Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 27 February to 5 March 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 27 February to 5 March 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
હેલ્થ: આ સપ્તાહે તમારું સ્વાસ્થ્ય સુધરતું જણાશે. જૂની બીમારીથી છૂટકારો મળતો જણાય, તે થવાનું મૂળ ખબર પડી શકે. નવી બીમારી ના આવે તેનું ધ્યાન રાખવું.
કરિયર: ખાસ કરીને બિઝનેસમાં પાર્ટનરશિપથી લાભ મળે. જો જોબ કરતા હોવ તો અલગ અલગ ટેલેન્ટના લોકો સાથે કામ કરવાની તક મળે યો પોતાનું બેસ્ટ આપવું.
રિલેશનશિપ: સંબંધો દરેક સાથે સારા રહે, વધારે પડતું ટેન્શન કોઈ સંબંધોના કારણે ના લેવાનું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે.

એન્જલ મેસેજ: આ સપ્તાહ ડિવાઈન સર્વિસમાં આપવું, આધ્યાત્મ તરફ વળવું.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
હેલ્થ: તબિયતનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું, ખોટી જવાબદારીઓ લઈને માનસિક તણાવ વધારવો નહિ. અન્ય લોકો માટે જીવ બાલીબે પોતાની તબિયત ખરાબ કરવી નહિ.
કરિયર: કોઈ નવા નિર્ણયો લેવા નહિ, પોતાની ફેઇલ્યોર માટે કયા કારણો જવાબદાર છે તે બાબતે થોડું વિચારીને તે ભૂલ સુધારીને આગળ વધવું.
રિલેશનશિપ: પ્રેગનેન્ટ મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું. લોકો સાથે શાંતિ અને ધીરજથી કામ લેવું. દરેક બાબતે તેના યોગ્ય સમયે થઇ જ જાય છે તે યાદ રાખવું.

એન્જલ મેસેજ: જયારે નર્વસનેસ અનુભવાય ત્યારે પોતાના કામ પર જ ધ્યાન આપવું.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
હેલ્થ: માથાના દુઃખાવાની મુશ્કેલી અનુભવાય. ખ કરીને માઇગ્રેઇનના દર્દીઓએ સંભાળવું. આંખો અને કાનના રોગથી પણ સાવચેત રહેવું. સ્વાસ્થ્ય બગડવાની શક્યતા રહે.
કરિયર: પોતાના કામને સ્વીકારીને મન અને મગજ બંને જયારે સરખો જવાબ આપે તે પ્રમાણે આગળ વધવું. કોઈ પણ કલીગ કે સ્ટાફ સાથે મગજમારી કરવી નહિ, માનસિક શાંતિ જાળવવી.
રિલેશનશિપ: આસપાસના લોકોના કારણે તમારા સંબંધો ખરાબ થઇ શકે છે તેવામાં પોતાની આંતરિક સમજદારીથી કામ લેવું અને પોતાના વિચારો અને અન્ય સાથે સંબંધો બગાડવા નહિ.

એન્જલ મેસેજ: તમને આવતા વિચારો ડિવાઈન તરફથી મેસેજ હોઈ શકે છે. સહસ્રાર ચક્ર સાથે મેડીટેશન કરવું. પ્રાર્થનાના જવાબ તરત મળશે.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
હેલ્થ: હેલ્થ ઓવરઓલ સારી રહેશે પરંતુ, કસરત પર ધ્યાન આપવું, વધારે પડતું પ્લાનિંગ તમને ડીસ્ટર્બ જ કરશે અને તેના લીધે સ્વાસ્થ્ય પર અવળી અસર પડી શકે છે.
કરિયર: આ સપ્તાહે માત્ર અનુભવો લેવા પર ધ્યાન આપવું, જો કોઈ ખરાબ અનુભવ થાય તો પણ તેમાંથી લર્નિંગ લઈને આગળ વધતા રહેવું.
રિલેશનશિપ: પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે તમારે એક્શન લેવા જ પડશે અને જો અન્ય લોકો માટે તે યોગ્ય નથી પણ તમને લાગે છે તો પોતાના માટે સ્ટેન્ડ લેવું જરૂરી છે. તમે જેના માટે મહત્ત્વના છો તે લોકો સમજશે જ.

એન્જલ મેસેજ: તમારી ગહન સેન્સિટીવીટીનું સન્માન કરવું, સ્વ લાગણીઓ પર ધ્યાન આપવું.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
હેલ્થ: આ સપ્તાહે તમારે તબિયત ખાસ સાચવવી પડશે તેમ કર્ર્દ્સ કહી રહ્યા છે. તમને જે પણ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી છે તે કોઈની સાથે શેર કરો અને યોગ્ય દવા કરાવવી.
કરિયર: બિઝનેસ અને જોબ બંનેમાં સફળતા મળે પરંતુ તેના લીધે તમને જે ખુશી મળવી જોઈએ તે કદાચ ના મળે તો તમારે ખરેખર શું કરવું છે તે શોધવાનો પ્રયત્ન કરી તેની પર ફોકસ કરવું.
રિલેશનશિપ: અ સમય છે સંબંધોમાં કશુક આપવાનો. પ્રેમ, ભેટ, સમય શેર કરવો.

એન્જલ મેસેજ: વર્તમાન પરિસ્થિતિમાં ક્રિસ્ટલ તમને મદ કરી શકે છે.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
હેલ્થ: ખૂબ જ સ્ત્રેસના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. પગના અને ગળાના દુઃખાવાનો પ્રોબ્લેમ થઇ શકે છે. નાની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી અવગણવી નહિ.
કરિયર: જોબ અને બિઝનેસમાં આગળ વધવા માટે રિસ્ક લેવા જરૂરી છે, પરિસ્થિતિને સંપૂર્ણપણે સમજીને પોતાનું કામ કરશો તો સફળતા મળશે.
રિલેશનશિપ: જે લોકોને ખાસ કરીને પાર્ટનર સાથે મુશ્કેલીઓ ચાલી રહી છે તેમણે પરિસ્થિતિ ભગવાન ભરોસે મૂકી દેવી.
એન્જલ મેસેજ: આ સપ્તાહે વેજીટેરિયન ફૂડ અને ફ્રૂટ બેસ્ડ ડાયટથી ફાયદો થશે.

તુલા રાશિફળ (Libra) (ર.ત)
હેલ્થ: ગાયનેક પ્રોબ્લેમ્સ, આંખના પ્રોબ્લેમ્સ અને ગળાના પ્રોબ્લેમ્સથી સાચવવું. સેવન ચક્ર મેડીટેશન કરવું ખૂબ જ જરૂરી છે. અન્ય લોકોની હેલ્પ લેવી.
કરિયર: બિઝનેસમાં વધુ પડતી લાલચ કરવી નહિ અને અન્ય લોકોને પણ તેમનો પ્રોફિટ શેર આપવો. જેટલું કરી શકો તેટલું જ કામ હાથમાં લેવું.
રિલેશનશિપ: કોમ્પ્રોમાઈઝ કરતા સમયે ધ્યાન રાખવું કે તે માટે લાંબા ગાળે અફસોસ તો નહ ઇથાય ને? અને જરૂરી હોય તો જ સમાધાન કરવું, પોતાના મૂલ્યોને અવગણવા નહિ.

એન્જલ મેસેજ: હકારાત્મક પરિણામો મેળવવા માટે તમારે જેમાં સફળતા મેળવવી છે તે પરિસ્થિતિને વિઝ્યુલાઈઝ કરવી.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
હેલ્થ: સનલાઈટમાં બેસવાથી લાભ મળે. ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહે. સોલાર પ્લેક્સ્સ(મણિપુર) ચક્ર સાથે મેડીટેશન કરવું.
કરિયર: આ સપ્તાહે તમને ભૂતકાળમાં કરેલા કામોના પરિણામો મળશે. નવા કામો શરુ કરતા પહેલા પણ ભવિષ્યના પરિણામો ધ્યાનમાં લઈને જ આગળ વધવું.
રિલેશનશિપ: લેટ ગોની ભાવના રાખવી. અન્ય લોકોના શબ્દો અને વાતોના કારણે તમારા ઈમોશન હર્ટ ના થાય તેની તકેદારી રાખવી.
એન્જલ મેસેજ: તમારા જીવનનો પર્પસ મધર નેચરને હેલ્પ કરવાનો છે તેથી આ સપ્તાહે કુદરતના ખોળે, ગાર્ડનમાં કે જંગલમાં સમય વિતાવવો.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ સારું રહે પણ પાર્ટનરની તબિયત સાચવવી. હાર્ટમાં કોઈ પણ મુશ્કેલી અનુભવાય તો તાત્કાલિક મેડિકલ સારવાર લેવી.
કરિયર: નવી તકો સામે આવે અને રિસ્ક લેવાનું મન પણ થાય. બાળક સહજ કૂતુહલતા સાથે મેચ્યોર નિર્ણયો લઈને આગળ વધવું.
રિલેશનશિપ: જે પણ પ્રોબ્લેમ્સ આવે તેનો ઉકેલ તમારે જાતે જ લાવવો. અન્ય લોકો તમને મદદ કરશે પણ એ પહેલા તમારે તમારા મનની વાત કહેવી પણ પડશે.

એન્જલ મેસેજ: શાંતિ માટે એન્જલ્સને પ્રાર્થના કરો કે ભૂતકાળમાં અનુભવેલા દુઃખ લઈને તમારું મન અને શરીર ક્લિયર કરે.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
હેલ્થ: આ સપ્તાહે કસરત અવશ્ય કરવી. રૂટીન જીવનથી કશુક અલગ કરવું જેથી માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય.
કરિયર: નવા નવા વિચારોથી જોબ કે બિઝનેસમાં નવી તકો ઉભી ક્રીશાકશો. તમારી ક્રિએટીવીટીથી જ કામ કરવું.
રિલેશનશિપ: બધું જ બરાબર લાગે પરંતુ વાસ્તવિકતા અલગ હોઈ શકે છે, કોઈ પણ નવી શરુઆત કરતા પહેલા તે વ્યક્તિ વિષે બરાબર માહિતી મેળવવી.
એન્જલ મેસેજ: ડરની લાગણીઓ દૂર કરવાની પ્રાર્થના આર્કેન્જ્લ માઈકલને કરવી અને તમને પર્પલ લાઈટ શિલ્ડથી તેઓ પ્રોટેક્ટ કરે તે માટે પણ કહેવું.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
હેલ્થ: શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પરિસ્થિતિ સાથે આગળ વધવું, વધુ પડતા વિચારો કરવા નહિ. ખૂબ જ પાણી પીવું.
કરિયર: તમે ના વિચાર્યા હોવ તેવા ફેરફારો આવી શકે છે જે લાંબા ગાળે તમને ધનની સાથે નવા અને જીવનમાં ઉપયોગી અનુભવો પણ આપે.
રિલેશનશિપ: પોતાના જ લીધેલા નિર્ણયોના કારણે પસ્તાવાનો વારો આવી શકે છે. પોતાની ભૂલ હોય તો તે ખરા દિલથી સ્વીકારીને આગળ વધવું.

એન્જલ મેસેજ: શક્તિશાળી, પ્રેમાળ અને શાણા આધ્યાત્મિક ગાઈડ તમારી સાથે છે, તેમને પ્રાર્થના કરવી, મદદ મળશે.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
હેલ્થ: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. ઘાસમાં ચાલવાથી ફાયદો થાય.
કરિયર: ઘણું બધું કામ હોય પરંતુ કોઈ પણ ના કરી શકો જેના લીધે એક્ઝોશન આવે. જેટલું થઇ શકે તેટલું જ કામ હાથમાં લેવું. પોતાની ટેલેન્ટ સિવાયનું કોઈ પણ કામ પોતાને સાબિત કરવા લેવું નહિ.
રિલેશનશિપ: ઘણા બધા બદલાવો આવી રહ્યા છે તે સ્વીકારવા જ પડશે. જો કે, લાંબા ગાળે તે બદલાવો તમારા માટે લાભકારક રહેશે.

એન્જલ મેસેજ: તમારા માતા પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા અને તેમના ભૂતકાળમાં તમારી સાથેના વર્તનને માફ કરવું.
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

विज्ञापन