Home /News /dharm-bhakti /

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિના જાતકો માટે સપ્તાહ છે આકરી મહેનતવાળું, જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિના જાતકો માટે સપ્તાહ છે આકરી મહેનતવાળું, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 29 to 4 september 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. તુલા રાશિના જાતકોએ વાસ્તવિકતામાં રહેવું પડશે, મકર રાશિ માટે સપ્તાહ સકારાત્મક અને અન્ય રાશિઓ માટે પણ સરેરાશ જણાઈ રહ્યું છે. તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).

વધુ જુઓ ...
  tarot weekly predictions 29 to 4 september 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. તુલા રાશિના જાતકોએ વાસ્તવિકતામાં રહેવું પડશે, મકર રાશિ માટે સપ્તાહ સકારાત્મક અને અન્ય રાશિઓ માટે પણ સરેરાશ જણાઈ રહ્યું છે. તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries) (અ.લ.ઈ): મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ બધા બદલાવ ભરેલું દેખાઈ રહ્યું છે અને આ બદલાવો તમારા ગ્રોથ માટે ખૂબ જ હકરાત્મક દેખાઈ રહ્યા છે. આ સપ્તાહે ટ્રાવેલિંગના યોગ પણ દેખાઈ રહ્યા છે. જેથી જો ક્યાંય શિફ્ટ થવાનું હિય અથવા જોબ બદલવાની હોય કે કોઈ પણ પ્રકારનું સ્થળાંતર કરવા માટે આ સપ્તાહ વિશેષ યોગ્ય છે.

  વૃષભ રાશિફળ (Taurus) (બ.વ.ઉ): દરેક વાત પર ઊંડા વિચાર કર્યા વિના વર્તમાનમાં જીવવા માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. જો કોઈ પણ બાબતે નિર્ણય લેવાના આવે તો વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને લેવા. સાથે જ હળવાશની જરૂર છે, આનંદની જરૂર છે.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ વ્યસ્ત હોય તેવું જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડસના માર્ગદર્શન મુજબ તમારે આ સપ્તાહે આળસ કર્યા વિના જ પોતાનું કામ કરવાનું છે અને સાથે જ ટીમ વર્ક પણ કરવું પડશે. અન્યોના વિચારો અને આયોજનો પર પણ ધ્યાન આપો અને સઠેર મળીને કાર્ય કરશો તો સફળતા મળશે.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : ભૂતકાળમાં જે ભૂલો થઇ છે તેના લીધે અત્યારે પસ્તાવો કરવાના બદલે, હવે નવેસરથી શરૂઆતનો સમય છે. આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે લાગણીઓના આવેગોથી ભરેલું જણાઈ રહ્યું છે તો એવામાં ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, જેમ થાય છે એની સાથે જ ચાલો અને કોઈ પણ બદલાવ કરવાનો પ્રયત્ન ના કરો. પોતાની જાતને પહેલાની ભૂલો માટે માફ કરો.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ): સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ તણાવભર્યું જણાઈ રહ્યું છે અને ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમે પોતાના કામના તણાવ અને ભરમાંથી બહાર આવીને થોડું ધ્યાન કરો. પોતાના વિચારો પર ફોકસ કરો. આમ કરવાથી નાણાંકીય નુકસાન અને દગાખોરીથી બચી શકશો. દરરોજના 5 ઓમકાર કરવાથી લાભ થાય.

  કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ હકારાત્મક છે પણ બોલતા પહેલા વિચાર કરવો. જ્યાં જેટલું જરૂરી છે એટલું જ બોલવું બાકી શાંત રહેવું. શરદી-ખાંસી અને ગળાના રોગોથી સંભાળવું. દરેક પરિસ્થિતિનું પહેલા મૂલ્યાંકન કરવું અને પછી જ નિર્ણય લેવો. કશુક પરફેક્ટ ના હોય તો કોઈ વાંધો નહિ એ વલણ અપનાવવું.

  તુલા રાશિફળ (Libra) (ર.ત): તુલા રાશિના જાતકોએ આ સપ્તાહે ખૂબ જ વાસ્તવિકતામાં જીવવું પડશે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. પોતે જ બનાવેલા વિચારોના વાડામાંથી બહાર આવો અને પોતાના માટે પોતે જ કાર્ય કરો. અન્યોની મદદ મળશે તે આશાએ બેસી રહેવાના બદલે પોતાની મદદ કરવાનું આ સપ્તાહ છે. સાત ચક્ર મેડીટેશન કરવું અને ખુલ્લા પગે ઘાસમાં ચાલવું.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): અન્ય લોકો શું કહેશે એમ વિચારીને કોઈ પણ કામ તમારે અટકાવવાની જરૂર નથી. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ લોકોની વણમાગી સલાહોથી ભરપૂર જણાઈ રહ્યું છે પરંતુ, તમારે પોતાના પર ફોકસ કરીને તમારા માટે જે યોગ્ય છે તે નક્કી કરવાનું છે અને એ જ પ્રમાણે આગળ વધવાનું છે તો સફળતા મળશે.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): સરખામણી ના કરવી. ટેરો કાર્ડ્સ આ સપ્તાહે ધન રાશિના જાતકો માટે સંદેશ આપી રહ્યા છે કે, આ સપ્તાહ દરેક બાબતોને બે અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરવો અને તેમાંથી શીખવું. કોઈ પણ બાબતે સરખામણી ના કરવી નહિ તો પરિણામ નકારાત્મક આવી શકે છે. દરેક વસ્તુ, વ્યક્તિ અને બાબતો જેવી છે એવી કોઈ કારણોસર છે તે યાદ રાખીને એ જ સ્વરૂપે સ્વીકારવી.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ): મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા વિચારો, રચનાત્મક કાર્યો અને નવી તકો ઉભી કરનારું જણાઈ રહ્યું છે. ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે, અન્ય લોકો તમારા વિચારો પર પોતાના વિચારો ના થોપે અને તમે તમારા સ્વતંત્ર વિચારો દ્વારા પોતાના કામો પાર પાડો. ના કહેવાનું આવે ત્યારે કહી દેવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): ટેરો કાર્ડ્સ મુજબ કુંભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ હકારાત્મક છે પરંતુ, તમને રોકવા માટે ઘણા લોકો આવશે. તમારા વિચારો અન્ય લોકો કરતા અલગ હોવાથી તમને આ યોગ્ય નથી એમ કહેનારા ઘણા મળશે. તો એવી સ્થિતિમાં તમારા જેવા વિચારો ધરાવતા લોકોનો સપોર્ટ લેવો અને આગળ વધવું. અન્ય લોકોની વાતોમાં આવી પોતાની ટેલેન્ટ વેસ્ટ ના કરવી.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ મહેનત પછી સફળતા આપનારું જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, કોઈ પણ પરિસ્થિતિ આવે, ભલે પૂર્ણ અંધકાર જણાય કે કોઈ રસ્તો ના મળે, પોતાના પર વિશ્વાસ રાખીને થોડો સમય રાહ જુઓ કેમ કે, તમે જે મહેનત કરી છે તેનું ફળ તમને અવશ્ય મળશે જ.  (ખુશ્બુ ત્રિવેદી, ટેરો એક્સપર્ટ એન્ડ ટ્રેઇનર)
  Published by:ankit patel
  First published:

  Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

  આગામી સમાચાર