Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

સાપ્તાહિક ટેરો કાર્ડ રાશિભવિષ્ય

tarot weekly predictions 5 to 11 september 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 5 to 11 september 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. મિથુન રાશિના લોકોએ કંટ્રોલ છોડવો પડશે તો સિંહ રાશિના લોકોએ તમામ બદલાવો માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries) (અ.લ.ઈ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો અને લોકોની વાતો પર ધ્યાન આપ્યા વિના જ પોતાના જીવનમાં આગળ વધવું. પરિસ્થિતિ સામે ગુસ્સો કરીને લડવાના બદલે તમારી જાત પર ફોકસ કરો અને ગોલ પર ધ્યાન આપીને તમારું કામ કરતા જાવ. કોઈ પણ વ્યક્તિ કે ઘટનાની સામે પડવું નહિ.

વૃષભ રાશિફળ (Taurus) (બ.વ.ઉ): વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહે સલાહ છે કે, ધીરજ રાખવી કેમ કે તમે કરેલી મહેનતનું પરિણામ હવે ટૂંક જ સમયમાં આવશે. કોઈ બાબત કે પરિસ્થિતિ તમે વિચારી હોય એ રીતે ના થાય તો નિરાશ થયા વિના તેની ફેર તપાસ કરો અને પછી તમારી ભીલ કયા હતી તે શોધીને તે ફરીથી કરો.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): તમે બધું જ કંટ્રોલ કરી શકો એમ જ બને તે જરૂરી નથી તે યાદ રાખીને આ સપ્તાહે હેલ્થ, વેલ્થ બંનેનું ધ્યાન રાખવાની સલાહ મિથુન રાશિના જાતકોને ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. પોતાના વિચારો લોકો પર થોપવાના બદલે અન્યોના દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરવો. માત્ર મગજથી વિચાર્યા સિવાય દિલથી પણ વિચારવું.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે પણ લાંબા ગાળાનું આયોજન કરવા માટે ટેરો કાર્ડ્સ ના કહી રહ્યા છે. પૈસાનું મેનેજમેન્ટ આ અઠવાડિયે ખાસ કરવું. તમારી પાસે રોકાણ કરવાના વિચારો અને ધન બંને હોય તો પણ ટૂંકા ગાળામાં કરવું. યોગ્ય સોર્સ શોધવા અને પછી જ એક્શન લેવા.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ): ઘણા બધા હકારાત્મક બદલાવ માટે તૈયાર રહેવાનું ટેરો કાર્ડ્સ સિંહ રાશિના જાતકોને કહી રહ્યા છે. જે પણ બદલાવ આવી રહ્યા છે તેનો સ્વીકાર કરો અને આગળ વધો. આ સપ્તાહ તમારા માટે આરોગ્ય, સમૃદ્ધિ, કરિયર એમ દરેક દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેશે. પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવો અને જરૂર પડે ત્યાં માર્ગદર્શન લેવું.

કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ આરામદાયક રહેશે. દરેક પરિસ્થિતિને હળવાશથી લઈને આગળ વધતા રહો. આ સપ્તાહ તમારા માટે પોતાની જાતને શોધવાની તક આપી રહ્યું છે. સોલો ટ્રીપ કરવાથી ઘણી ક્લેરિટી મળી શકશે.

તુલા રાશિફળ (Libra) (ર.ત): આ સપ્તાહે લોકોની ખોટી વાતો અને તેમના ખોટા પ્રભાવોથી દૂર રહેવાની સલાહ ટેરો કાર્ડ્સ તુલા રાશિના જાતકોને આપી રહ્યા છે. સપ્તાહ હકારાત્મક જણાઈ રહ્યું છે પરંતુ, પોતાની કોઠાસૂઝથી રીએક્ટ કરવું અથવા નિર્ણયો લેવા. આ સપ્તાહ પોતાના વિચારોમાં ક્લેરિટી લાવવા માટે શ્રેષ્ઠ છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): વૃશ્ચિક રાશિ માટે આ સપ્તાહ ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, ઓછું બોલવું, વધુ સાંભળવું. પોતાના વિચારો અને કાર્યો પર મનોમંથન કરવું જેથી કરીને કોઈ વણજોઈતી મુશ્કેલી ઉભી ના થાય. શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીને દૂધ/પાણી ચડાવવાથી ફાયદો થાય.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): નવી તકો આપની રાહમાં આવી રહી છે અને ઘણી જગ્યાએ એમ લાગશે કે, રસ્તો દેખાતો નથી પરંતુ આગળ વધતા રહેવું, સફળતા મળશે. ટેરો કાર્ડ્સ ધન રાશિના જાતકોને કહી રહ્યા છે કે, દરેક બાબતને દરેક બાજુથી જોવી અને તટસ્થ થઈને જોવી. સપ્તાહ ખૂબ જ હકારાત્મક છે જેથી આવેગો બેલેન્સ કરીને રાખવાથી યોગ્ય નિર્ણય લઇ શકાય.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ): ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, મકર રાશિના લોકો માટે આ સપ્તાહ દરેક બાબતે ધ્યાન રાખવાનું છે. આળસ ના કરવી અને આરોગ્ય તેમજ પૈસાનું ધ્યાન રાખવું. કોઈ પણ રીતે બેધ્યાન થવાથી નુકસાન થતું દેખાઈ રહ્યું છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારો સમય લેવો. બધું જ બરાબર દેખાય તો પણ ઉતાવળ ના કરવી.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું નકારાત્મક દેખાઈ રહ્યું છે અને લોકોની વાતોથી તમે કરેલા કર્યો પર તમને અફસોસ થાય તેમ બને. પરંતુ, તમને વિશ્વાસ હોય કે તમે સાચા છો તો કોઈની વાત કાને ધરવી નહિ તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. પોતાના જ્ઞાનમાં વધારો કરો, પોતાના પર ફોકસ કરો અને તમારાથી વધુ જાણતા વિશ્વાસપાત્ર પુરુષની જ સલાહ લેવી.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): સ્વયં પર વિશ્વાસ રાખીને કોઈ પણ કાર્ય કરવાની સલાહ આ સપ્તાહે ટેરો કાર્ડ્સ મીન રાશિના જાતકોને આપી રહ્યા છે. કોઈ પણ નવું રિસ્ક લેવા માટે આ સપ્તાહ યોગ્ય છે પરંતુ, ધન બચાવીને રાખવું અને પોતાના આયોજનો બધાની સાથે શેર ના કરવા. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati