Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરો સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 5 to 11 June 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 5 to 11 June 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

  હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે ખૂબ જ સાચવવું પડશે. અન્ય લોકો ને જોઈને પોતાનું ડાયટ બદલવુ નહીં. ખાસ કરીને વધુ પડતા વિચારોથી બચવું.

  કરિયર: કરિયરમાં હાલ બધુ જ પોઝિટિવ છે પરંતુ તમે ભૂતકાળ ના અનુભવોને યાદ કરીને કરિયરથી અસંતુષ્ટ રહેશો . નવી તકો નવા દ્રષ્ટિકોણથી શોધવાનો પ્રયત્ન કરવો.

  રિલેશનશિપ: તમારા વિચારોને નજીકના લોકો અને પરિવારજનો ના સમજે તેમ બને જેના કારણે તમને અસંતોષ રહ્યા કરે.

  એન્જલ મેસેજ: બને તેટલા વધુ પુસ્તકો વાંચવા.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

  હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે વધુ પડતી કાળજી રાખવી. નાના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓએ આરામ કરવો.

  કરિયર: કારકિર્દી બાબતે આ સપ્તાહે નવી તકો અને નવા સ્ત્રોત મળતા જણાય. સૂર્ય પૂજાથી લાભ થાય.

  રિલેશનશિપ: તમારા પાર્ટનર સાથેના સંબંધોમાં નવીનતા લાવવી ખૂબ જરૂરી છે. તમારા વર્તનની પેટર્ન બદલો અને પરિસ્થિતિથી ભાગવાને બદલે તેનો સામનો કરતા શીખો.

  એન્જલ મેસેજ: નેચર માં સમય વિતાવવો અને બધાંજ લોકો સાથે પ્રેમ થી વર્તવું.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

  હેલ્થ: પીઠના દુ:ખાવાથી સાચવવું. પૈસા કમાવવા માટે થઈને સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું નહીં. જરૂર પડે ત્યારે આરામ કરી જ લેવો.

  કરિયર: આ સપ્તાહે કારકિર્દી સામાન્ય રહે. અન્ય કલીગ ને જજ કરતા પેહલા એમનો દ્રષ્ટિકોણ સમજવો જરૂરી છે, તે યાદ રાખીને જ કોમ્યુનિકેશન કરવું.

  રિલેશનશિપ: તમારા મનના વિચારો સામેની વ્યક્તિને કેહવા જરૂરી છે. જે પ્લાનિંગ લાંબા સમયથી ટાળી રહ્યા છો તેના પાર કામ કરવું.

  એન્જલ મેસેજ: આર્કેનજ્લ માઈકલને પ્રાર્થના કરોકે જે પણ ડરના કોર્ડસ બન્યા છે તે કટ કરે.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

  હેલ્થ: સ્વાથ્ય ખૂબ જ પોઝિટિવ જણાઈ રહ્યું છે. કસરત અવશ્ય કરવી. બેલેન્સડ ફૂડ લેવું.

  કરિયર: તમને મળી રહેલી સફળતા જોઈને તમારા પ્રતિસ્પર્ધકો તરફથી નકારાત્મક પ્રતિભાવ મળી શકે છે. તમારે માત્ર પોતાના કામ પર જ ફોકસ કરવું.

  રિલેશનશિપ: પરિવાર, મિત્રો અને જીવનસાથી સાથેના સંબંધો ખૂબ જ પોઝિટિવ રહે. તમારા નવા કામ માટે દરેક તરફથી સહકાર મળશે.

  એન્જલ મેસેજ: તમારી જે પણ ચિંતા કે ઈચ્છાઓ હોય તે બધી જ એક કાગળ પર લખીને, એક ડબ્બીમાં વાળીને મૂકી દો અને તે ડબ્બી ભગવાનના મંદિરમાં મૂકી રાખો.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

  હેલ્થ: ભૂતકાળમાં થયેલી બીમારી પરત ફરી શકે છે. માથાના દુ:ખાવાથી સાચવવું. સ્ત્રીઓએ ગાયનેક પ્રોબ્લેમ્સ ના થાય તેનું ધ્યાન રાખવું.

  કરિયર: તમારી જાગૃતતાના અભાવે કામમાં નેગેટિવિટી આવે. તમારા વિચારો પર ફોકસ કરવું અને પોઝિટિવ વિચારો પર જ ધ્યાન આપવું.

  રિલેશનશિપ: જૂના અને ત્રાસદાયક સંબંધોમાંથી છૂટકારો મળે. જીવનસાથીનો પ્રવેશ થઇ શકે છે.

  એન્જલ મેસેજ: તમારી ઇમોશનલ સેન્સિટિવિટીની રિસપેક્ટ કરો.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

  હેલ્થ: સ્વાસ્થ્ય આ સપ્તાહે ખૂબ જ નબળું દેખાઈ રહ્યું છે, સેવન ચક્ર બ્લોક થઇ શકે છે. ખોટી જીદ કરીને પોતાના મનથી દવા લેવી નહી. સેવન ચક્ર મેડિટેશન કરવું.

  કરિયર: આગળ વધવા માટે તમારી સ્કિલસને અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે. ધંધાકીય બાબતોમાં સ્ટ્રેટેજી બદલવી જરૂરી છે.

  રિલેશનશિપ: સ્ત્રી પાત્રના કારણે બર્ડન આવી શકે છે. અન્ય વ્યક્તિઓની જવાબદારી લઇ શકો એટલી જ લેવી.

  એન્જલ મેસેજ: નદી કિનારે અથવા જ્યાં પાણી હોય તેવા સ્થળે જઇને માતાજીની આરાધના કરવી.

  તુલા રાશિફળ (Libra) (ર.ત)

  હેલ્થ: સ્વાસ્થ્ય આ સપ્તાહે સામાન્ય જણાઈ રહ્યું છે. જો કે આંખે અંધારા આવવા કે આંખ રિલેટેડ કોઈ સર્જરી આવી શકે છે.

  કરિયર: ધંધાકીય ક્ષેત્રે નવા રિસ્ક લેવાનો યોગ્ય સમય આવી ગયો છે. ઉતાવળિયા નિર્ણયો કર્યા વિના બધું જ કેલ્યુલેટ કરીને આગળ વધવું તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે.

  રિલેશનશિપ: તમારા નજીકના વ્યક્તિને આ સપ્તાહે મળવા જવાનું અથવા સામેથી તેઓ તમને મળવા આવી શકે છે. ફેમિલી કે પાર્ટનર સાથે ટ્રાવેલિંગના યોગ પણ બાવની શકે છે.

  એન્જલ મેસેજ: તમારી ડરની લાગણીઓ દૂર થાય અને તમે દરેક બાબતે પ્રોટેક્ટેડ રહી શકો તે માટે આર્કેનજ્લ માઈકલને પ્રાર્થના કરવી.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

  હેલ્થ: બાળપણમાં અનુભવેલા કડવા અનુભવોના લીધે માનસિક ટ્રોમા સામે આવી શકે છે તેના લીધે ઈમોશનલ હેલ્થ પર આ સપ્તાહે ધ્યાન આપવું જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્ય ઓવરલોલ સામાન્ય જણાઈ રહ્યું છે.

  કરિયર: જોબ ચેન્જ માટે વિચારી રહ્યા હોવ તો આ જ સમય છે કે નવી શક્યતાઓ શોધવાનું શરુ કરો. મુશ્કેલી પડશે પરંતુ તમને નવી તક મળશે જ.

  રિલેશનશિપ: નજીકના સંબંધોમાં સમજણ વધી શકે છે. તમારી લાગણીઓ તમે કહેશો તો જ અન્ય લોકો સમજી શકશે.

  એન્જલ મેસેજ: સિંગિંગ કે ડાન્સિંગ જેવી પ્રવૃત્તિ તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

  હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ખૂબ જ પોઝિટિવ જણાઈ રહ્યું છે. મોટી ઉંમરના લોકોએ વધુ પડતું શારીરિક કાર્ય કરવું નહિ.

  કરિયર: કારકિર્દીમાં થોડી નેગેટિવિટી આવતી જણાય પરંતુ તે પરિસ્થિતિમાં તમારા માટે જે લર્નિંગ છે તે લઇ લેશો તો બધું જ તમારા ફેવરમાં આવી જશે.

  રિલેશનશિપ: ના જોઈતા લોકો, કામ અને વિચારો આ સપ્તાહે જતા કરવા ખૂબ જ જરૂરી છે.

  એન્જલ મેસેજ: તમારા હૃદય ચક્ર પર ફોકસ કરી મેડિટેશન કરવું. ગ્રીન કલરના કપડાં વધુ પહેરવા.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

  હેલ્થ: ગળાના પ્રોબ્લેમ્સ આવી શકે છે. થાઇરોઇડના દર્દીઓએ ખાસ સાચવવું. અન્ય લોકો માટે સ્વાસ્થ્ય સામાન્ય રહે.

  કરિયર: તમારા કારકિર્દીનો સૌથી સારો સમય ટૂંક જ સમયમાં શરુ થવા જઈ રહ્યો છે. નવા ચાન્સીસ લેવાનો આ યોગ્ય સમય છે.

  રિલેશનશિપ: ખૂબ જ મિત્રતાપૂર્ણ સંબંધો આ સપ્તાહે દરેક વ્યક્તિ સાથે તમે સાચવી શકશો. અન્ય વ્યક્તિઓ જેવા છે તેવા અપનાવવાનો પ્રયત્ન કરવો.

  એન્જલ મેસેજ: જયારે પણ કોઈ નેગેટિવ વિચાર આવે ત્યારે કેન્સલ, ક્લિયર, ડિલીટ એમ બોલીને એ વિચારબા સ્થાને પોઝિટિવ વિચાર મૂકી દેવો.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

  હેલ્થ: નાનામાં નાની સ્વાસ્થ્ય સમસ્યાનો યોગ્ય સમયે યોગ્ય ઉપચાર થાય તે જરૂરી છે તે યાદ રાખવું. નાની બીમારી મોટી બની શકે છે.

  કરિયર: અન્ય લોકોની વાતોમાં આવીને જોબ કે કરિયર ચેન્જ માટેના વિચારો કરવા નહિ. પોતાના મનની વાત સાંભળવી અને તે પછી જ કારકિર્દી બાબતે મહત્ત્વના નિણર્યો લેવા.

  રિલેશનશિપ: લાઈફ પાર્ટનર પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહિ અને હંમેશા રિયાલિટીમાં રહેવું. પરફેક્ટ લાઈફ પાર્ટનર એ માત્ર કલ્પના જ છે તે યાદ રાખીને તે અપેક્ષા ટાળવી.

  એન્જલ મેસેજ: તમારું શરીર તમને મેસેજ આપી જ રહ્યું છે અને સાથે જ તમારો અંતરનો અવાજ પણ તમને દોરી રહ્યો છે તો તેના પર ધ્યાન આપવું.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

  હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હાયપર ટેંશન અને સ્ટ્રેસથી બને તેટલું દૂર રહેવું.

  કરિયર: વધુ પડતા લાંબા સમયના પ્લાનિંગ કરવા નહિ. લૉંગ ટર્મ ગોળ યાદ રાખીને ટૂંકાગાળાના પ્લાનિંગ કરીને આગળ વધવું. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વિચારવું.

  રિલેશનશિપ: સામેની વ્યક્તિના વિચારો અને વાત સમજવા માટે ઓપન રહેવું જેથી કરીને તમે પરિસ્થિતિ વધુ સારી રીતે હેન્ડલ કરી શકશો.

  એન્જલ મેસેજ: હકારાત્મક રીતે તમારા જીવનનો ચાર્જ તમે પોતાના હાથમાં લો તે જરૂરી છે અને તે માટે મણિપુર ચક્ર પર મેડિટેશન કરવું અને સૂર્યપૂજા કરવી.
  Published by:ankit patel
  First published:

  Tags: Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal in Gujarati, Zodiac signs

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन