Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ વિચારીને નિર્ણયો લેવા, જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ વિચારીને નિર્ણયો લેવા, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 30 January to 5 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 30 January to 5 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya)

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ)
આવનારું સપ્તાહ મેષ રાશિના જાતકો માટે ધાર્યા કરતા ઘણું અલગ રહેશે. લાંબા સમયથી પોતાના જ વિચારોના કારણે તમે અટકી રહ્યા છો અને આ સપ્તાહે તમારે તેમાંથી બહાર આવવું પડશે તો તેના હકારાત્મક પરિણામો ખૂબ ટૂંક સમયમાં જોવા મળશે. કોઈ પણ પ્રકારે પોતાના ટેલેન્ટ પર શંકા કરવી નહિ.

એન્જલ મેસેજ: સહસ્રાર ચક્ર (ક્રાઉન ચક્ર) પર ફોકસ કરીને ધ્યાન ધરવું અને જે પણ ગાઇડન્સ આવે છે તે સાંભળવાનો પ્રયત્ન કરવો.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ જૂના નિણર્યો અને અન્યો પર નિર્ભર રહેવાના કારણે નકારાત્મકતા લાવી શકે છે. જે પણ દુઃખ કે મુશ્કેલી આવી રહી છે તેમાંથી શું શીખવાનું છે તેની પર વધારે ફોકસ કરવું. આસપાસના લોકો તમને મદદ કરવા ઈચ્છે છે પરંતુ તમે એ સ્વીકારવા તૈયાર નથી તેના લીધે વધુ દુઃખી થઇ રહ્યા છો.

એન્જલ મેસેજ: મધર નેચર સાથે વધુ સમય પસાર કરવો.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
આ સપ્તાહ મિથુન રાશિના જાતકો માટે સામાન્ય દેખાઈ રહ્યું છે. આર્થિક બાબતોમાં ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. અન્ય લોકો પર ભરોસો રાખીને આગળ વધવું અને જ્યાં જરૂર લાગે ત્યાં તમારા વડીલ પાસેથી સલાહ લઈને આગળ વધવું.

એન્જલ મેસેજ: તમારા પેરેન્ટ્સ સાથે જોડાયેલા બધા જ દુઃખ હીલ કરવામાં આ સપ્તાહે એન્જલ્સ તમને મદદ કરશે. તેમને પ્રાર્થના કરવી.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
કર્ક રાશિના લોકો માટે આ સપ્તાહ ઘણું જ હકારાત્મક જણાઈ રહ્યું છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહે તમારે પોતાના વિચારો, લાગણીઓ અને તેણે આધારે લેવાના નિર્ણયો ખૂબ બેલેન્સ માનસ સાથે લેવા. દરેક પરિસ્થિતિ પહેલા બરાબર સમજવી અને તે પછી જ કોઈ રીએક્શન આપવું.

એન્જલ મેસેજ: સ્વાધિષ્ઠાન ચક્ર (સેકરલ ચક્ર) પર ફોકસ કરીને ધ્યાન કરવું. જંક ફૂડ, એડિટિવ્સ અને કેમિકલ વાળા ખોરાક અને એનર્જીસથી સાચવવું.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ હકારાત્મકની સાથે કપરું પણ રહેશે કેમ કે, આ સમય પોતાના અંતરાત્માના અવાજને સાંભળીને પોતાનું જીવન ક્રિએટ કરવાનું છે. ઓછું બોલવું, વધુ સાંભળવું, મણીપુર ચક્ર પર ફોકસ કરવું. ઈગો ના આવે તેનું ધ્યાન રાખવું. આ સપ્તાહે જે પણ કરશો તેના પરિણામો દૂરગામી હશે.

એન્જલ મેસેજ: આર્કેન્જ્લ માઈકલ અને રાફેલને પ્રાર્થના કરીને તમારા મનમાં રહેલા કોઈ પણ પ્રકારના ડરને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
કન્યા રાશિના લોકો માટે ટેરો કાર્ડ્સ તરફથી મેસેજ છે કે, આ સપ્તાહે તમે ઘુ દિવા સ્વપ્નમાં રચી શકો છો. વાસ્તવિકતા અલગ હશે ટ ઓટે જોવાનો પ્રયત્ન કરવો અને કોઈ પણ સંબંધ પરફેક્ટ ના હોઈ શકે તેમ સ્વીકારીને આગળ વધવું. તમારા કોઈ પણ કામ પાર પાડવા માટે તમારે આ સપ્તાહે પોતાને જે મન છે તે રીતે કામ કરવું અને તેમાં અન્ય લોકોનો સાથ ના મળે તો પણ પોતાના જીવનના લીડર જાતે બનવું.

એન્જલ મેસેજ: તમે જે પણ નકારાત્મક ઊર્જાઓ જાણતા-અજાણતા આસપાસથી લીધી છે તે ક્લિયર થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

તુલા રાશિફળ (Libra) (ર.ત):
તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ પોતાના પર કામ કરવા માટે ખૂબ જ સારું હોવાનું ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. તમારે જીવનમાં શું કરવું છે, કેવી રીતે કરવું છે તે માટે ધ્યાન કરવું અને બને ત્યાં સુધી વોટર બોડી પાસે જઈને મેડીટેશન કરવું. મૌન રાખવું અને યુનિવર્સમાંથી જે પણ માર્ગદર્શન અને ઉર્જા મળી રહી છે તે કોઈ પણ પ્રશ્ન કર્યા વિના સ્વીકારવી.

એન્જલ મેસેજ: તમારી જે પણ ઇચ્છાઓ છે તે મેનીફેસ્ટ કરવા માટે પ્રાર્થના કરો તે થશે જ.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
તમારા માટે આ સપ્તાહ સફળતાની ચાવી બનીને આવી રહ્યું છે તે મ્તેરો કાર્ડ્સ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી રહ્યા છે. તમારા ભવિષ્યના જે આયોજનો કરી રહ્યા છો તે માટે યોગ્ય સોર્સ શોધવાથી ખૂબ ટૂંકા ગાળામાં રીઝલ્ટ મળશે. જો કે, સફળતા મળતા જ આગળની તૈયારી પણ શરુ કરવી ,અટકવું નહિ.

એન્જલ મેસેજ: પાવરફુલ હોવું એ સારી બાબત છે, તે પાવર અન્ય લોકોની મદદ માટે વાપરવો.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે આર્થિક સંકળામણ વાળું દેખાઈ રહ્યું છે. ના વિચારેલા ખર્ચ આવી શકે છે. મુસાફરીના યોગ પણ આ સપ્તાહે દેખાઈ રહ્યા છે. તમારા કામ કાજમાં સફળતા મેળવવા માટે ટ્રાવેલિંગ કરવું, વધુ પડતી અને ખાસ કરીને તમારે જે નથી લેવી તે જવાબદારીઓનું બર્ડન ના લેવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે.

એન્જલ મેસેજ: પિતૃઓને પ્રાર્થના કરીને તેમના આશીર્વાદ લેવા.

આ પણ વાંચોઃ-Pauranik Katha: ભગવાન શિવએ સૂર્યદેવ પર કેમ કર્યો હતો ત્રિશૂલથી પ્રહાર, જાણો સમગ્ર ઘટના

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
પેન્ડિંગ કામો પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે તેમ મકર રાશિના જાતકોને ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. ઘણા સમયથી અધુર મૂકેલા કામો આ સપ્તાહે પૂર્ણ કરો તો જ તમે ધારેલા અન્ય કામો માટે આગળ વધી શકશો. સોલો ટ્રીપ અને ખાસ કરીને આધ્યાત્મિક દ્રષ્ટિએ ક્યાંક જવાનું વ્ચારી રહ્યા હોવ તો તે આયોજન અવશ્ય કરવું.

એન્જલ મેસેજ: ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અને તે સાથે જોડાયેલા લોકોને માફ કરીને વર્તમાનમાં માનસિક શાંતિ મળે તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.

આ પણ વાંચોઃ-Pauranik Katha: ભગવાન શિવએ સૂર્યદેવ પર કેમ કર્યો હતો ત્રિશૂલથી પ્રહાર, જાણો સમગ્ર ઘટના

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
ખૂબ જ હકારાત્મક સપ્તાહ જણાઈ રહ્યું છે કુંભ રાશિના લોકો માટે. પોતાની ક્રિએટિવિટી પર ધ્યાન આપી શકશો અને તમને ગમતા આર્ટમાં મન પરોવશો તો લાભ થશે. પરિવારમાં અને અન્ય જગ્યાઓ પર તમારું કામ સંપૂર્ણ રીતે પાર પડશો તો તેના સારા પરિણામો મળશે. અન્ય લોકોની ટેલેન્ટ તમારા કરતા અલગ હોઈ શકે છે તે પણ સ્વીકારવું.

એન્જલ મેસેજ: આજ્ઞા ચક્ર (થર્ડ આય ચક્ર) પર ફોકસ કરવું. ગીત, વિઝન, ઓરા વગેરે રૂપમાં જે પણ મેસેજ આવે છે તે સમજવાનો પ્રયત્ન કરવો.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
મીન રાશિના જાતકો ગયા સપ્તાહની જેમ જ આ સપ્તાહે પણ લોકોની હકીકતથી વાકેફ થઇ શકે છે તો બીજી તરફ કોની પર વિશ્વાસ કરવો અને કોની પર નહિ તે વિમાસણમાં અન્ય લોકોને જજ કરી શકે છે. પોતાની સરખામણી અન્ય લોકો સાથે કે તેમના કામ સાથે કરીને સ્વયંને દુઃખ પહોંચાડવું નહિ તે મ્તેરો કાર્ડ્સ કહી રહ્યા છે. અન્ય લોકો જો સરખામણી કરે તો તે પણ અવગણીને આગળ વધવું.

એન્જલ મેસેજ: જયારે પણ નર્વસનેસ અનુભવાય ત્યારે માત્ર અને માત્ર પોતાના કામ પર ધ્યાન આપવું.
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal