Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 27 March to 2 April 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 27 March to 2 April 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

હેલ્થ: વધારે પડતું કામમાં હાથમાં લેવાથી તબિયત સચવાઈ રહે છે, એટલે તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર શું જાળવણી જરૂરી છે તેની પર ધ્યાન આપીને પોતાના કામની બાઉન્ડ્રી બાંધવી જરૂરી છે.

કરિયર: જો તમે પોતાની સ્કિલ્સને સમજીને જે પણ કામ મળે છે તેણે સ્વીકારશો તો હકારાત્મક પરિણામો મળશે. અન્ય લોકો સાથે મળીને સારી રીત કામ કરી શકશો. કોઈ પણ અધવચ્ચે છોડી દેવું નહિ.

રિલેશનશિપ: દરેક પ્રકારના સંબંધોમાં કોમ્યુનિકેશન કરતી વખતે સાચવવું અને ખાસ કરીને લાગણીઓ પર ધ્યાન આપવું. કોઈ પણ વ્યક્તિ માટે પોતાના વિચારો નકારાત્મક કરવા નહિ.

એન્જલ મેસેજ: કોઈ પણ નકારાત્મક વિચાર આવે કે તરત જ ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ’ એમ બોલીને ખરાબ વિચારોના સ્થાને સારા અને પોઝિટીવ વિચારો કરવા. નેગેટિવ વિચારોની અસર ના થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. લોહીનો વિકાર ના આવે તેનું ધ્યાન રાખવું અને બને તેટલા વધુ ફ્રૂટ્સ ખાવા.

કરિયર: કોઈ પણ પ્રકારના નવા નિર્ણયો લેવા નહિ, જોબ ચેન્જનો વિચાર પણ હમણાં ટાળવો.

રિલેશનશિપ: તમે જે પણ બોલશો તે ખોટા અર્થમાં અન્ય લોકો ઈ શકે છે તેથી બને તેટલું મૌન જાળવવું, પોતાની જાત સાથે સમય પસાર કરવો.

એન્જલ મેસેજ: આ સપ્તાહે બને તેટલું સાત્ત્વિક ભોજન લેવું. ફ્રૂટ્સ અને સલાડ ભોજનમાં અવશ્ય લેવા. નોનવેજ અને તામસી ખોરાક લેવાનું ટાળવું.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ સારું રહેશે. કોઈ પણ બાબતે વધુ પડતું ટેન્શન લીધા વિના પરિસ્થિતિ સાથે આગળ વધવું. પાણીજન્ય રોગોથી સાચવવું.

કરિયર: ટીમ વર્ક કરીને કોઈ પણ કામ કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે.

રિલેશનશિપ: આ સપ્તાહે તમારા દરેક લોકો સાથેના સંબંધો મિત્રતાપૂર્ણ જણાઈ રહ્યા છે. અન્ય લોકો જેવા છે તેવા જ સ્વીકારવા.

એન્જલ મેસેજ: આર્કેન્જ્લ માઈકલ અને રાફેલને કોઈ પણ પ્રકારના ડરની લાગણીથી તમને દૂર રાખવા પ્રાર્થના કરવી.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

હેલ્થ: આ સપ્તાહે માથાના દુઃખાવાથી સાચવવું, શરદી-ખાંસી થવાના ચાન્સીસ જણાઈ રહ્યા છે. વધુ પડતા વિચારોથી બચવું.

કરિયર: તમે જે પણ કામ કરો છો તે કામમાં તમારું જ્ઞાન આ સપ્તાહે વધારવું અનિવાર્ય છે. કામના સ્થળે બેલેન્સ કરીને ચાલવું અને પોતાની ટેલેન્ટના લીધે ઈગો ના આવી જાય તેનું ધ્યાન રાખવું.

રિલેશનશિપ: તમે પોતે જ લીધેલા નિર્ણયોના લીધે તમને અફસોસ થાય તેમ આ સપ્તાહે બની શકે છે. તમે પોતે જીદમાં આવીને કરેલા કામ તમારા નજીકના સંબંધો પર અસર કરી શકે છે.

એન્જલ મેસેજ: તમારા મનની ઇચ્છાઓ પૂર્ણ કરવામાં જે પણ આદતો તમને નડી રહી છે તે આદતો મૂકી દેવાનો સમય આવી ગયો છે.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ખૂબ જ સારું જણાઈ રહ્યું છે. પોતાના મનમાં કોઈ પણ પ્રકારની બીમારીનો ડર રાખ્યા વિના ખુશ રહેવું.

કરિયર: તમારા કરિયરમાં તમારે આગળ વધવું હોય તો જૂનું કામ કે જોબ મૂકીને નવી જગ્યાએ આગળ વધવું જોઈએ.

રિલેશનશિપ: તમારા જીવનમાં જે પણ સંબંધો નજીક છે તેમાં ભૂતકાળની કોઈ પણ વાતથી પ્રોબ્લેમ્સ આવવાની શક્યતા છે.

એન્જલ મેસેજ: સ્વાધિષ્ઠાન ચક્ર પર કામ કરવું આ પ્સ્તાહે જરૂરી છે. કોઈ પણ પ્રકારના કેમિકલયુક્ત ફૂડથી બચીને રહેવું.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે કોઈ જોખમ લેવા નહિ. ઘરમાં આ રાશિનું નાનું બાળક હોય તો તેમની તબિયત ખાસ સાચવવું.

કરિયર: તમને ગમતું કામ ના મળવાથી બર્ડન આવી શકે છે. કોઈના કહેવાથી પોતાના કરિયરનો કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવો નહિ.

રિલેશનશિપ: તમારા નજીકના લોકોની કોઈ હકીકત તમારી સામે આવે તેમ બની શકે છે. તમારા અન્ય લોકો વિશેના ભ્રમ આ સપ્તાહે તૂટશે.

એન્જલ મેસેજ: ભૂતકાળની ઘટનાઓના કારણે તમારા મનમાં જે પણ ડર ઉભા થયા છે તે દૂર થાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી કે ડરના કોર્ડસ દૂર કરે.

તુલા રાશિફળ (Libra) (ર.ત)

હેલ્થ: અન્ય લોકોના માનસિક પ્રેશરના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા સર્જી શકે છે. પોતાના ઈમોશન્સને બેલેન્સ કરવા જરૂરી રહેશે.

કરિયર: કરિયર ચેન્જ કે જોબ ચેન્જ કરતા પહેલા થોડો સમય એકલા ક્યાંક જઈને શાંતિથી વિચારવું.

રિલેશનશિપ: સંબંધો કોઈ પણ એક જ વ્યક્તિના કારણે ચાલતા નથી તે યાદ રાખવું એટલે તમારા કારણે જ કોઈ સંબંધ ટકી રહ્યો છે તેવું વિચારીને ઈગો રાખવો નહિ.

એન્જલ મેસેજ: આ સપ્તાહે તમારે પ્રેમના પાઠ શીખવાના છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ઓવરઓલ સારું રહેશે પરંતુ જો કોઈ પણ બીમારીના નાના લક્ષણ પણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો. સવારે વહેલા ઉઠીને વોકિંગની આદત કેળવવી.

કરિયર: કારકિર્દી આ સપ્તાહે બેલેન્સ્ડ જણાઈ રહ્યા છે. કોઈ પણ કામ વધુ પડતો હોબાળો કર્યા વિના કરવું અને પોતાના વિઝનથી આગળ વધવું.

રિલેશનશિપ: સંબંધો તમારી રીતે ચાલે એ જરૂરી નથી એ હકીકતનો સ્વીકાર કરવો. માત્ર સામાજિક બંધનોના કારણે ખોટા સંબંધોમાં ફસાઈને રહેવું નહિ.

એન્જલ મેસેજ: તમને કોઈ પણ પ્રકારના સ્પિરિચ્યુઅલ અનુભવો થાય તો તેના કોઈ મતલબ ચોક્કસ હશે જ તેની પર ધ્યાન આપવું.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

હેલ્થ: સ્વાસ્થ્ય સામાન્ય જણાઈ રહ્યું છે. કસરત અવશ્ય કરવી અને સાથે થોડો સમય કુદરતી સ્થળે વિતાવવો. ખુલ્લા પગે ઘાસમાં ચાલવું અને મેડીટેશન અવશ્ય કરવું.

કરિયર: કરિયરમાં સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. કોઈ પણ નવા અનીર્ન્ય કરતા પહેલા મન અને મગજ બંને એક જ વાત સહમત થાય છે તેમ શ્યોર કરવું.

રિલેશનશિપ: સંબંધો એકંદરે સામાન્ય જણાઈ રહ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓએ એકલા સમય વિતાવવો જરૂરી છે.

એન્જલ મેસેજ: તમારા મનની વાત ચોક્કસ તમારે કરવી જોઈએ અને તે માટે થ્રોટ ચક્ર પર મેડિટેટ કરવું.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે ખૂબ જ વધારે ધ્યાન રાખવું જરૂરી છે. પોતાના જ વિચારોના લીધે સારી થયેલી ત્બીય્ર તમે જાતે જ બગાડી શકો છો. માથાના દુઃખાવાને અવગણવો નહિ.

કરિયર: તમે જે કામ કરી રહ્યા છો તેના આધારે જ તમારું કરિયર આગળ વધી રહ્યું છે, અન્ય લોકો સાથે પોતાના કામની સરખામણી કરશો તો દુઃખી થવાશે. તમારી પોતાની યુનિક ટેલેન્ટ પારખીને કામ કરવું.

રિલેશનશિપ: તમારા સિક્રેટ્સ અથવા ખાનગી વાતો વિશ્વાસપાત્ર લોકો સિવાય કોઈને કરવી નહિ. અન્ય લોકોની વાતો મગજ પર લેવી નહિ.

એન્જલ મેસેજ: તમારા પિતૃઓ તમને કોઈ મેસેજ આપવા માંગે છે તેમને પ્રાર્થના કરવી કે તમને અને પરિવારને હીલ કરે.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

હેલ્થ: જૂની બીમારીમાંથી મુક્તિ મળતી જણાશે. રનિંગ કરવું અને બને તેટલી વધુ કસરત કરવી.

કરિયર: કરિયરમાં નવો વળાંક લેવાનો સમય આવી ગયો છે, જૂની જોબ મૂકીને નવી જોબ લઇ શકશો. નવો બિઝનેસ શરુ કરતા પહેલા જૂના બિઝનેસના બધા જ હિસાબ પૂર્ણ કરવા જરૂરી છે.

રિલેશનશિપ: નવી રિલેશનશિપ ક્રિએટ કરી શકશો. પરંતુ, તમારા ઇગોના કારણે મુશ્કેલી આવી શકે છે.

એન્જલ મેસેજ: સિંગિંગ અને ડાન્સિંગ તમને આ સપ્તાહે મદદરૂપ થશે.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

હેલ્થ: પીઠના દુઃખાવાથી મુશ્કેલી થાય એમ બની શકે છે. કોઈ પણ પ્રકારનો દુઃખાવો થાય તે અવગણવો નહિ.

કરિયર: કારકિર્દીમાં આ સપ્તાહે હકારાત્મક વળાંક આવી હ્સકે છે અને સ્ત્રી મિત્ર કે પાર્ટનર તરફથી મદદ મળતી જણાશે. બિઝનેસમાં સફળતા માટે કુળદેવીને દીવો કરીને કોઈ સૂરજમુખીના ફૂલ, દ્રાક્ષ, દાડમનો પ્રસાદ ચઢાવવો.

રિલેશનશિપ: સંબંધોમાં સુધારો આવે તે માટે તમારી આદતોમાં ટ્રાન્સફોર્મેશન આવે તે ખૂબ જરૂરી છે.

એન્જલ મેસેજ: તમે તમારા જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવો જરૂરી છે, આધ્યાત્મિક શક્તિની મદદ લેવી.
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Weekly rashifal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો