Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના લોકોએ ડર સામે લડવું જ પડશે, જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના લોકોએ ડર સામે લડવું જ પડશે, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 26 september to 2 october 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 26 september to 2 october 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહ સરેરાશ દેખાઈ રહ્યું છે પરંતુ મેષ અને મિથુન રાશિના જાતકોએ દગાખોરીથી સાચવવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. (26 સપ્ટેમ્બરથી 2ઓક્ટોબર) તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries) (અ.લ.ઈ): મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું નકારાત્મક દેખાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ મુજબ તમને તમારા નજીકની વ્યક્તિ તરફથી દગો મળવાની શક્યતા છે. ધંધો સાચવીને કરવો અને પાર્ટનર પર વધુ પડતો ભરોસો ના કરવો. જયારે કોઈ માર્ગ ના મળે ત્યારે બધું મૂકીને થોડો સમય એકલા સમય વિતાવો અને અન્ય પાસેથી અપેક્ષા ન રાખવી.

વૃષભ રાશિફળ (Taurus) (બ.વ.ઉ): આ સપ્તાહે એવો સમય આવી શકે છે જેમાં તમારે અન્ય લોકોના મતને સાંભળવા પડે અને ગણતરીમાં પણ લેવા પડે એવા સમયે તમારે મોકળું મન રાખીને પોતાના મંતવ્યો અને ઈગો બાજુ પર મૂકીને વિચારવું. જે પણ પરિસ્થિતિ સર્જાઈ છે તે તમારી બેદરકારીના કારણે છે તે સ્વીકારીને ઉકેલની ડોર તમારા હાથમાં લઈને કાર્ય શરુ કરવું.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): મિથુન રાશિના લોકોને સંબંધમાં દગો મળવાની શક્યતા ટેરો કાર્ડ્સ બતાવી રહ્યા છે પણ આ પરિસ્થિતિ તમારા માટે ખૂબ જ હકારાત્મક સાબિત થશે કેમ કે, તમારે તેમાંથી ઘણું શીખીને જૂની પેટર્ન તોડવાની છે અને આગળ વધવાનું છે.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : ટેરો કાર્ડ્સ મુજબ કર્ક રાશિના જાતકો માટે સંબંધોની દ્રષ્ટિએ આ સપ્તાહ થોડું નેગેટીવ છે. કોઈ પણ નવા સંબંધોમાં પડવું નહિ અને જૂનામાં જો ઝગડા થાય તો થોડો સમય પોતાના માટે વિતાવવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. તમારે આ સપ્તાહે પોતાની આધ્યાત્મિક અને કુદરતી જીવનશૈલી પર ફોકસ કરવાનું છે.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ): સિંહ રાશિના જાતકો માટે આવનારા સપ્તાહમાં પૈસાની નુકસાની દેખાઈ રહી છે. જો કોર્ટ કેસ ચાલતો હોય તો તેમાં નકારાત્મક પરિણામ અથવા વળાંક આવી શકે છે. કોઈ પણ બાબતો આ સપ્તાહે જ પૂર્ણ થઇ જાય તેવો આગર્હ રાખ્યા વિના થોડો વધુ સમય મળે તેવા પ્રયત્નો કરવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): આ સપ્તાહ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ હકારાત્મક દેખાઈ રહ્યું છે. સ્પષ્ટતા મેળવવા માટે બધી જ વસ્તુ અને કીમિયા અપનાવ્યા બાદ હવે સમય છે બધું જ મૂકીને થોડો સમય પોતાના માટે ફાળવવાનો. કુદરતના ખોળે સમય વિતાવો અને ખાસ કરીને ગાર્ડનિંગ, પ્લાન્ટિંગ વગેરેમાં પોતાની જાતને પરોવો.

તુલા રાશિફળ (Libra) (ર.ત): તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ઘણા જ પડકારો ભર્યું દેખાઈ રહ્યું છે. નવી શરુઆત કરવાની ઈચ્છા થાય પરંતુ, રિસ્ક જોઇને હિંમત ના ચાલે તેમ બને. એવા સંજોગોમાં પોતાની જાતનું વિશ્લેષણ કરવું અને પોતાને જે બદલાવ કરવા છે તેના માટે માનસિક રીતે મજબૂત બનવું તો જ કામ આગળ વધશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): તમને ભલે એમ લાગે કે, તમે અનુભવી છો અને બધી જ સમજણ પડે છે પરંતુ, તમે હજુ તમારા વ્યવસાય કે જોબ માં બીનાનુભ્વી છો તે યાદ રાખવું. જમીન લે-વેચમાં નુસકાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેમ ટેરો કાર્ડ્સ વૃશ્ચિક રાશિના જાતકોને કહી રહ્યા છે. કોઈ પણ લે-વેચમાં અનુભવીની સલાહ અવશ્ય લેવી.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): ધન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખરેખર ખૂબ જ હકારાત્મક દેખાઈ રહ્યું છે. પોતાની સ્થિતિને પોતાના કાબૂમાં લેવાનો સમય આવી ગયો છે. ઘર બદલવા માટે આ યોગ્ય સમય છે. વિદેશ યાત્રા માટે પણ સમય યોગ્ય છે. શ્રાદ્ધ પક્ષમાં દાન કરવાથી ફાયદો થશે.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ): મકર રાશિના જાતકોએ પોતાના ડરની સામે લડવું જ પડશે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. માત્ર આંતરિક ડરના કારણે તમે ઘણી તકો ગુમાવી દીધી છે, પણ હવે સમય છે પોતાના ટેલેન્ટને પારખીને યોગ્ય તકોને ઝડપી લેવાનો તેમ યાદ રાખીને આત્મવિશ્વાસ સાથે આગળ વધો.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): પોતાની મુસીબતો કે પ્રોબ્લેમ્સને વળગી રહેવાના બદલે તેનો ઉકેલ શોધો અને બહાર નવા લોકોને મળો તો ફાયદો થશ તેમ ટેરો કાર્ડ્સ કુંભ રાશિના જાતકોને સલાહ આપી રહ્યા છે. નાના બાળકોને ફૂલ અને ગિફ્ટ આપવાથી હકારત્મ્મ્ક ફેરફાર આવતા જણાય. તમારી પાસે જે સારી બાબતો છે તે શેર કરો.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકો માટે આગામી સપ્તાહ હકારાત્મક જણાઈ રહ્યું છે. કોઈ પણ કાર્ય જાતે કરવું જરૂરી નથી અને દરેક કાર્યમાં સામેથી મદદ આવે તે પણ જરૂરી નથી તે યાદ રાખવું. જરૂર પડે ત્યારે તમારાથી મોટી સ્ત્રી અથવા તમારાથી નાના પુરુષની મદ લેવાનું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. પોતાના પ્રોબ્લેમ્સ અને લાગણીઓ શેર કરવાથી રાહત અનુભવાય. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati, Weekly rashifal