Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ
tarot weekly predictions 26 june to 2 july 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
હેલ્થ: અન્ય લોકો કે ડૉકટર તેમનાથી બનતી મદદ કરશે પરંતુ તમારો માઈન્ડ પાવર જ તમને હેલ્થ સુધારવામાં મદદરૂપ થશે. જૂની બીમારીથી પીડાતા લોકોએ ખાસ ધ્યાન રાખવું અને આરામ કરવો. ખભાના દુઃખાવાની મુશ્કેલી પણ રહેવાના સંકેતો કાર્ડ્સ આપી રહ્યા છે. વધુ પડતો સ્ટ્રેસ ના આવે તેનું ધ્યાન રાખવું.
કરિયર: તમારું કામ અને સ્કિલ્સ અન્ય લોકો સાથે શેર કરવાથી નવી તકો બનતી જણાશે. ખાસ કરીને સ્ત્રીઓએ પોતાના વિચારો અને કાર્યદક્ષતા બોસ અને કલીગની સામે મૂકવી જરૂરી છે.
રિલેશનશિપ: આ સપ્તાહે કોઈ પણ સંબંધમાં પોતાના સિક્રેટ્સ કહેવા નહિ. અન્ય લોકોએ તમારી પર વિશ્વાસ કરીને કહેલી અંગ્ર વાતો પણ બીજા કોઈ સાથે ગોસીપની જેમ શેર કરવી નહિ. પર્સનલ લાઈફ જેટલી જરૂરી હોય તેટલી જ શેર કરવી. પૈસાના કારણે સંબંધો બગડે નહિ તેનું ધ્યાન રાખવું.
એન્જલ મેસેજ: તમારા પેરેન્ટ્સ સાથે જોડાયેલી કોઈ પણ દુઃખી યાદ કે ફરિયાદોને હીલ કરવમ એન્જલ્સ આ સપ્તાહે તમને મદદ કરશે.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
હેલ્થ: સ્વાસ્થ્ય થોડું નકારાત્મક હોવાના સંકેત વૃષભ રાશિના જાતકોને આ સપ્તાહે કાર્ડ્સ આપી રહ્યા છે. ગળાનો અને માથાનો દુઃખાવો રહી શકે છે. હવા ફેર કરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધારશે અને શારીરિક તકલીફ અવ્વવાના ચાન્સીસ ઘટી જશે.
કરિયર: નવું કામ શરુ કરવા માટેનો સમય આવી ગયો છે. જો નવો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હોવ તો જૂના કામમાંથી થોડો સમય બ્રેક લઈને પોતાની રીતે પ્લાન બનાવવા માટે અંગત સમય પસાર કરો અને યોગ્ય પ્લાનિંગ સાથે જેમ ક્લેરિટી આવે તેમ આગળ વધવું.
રિલેશનશિપ: દરેક સંબંધમાં દગો જ મળે તે જરૂરી નથી તે યાદ રાખીને ભૂતકાળના અનુભવોને વર્તમાન સાથે સરખાવીને પોતાના ઈમોશન્સ બ્લોક કરવા નહિ. પોતાના મનની વાત કોઈનીપર વિશ્વાસ રાખીને અવશ્ય શેર કરવી.
એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારની ડરની કે નકારાત્મક લાગણી કે વિચારો આવે ત્યારે મનમાં ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ’ એમ બોલીને તે તે વિચારના સ્થાને હકારાત્મક વિચાર મૂકવો.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
હેલ્થ: ઓવરઓલ સ્વાસ્થ્ય સામાન્ય જણાઈ રહ્યું છે. જો કે, ભૂતકાળમાં થયેલી બીમારી પરત આવી શકે છે. ખાસ કરીને માઈગ્રેનના દર્દીઓને તકલીફ રહેવાની શક્યતાઓ જણાઈ રહી છે. સ્ત્રીઓને માસિક ધર્મના પ્રોબ્લેમ આવી શકે છે. ભયાનક સપનાના કારણે તબિયત ખરાબ થવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે.
કરિયર: જે કામ કે પ્રોજેક્ટ પર કામ શરુ કરવાનું લાંબા સમયથી વિચારી રહ્યા છો તે હવે કરવાનું શરુ કરવા માટે આ યોગ્ય સપ્તાહ છે. કોઈ પણ કાર્ય ટાળવું નહિ.
રિલેશનશિપ: નવા સંબંધોમાં ખૂબ લાંબા પ્લાનિંગ કરવા નહિ અને સાચવીને પગલા લેવા. જે પ્રમાણે સમય ચાલે તે પ્રમાણે જ આગળ વધવું, ઉતાવળ કરવી નહિ.
એન્જલ મેસેજ: તમારા પૂર્વજન્મમાં જે બાબતો તમારે હીલ કરવાની છે તે હીલ થાય અને તેમાંથી લેવાની શીખ તમને મળી રહે તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય સામાન્ય જણાઈ રહ્યું છે. પરંતુ વધુ પડતા સેન્સેટિવ લોકોને ભૂતકાળની યાદોમાં ફસાઈ જવાના ચાન્સીસ જણાઈ રહ્યા છે અને તેના લીધે માથાનો દુઃખાવો અને શરદી કે ગળાનું ઇન્ફેકશન થઇ શકે છે.
કરિયર: કારકિર્દીમાં રિસ્ક લેવાનો સમય આવી ગયો છે. તમારે જે શીખવાનું હતું તે તમે અત્યાર સુધીમાં શીખી લીધું છે હવે તમારી ટેલેન્ટ એક્સ્પ્લોર કરવાની જરૂર છે. કોમ્પીટીશનના લોકોની ચિંતા કરવી નહિ, પોતાની યુનિકનેસ પર ફોકસ કરીને આગળ વધવું.
રિલેશનશિપ: અંગત સંબંધોમાં જે પણ અનુભવો આ સપ્તાહે થાય તે તમારા માટે ખૂબ જ મહત્ત્વના રહેશે કેમ કે તેમાંથી લાંબા ગાળે તમારે કશુક શીખવાનું છે તે યાદ રાખવું. વધુ પડતું લોજિકલ વિચાર્યા વિના વર્તમાનમાં રહીને તે મુમેન્ટનો અનુભવ લેવો, તે ક્ષણ માણવી.
એન્જલ મેસેજ: તમારે જે પણ અચિવ કરવું છે તે વિઝ્યુલાઈઝ કરો તેનાથી લાભ થશે.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
હેલ્થ: સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે નકારાત્મક જણાઈ રહ્યું છે. પોતાની હેલ્થની સરખામણી અન્ય લોકો સાથે કરવી નહિ અને તરત જ ડૉકટરને કન્સલ્ટ કરવા. એમ ના કરવાથી લાંબા ગાળે મોટો ખર્ચ પણ આવી શકે છે. સ્વાસ્થ્ય પાચલ આ સ્પતાહે ખર્ચ આવી શકે છે.
કરિયર: માત્ર પૈસા પાછળ ભાગવાથી નુકસાન થઇ શકે છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહે કરિયરના હાયર ગોલ્સ પર ફોકસ કરવું તમારા માટે વધ્ય યોગ્ય રહેશે.
રિલેશનશિપ: ખરાબ સંબંધોમાંથી ખૂબ વહેલી તકે બહાર આવી શકશો. જે હકીકત તમારે જાણવી હતી તે પણ સામે આવવાની શક્યતાઓ જણાઈ રહી છે.
એન્જલ મેસેજ: તમારી વિચારધારા સાથે તમારા એક્શન મેચ થાય તે જરૂરી છે.
કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
હેલ્થ: આ રાશિના જાતકો એ આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો કે, કાર્ડ કહી રહ્યા છે કે, બેઠાડું જીવન જીવતા લોકોએ કસરત અવશ્ય શરુ કરવી જોઈએ.
કરિયર: તમે તમારા તરફથી નવી તકો અને આઈડીયાઝને આવકારવા તૈયાર રહો. કોઈના કહ્યામાં આવ્યા વિના તમારા મનની વાત ફોલો કરશો તો કારકિર્દીને સફળ બનાવી શકશો.
રિલેશનશિપ: ખૂબ બધી જવાબદારીઓના ભરમાં આવીને અનાગત વ્યક્તિને અવગણવાથી તે સંબંધમાં દગો મળી શકે છે.
એન્જલ મેસેજ: દરેક વ્યક્તિની અલગ અલગ પર્સનાલીટી હોય જ છે. બાળક જેવી જિજ્ઞાસુ, યુવાન જેવી એક્શન ઓરીએન્ટેડ અને વૃદ્ધ જેવી સમજણ. આ ત્રણેવ પર્સનાલીટીને દરરોજ પોતાના જીવનમાં લાવવી અને અનુભવવી.
તુલા રાશિફળ (Libra) (ર.ત)
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે ખૂબ સાવચેતી આ રાશિના જાતકોએ રાખવી જ પડશે. બોડી પેઈન અને માઈન્ડ બ્લોક થવાની સમસ્યા સર્જાઈ શકે છે. વધુ પડતા વિચારોના કારણે પણ સ્વાસ્થ્ય લથડી શકે છે. ઇગ્નોર કરેલી બીમારી પરત ફરી શકે છે.
કરિયર: નવેસરથી કારકિર્દી શરુ કરવાનો સમય આવી ગયો છે. વધુ સમજણ, પ્લાનિંગ અને જાગૃતતા સાથે નવા વેન્ચ્રનું રિસ્ક લઇ શકો છો. રિલેશનશિપ: જો લગ્ન માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોવ તો આ સપ્તાહે લગ્ન નક્કી થવાના ચાન્સીસ વધુ છે. ગમતી વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે.
એન્જલ મેસેજ: તમારા જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો સમય આવી ગયો છે. સોલાર પ્લેક્સ્સ ચક્ર પર મેડીટેશન કરવું.
વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ હકારાત્મક જણાઈ રહ્યું છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, કસરત અવશ્ય કરવી અને બને તેટલું વધુ ફીઝીકલ વર્ક કરવું. વોકિંગ કરવાથી લાભ થાય.
કરિયર: ઘણા સમયથી કારકિર્દીમાં ચાલી રહેલા બ્લોકેજીસ હીલ થશે અને નવી તકો માટે તમે તૈયાર થઇ શકશો. પોતાના ઈમોશાન્સને કામથી અલગ કરી તટસ્થતા સાથે કામ કરવાનો પ્રયત્ન કરવો.
રિલેશનશિપ: નવા બનેલા સંબંધોમાં વધુ પડતો વિશ્વાસ કરવો નહિ. બાળક પ્લાન કરવા માટે યોગ્ય સપ્તાહ.
એન્જલ મેસેજ: તમારી પાસે પેટ હોય તો તેની સાથે અથવા તમારા ગમતા પ્રાણી સાથે સમય પસાર કરવાનો પ્રયત્ન કરવો.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
હેલ્થ: આ સપ્તાહે શારીરિક કરતા વધુ માનસિક સ્વાસ્થ્ય સંભાળવાનું ટેરો કાર્ડ્સ આપને કહી રહ્યા છે. ભૂતકાળમાં પોતે કરેલી ભૂલોને યાદ કરીને તેના પર પસ્તાવો કરવાથી તમને તણાવ આવશે. સેલ્ફ ફરગીવનેસ પર કામ કરવું. ક્રિએટિવ એક્ટિવિટી કરવી.
કરિયર: બિઝનેસ અને કરિયરમાં સફળતા મળ્યા બાદ જો તમે એમ વિચારતા હોવ કે હવે રિલેક્સ થવાનો સમય છે તો તે તમારી ભૂલ બની રહેશે. તમારા પ્રતિસ્પર્ધક તમારી જાણ બહાર કોઈ એક્શન લઇ શકે છે જેના લીધે તમને નુકસાન થઇ શકે છે.
રિલેશનશિપ: અંગત સંબંધોમાં જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી તે દૂર થાય, ક્લેરિટી આવે અને જૂની વાતો પર થયેલા ઝગડાનો અંત આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. નવી રિલેશનશિપ શરુ કરવા માંગતા લોકોએ પહેલા જૂના સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે.
હેલ્થ: સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ શેર કરવાથી મદદ મળી રહેશે. ફિઝીકલ વર્ક કરવું. હાથ પગની ઇન્જરીથી સાચવવું. જેટલો ખોરાક લો તેની સામે કેલેરી પણ બરન કરવી જરૂરી છે.
કરિયર: કરિયરનો ટોટલ કંટ્રોલ તમારા હાથમાં છે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે કરિયરની તકો ઓપન થશે અને જે પણ અચિવ કરવું હશે તે અવશ્ય કરી શકશે.
રિલેશનશિપ: તનવા સંબંધોનું બાળમરણ થાય તેવી શક્યતાઓ છે. જૂના ઈમોશનલ ટ્રોમાના કારણે પોતાની વાત ખ્હુલીને અન્ય વ્યક્તિને ના કહી શકો તેમ બને. એવા સંજોગોમાં પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો અને જે માર્ગદર્શન આવે તે અવશ્ય ફોલો કરવું.
એન્જલ મેસેજ: એમેથિસ્ટ, બ્લેક ટર્મલાઈન અને રોઝ ક્વોર્ટ્ઝ ક્રિસ્ટલ સાથે રાખવાથી લાભ થશે.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
હેલ્થ: ઘણા સમય પછી સ્વાસ્થ્ય બાબતે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. માથાના દુઃખાવાનો કે હાર્ટનો પ્રોબ્લેમ જેને હોય તેમને પણ આ સપ્તાહે રાહત રહેશે.
કરિયર: તમારી પસે નોલેજ, અનુભવ અને વિસ્ડમ બધું જ હોવા છતાં તમારાથી ઓછું જાણનાર કે જુનિયર ત્માંરિયા કામ પર આંગળી ચીંધે અથવા બોસને તમારા વિરુદ્ધ કરવાના પ્રયત્નો કરી શકે છે. તમારે માત્ર તમારું કામ કરતા રહેવું અને તેના લેવલ પર આવવું નહિ.
રિલેશનશિપ: તમારા વિચારો અને એક્શન પર જો તમને ભરોસો હોય તો કોઈ વિશ્વાસ કરે કે ના કરે, સાથ આપે કે ના આપે તમારે પોતાના માટે સ્ટેન્ડ લેવું જ પડશે. થોડા સમય પછી બધા જ તમારી સાથે હશે.
એન્જલ મેસેજ: તમે એનર્જીસથી વધુ અવેર થઇ રહ્યા છો એટલે તમે જે પણ સંબંધો કે એક્ટીવીટીમાં કાર્યરત હતા તે બદલાશે. પોતાના વિચારો અને શબ્દો ખૂબ સમજીને યુનિવર્સમાં મૂકવા.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
હેલ્થ: આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આ સપ્તાહે સામાન્ય જણાઈ રહ્યું છે. હેલ્થ બાબતે કોઈ નકારાત્મક વિચાર કરવા નહિ.
કરિયર: તમારી પાસે કારકિર્દી નવેસરથી ઘડવાની તક છે જે લેવી. ભૂતકાળમાં અન્ય લોકોના પ્રેશરમાં આવીને લીધેલા નિણર્યોનું નકારાત્મક પરિણામ પણ આ સપ્તાહે મળી શકે છે. પોતાની આંતરસૂઝથી કામ કરવું.
રિલેશનશિપ: અંગત સંબંધોમાં ઈગો ઈશ્યુ આવી શકે છે. સૌમ્ય રહેવું અને અન્ય પાત્રને સમજવાનો પ્રયત્ન કરવો.
એન્જલ મેસેજ: તમારે જે અચિવ કરવું છે તે મેળવવા માટે એક કાગળ પર બધું જ વર્તમાન કાળમાં લખીને તે કાગળ દરરોજ વાંચવો અને તમારી સફળતા તમારી કલ્પના પ્રમાણે વિઝ્યુલાઈઝ કરવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર