Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ
tarot weekly predictions 3 to 9 july 2022 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
હેલ્થ: વધુ પડતા વિચારો કરવાથી અને સમાજના લોકો શું કહેશે એ બધા ડરથી પોતાની માનસિક શાંતિ ભંગ કરશો તો શારીરિક સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે. મેડીટેશન અવશ્ય કરવું.
કરિયર: કારકિર્દીમાં બધી જ વસ્તુઓ હકારાત્મક થશે પરંતુ ધીમી ગતિનો ગ્રોથ મળવાનું કાર્ડ્સ કહી રહ્યા છે. ઉતાવળ કરીને કોઈ પણ નવા રિસ્ક કે નિણર્યો લેવા નહિ. જરૂર પડે ત્યાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.
રિલેશનશિપ: નજીકની કોઈ વ્યક્તિ કે જે તમારા વિચારો અને નિર્ણયોને પ્રભાવિત કરતા હોય તે સામે આવી શકે છે. કોઈની વાતોમાં આવવું નહિ અને સ્વતંત્ર રીતે પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે આગળ વધવું.
એન્જલ મેસેજ: તમારા મનની ઈચ્છાઓને બ્લોક કરતા હોય તેવા દરેક પ્રકારના વર્તન, વસ્તુઓ, સંબંધ અને વ્યસનને જવા દેવાનો સમય આવી ગયો છે. આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરો અને તમને હીલ કરવા માટે કહો.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આ સપ્તાહે તમારે કોઈ જ જરૂર નથી તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. જો કે, ક્રાઉન ચક્ર પર ફોકસ કરીને મેડીટેશન કરવાથી ઓવરઓલ ઓર સ્ટ્રોંગ થશે.
કરિયર: ઘણા બધા બદલાવો આવી રહ્યા છે. નવી તકો અને નવા પ્રોજેક્ટ્સ મળવાની શક્યતાઓ પ ન જણાઈ રહી છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, કરિયર બાબતે બદલાવનો રોલર કોસ્ટર આવી રહ્યું છે તો જે પણ બદલાવ આવે તે સ્વીકારીને આગળ વધવાથી કરિયર પોઝિટીવ બનશે.
રિલેશનશિપ: મહિલાઓએ ખાસ કરીને ખૂબ જ ધીરજથી આ સપ્તાહે કામ લેવું. દરેક વસ્તુ એના નિશ્ચિત સમય પર થાય જ છે તે યાદ રાખવું અને વધુ પડતી ઉતાવળ કરીને સંબંધ બગાડવો નહિ.
એન્જલ મેસેજ: તમારી જે પણ ચિંતા અને ઇચ્છાઓ હોય તે એક કાગળમાં લખીને તેણે એક નાનકડી ડબ્બીમાં મૂકીને તે ભગવાનના મંદિરમાં મૂકી દો અને પૂજા સમયે તે ભગવાનને વાંચી સંભળાવવી.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે અ સપ્તાહે ખાસ કરીને ગળાના દુઃખાવા અને શરદી, કફની તકલીફ રહી શકે છે. માઈગ્રેન અને સાયનસના દર્દીઓએ સાચવવું. બને તેટલું ઓછું બોલવાનો પ્રયત્ન કરવો.
કરિયર: તમારી પોતાની કારકિર્દીનો કંટ્રોલ પોતાના હાથમાં લેવો. કામ બાબતે થોડા ફ્લેક્સિબલ બનવાથી અન્ય લોકો તમને નવા આઈડીયાઝ અને ફ્રેશ દ્રષ્ટિકોણ પૂરો પડી શકશે. પોતાની જ વાત પકડીને બેસી રહેવું નહિ, કલીગ અને સ્ટાફની વાત પણ સાંભળવી.
રિલેશનશિપ: આ સપ્તાહે સંબંધો ઓવરઓલ દરેક વ્યક્તિ સાથે હકારાત્મક જણાઈ રહ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે આ સપ્તાહ પોતાના માટે સ્ટેન્ડ લેવાથી ખૂબ જ પોઝિટીવ થશે. સેલ્ફ રિલેશનશિપ માટે આ સપ્તાહ આપવું.
એન્જલ મેસેજ: તમારા વિચારો અને તમારા એક્શન મેચ થાય તે ખૂબ જરૂરી છે. માટે તમે જે વિચારો છો તે જ પ્રમાણે કામ પણ કરવું જરૂરી છે.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય ઓવરઓલ પોઝિટીવ જણાઈ રહ્યું છે. જો કે, કોઈ પણ વિચારો કે ઈમોશન્સને બ્લોક કરવાથી માથાનો દુઃખાવો થઇ શકે છે. સેવન ચક્ર મેડીટેશનથી ફાયદો થાય. ખુલ્લાપ ગે ઘાસમાં ચાલવું.
કરિયર: નવી શરુઆત કારકિર્દીમાં થઇ શકે છે અને તેમાં એક ચેલેન્જ સમજીને આગળ વધવું જરૂરી છે. તમે જે નવું રિસ્ક લઇ રહ્યા છો તે તમારા માટે પોતાની ટેલેન્ટ એક્સ્પ્લોર કરવા માટે જરૂરી છે તે યાદ રાખવું. જે કરવા માંગો છો તે બાબતે બધું જ સમજીને આગળ વધવું, એન્ડ રિઝલ્ટ આપની ફેવરમાં આવશે.
રિલેશનશિપ: આસપાસના લોકોની વાતોમાં આવીને તમે પોતાની જાત સાથેનો સંબંધ આ સપ્તાહે ખરાબ કરશો. પરિવારના દરેક સભ્યોને ખુશ એકસાથે તમે નહિ જ રાખી શકો તે હંમેશા યાદ રાખીને પોતાના ગોલ્સ અને સેલ્ફ રિલેશનશિપ પર આ સપ્તાહે ફોકસ કરવું.
એન્જલ મેસેજ: તમારા લાઈફ પર્પસમાં રાઈટિંગ, રીડિંગ, એડીટિંગ સામેલ છે માટે બને તેટલા વધુ પુસ્તકો વાંચવા. આધ્યાત્મને લગતું પુસ્તક પણ વાંચવું.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
હેલ્થ: મોટી બીમારી આ સપ્તાહે જતી જણાય. સૂર્ય નમસ્કાર અને સન મેડીટેશનથી લાભ થાય. કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી લાગે અને ખૂબ જ સારું સ્વાસ્થ્ય આ સપ્તાહે જળવાય.
કરિયર: તમે જે કાઈ અચિવ કર્યું છે તે બધું જ તમારી ટેલેન્ટ અને યોગ્યતા પ્રમાણે જ છે તે યાદ રાખવું. પોતાની સરખામણી અન્ય કોઈ વ્યક્તિના કરિયર સાથે જરા પણ કરવી નહિ. ભૂતકાળમાં કરિયરને લઈને લીધેલા નિર્ણયો પર પસ્તાવો કર્યા વિના હવે જે સારું થઇ રહ્યું છે તેનો આનંદ માણવો.
રિલેશનશિપ: પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં તમારે વધારે સમજદારીથી કામ લેવું પડશે. બોલાચાલી કરવી નહિ અને જે પણ નાના મોટા ઝગડાની પરિસ્થિતિ ઉભી થાય તેમાં પ્રેમથી જ કામ લેવું, ગુસ્સો કરવો નહિ.
એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારની ડરની કે નકારાત્મક લાગણી કે વિચારો આવે ત્યારે મનમાં ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ’ એમ બોલીને તે તે વિચારના સ્થાને હકારાત્મક વિચાર મૂકવો.
કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
હેલ્થ: ઘણા સમયથી કસરત કરવાનું અને વોકિંગ કરવાનું તમે ટાળી રહ્યા છો જેના લીધે વજન વધતું લાગે. નાની તકલીફ સમજીને જે હેલ્થ પ્રોબ્લેમ અવગણ્યો હોય તે મોટો બની શકે છે.
કરિયર: તમારા કરિયરમાં તમારે લેવા જોઈતા પગલાં તમે છેલ્લા ઘણા સમયથી લીધા નથી જેના કારણે ઘણું બધું પ્રેશર એક સાથે ક્રિએટ થશે. યોગ્ય પ્લાન્નીન્ગ્ક રીને પોતાની ભૂલ સ્વીકારીને કામ પર લાગવાથી પોઝિટીવ રિઝલ્ટ મળશે.
રિલેશનશિપ: ખૂબ જ બેલેન્સ બધા જ સંબંધોમાં આ સપ્તાહે બનાવીને રાખવાનું કાર્ડ્સ કહી રહ્યા છે. કોઈ પણ બાબતે કોઈ પણ વ્યક્તિને જજ કરતા પહેલા તે બાબતના દરેક પહેલૂ યોગ્ય રીતે જાણવા અને તે પછી જ રિએક્શન આપવું.
એન્જલ મેસેજ: રોઝ ક્વોર્ટ્ઝ અને એક્વામરીન ક્રિસ્ટલ આ સપ્તાહે ફાયદાકારક થશે.
તુલા રાશિફળ (Libra) (ર.ત)
હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ આ સપ્તાહે થોડું નેગેટિવ જણાઈ રહ્યું છે. પોતાના જ વિચારોના કારણે તમારી શારીરિક હેલ્થ બગડી શકે છે. માથાનો દુઃખાવો અને બોડી પેઇનની સમસ્યા સર્જાઈ શકે છે.
કરિયર: માત્ર પૈસા કમાવવા પાછળ ભગવાના સ્થાને પોતાને શું ગમે છે, તમારું ટેલેન્ટ શું છે તેની પર ધ્યાન આપવું. અન્ય લોકો સાથે પોતાના મનની વાત શેર કરવાથી પણ કરિયર ગાઇડન્સ મળી શકે છે.
રિલેશનશિપ: પરિવારના સભ્યો કે મિત્રો સાથે આ સપ્તાહે બને તેટલું ઓછું કોમ્યુનિકેશન કરવું કેમ કે, તમે જે બોલશો તેના ખોટા અર્થ સામે જશે અને તેના કારણે સંબંધો ખરાબ થઇ શકે છે.
એન્જલ મેસેજ: આ સપ્તાહે તમારું ડાયટ વેજીટેરિયન કરવું અને બને તેટલા વધુ ફ્રૂટ્સ ખાવા.
વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે ખૂબ સંભાળ આ સપ્તાહે લેવી અત્યંત જરૂરી છે. નાનકડી બીમારી કે કોઈ પણ શારીરિક બીમારીના લક્ષણો દેખાય કે તરત જ તેની સારવાર કરવી નહિ તો ટૂંક જ સમયમાં મોટી બીમારી બનીને સામે આવી શકે છે.
કરિયર: કરિયર બાબતે પરિસ્થિતિ સમાન્ય જણાઈ રહી છે. તમારે પોતાનું કામ ખંતથી કરતા રહેવાનું છે અને જો કોઈ મુસીબત આવે તો તે અનુભવનો પાર્ટ છે તેમ સમજીને આગળ વધવું.
રિલેશનશિપ: જે રિલેશનશિપ બોરિંગ બની ગઈ છે તેમાં નવીનતા લાવી જરૂરી છે. જેથી કરીને કોમ્યુનિકેશન સરળ બને.
એન્જલ મેસેજ: તમારું માઈન્ડ અને બોડી ભૂતકાળના અનુભવો અને દુઃખમાંથી દૂર થાય અને તમને માનસિક શાંતિ મળે તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ ખૂબ પોઝિટીવ રહશે. પોતાના ઈમોશન્સ ખાસ કરીને બેલેન્સ રાખવા જેથી કરીને હાર્ટ રીલેટેડ કોઈ પણ મુશ્કેલી આવે નહિ.
કરિયર: સફળતાના કારણે ઈગો ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું. જેમને જરૂર હોય તેવા લોકોની મદદ કરવા કરિયર ગાઇડન્સ આપવું.
રિલેશનશિપ: અંગત સંબંધોમાં શાંતિ સ્થપાયેલી રહે તે માટે તમારે જ પ્રયત્ન કરવાના રહેશે. નવા સંબંધો શરુ કરતા પહેલા યોગ્ય તપાસ કરવી જરૂરી છે.
એન્જલ મેસેજ: તમને આવતા ઇન્ટ્યુશન, વિઝન પર ભરોસો કરવો. તે તમારા માટે યુનિવર્સ તરફથી મેસેજ છે.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
હેલ્થ: વધુ પડતું કામ કરવાના કારણે શોલ્ડર અને લેગ પેઈન રહેવાની શક્યતાઓ આ સપ્તાહે વધી શકે છે. અન્ય લોકોનું કામ તેમને સોંપીને પોતાની હેલ્થનું ધ્યાન રાખવું.
કરિયર: વધુ પડતી આળસના કારણે તમારે લેવા જોઈતા પગલાં નહિ લો તો તમે જે સફળતા ડિઝર્વ કરો છો તે તમારી આંખ સામે આવીને જતી રહેશે. કરિયર બાબતે જરૂરી એક્શન લેવા ફરજીયાત.
રિલેશનશિપ: આ સપ્તાહ પોતાની સ્થેની રિલેશનશિપ મજબૂત કરવાનું છે. મેડીટેશન કરો, નેચરમાં સમય પસાર કરો. કોઈ મિસ્ટીરીયસ સ્ત્રી પાત્ર તરફથી ગાઇડન્સ કે મદદ મળી શકે છે.
એન્જલ મેસેજ: તમે જે ભગવાન, ગુરુ કે શક્તિને માનતા હોવ તેમની સાથે કનેક્ટ કરવું.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે કુંભ રાશિના લોકો માટે આ સપ્તાહ ખૂબ હકારાત્મક જણાઈ રહ્યું છે. જો કોઈ સ્વાસ્થ્યની તકલીફ હોય તો તે આ સપ્તાહે ખૂબ જ ઝડપથી સારી થશે.
કરિયર: પોતાને ગમતું કામ કરવું. અન્ય લોકોની વાતોમાં આવીને કરેલા કામો કે નિણર્યો બાબતે પસ્તાવો કર્યા વિના તે લેટ ગો કરવું અને હવે નવેસરથી શરુઆત કરવી.
રિલેશનશિપ: ભૂતકાળમાં નજીકની વ્યક્તિ સાથે કરેલા વર્તનનો પપસ્તાવો હવે કર્યા વિના પોતાની જાતને માફ કરવી. ભવિષ્યનો વિચાર કરવી પોતાની જાતને ફ્રી કરો, હીલ કરો.
એન્જલ મેસેજ: તમારા લાઈફ પર્પસમાં જે વ્યક્તિ, વિચારો કે બાબતો હવે ઉપયોગી નથી અને તમારા માટે હાનિકારક છે તે રિલીઝ થાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
હેલ્થ: આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આ સપ્તાહે સામાન્ય જણાઈ રહ્યું છે. હેલ્થ બાબતે કોઈ નકારાત્મક વિચાર કરવા નહિ. ઈમોશન હિલીંગ કરાવવું.
કરિયર: કારકિર્દીની નવી તકો શોધવા માટે આ ખૂબ જ યોગ્ય સપ્તાહ છે. દરેક બાબતે ઓવરઓલ વિચાર કરીને આગળ વધવાનું કાર્ડ્સ જણાવી રહ્યા છે.
રિલેશનશિપ: અંગત સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થાય. જો કે, કોમન ગ્રાઉન્ડ શોધીને કોમ્યુનિકેશન કરવું અને ખૂબ જ એક્ટિવ થઈને લાઈફ પાર્ટનર સાથેના સંબંધો સુધારવા.
એન્જલ મેસેજ: તમે જે પણ ટોક્સિક એનર્જી એબસોર્બ કરી હોય તે રિલીઝ થાય તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર