Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

ટેરો સાપ્તાહિક ભવિષ્ય 25 જુલાઈથી 31 જુલાઈ)

tarot weekly predictions: આ સપ્તાહ ટેરો કાર્ડ્સ વૃષભ, તુલા, મકર સહિતની રાશિઓ માટે રિલેશનશિપ બાબતે ખાસ સંદેશ આપી રહ્યા છો. (25 જુલાઈથી 31 જુલાઈ)

મેષ (અ.લ.ઈ) : મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ હકારાત્મકતા ભર્યું જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ સૂચવી રહ્યા છે કે આ સપ્તાહમાં તમારે તમારી જાત પર ફોકસ કરવાનું છે. અન્ય લોકો શું વિચારે છે કે કરે છે તેના કરતા વધારે તમે પોતે શું અનુભવી રહ્યા છો તેની પર ધ્યાન આપવાનું છે. જે પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળી રહ્યું તે ટૂંક સમયમાં મળતું જણાય અને તે તમારા જીવનમાં ઘણા બદલાવ વાળું બની શકે છે.

વૃષભ (બ.વ.ઉ):  ટેરો કાર્ડ્સના સૂચન મુજબ આ સપ્તાહ કામથી ભરપૂર જણાય અને તેના લીધે એવો સમય આવે કે, કશું જ સમયસર પૂર્ણ કરી ના શકો. એક સમય પર એક કામ લો અને અન્ય લોકોની મદદ કરતા પહેલા આ સપ્તાહે વૃષભ રાશિના જાતકોએ પોતાની મદદ કરવા વિષે વિચારવું. કોઈ પણ નિર્ણય લેતા પહેલા સમય લેવો અને પોતાના મનમાં જે હોય તે પ્રમાણે જ કરવું જેથી ભવિષ્યમાં અફસોસ ના કરવો પડે.

મિથુન (ક.છ.ઘ):  મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહે અન્ય લોકોના વ્યક્તિત્વને સ્વીકારીને ચાલવું પડશે. સહ-અસ્તિત્વ (કો-એક્ઝિસ્ટન્સ) શક્ય હોય છે તો અન્ય લોકોના સ્વભાવ અને આદતોને સહજતાથી લેવાનું શીખો તો આ સપ્તાહ તમે નવા વ્યક્તિઓને મળી શકશો અને જીવનમાં ઘણા નવા પાસાઓ જોઇને શીખી શકશો.

કર્ક (ડ.હ) : આ સપ્તાહમાં એવા દિવસો પણ આવી શકે છે જેમાં તમારી પાસે કોઈ જ માર્ગ નહિ હોય એવામાં ઘરની સ્ત્રી પાસેથી મદદ લેવી. તેમી પાસે બેસીને તેમની સલાહ લેવી અને પછી સમસ્યાનો ઉકેલ લાવવો. સાથે જ આ સપ્તાહે ખાસ કરીને સ્ત્રી જાતિની અવગણના અને અપમાન ભૂલમાં પણ ના કરવું. રિલેશનશિપમાં આ સમયે જશો તો તે લાંબો સમય નહિ ટકે પરંતુ કોઈક શીખ આપવા માટે જરૂરી બની રહેશે.

સિંહ (મ.ટ) : સૂર્ય તેની પોતાની રાશિ સિંહમાં પ્રવેશી ચૂક્યો છે જેના લીધે આ આખો મહિનો સિંહ રાશિના જાતકો માટે આમ તો ખૂબ જ સારો રહેશે અને જો વાત કરીએ આ સપ્તાહની તો મિત્રો અને પરિવાર સાથે થોડો સમય વિતાવો. કોઈ પણ ફાસ્ટ નિણર્ય લેવા માટે આ ઉત્તમ સપ્તાહ છે. નવી વ્યક્તિ આવવાના અથવા જૂની વ્યક્તિની વિદાયના સંજોગ બની શકે છે.

કન્યા (પ.ઠ.ણ) : કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહે ટેરો કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, ટીમ વર્ક તમારા માટે ખૂબ જરૂરી છે પણ એવું થાય જ તે જરૂરી નથી. ખુલ્લા મને લોકો અને તેમના વિચારો, લાગણીઓ અપનાવો. કોઈ વ્યક્તિ પોતાનું કામ આ સપ્તાહે ના કરે તો તે જવા દો. સંબંધોમાં કોઈ પણ જજમેન્ટ બાંધ્યા વિના આગળ વધો.

તુલા (ર.ત):  તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ નાણાકીય રીતે થોડું ધીરુ જશે પણ ભવિષ્યમાં લાંબા ગાળે ફાયદો થશે. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા સલાહ લેવી અને ઉતાવળિયું રોકાણ ના કરવું. ભૂતકાળની યાદો, વાતો અને લોકોને પરત લાવવા વિચારવું નહિ અને થોડું મેડીટેશન કરી ભવિષ્ય પર ફોકસ કરવું. સંબંધોમાં લેટ ગો કરવું અને જો બ્રેકઅપ થવાનું હોય તો એ વ્યક્તિને જવા દેવી.

વૃશ્ચિક (ન.ય) :  ભ્રમમાંથી બહાર આવીને વાસ્તવિકતા જોવાનો સમય આવી ગયો છે. જે બદલાવ આવી રહ્યા છે તે સ્વીકારવા પડશે અને તે બદલાવ અટકાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો ના કરવા. કોઈ નવા મેહમાનનું ઘરમાં આગમન થવાના ચાન્સ છે. નવી રિલેશનશિપમાં જવા માટે પણ યોગ્ય સપ્તાહ જણાય.

ધન (ભ.ફ.ધ) : આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે ભૂતકાળમાંથી બહાર આવવાનું છે. જો આપને કોઈ નવી શરુઆત કરવી હોય તો પહેલા સ્વયં સાથે લડવાનું બંધ કરો અને વીતેલી યાદોમાંથી જાતે બહાર આવો. સંબંધો આ સપ્તાહે ખાસ સાચવવા અને ઝગડા વિના ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવા પર ફોકસ કરવું. જે બાબતો પાછળ મૂકવા જેવી લાગે તે મૂકીને આગળ વધવાનું ટેરો કાર્ડ્સ સૂચવી રહ્યા છે.

મકર (ખ.જ) : નવી તકો શોધવા માટે આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે ઉત્તમ રહેશે. કોઈ નવા સાથીનું જીવનમાં આગમન થાય અને નવા લાંબા ગાળાના સંબંધોની શરુઆત થાય તેની શક્યતા છે. આ સપ્તાહ રિલેશનશિપ અને બિઝનેસમાં રિસ્ક લેવા માટે શુભ જણાઈ રહ્યું છે.

કુંભ (ગ.શ.સ.ષ):  આ સપ્તાહ તમારા માટે જૂનાનો અંત અને નવાની શરુઆત લઈને આવી રહ્યું છે. પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને કામ કરવું. કોઈ એક આર્ટ આ સપ્તાહે શીખવાનું શરુ કરો જે તમને આગામી પ્રોજેક્ટ્સમાં કામ લાગશે. રિલેશનશિપ માટે કે લગ્ન વિષયક કોઈ પણ પ્રકારના નિણર્યો આ સપ્તાહે લેવાથી દૂર રહેવું.

મીન (દ.ચ.ઝ.થ) : હવે સમય આવી ગયો છે કે, કામ પોસ્ટપોન કરવાની આદત મૂકીને કાર્યરત થાવ. આ જ યોગ્ય સમય છે બિઝનેસ, જોબ અને સ્ટડીઝ સાચવી લેવાનો જેથી કરીને આગળ જઈને મુશ્કેલી ના આવે. જો એમ નહિ કરો તો પછી સપોર્ટ નહિ મળે અને બધા જ કામો અટકી જશે. રિલેશનશિપને સહજતાથી લો અને ધ્યાન રાખવું કે કોઈ ત્રીજી વ્યક્તિ તમારા પાર્ટનરના જીવનમાં પ્રવેશ ના કરે. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો એક્સપર્ટ એન્ડ ટ્રેઇનર)
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati