Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: અન્ય લોકોના વિચારો તમને પ્રભાવિત તો નથી કરી રહ્યા ને?, જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: અન્ય લોકોના વિચારો તમને પ્રભાવિત તો નથી કરી રહ્યા ને?, જાણો રાશિફળ

ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય

tarot weekly predictions 3 to 9 october 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 3 to 9 october 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહ સરેરાશ દેખાઈ રહ્યું છે. આરોગ્ય, આર્થિક અને સંબંધની દ્રષ્ટિએ કેવું રહેશે દરેક રાશિનું સપ્તાહ, શું ધ્યાન રાખવું અને શું કરવું તે અહીં વાંચો.(3થી 9 ઓક્ટોબર) તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries) (અ.લ.ઈ): મેષ રાશિના જાતકોએ આ સપ્તાહે ખાસ કરીને આરોગ્યની બાબતે સાચવવું તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. માથાના કે પેટના દુઃખાવાને સામાન્ય ના ગણીને તેનો ઈલાજ કરાવવો. વધુ પડતો તણાવ તમને માનસિક રીતે નકારાત્મક બનાવી શકે છે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. મનોબળ મજબૂત રહે તેવી જ વાતો અને વિચારો કરવા.

વૃષભ રાશિફળ (Taurus) (બ.વ.ઉ): વૃષભ રાશિના લોકો માટે આ સપ્તાહ લાગણીઓથી ભરપૂર રહેશે. જે થાય છે તેનો સ્વીકાર કરીને આગળ વધો અને તમે ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે તેના પરિણામો આ સપ્તાહે મળતા પણ દેખાઈ રહ્યા છે. કોઈ પણ બાબતે ઈગો કે પોતાનો જડ સ્વભાવ વચ્ચે નાં આવે તેનું ખાસ રાખવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): આ સપ્તાહ આર્થિક દ્રષ્ટિએ ઘણું સફળ મિથુન રાશિના જાતકો માટે દેખાઈ રહ્યું છે. રોકાણ કરવા માટે યોગ્ય માર્ગ દર્શન મળી રહે અને પોતાની આંતરસૂઝનો ઉપયોગ કરવાથી વધુ લાભ થાય. કોઈ પણ બાબતે અતિ નહિ કરવાની સલાહ પણ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. બધી જ બાજુએથી જોઈ, વિચારી અને જો તમે માનસિક રીતે બેલેન્સ્ડ હોવ ત્યારે જ કોઈ નિર્ણય લેવા.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ સફળતાથી ભરપૂર દેખાઈ રહ્યું છે. જે પણ કામ કરશો તેમાં ટૂંક સમયમાં સફળતા આ સપ્તાહે મળશે. પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો અને સામે તેનું વળતર અવશ્ય લઇ લેવું તેવી સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. તમારી પાસે જે જ્ઞાન છે તે અન્ય લોકો સુધી પહોંચાડો અને તેમાં ઘમંડ ના આવી જાય તેનું ધ્યાન રાખવું.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ): છેલ્લા ઘણા સમયથી જે કામ ટાળી રહ્યા છો તે પૂરું કરવાનો સમય આવી ગયો છે તેમ ટેરો કાર્ડ્સ સિંહ રાશિના જાતકોને કહી રહ્યા છે. નવી શરુઆત કેટ પહેલા આ સપ્તાહે જૂના હિસાબો પૂર્ણ કરો અને એ પછી જ નવી શરુઆત તરફ જાવ નહિ તો અધૂરું કાર્ય તમારી પાછળ સતત આવતું રહેશે અને નવું કામ હજુ વધુ ટળતું જશે.

કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કન્યા રાશી માટે આ સપ્તાહ થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ મુજબ તમારે આ સપ્તાહે પોતાની જાત સાથે સંતુલન સાધવાનું છે. પોતાના જ વિચારોમાં તમે અટવાયા કરશો તો ડીપ્રેશન આવી શકે છે. જેમ બને તેમ વધુ મેડીટેશન કરો અને સાથે જ પોતાના મન અને મગજની સ્પષ્ટતા કેળવવી જરૂરી છે.

તુલા રાશિફળ (Libra) (ર.ત): આવનારું સપ્તાહ તુલા રાશિના જાતકો માટે ભૂતકાળની કડવી યાદો લઈને આવી શકે છે પરંતુ એ યાદોને વાગોળીને દુઃખી થવા કરતા તેમાંથી જે શીખ લેવાની છે તે લઈને આગળ વધશો તો જ ભવિષ્યમાં ખુશ થઇ શકશો. કોઈ પણ ભૂતકાળની યાદોને ના વળગી રહેવું તેમ સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): વૃશ્ચિક રાશિના લોકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ હકારાત્મક દેખાઈ રહ્યું છે. પોતાના અસ્તિત્વને સમજવા માટે, તમને થતા દરેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે આ સપ્તાહ યોગ્ય છે તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. સાથે જ તમારા જીવનસાથી કે આસપાસના લોકો તમારી સમજ કે કલ્પના પ્રમાણે ના હોય તો તેમનો સ્વીકાર કરીને પોતાની જાતને કુદરત સાથે કનેક્ટ કરો.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): તમે પોતે જ તમારા મદદગાર છો તે વાત યાદ રાખીને જ આ સપ્તાહે આગળ વધવું તેમ ટેરો કાર્ડ્સ ધન રાશિના લોકોને કહી રહ્યા છે. સમસ્યા આવશે પણ તેનું સમાધાન અન્ય કોઈ નહિ તમે જ કરી શકશો અને સમાધાન તમારી સામે જ છે તે યાદ રાખવું. પોતાના નકારાત્મક પાસાઓ પ્રત્યે ધ્યાન આપીને તેમાંથી બહાર નીકળવું.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ): મકર રાશિના લોકોને ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે આ સપ્તાહે કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેવાનું સ્થગિત રાખવું અને વિચારવાનો સમય લેવો. દરેક પાસા પર ફેર વિચાર કર્યા બાદ એ તપાસવું કે અન્ય કોઈ વ્યક્તિ કે અન્યોના વિચારો તમારા નિર્ણયને પ્રભાવિત તો નથી કરી રહ્યા? સંપૂર્ણપણે પોતાના જ વિચારો અને મરજી છે તેમ થાય એ પછી જ આગળ વધવું.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું નકારત્મક દેખ્કાઈ રહ્યું છે દરેક વ્યક્તિ તમારી જેમ જ પારદર્શક અને ખુલ્લા મનનું હોય તે જરૂરી નથી. અન્ય લોકો તમારા આ સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે છે તે યાદ રાખવું અને કોઈ પણ વ્યક્તિને મદદ કરતા પહેલા અથવા કોઈની પણ ઉપર વિશ્વાસ કરતા પહેલા તમારા લાઈફ પાર્ટનર અથવા બેસ્ટ ફ્રેન્ડની સલાહ લઇ શકો છો.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે થોડું સંકળામણભર્યું હોઈ શકે છે પરંતુ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કોઈ પણ વધારાની જવાબદારીઓ આ સપ્તાહેઉઠાવવી નહિ અને કોઈ પણ કામ પરાણે કરવું નહિ. તમારે પોતાની જાતને માણવાની છે, મિત્રો અને ગમતા લોકો સાથે સમય વિતાવો અને ફાલતું ભાર ના લેવો. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
First published:

Tags: Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો