Home /News /dharm-bhakti /

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: આ રાશિઓના જાતકોએ સપ્તાહે ‘મૌન’રહેવું લાભદાયી?, જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: આ રાશિઓના જાતકોએ સપ્તાહે ‘મૌન’રહેવું લાભદાયી?, જાણો રાશિફળ

ટેરો સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 31 october to 6 November 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 31 october to 6 November 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહ સરેરાશ દેખાઈ રહ્યું છે. સિંહ, કન્યા, વૃશ્ચિક સહિતની રાશિઓ માટે આ સપ્તાહ કોઈ નકારાત્મક સમાચાર તો નથી લાવી રહ્યું ને? તો અન્ય રાશિઓ માટે શું ખી રહ્યા છે ટેરો કાર્ડ્સ? (31 ઓક્ટોબરથી 6 નવેમ્બર) તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ): મેષ રાશિના લોકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યું છે. જે પણ કામ કટકી રહ્યા હતા તેમાંથી ખૂબ જલ્દીથી બહાર આવવાની તકો આવતી દેખાઈ રહી છે. આ સપ્તાહે તમે તમારા કામમ માટે યોગ્ય સ્ત્રોત શોધી શકશો અને એના દ્વારા તમે ભૂતકાળની મુશ્કેલીઓમાંથી નીકળી શકશો.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ): વૃષભ રાશિ માટે આ સપ્તાહનો મંત્ર છે ‘મૌન’. આ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, કોઈ પણ નિર્ણય લેતા પહેલા કે કોઈ પણ બાબતે કશું પણ ના બોલશો કેમ કે, બની શકે છે કે, તમને આખી વાત કે ઘટનાની જાન ના હોય. તમારે આ સપ્તાહે માત્ર તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું છે અને ખાસ કરીને માથા, ગળા અને પેટના રોગોથી સાચવવું.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):આ સપ્તાહ મિથુન રાશિના જાતકો માટે ઘણું બધું વ્યસ્ત રહે તેમ દેખાઈ રહ્યું છે પરંતુ એક સાથે ઘણું બધું કામ હાથ પર લેવાના કારણે તમે એ પૂર્ણ ના કરી શકો તેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. એટલે ટેરો કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, પહેલા જે કામ બાકી હોય તે પૂર્ણ કરો અને નવું કામ લેવાની ઉતાવળ ના કરવી.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : કર્ક રાશિના જાતકો માટે સપ્તાહ મિશ્રિત દેખાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ મુજબ આ સપ્તાહે તમને સફળતા મળશે પરંતુ એ સફળતા બાદ લોકો તમારા તરફ નકારત્મક રીતે અથવા ઈર્ષ્યા ભાવથી જોવે તેમ બને. એવા સંજોગોમાં તમારી સફળતા અને કૌશલ્ય પર જ ધ્યાન આપવું અને નેગેટીવ પરિસ્થિતિઓમાં મેડીટેશન અવશ્ય કરવું અને માત્ર પોતાના પર ધ્યાન આપવું.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ): આ સપ્તાહ સિંહ રાશિના જાતકો માટે થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને તમારી સાથે ટ્રીક્સ કરે અને તેના કારણે તમે ખોટા નિર્ણયો લઇ લો અને બીજાની વાતમાં આવી જાવ તેમ બને. આમ થવાથી તમે ખોટી સ્કીમ માં કે ખોટા ધંધામાં સપડાઈ શકો છો. એટલે જ ટેરો કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, આ સપ્તાહ તમે તમારા હ્રદયની વાત સાંભળો અને યુનિવર્સના મેસેજ સમજવાનો પ્રયત્ન કરો. મગજની વાત ના માનવી.

  કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે પણ કામનો અને તેમાં પણ એક લયમાં કામ કરવું અઘરું જણાઈ રહ્યું છે. પણ તમારે યાદ રાખવાનું છે કે, જો તમારે કામ સમયસર પ્પૂર્ણ કરવું હોય તો બીજા પર ભરોસો રાખીને તેમને કામ આપવું જ પડશે તો જ નવું કામ તમે હાથમાં લઇ શકશો.

  તુલા રાશિફળ (Libra) (ર.ત): ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ કોઈ નવા સમાચાર અથવા ક્યાંક જવાના યોગ લઈને આવી રહ્યું છે. એવામાં જો ક્યાંક ટ્રાવેલ પ્લાન હોય તો અવશ્ય ટ્રાવેલ કરવું. એ સિવાય તમારે આ સપ્તાહે બધી જ બાજુ એ બેલેન્સ જાળવવાનું છે, જવાબદારી ઉઠાવીને બધું જ યોગ્ય રીતે ચાલે તેમ મેનેજ કરવું.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): અત્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે તેવામાં ઘણા બધા ઉતાર ચડાવ આવી શકે છે. કોઈ દગો આપી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું સાથે જ કોઈને તમે દગો ના આપો તે પણ ધ્યાનમાં રાખવાનું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. અમુક કામ ના આવડે ત્યારે બધી જ જવાબદારીઓ જાતે લઈને તણાવ વહોરવાના બદલે અન્ય લોકો સાથે મિત્રતા કેળવીને તેમની પાસેથી શીખો અને કામ કરો.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમે ખૂબ જ કમ્ફર્ટેબલ ઝોનમાં આવી ગયા છો અને આ સપ્તાહ તમારા માટે ખૂબ જ સારું રહેશે. પરંતુ હવે તમારા માટે બદલાવ નો સમય આવી ગયો છે, સ્વયંને પડકાર આપવાનો, જૂની પેટર્ન બદલવાનો અને ટૂંકમાં કહીએ તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનો યોગ્ય છે તો એ બાબતે ધ્યાન આપી આગળ વધો.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ): મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ હકારાત્મક થઇ શકે છે પરંતુ તેના માટે તમારે જૂનું ભૂલવાની અને તેણે જવા દેવાની જરૂર છે. પોતાના માથેથી ભાર ઉતારીને બાજુએ મૂકો અને તમારા પોતાના પર ફોકસ કરીને જીવનમાં નવા દ્રષ્ટિકોણ અપનાવીને આગળ વધવા માટે યોગ્ય સમય છે.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): ટેરો કાર્ડ્સ મુજબ કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ બધું જ બાજુ પર મૂકીને જે તે કામ, સંબંધો અને જીવન દરેક ક્ષેત્રે ઊંડાણપૂર્વક સમજવાનો સમય છે. કોઈ નવું કામ શરુ કરતા હોવ તો આ સપ્તાહે તે બાબતે વધુ સમજો, નિરીક્ષણ કરો અને પછી જ આગળ વધવું. જેટલી જરૂર છે તેટલું જ બોલવું અને તો જ બોલવું.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકો માટે આ સપ્તાહે ટેરો કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, બહારથી મદદ માગવાનું બંધ કરી દો કેમ કે, તમારી મુશ્કેલીનું નિરાકરણ તમારી સામે જ છે. આ સપ્તાહે તમારે અન્ય સંબંધોમાં તમારા સ્વભાવ મુજબ વર્તન કરવાનું છે જો કોઈ, ખરાબ વર્તન કરે તો પણ તમે તમારી સારપ કાયમ રાખીને તમારા ડહાપણથી જ રીએક્ટ કરો. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
  Published by:ankit patel
  First published:

  Tags: Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati, Zodiac signs

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन