Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરોકાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 31 july to 6 August 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 31 July to 6 Auguast July 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

  હેલ્થ: સ્વાસ્થ્ય આ સપ્તાહે ઓવરઓલ સારું જણાઈ રહ્યું છે. જણે કોઈ પણ બીમારી છેલ્લા કેટલાક દિવસમાં થઇ હોય તેમની રિકવરી આવતી દેખાશે. જો કે, પ્રોપર હીલિંગ થાય રાખવું.

  કરિયર: કારકિર્દી બાબતે તમારે જે કરવું હતું કે જે કરવું જોઈતું હતું તે છેલ્લા કેટલાક સમયમાં કર્યું નથી જેના કારણે બ્લોકેજીસ આવી શકે છે. તમારી સાથે જે પણ નકારાત્મક ઘટના બનશે તે બધી જ તમારા કર્મોના આધારે તમને ફળ આપી રહી છે તે યાદ રાખવું. નવું જ્ઞાન અને નવી ટેલેન્ટ વિકસાવવા પર ધ્યાન આપવાથી ફાયદો થાય. સોલ્યુશન ઓરિએન્ટેડ અપ્રોચ રાખવો.

  રિલેશનશિપ: બાળક પ્લાન કરવા માટે આ સપ્તાહ ખાસ કરીને સ્ત્રીઓ માટે યોગ્ય જણાઈ રહ્યો છે. કોઈ પણ પરિસ્થિતિમાં માત્ર ધીરજ સાથે જ આગળ વધવાથી સંબંધ સુમેળ ભર્યા રહે.

  એન્જલ મેસેજ: તમને કોઈ પણ પરિસ્થિતિમાં જે પહેલો વિચાર કે ગટ ફીલિંગ આવે છે તેના પર ભરોસો કરવો અને તે ફોલો કરવું.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

  હેલ્થ: આ રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. કબજિયાતની તકલીફ રહી શકે છે. એલોવેરા જ્યૂસના સેવનથી ફાયદો જણાય.

  કરિયર: કારકિર્દીમાં બધું જ હકારાત્મક થઇ રહ્યું છે તેવામાં વધુ પડતા આત્મ વિશ્વાસમાં આવીને લાંબા ગાળાના પ્લાનિંગ કરવા નહિ. ધીમે અને સ્ટ્રેટેજી સાથે પરિસ્થિતિ મુજબ આગળ વધતા રહેવું.

  રિલેશનશિપ: નજીકની વ્યક્તિઓ તરફથી સપોર્ટ ના મળે અને બ્લેન્ક થઇ ગયા હોય કે એકલા પડી ગયા હોય તેમ લાગ્યા કરે. નવા સંબંધો શરુ કરવામાં કે નવી વ્યક્તિને અપ્રોચ કરવામાં ડેડ એન્ડ ફીલ થાય. વધુ પડતા એફર્ટસ નાખવા નહિ અને સિચ્યુએશન ક્લિયર થાય તેની રાહ જોવી.

  એન્જલ મેસેજ: તમે જયારે પણ નર્વસનેસ અનુભવો ત્યારે માત્ર કામ પર ફોકસ કરવું.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

  હેલ્થ: સ્વાસ્થ્ય ખૂબ જ સારું જણાઈ રહ્યું છે. સેવન ચક્ર મેડિટેશન કરવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. વૉટર બૉડી પાસે જઈને સમય પસાર કરવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે.

  કરિયર: તમારા કલીગ કે સ્ટાફને કશુંક નવું શીખવવાનો અને તમારે કશુંક નવું શીખવાનો સમય આ સપ્તાહે આવી શકે છે. જે નવું થાય છે તે સ્વીકારો અને સમજવાનો પ્રયત્ન કરીને બરાબર રીતે ચેનલ કરી સ્ટાફ કે કલીગને સમજાવવું.

  રિલેશનશિપ: શુષ્ક બની ગયેલા સંબંધોમાં થોડી ક્રિએટિવિટી લાવવાની જરૂર છે. તમારા સ્ત્રી પાર્ટનરને ખુશ રાખવા.

  એન્જલ મેસેજ: તમારા પિતૃઓ તમને કોઈ સંદેશ આપવા માંગે છે, દરરોજ સૂતા પહેલા તેમને પ્રાર્થના અવશ્ય કરવી. કોઈ ગીત, સંકેત કે એન્જલ નંબર સ્વરૂપે તમને સંદેશ મળી શકે છે.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

  હેલ્થ: ઘણું બધું કામ એકસાથે આવી જવાના કારણે તબિયત લથડી શકે છે. તમને થોડા બ્રેકની જરૂર લાગે ત્યારે અવશ્ય લેવી અને રેસ્ટ કરવો.

  કરિયર: તમે જે કામ ટીમ સાથે કરી રહ્યા છો તેમાં ખાસ કરીને બધી જ જવાબદારી તમારી છે તેમ માનીને બધું ટેંશન પોતાના માથે લેવું નહિ. અન્ય લોકોની નાની નાની ભૂલો અવગણીને પણ તેમની પાસેથી કામ લેવું. તમારા જેટલા જ પર્ફેક્શનની અપેક્ષા રાખવી નહિ. જે કામ તમને ઇમોશનલી ડિસ્ટર્બ કરે તે જવા દેવું.

  રિલેશનશિપ: પરિવારજનમાંથી કોઈ તમારી સરખામણી અન્ય કોઈ વ્યક્તિની સફળતા સાથે કરી શકે છે. તેવી સ્થિતિમાં પોતાની પર જ ફોક્સ કરવું.

  એન્જલ મેસેજ: આધ્યાત્મના આધારે ડેવલપ થયેલી રોમૅન્ટિક રિલેશનશિપ તમારા માટે મદદરૂપ બનશે. માફ કરવાની ભાવના ડેવલોપ કરવી.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

  હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહે તમારી હેલ્થ ખૂબ જ પોઝિટિવ રહેશે. હા થોડો માથાનો દુઃખાવો રહી શકે છે જેની ચિંતા કરવાની જરૂર નથી.

  કરિયર: કામના સ્થળે તમારી સાથે કોઈ પોલિટિક્સ તમારા સ્વભાવનો ફાયદો ઉઠાવીને કોઈ કરી શકે છે. મહત્ત્વના પ્રોજેક્ટ રિલેટેડ ટીમ વર્ક દરમિયાન કોમ્યુનિકેશન ગૅપ આવી શકે છે.

  રિલેશનશિપ: જૂની બાબતો ભૂલીને નવી શરૂઆત કરવી. નજીકના સંબંધોમાં પોતાની વાત કહેવાનો ડર કે જજ થવાનો જે ડર છે તે છોડીને પોતાના મનની વાત અવશ્ય કરવી. કોઈના જવાબની રાહ જોતા હોવ તેમાં ડિલે થઇ શકે છે.

  એન્જલ મેસેજ: નવું નવું શીખતાં રહેવું અને તે માટે વિવિધ વર્કશોપ અને સેમિનાર એટેન્ડ કરવા.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

  હેલ્થ: નાની તકલીફ હોય તો પણ મેડિકલ સલાહ અવશ્ય લેવી. સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ થોડું નકારાત્મક જણાઈ રહ્યું હોવાથી કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, ગળા અને છાતીના રોગોથી ખાસ સાચવવું.

  કરિયર: તમારી ટેલેન્ટ મુજબ તમને કામ કરવા નહિ મળતા અસંતોષની લાગણી રહે તેમ જણાઈ રહ્યું છે. તમારા પોતાનામાં ખરેખર જે ટેલેન્ટ છે તે એક્સપ્લોર કરવા માટે તમારે પોતે સ્ટેન્ડ લેવું પડશે.

  રિલેશનશિપ: ઓવરઓલ ખૂબ પોઝિટિવિટી તમને મળી રહેશે. નવા સંબંધો બનાવવા માટે આત્મવિશ્વા પૂર્વક આગળ વધવું.

  એન્જલ મેસેજ: કોઈ પર ડરની લાગણી દૂર થાય અને તમે દરેક તરફથી પ્રોટેક્ટેડ રહો તે માટે આર્કેનજ્લ માઈકલને પ્રાર્થના કરવી.

  તુલા રાશિફળ (Libra) (ર.ત)

  હેલ્થ: આ સપ્તાહે તુલા રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું જણાઈ રહ્યું છે. ખુલ્લા પગે ઘાસમાં ચાલવું અને સારી હેલ્થનો ફાયદો ઉઠાવી આધ્યાત્મ તરફ થોડું આગળ વધવું.

  કરિયર: કોઈ પણ નવી શરૂઆત કરતા પહેલા કે નવી ડીલ કરતા પહેલા કે કોઈ પણ નવો નિર્ણય લેતા પહેલા પોતાના વિચારો અને માઈન્ડ બન્ને ક્લિયર કરવા પોતાની સાથે સમય વિતાવો અને પછી જ નિર્ણય લેવો.

  રિલેશનશિપ: કોઈ પણ સંબંધ એક જ વ્યક્તિથી ના ચાલી શકે તે યાદ રાખીને પોતાના તરફથી સો ટકા દરેક સંબંધમાં આપવું તો જ સામેથી પણ મળશે. માત્ર અપેક્ષાઓ રાખવી નહિ.

  એન્જલ મેસેજ: તમારી જૂની પેટર્ન કે જેના કારણે તમે એક આદતો અપનાવી છે તે દૂર થાય અને તમે પોતાના મનની ઈચ્છા પ્રમાણે કરી શકો તે માટે આર્કેનજ્લ રાફેલને હીલિંગ માટે પ્રાર્થના કરવી.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

  હેલ્થ: ભૂતકાળમાં નાની તકલીફમાં તમે જો પગલાં નથી લીધા તો તેનું પરિણામ કોઈ મોટી બીમારી સ્વરૂપે આ સપ્તાહે તમને મળી શકે છે.

  કરિયર: અનાગત સંબંધોમાં મુશ્કેલી અને ઈમોશનલ બર્ડનના લીધે કરિયરમાં આવેલી ઓપોર્ચ્યુનિટી મિસ થાય તેમ બની શકે છે.

  રિલેશનશિપ: આર્થિક મુશ્કેલીઓના કારણે ઝગડા થઇ શકે છે. સંબંધોમાં જે હકારાત્મક બાબતો છે તે જોઈને જ આગળ વધવું, નેગેટિવિટી બને તેટલી ઇગ્નોર કરવી.

  એન્જલ મેસેજ: તમે જે ભગવાન કે ગુરુને માનતા હોવ તેમના શરણે જવું અને ત્યાં તમારી પરિસ્થિતિ માટે સમાધાન માંગવું.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

  હેલ્થ: ગળા અને માથાનો દુઃખાવો થઇ શકે છે. ઓવરઓલ સ્વાસ્થ્ય સામાન્ય રહે, મેડિટેશનથી ફાયદો જણાય.વરસાદમાં પલળવાથી બચવું.

  કરિયર: પોતાના કામ તરફથી વાસ્તવિક અપેક્ષાઓ રાખવી, નવી વિચારધારા સાથે નવા પ્રોજેક્ટ પર કામ શરુ કરવું.

  રિલેશનશિપ: ઈગો ઈશ્યુ આવી શકે છે, તમને જ બધું આવડે છે તેવો અભિગમ રાખ્યા વિના અન્ય લોકોની વાત સાંભળવી કેમ કે ત્યાંથી પણ કોઈ નવો વિચાર મળી શકે છે.

  એન્જલ મેસેજ: તમારેએ કામ સંબંધિત અથવા તો આધ્યાત્મ સંબંધિત પુસ્તકો વાંચવાની સલાહ એન્જલ્સ આપી રહ્યા છે.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

  હેલ્થ: પગની તકલીફ કે શોલ્ડરની તકલીફ હોય તો તેમાંથી રાહત મળવાની શક્યતાઓ આ સપ્તાહે જણાઈ રહી છે. સ્વાસ્થ્ય ખૂબ જ સારું જણાઈ રહ્યું છે, પોતાના સ્વાસ્થ્ય પર ફોકસ કરીને જે જરૂરી છે તે મેડિકલ એડ્વાઇઝ ફોલો કરવાથી ફાયદો થશે જ.

  કરિયર: તમારા સિનિયર કે મેન્ટોર તરફથી સારી સલાહ અને ગાઈડન્સ મળી શકે છે. તમારું જ્ઞાન તમારી આલોચના કરનાર કરતા વધુ છે તે તમને ખબર છે અને એટલે જ વધુ સૌમ્ય રહેવું અને નેગેટિવિટી પર રિએક્શન આપવું નહિ.

  રિલેશનશિપ: જે વ્યક્તિઓ તમને મદદ કરવા માંગે છે અથવા તમારા જીવનની તકલીફ માટે તમને ગાઈડ કરવા માંગે છે તેમન ઈસાથે વાત કરવી. જ્યાં અપેક્ષા હોય ત્યાંથી જોઈએ તેઓ રિસ્પોન્સ ના મળે તેમ બને.

  એન્જલ મેસેજ: બને તેટલું વધુ નેચર સાથે કનેક્ટ કરવું.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

  હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, સ્વાસ્થ્ય આ સપ્તાહે ખૂબ જ સારું રહેશે. નેચરમાં સમય વિતાવવાથી હેલ્થ વધુ સારી બનશે.

  કરિયર: કરિયર ખૂબ જ બેલેન્સ્ડ રીતે આગળ વધી શકશે. પોતાના કામ અને અનાગત જીવનને અલગ રાખવા. કામના સ્થળે દરેકની રિસ્પેક્ટ કરવી અને પૈસા પાછળ ભગવાન સ્થાને કામ અને ક્રિએટિવિટી પર ફોક્સ કરવું.

  રિલેશનશિપ: નજીકના વ્યક્તિઓ સાથેના સંબંધોમાં સામંજસ્ય જળવાઈ રહે. પોતાની માનસિક શાંતિ જળવાય તેના પર વધુ ફોકસ કરવું.

  એન્જલ મેસેજ: પૂર્વજન્મના કોઈ પણ ટ્રોમા રિલીઝ કરવાના કે લર્નિંગ લેવાના બાકી હોય તો તે મળી જાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

  હેલ્થ: તમારા કરતા તમારા પાર્ટનરની હેલ્થ પર વધુ ધ્યાન આપવું. હૃદય સંબંધિત બીમારી આવવાની શક્યતાઓ જણાઈ રહી છે તેથી સાચવવું અણીવાટી છે.

  કરિયર: કારકિર્દીના આ સ્તરે જે પણ થઇ રહ્યું છે તેના પર ભરોસો રાખીને આગળ વધો. જે ભગવાનને માનતા હોવ તેમને સરન્ડર કરવું.

  રિલેશનશિપ: તમારા નજીકની વ્યક્તિ કે પાર્ટનરના વર્ત બાબતે તમને જે પણ ગટ ફીલિંગ તમને આવી રહી છે તેની પર વિશ્વાસ કરવો. પોતાના ઇમોશન્સથી ઉપર જઈને વાત સમજવી અને જ્યાં જરૂર હોય તેટલું અવશ્ય બોલવું.

  એન્જલ મેસેજ: જે બાબતો કે પરિસ્થિતિઓ તમારા લાઈફ પર્પસમાં કોઈ જ કામની નથી તે રિલીઝ થાય તે માટે આર્કેનજ્લ માઈકલને પ્રાર્થના કરવી.
  Published by:ankit patel
  First published:

  Tags: Tarot Card

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन