Home /News /dharm-bhakti /

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: સિંહ રાશિના લોકો માટે લાંબા ગાળાના નિર્ણયો જોખમી, જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: સિંહ રાશિના લોકો માટે લાંબા ગાળાના નિર્ણયો જોખમી, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 28 November to 4 december 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 28 November to 4 december 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
  મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું નકારાત્મક દેખાઈ રહ્યું છે પરંતુ, જો પોતાના દુઃખ પર ફોકસ કરવન સ્થાને એ પરિસ્થિતિમાંથી તમારે શું શીખવાનું છે તે બાબતે ઊંડો વિચાર કરવાનું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. દુઃખ આવશે જ પરંતુ તેમાં તમારા માટે આધ્યાત્મિક સ્તરે સ્વયંને ઓળખવાની તક છે.

  એન્જલ મેસેજ : પોતાના પિતૃઓ માટે આ સમયે પ્રાર્થના કરવી અને તેમનો સંદેશ સમજવાનો પ્રયત્ન કરવો.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
  આ સપ્તાહ વૃષભ રાશિના લોકો માટે લાગણીઓ સમજીને મન અને હૃદય બંનેને એક જ લાઈનમાં લાવવાનું છે. જ્યાં સુધી મન અને હૃદય એક સરખા નિર્ણય પર ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નિર્ણય ઉતાવળમાં લેવા નહિ.

  એન્જલ મેસેજ : તમે ખૂબ જ સારા લીડર છો એટલે દરેક વ્યક્તિનું વિચારીને પછી જ આ સપ્તાહે આગળ વધવું. તમારી લીડરશીપની ક્વોલિટીને વધુ ખીલવવાની જરૂર છે.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
  ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહે તમને ઘણા બધા લોકો તમારી પરિસ્થિતિ અને નિર્ણયો વિષે સમજાવવા માટે આવશે અને તેઓ સાચા પણ હશે એવામાં પોતાનો ઈગો અને મંતવ્યો બાજુ પર મૂકીને તેમની વાત ખુલ્લા મને અને શાંતિથી સાંભળવી જેથી કરીને ભવિષ્યમાં કરવાના આયજનો સુવ્યવસ્થિત રીતે કરી શકાય.

  એન્જલ મેસેજ : તમારે જે જોઈએ છે તે જ બોલવું અને કોઈ પણ પ્રકારના નેગેટિવ શબ્દો પણ આ સપ્તાહે સાચા થઇ શકે છે એટલે બને તેલ હકારાત્મક વિચારો કરવા અને શબ્દો બોલવા. જયારે નેગેટિવ શબ્દો કે વિચારો આવે ત્યારે કેન્સલ, ક્લિયર, ડીલીટ કરીને એ વિચાર કાઢી નાખવો.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
  કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. જેટલું છે તેમાં જ ખુશ રહેશો, વધુ પડતું મેળવવાની ઈચ્છા નહિ થાય અથવા વધુ કામ કરવાની આળસ આવશે. એવા સંજોગોમાં તમારી પાસે ઘણું બધું કામ આવી શકે છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે જો વધુ મેળવવું હોય તો તમારે જાતે જ પોતાના બનાવેલા નિયમો તોડવા પડશે.

  એન્જલ મેસેજ : અમુક પરિસ્થિતિઓમાં સ્પષ્ટતા મેળવવા માટે સિંગિંગ અને ડાન્સિંગ તમને મદદરૂપ થઇ શકે છે.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
  સિંહ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહે લાંબા ગાળાના નિર્ણયો લેવાથી નુકસાન થઇ શકે છે તેવામાં ટૂંકા ગાળાના આયોજનો કરવા. ખાસ કરીને આર્થિક બાબતોમાં આ ધ્યાન રાખવું અને સાથે જ જે લોકોએ ત્મ્મને દુઃખ પહોંચાડ્યું છે અથવા જે જૂની યાદો તમને હેરાન કરી રહી છે તે બધું જ જવા દો, પોતાનો ભાર હળવો કરો.

  એન્જલ મેસેજ : માત્ર કર્મ પર અને તમારી ફરજો પર ધ્યાન આપો તેનું ફળ ટૂંક સમયમાં મળશે.

  કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ):
  આ સપ્તાહે કન્યા રાશિના જાતકો પાસે ખૂબ જ કામ આવશે અને બધું જ તેમના એકલા હાથે કરવાનું છે તેવું સતત લાગ્યા કરશે. કોઈ મિત્રો કે બિઝનેસ પાર્ટનર તરફથી દગો પણ મળવાના સંજોગો બની રહ્યા છે. એવામાં ટેરો કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, વાસ્તવિકતા સાથે જોડાયેલા રહીને, લાગણીઓમાં વહી જઈને કોઈ કામ લેવા નહિ.

  એન્જલ મેસેજ : આર્કેન્જ્લ માઈકલને યાદ કરીને પોતાની આસપાસ પર્પલ કલરનું પ્રોટેક્શન ઈમેજીન કરીને દરરોજ કામ પર જવું અથવા મહત્ત્વની મિટિંગ કરવી.

  તુલા રાશિફળ (Libra) (ર.ત):
  તુલા રાશિના લોકો માટે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે, જેમ થાય તેમ જોયા કરશો તો કામ અટકી જાય તેવામાં પોતાની ફરજ સમજીને ઓફિસમાં અને ઘરે ટીમ વર્ક કરવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. તમારે તમારા ભાગનું કામ કરવું જ પડશે અન્યો પર ના થોપવું.

  એન્જલ મેસેજ : તમારા જીવનમાં જો તમારું આધ્યાત્મિક સાથી હશે તો તેમના તરફથી અચાનક જ માર્ગદર્શન કોઈ પણ રીતે મળશે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય):
  આ સપ્તાહ વૃશ્ચિક રાશિના લોકો માટે હકારાત્મક દેખાઈ રહ્યું છે, પોતાના વિચારો અને ગોલ ક્લિયર થતા દેખાય પરંતુ અન્ય લોકોની નકારત્મક વાતોના કારણે સેલ્ફ ડાઉટ આવી શકે છે. એવામાં ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમારી પોતાની સમજણ વધુ મજબૂત કરો અને સાથે જ ઈમોશન અને એકશનનું બેલેન્સિંગ ખૂબ જરૂરી છે.

  એન્જલ મેસેજ : સારું વાંચન તમને આ સપ્તાહે ખૂબ મદદરૂપ સાબિત થઇ શકે છે.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
  ધન રાશિના લોકો માટે આ સપ્તાહ ખૂબ બધા બદલાવોથી ભરપૂર જણાઈ રહ્યું છે અને જે પણ બદલાવો તમે કરશો તે તમારા ભવિષ્ય માટે હકારાત્મક સાબિત થશે. એવામાં તમારા વિચારો અન્ય લોકો સાથે મેચ ના થાય અને તમને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરવામાં અને તમે પોતે કશુક ખોટું કર્યાની લાગણીમાં આવીને નકારાત્મક અનુભવી શકો છો.

  એન્જલ મેસેજ : આ સપ્તાહ માત્ર તમારા દિલની લાગણીઓ સાંભળો અને એ જ રીતે આગળ વધો.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
  બધી જ જવાબદારી પોતે લેવાના બદલે અથવા અન્ય કોઈને આપી દેવાના બદલે જો સાથે મળીને કામ કરશો તો સપ્તાહ મકર રાશિના જાતકો માટે સારું જશે. એવો સમય આવી શકે છે જ્યાં તમે ડરના કારણે વધુ પડતું બર્ડન લઇ લેશો અને પછી તમારા ગોલથી દૂર થશો.

  એન્જલ મેસેજ : આર્કેન્જ્લ માઈકલ અને આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરીને ડરની લાગણીઓ દૂર કરવાની પ્રાર્થના કરવી અને આંખો બંધ કરીને બેસવું.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
  આ સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે ખાસ્સું હકારાત્મક જણાઈ રહ્યું છે અને જે પણ કરવું હશે તેના માટે યોગ્ય સોર્સ શોધશો તો તરત જ મળશે. વધુ પડતું ના બોલવું અને માત્ર સ્વયં પર ફોકસ કરવું. આ સપ્તાહે જે પણ બોલશો તેનો ઉન્ધો અર્થ નીકળી શકે છે તો બને તેટલું મૌન રાખવું.

  એન્જલ મેસેજ : તમારે બોલવું હોય તે પહેલા પ્રાર્થના કરવી કે જે પણ બોલીશ તે પ્રેમ પૂર્વક બોલું તે માટે શક્તિ આપો.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
  આ સપ્તાહ તમારે કેવું બનાવવું છે? તેવું બનશે તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ કર્મનું છે એટલે ખૂબ જ ધ્યાન રાખવું. આ સપ્તાહે જે પણ કરશો તેના પરિણામો પછી જોવા મળશે એટલે જ પાછળથી પસ્તાવો ના થાય અથવા અફસોસ ના થાય તે બાબતો ધ્યાનમાં રાખીને સપ્તાહમાં કર્મ કરવા.

  એન્જલ મેસેજ : ડરની લાગણીઓ દૂર રાખીને પોતાના જીવનના ધ્યેય પર ધ્યાન રાખવું. અન્ય લોકોને આધ્યાત્મિક સ્તરે સ્વયંને ઓળખવામાં મદદ કરવી એ તમારા જીવનનો ગોલ હોઈ શકે છે અને તેનાથી તમારી એનર્જી ના ખર્ચાઈ જાય તે ધ્યાન રાખવું જરૂરી છે તેથી જે ભગવાનને માનતા હોવ તેમને યાદ કરીને પોતાની જાતને સફેદ કલરની વ્હાઈટ લાઈટથી પ્રોટેક્ટ કરતા રહેવું કેમ કે (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર, મોબાઈલ નંબરઃ- 9974029300)
  Published by:ankit patel
  First published:

  Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन