સંબંધો પર વધુ ફોકસ કરવું.

એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારનું કેમિકલ યુક્ત કે પેકેટ ફૂડ ખાવાનું ટાળવું. તમારા માનસિક, શારીરિક કે આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે જે બાબતો, પરિસ્થિતિઓ અને સંબંધો જરૂરી નથી તેનાથી દૂર રહેવું.
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો