Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરોકાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 3 to 9 April 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 3 to 9 April 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય સામાન્ય જણાઈ રહ્યું છે. માથાના અને પગના દુઃખાવાથી ખાસ સાચવવું. વધુ પડતો ભાર ઉંચકવો નહિ.

કરિયર: કારકિર્દીમાં નવી ઉડાન ભરવાનો સમય આવી ગયો છે. જો કોઈ પણ નવી શરુઆત કરવાનું વિચારતા હોવ અને તમને લાગતું હોય કે તમે ચેન્જ માટે તૈયાર છો તો આગળ વધવાનું કાર્ડ્સ કહી રહ્યા છે.

રિલેશનશિપ: વધુ પડતી જીદ કોઈની સામે કરવી નહિ અને ફેમિલીમાં જેમ ચાલી રહ્યું છે તેની સાથે એડજસ્ટ કરવું. અન્ય લોકોના ઈમોશન્સની કદર કરવી.

એન્જલ મેસેજ: કોઈ પણ નકારાત્મક વિચાર આવે કે તરત જ ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ’ એમ બોલીને ખરાબ વિચારોના સ્થાને સારા અને પોઝિટીવ વિચારો કરવા. નેગેટિવ વિચારોની અસર ના થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય જણાઈ રહ્યું છે. જૂની બીમારી પછી ના આવે તેનું ધ્યાન રાખવું. વધુ પડતા વિચારોથી બચવું,

કરિયર: તમને ના ગમતું કામ કરતા હોવ તો ફેર વિચાર કરવા માટે યોગ્ય સપ્તાહ. ખોટા બર્ડન લેવા નહિ.

રિલેશનશિપ: લાંબા સમયથી તમે પોતાની વાત તમારા પરિવાર, મિત્ર કે પાર્ટનરને કહેવા માંગો છો પરંતુ હિંમત કરી શકતા નથી તો આ સપ્તાહે યોગ્ય સમય છે.

એન્જલ મેસેજ: તમને જે પણ સપના આવે છે કે વિઝન આવે છે તેનો કોઈને કોઈ એથ ચોક્કસ છે તેની પર ધ્યાન આપવું.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

હેલ્થ: આ સપ્તાહે કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. શરદી અને ગળાના ઇન્ફેકશનથી સાચવવું. હાર્ટના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. પોતાના મનની વાત પાર્ટનર સાથે શેર કરવાથી ફાયદો થશે.

કરિયર: તમે કરેલા કામમ અને પ્રોજેક્ટ્સના રિઝલ્ટ્સ આ સપ્તાહે આવી શકે છે. તમે જે પ્રમાણે મહેનત કરી હશે એ પ્રમાણે પરિણામ ચોક્કસ મળશે જ.

રિલેશનશિપ: દરેક પ્રકારના સંબંધોમાં આ સપ્તાહે તમારે બેલેન્સ જાળવવું જ પડશે. તમારે કોઈ જગ્યાએ સંબધ સાચવવા મધ્યસ્થી બનવું પડી શકે છે.

એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના કેમિકલ યુક્ત ખોરાક કે પેકેટ ફૂડથી દૂર રહેવું. બને એટલું સાત્ત્વિક ભોજન લેવું.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ હકારાત્મક જણાઈ રહ્યું છે. જો કે, સામેથી બીમારીને આમંત્રણ આપવું નહિ. પડવા-આખડવાથી બચવું.

કરિયર: જૂની તકો હાથમાંથી જતી જણાશે પણ તેનાથી દુઃખી થવાની જરૂર નથી કેમ કે એનાથી વધુ સારી તકો આ સપ્તાહે તમારી સામે આવશે.

રિલેશનશિપ: તમે પોતે ફરજ અને જવાબદારીના ભાર નીચે દબાઈ ગયા હોવ તેમ લાગ્યા કરે તેવામાં તમારે ખરેખર શું કરવું છે તેના પર ફોકસ કરવું જેથી યોગ્ય જવાબ મળશે અને તે રસ્તે આગળ વધવું.

એન્જલ મેસેજ: આર્કેન્જ્લ માઈકલ અને રાફેલને પ્રાર્થના કરીને તમારી અંદરની, તમારી આસપાસના લોકોના લીધે ક્રિએટ થયેલી ડરની લાગણીઓને દૂર કરે અને તમારી સાથે જોડાયેલા લોકોને પણ તમારી સાથે હીલ કરે.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

હેલ્થ: તમારું સ્વાસ્થ્ય આ સપ્તાહે ખૂબ જ સારું જણાઈ રહ્યું છે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે હેલ્થમાં ખૂબ જ સુધારો જોવા મળે. મેડીટેશન કરવું.

કરિયર: નવા વિચારો કે જે અન્ય લોકોને મંજૂર ના હોય પણ જો તમે તેના માટે કોન્ફિડન્ટ હોવ તો ચોક્કસ આગળ વધવું જ જોઈએ, મુશ્કેલી બાદ સફળતા મળશે.

રિલેશનશિપ: જે રિલેશનશિપ ઘણા સમયથી ખરાબ રહી છે તેમાં સુધારો આવાના ચાન્સીસ છે. તમારા પોતાના માટે હિંમતપૂર્વક સ્ટેન્ડ લેવાનો સમય પાકી ગયો છે.

એન્જલ મેસેજ: નેચર સાથે આ સપ્તાહે તમને વધુ કનેક્શન ફીલ થશે.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

હેલ્થ: કોઈ પણ પ્રકારના હેલ્થ ઈશ્યુ આવવાની શક્યતા આ સપ્તાહે દેખાઈ રહી નથી. કોઈ પણ નેગેટિવ થોટ્સ લાવીને બીમારી એટ્રેક્ટ કરવી નહિ.

કરિયર: કરિયરમાં નવા ચેન્જીસ ખૂબ જ જલ્દી લાવી શકશો. તમારે જે તરફ જવું છે તે બાજુ એક્ટિવલી આગળ વધવાનો યોગ્ય સમય.

રિલેશનશિપ: જૂના દ્રષ્ટિકોણ બદલીને નવા અપનાવો. સંતાનો સાથે વાત કરીને તેમના અભિપ્રાયો પણ જાણવા.

એન્જલ મેસેજ: સિંગિંગ અને ડાન્સિંગ જેવી આર્ટિસ્ટિક પ્રવૃત્તિઓમાં ધ્યાન પરોવવાથી હકારાત્મક પરિણામો મળશે.

તુલા રાશિફળ (Libra) (ર.ત)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે કોઈ મોટા કે લાંબા ગાળાના નિર્ણયો લેવા નહિ. સ્વાસ્થ્ય ઓવરઓલ સારું જણાઈ રહ્યું છે પરંતુ વધુ પડતું ભોજન ટાળવું અને પાણી વધારે પીવું.

કરિયર: તમને દરેક કામમાં મુશ્કેલી શા માટે પડી રહી છે, બધા જ કામોમાં તમને ફરિયાદો કેમ રહે છે, એ બાબતે વિચારવું અને પોતાની સાચી ટેલેન્ટ શોધવાનો પ્રયત્ન કરવો.

રિલેશનશિપ: કોઈ પણ વ્યક્તિની કોઈ પણ વાત મનમાં લીધા વિના મજાકમાં ટાળી દેવી. થોડું ઇઝી ગોઇંગ બનવું.

એન્જલ મેસેજ: કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી કે તમને પ્રોટેક્ટ કરે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

હેલ્થ: બને તેટલા ફ્રેશ ફ્રૂટ્સ અને લીલા શાકભાજી ખાવા માટે કાર્ડ્સ કહી રહ્યા છે. ડાયટ પર ધ્યાન આપવું. લોહીના વિકારથી બચવું.

કરિયર: કારકિર્દીમાં હાલ તમને કોઈ સ્કોપ જણાઈ રહ્યા નથી પણ જે જગ્યાએ છો ત્યાં ટકી રહો અને પોતાના કામ પર ફોકસ કરીને આગળ વધશો તો સફળતા મળશે જ.

રિલેશનશિપ: તમારા સૌથી નજીકના જે પણ સંબંધો છે તેમાં હિલીંગની જરૂર છે. પોતાના મનની વાત કહો અને અન્ય લોકોની સાંભળો.

એન્જલ મેસેજ: કોઈ પણ ટોક્સિક એનર્જીસ તમે લઇ લીધી હોય તે ક્લિયર થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

હેલ્થ: પ્રેગનેન્ટ સ્ત્રીઓએ ખાસ સાચવવું તેવી સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. ઓવરઓલ હેલ્થ સામાન્ય રહેશે અને મેડીટેશન કરવાથી લાભ થશે.

કરિયર: કરિયરમાં નવું નોલેજ ડેવલપ કરવાનો સમય આવી ગયો છે, નવું શીખતા રહેશો તો નવી તકો મળશે.

રિલેશનશિપ: પોતાના પ્રોબ્લેમ્સ માત્ર પોતાના સુધી સીમિત ના રાખતા, જે વ્યક્તિ તમને સમજી શકે તેમ હોય તેની સાથે વધુ પડતા વિચાર વિના શેર કરવી, ચોક્કસ સારી એડ્વાઈઝ મળશે.

એન્જલ મેસેજ: તમને ગમતા પ્રાણી સાથે સમય વિતાવવો અને તેમની આદતો, સ્વભાવ પર ધ્યાન આપશો તો તમને તમારા જીવનની સૌથી મોટી શીખ મળી શકે છે.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

હેલ્થ: મકર રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય આ સપ્તાહે ઓવરઓલ સામાન્ય હોવાનું કાર્ડ્સ જણાવી રહ્યા છે. સેવન ચક્ર મેડીટેશન કરવું.

કરિયર: કામના સ્થળે તમારી જ નીચે કામ કરતું માણસ તમારી સાથે ચિટીંગ કરી શકે છે. વધુ પડતું કામ પોતાના માથે લેવું નહિ, જેનું જે કામ હોય તેની પાસે જ કરાવવું.

રિલેશનશિપ: કોઈ પણ વ્યક્તિના ખરાબ સ્વભાવ પર તમારે આ સપ્તાહે રીએક્ટ કરવું નહિ. તમારો મૂળ સ્વભાવ જાળવીને પોતાની જાત પર ધ્યાન આપવું.

એન્જલ મેસેજ: આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી કે, તમારું હિલીંગ કરે.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

હેલ્થ: તમારા શરીરમાં અનુભવાતા દરેક દુઃખાવા તમારા વિચારો અને જૂની વાતો પકડી રાખવાના કારણે હોય તેમ લાગી રહ્યું છે તો તેણે જવા દો તો હેલ્થ સારી રહેશે.

કરિયર: તમારા કામના સ્થળે મારા વિચારોના મૂળને પકડી રાખીને અન્ય લોકોના વિચારો પર પણ ધ્યાન આપવું. બંને વિચારો મળીને કોઈ નવો જ આઈડિયા આવી શકે છે જે તમારા બિઝનેસ કે પ્રોજેક્ટ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

રિલેશનશિપ: દરેક સંબંધોમાં મુશ્કેલીઓ આવતી જ રહે છે પણ આ સપ્તાહે પ્રોબ્લેમ્સના સ્થાને તેના સોલ્યુશન પર ફોકસ કરવું. પોતાના નજીકના લોકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો.

એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના વ્યસનો અને જૂની આદતો આ સપ્તાહે મૂકી દેવી.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

હેલ્થ: વધુ પડતા વિચારોના કારણે માથાનો દુઃખાવો આ સપ્તાહે તમને હિરાન કરી શકે છે. પોતાના ઈમોશન્સ બેલેન્સ કરવા.

કરિયર: ઘણા સમયથી કારકિર્દીમાં ચાલી રહેલો ખરાબ સમય પૂર્ણ થવાના આરે છે. નવી શક્યતાઓ શોધવાનું શરુ કરવા માટે આ સપ્તાહ યોગ્ય છે.

રિલેશનશિપ: તમે કરેલી ભૂલોને સ્વીકારો અને એ ભૂલો માટે સ્વયંને માફ કરો. પોતાના વિચારોને હકીકત માનીને કોઈ પણ સંબંધ બગાડવો નહિ.

એન્જલ મેસેજ: પ્રેમ ખરેખર શું છે તે વિષે સમજો. તમારે જે પણ મેળવવું છે તે માટેનું ક્લિયર વિઝન કે જેમાં શું, કેવી રીતે, ક્યાં અને કેટલા સમયમાં જેવી બધી જ વિગતો આવી જાય તે રીતે એક પેપર પર લખીને તે પેપર તમારા કપબોર્ડ પર લગાવીને દરરોજ તે વિઝ્યુલાઈઝ કરો.
First published:

Tags: Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal in Gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો