Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ પ્રતિકાત્મક તસવીર

tarot weekly predictions: મિથુન રાશિના લોકો જો લાલચ કરશે તો પરિણામ સારું નહિ હોય, તુલા રાશિના લોકો માટે સપ્તાહ છે ભારે. તો મકર અને વૃશ્ચિક રાશિના જાતકો માટે સપ્તાહ લાભ લઈને આવી રહ્યું છે. (4 જુલાઈથી 10 જુલાઈ)

 • Share this:
  મેષ (અ.લ.ઈ): ઉતાવળિયો નિર્ણય લેવો ભારે પડી શકે છે અને તેના કારણે તણાવની સ્થિતિ ઉભી થઇ શકે છે. સ્વયંને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે જાતે જ મદદ કરવી પડશે. આ સપ્તાહે બધું જ પોતાના માથે આવી રહ્યું હોય તે મ્લાગે અને તેના કારણે શું કરવું તેનો નિર્ણય લેવામાં તકલીફ પડે. એટલે જ ટેરો કાર્ડ કહે છે કે, કોઈ પણ નિર્ણય કરતા પહેલા સ્વયંને સ્વસ્થ કરો, બધી જ મુશ્કેલીઓને એકબાજુ કરી તટસ્થ ભાવે પરિસ્થિતિ તપાસો એ પછી જ નિર્ણય લેવો. કોઈ પણ સારા કામ આ અઠવાડિયે કરવા નહિ.

  વૃષભ (બ.વ.ઉ): કોઈ પણ નવી વસ્તુમાં રિસ્ક લેવા માટે આ સપ્તાહ વૃષભ રાશિના જાતકો માટે યોગ્ય જણાઈ રહ્યું છે. પણ, મોઢે મીઠુ બોલતા લોકોથી સાવધ રહેવાનું ટેરો કાર્ડ્સ સૂચવી રહ્યા છે. ખાસ કરીને 7 તારીખે સાચવવું અને કોઈના પર આ દિવસે ભરોસો રાખીને કોઈ રિસ્ક ના જ લેવું. કોઈ પણ નવું કામ હાથમાં લો ત્યારે તેણે નવા જ દ્રષ્ટિકોણથી વિચારીને આગળ વધારવાનું સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

  મિથુન (ક.છ.ઘ): આધ્યાત્મનો માર્ગ આ સપ્તાહે અપનાવવાની સલાહ ટેરો કાર્ડ્સ મિથુન રાશિના જાતકોને આપી રહ્યા છે. લાલચ ન કરવી અને કોઈને મદદ જોઈતી હોય તો તમારી પાસે જે છે એમાંથી થોડી મદદ ચોક્કસ કરવી. બધા જ વ્યવહારિક વિચારો, ધન, ખ્યાતિ વગેરેની લાલચ આ સપ્તાહે તમારો માર્ગ રોકશે અને સંપૂર્ણ ધ્યાન તેના પર રહેશે. એટલે જ જયારે પણ લાલચ જાગે ત્યારે કુદ્રતા ખોળે થોડો સમય વિતાવવો અને એકલા આત્મચિંતન કરવું.

  કર્ક (ડ.હ): આ મહિનામાં સૂર્ય કર્ક રાશિમાં છે અને આ રાશિનો શાસક ચંદ્ર છે જેના લીધે આ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું વધારે બર્ડન વાળું બની રહે. ભૂતકાળના લોકો અને અનુભવો ફરીથી જીવનમાં આવી શકે છે અને તેનાથી દૂર રહેવું. વધુ ધ્યાન વર્તમાન અને ભવિષ્ય પર જ આપવું. ભૂતકાળના સારા અનુભવો અને યાદોને યાદ કરવી અને તેમાંથી માર્ગદર્શન મેળવીને સ્વયંને મોટીવેટ કરતા રહેવું.

  સિંહ (મ.ટ): ટેરો કાર્ડ્સ મુજબ સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ છે સ્વયં ઉપર ભરોસો કરવાનું છે. જે પણ અનુભવો આ સપ્તાહે થાય છે તેની પર ભરોસો કરો અને તે અનુભવો બાદ જ રિસ્ક લેવા. ખાસ કરીને વિદ્યાર્થીઓએ આખું સપ્તાહ જે પણ અનુભવો થાય તે લખી લેવા અને ત્યારબાદ જ નવી શરુઆત કરવી. સ્વયં પર ભરોસો હોય તો જ અમુક પ્રકારના અનુભવો લેવા.

  કન્યા (પ.ઠ.ણ): કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ હકારાત્મક છે પણ તેની સાથે જ લાગણીઓને જતી કરવાનો પણ સમય છે. આ સપ્તાહમાં એવા દિવસો આવી શકે છે જયારે તમે એવી પરિસ્થિતિમાં મૂકાઈ જાવ જ્યાં તમારે જતુ કરવું પડે અને તેના માટે તમારે ખૂબ જ હિંમતથી કામ લેવું પડશે. જેના અંતમાં પરિણામ ખૂબ જ હકારાત્મક છે તે ધ્યાનમાં રાખીને જે છોડવું પડે તે જવા દેવું.

  તુલા (ર.ત): આ સપ્તાહે તુલા રાશિના જાતકોએ સ્વયંની તબિયત સાચવવી અને પરિસ્થિતિઓને બરાબર રીતે સમજીને જ તેમાં પડવું. ખાસ કરીને હૃદયનું ધ્યાન રાખવું અને બને તેટલો આરામ કરવો. પોતાની જાત સાથે સમય વિતાવી સ્વયંની લાગણીઓને સમજવાનું આ સપ્તાહે ટેરો કાર્ડ્સ ચૂચવી રહ્યા છે. પેટ, ગળું અથવા માથું દર્દ કરે તો તરત જ મેડિકલ સલાહ લેવી.

  વૃશ્ચિક (ન.ય): ટેરો કાર્ડ્સ મુજબ આ સપ્તાહ વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી સમજો લઈને આવશે. ખૂબ જ હકારાત્મક પરિણામો લાવનારું આ સપ્તાહ જણાય. જાગૃત રહીને કોઈ પણ કાર્ય કરવાથી એ સફળ થશે અને આધ્યાત્મિક સ્તરે ગ્રોથ થવાની શક્યતા જણાય છે. સાથે કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, દૂરંદેશી વાપરવી અને પોતાના આયોજનો પોતાના સુધી રાખીને કામ કરતા રહેવું.

  ધન (ભ.ફ.ધ): ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ કામથી ભરેલું જણાય છે જેના લીધે કોઈ પણ કામ સરખું પૂર્ણ થઇ શકે નહિ. એટલે જ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કામથી થાકી ના જવાય તે માટે કામ અન્યો સાથે વહેંચીને કરવું બને તો સ્ત્રી મિત્ર અથવા કલીગની મદદ લેવી. ખાસ કરીને 9 તારીખે કામનો વધુ પડતો બાર ના ઉઠાવવો અને મદદ લેતા અચકાવું.

  મકર (ખ.જ): ટેરો કાર્ડ્સ મુજબ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ સફળતાથી પરિપૂર્ણ રહેશે અને ઘન સમય પહેલા શરુ કરેલું આયોજન સફળ થતું જણાય. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, જો તમે આ સફળતાનો શ્રેય પોતાના ટીમના સભ્યો અથવા ઘરના સભ્યો સાથે શેર નહિ કરો તો સફળતાનો અંત ટૂંકાગાળામાં જ આવી શકે છે. એટલે જ સફળતા માત્ર તમારી જ નહિ પરંતુ સૌની છે તે ભાવના સાથે આ સપ્તાહમાં સફળતાને ઉજવો.

  કુંભ (ગ.શ.સ.ષ): આ સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે સંદેશો લઈને આવ્યું છે કે, સૌનો સહકાર લો અને આપો. કોઈ એક જ વ્યક્તિ બધું જ કરવા જાય તો તણાવ આવે. આસપાસના અન્યો લોકો પાસે કામ ના હોવાથી તમારું કામ બગાડવાના પ્રયત્નો કરી શકે છે. એટલે જ તમારા વિશ્વાસુ લોકોથી આ સપ્તાહે ખાસ સાવધ રહીને પોતાની તર્કબુદ્ધિનો ઉપયોગ કરી સૌને સાથે લઈને ચાલવું તેમ ટેરો કાર્ડ્સ સૂચવી રહ્યા છે.

  મીન (દ.ચ.ઝ.થ): દર વખતે તમારા કામ પૂર્ણ કરવા માટે અન્યો લોકોની મદદ આવે જ તે જરૂરી નથી. મોટાભાગે તમારા માટે તમારા સોલ્યુશન્સ તમારી સામે જ હોય છે પણ અતિસંવેદનશીલ સ્વભાવના કારણે તમે અન્ય લોકોની મદદની અપેક્ષા જ રાખો છો. આ સપ્તાહે તમારા બધા જ પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ શકે છે અને માત્ર જરૂર છે પોતાની જાતને મદદ કરવાની. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો એક્સપર્ટ એન્ડ ટ્રેઇનર)
  Published by:ankit patel
  First published: