Home /News /dharm-bhakti /Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 5 to 11 december 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 5 to 11 december 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
આ સપ્તાહ આપના માટે હકારાત્મક દેખાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમે સ્વયંની ટેલેન્ટ પારખીને આગળ વધો. અન્ય લોકોની માન્યતાઓનો પ્રભાવ તમારા પર પડી શકે છે જેના લીધે પોતાને ઓછી આવડતવાળા ગણો તેમ બને. તેવામાં તમે ખરેખર જે પણ વિચારો છો કે ઈચ્છો છો તે બાબતે સ્પષ્ટ થાવ અને ધ્યાનની મદદ લો.

એન્જલ મેસેજ : જે ભગવાન કે ગુરુમાં માનતા હોવ તેમની સલાહ લેવી અને તમને તેઓ મદદ કરે તે માટે પ્રાર્થના કરવી.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
વૃષભ રાશિના જાતકો પર આ સપ્તાહે કારણ વિનાની જવાબદારીઓ આવી શકે છે જેના લીધે તમે નક્કી કરેલા કામો અટકે અથવા તો તમારી મરજીથી તમે કામ ના કરી શકો. તેવામાં તમારે જાત પર ફોકસ કરીને ના પાડતા શીખવું પડશે જેથી તમે પોતાના જીવનમાં અનિવાર્ય બદલાવ લાવી શકો.

એન્જલ મેસેજ : ખાવા-પીવામાં ફળાહાર અને સલાડ પર વધુ ભાર આપવો. નોન-વેજ ટાળવું.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
આ સપ્તાહ મિથુન રાશિના જાતકો માટે સામાન્ય જણાઈ રહ્યું છે અને ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, તમે જો અન્ય લોકોના સ્ટેટ્સ, કામ, સેલેરી અને આઈફ સ્ટાઈલ સાથે પોતાની સરખામણી કરશો તો નકરાત્મકતા આવી શકે છે અને તેના કારણે ખોટા રોકાણો અથવા પૈસાનો વ્યય કે નુકસાન થવાના ચાન્સીસ છે. એટલે કોઈ પણ બાબતે ખૂબ લાંબુ ના વિચારીને તમારી ગતિમાં ધીરી ધીરે ટૂંકા ગાળાના આયોજન સાથે આગળ વધવું.

એન્જલ મેસેજ : એન્જલ્સ તમને મદદ કરવા તૈયાર છે માત્ર તમારે તેમને કહેવાનું છે કે, તમારે કોઈ પરિસ્થિતિમાં મદદની જરૂર છે.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે થોડું નકારાત્મક રહી શકે છે. છેતરપીંડી થવાના કે દગો થવાના ચાન્સીસ છે. આર્થિક રીતે નુકસાન પણ લ્દાચ જઈ શકે છે. માટે જ કોઈ એક જ બાજુ વિચારીને કોઈ પણ નિર્ણય લેવાના બદલે કામ પર ફોકસ કરવું, ટીમ વર્ક કરવું. ચાર જગ્યાએ પૂછીને, જાણીને પછી જ રોકાણ કરવું.

એન્જલ મેસેજ : તમારા અંતરાત્માના અવાજને સાંભળો. સ્પિરિચ્યુઅલી બેસ્ડ રોમેન્ટિક રિલેશનશિપ પણ મદદરૂપ થઇ શકે છે.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
સિંહ રાશિના જાતકો માટે સપ્તાહ કપરું જશે. બીજ કોઈ પણ પસ્રથી મદદની આશા ના રાખવી અને તમે મદદ કરી એટલે અન્ય લોકો તમને કરશે તેવી આદર્શવાદી વૃત્તિ પણ ના રાખવી. જે પણ અનુભવો તમને થઇ રહ્યા છે તેમાંથી શું શીખવાનું છે તેની પર ફોકસ કરો. કોઈ ના વિચારેલી જગ્યાએથી કે વ્યક્તિ પાસેથી મદદ આવે તો ખુલ્લામને સ્વીકારવી.

એન્જલ મેસેજ : તમારી જે ઈચ્છા છે તે એક કાગળ પર બ્લુ કે ગ્રીન પેનથી લખીને તમારા ભગવાન પાસે કે પોકેટમાં રાખો અને દિવસમાં ૩ વાર તમારી ઈચ્છા પૂરી થઇ રહી છે એ વિશ્વાસ સાથે એ વાંચો.

કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ):
બહારની નકારાત્મકતા તમને આ સપ્તાહે માનસિક રીતે હેરાન કરવા આવી શકે છે તેમ ટેરો કાર્ડ્સ કર્ક રાશિના જાતકોને કહી રહ્યા છે. પોતાના ધ્યેય અને સમજણ પર ફોકસ કરીને જે પણ નિર્ણયો લેવાના છે તેના પર આગળ વધો. કોઈની પણ વાત વધુ પડતી અસર ના કરે તેનું ધ્યાન રાખવું.

એન્જલ મેસેજ : તમારા વિચારો પર ફોકસ કરવું. ક્રાઉન ચક્ર મેડીટેશન કરવાથી તમારા મનનો અવાજ સંભળાશે.

તુલા રાશિફળ (Libra) (ર.ત):
આ સપ્તાહ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે. ધન પ્રાપ્તિ, સકસેસ, સમૃદ્ધિના યોગ બનતા દેખાઈ રહ્યા છે. ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે, તમે શું બોલી રહ્યા છો. જરૂર પૂરતું જ બોલો અને અન્યની વાત બરાબર રીતે સાંભળો.

એન્જલ મેસેજ : જ્યાં પણ કન્ફયુઝ થવાય અથવા કશું ના સૂઝે તેવામાં તમારા કામ પર ફોકસ કરવું.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય):
વૃશ્ચિક રાશિના જાતકોએ આ સપ્તાહે એમ યાદ રાખવાનું છે કે, સારા સમયની શરુઆત પહેલા બધું જ વિખેરાઈ જાય છે. તેવું જ બનશે, ઘણી માન્યતાઓ તૂટશે, લોકોની અસલીયત સામે આવશે અને તમને તમારી પોતાની હકીકત સમજાશે. કોઈની પર પણ વધુ પડતો ભરોસો કરીને કામ આગળ નહિ વધારવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

એન્જલ મેસેજ : પોતાની જાતને પ્રોટેક્ટ કરો. જે ભગવાનને માનતા હોવ તેમને યાદ કરીને પોતાની આસપાસ સફેદ કલરની પ્રોટેક્શન લાઈટ ઈમેજીન કરવી જેનાથી ખોટી એનર્જીસ દૂર રહેશે.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
આ સપ્તાહે તમારી પાસે ઘણું બધું કામ હશે જેના કારણે કંટાળો આવે અને કામ સમયસર ના પતાવી શકવાનો ડર લાગે. તેવામાં એક સમયે એક જ કામ હાથ પર લેવું. વધુ પડતી લાલચ ના કરવી. પોતાને મનગમતી પ્રવૃત્તિ પણ કરવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

એન્જલ મેસેજ : તમારી શારીરિક કે માનસિક હેલ્થને નુકસાન પહોંચાડી શકે તેવા ખોરાક, સંબંધો અને તેવી વ્યક્તિઓથી દૂર રહેવું.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
મકર રાશિના જાતકો માટે આવનારા સપ્તાહમાં સારા સમાચાર મળી શકે છે. ઘણા સમયથી જે વસ્તુ કે પ્રોજેક્ટ પાછળ મહેનત કરતા હતા તે થોડા જ સમયમાં સફળતામાં પરિવર્તિત થશે. જો કે, એ પહેલા થોડી કપરી પરિસ્થિતિ સર્જાય જેમાં તમારે લડવાની જરૂર નથી માત્ર થોડી ધીરજ અને હિંમત રાખજો.

એન્જલ મેસેજ : કુદરતના ખોળે થોડો સમય વિતાવો અને મધર નેચરને મદદ કરો.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્રિત રહેશે. પોતાના વિચારો અને લાગણીઓ સ્પષ્ટતાપૂર્વક સામે નહિ લાવો તો ધાર્યું પરિણામ નહિ મળે. તેવામાં મન સ્થિર કરીને, ગોલ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને તમે સ્પષ્ટતા પૂર્વક તમારો મત મૂકો અને અન્યોને પણ તેમ જ કરવાનું કહેવું.

એન્જલ મેસેજ : તમારા જીવનનો ચાર્જ તમારા હાથમાં લો. સોલાર પ્લેક્સ્સ ચક્ર (મણિપુર ચક્ર)નું મેડીટેશન કરવું.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
મીન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ અન્ય બધી જ રાશિઓ કરતા વધુ હકારાત્મક જણાઈ રહ્યું છે. કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, તમે જે ઇચ્છશો તે આ સપ્તાહે મેળવી શકશો. પોતાને મનગમતી પ્રવૃત્તિ કરો, પોતાની અંદરના ઈગો, ગુસ્સ્સાને રચનાત્મક રૂપ આપીને સફળતા મેળવી શકશો.

એન્જલ મેસેજ : આધ્ય્ત્મને લગતા પુસ્તકો વાંચવા, લખવા, એડિટ કરવા અથવા વેચવા. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal in Gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો