Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 24 to 30 july 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 24 to 30 July 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

હેલ્થ: સ્વાસ્થ્ય અચાનક બગડવાની સ્થિતિ ઉભી થઇ શકે છે. જે લોકો પહેલેથી કોઈ લાંબા ગાળાની બીમારીથી પીડાઈ રહ્યા હોય તેમના માટે આરામ કરવો હિતાવહ રહેશે. શોલ્ડર પેઈન થઇ શકે છે.

કરિયર: એકસાથે ઘણું બધું કામ લઇ લેશો તો સમયસર પૂર્ણ કરી શકશો નહિ. થોડો બ્રેક લઈને નવા દ્રષ્ટિકોણ સાથે એક પછી એક કામ પૂર્ણ કરવા.

રિલેશનશિપ: વધારે પડતું પોતાનું જ ચાલે તેવા પ્રયત્નો કરવા નહિ, કોઈને ડોમિનેટ કરવાના પ્રયત્નો કરવા નહિ. જે રીતે નજીકના લોકોના ઈમોશન્સ જતા હોય તે જ રીતે આગળ વધવું. અન્ય લોકોની લાગણીઓને સમજવી.

એન્જલ મેસેજ: આ સપ્તાહે રોઝ ક્વોર્ટ્ઝ અને એમેથિસ્ટ ક્રિસ્ટલ તમને મદદરૂપ થશે.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ઓવરઓલ પોઝિટીવ જણાઈ રહ્યું છે. ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી સ્વાસ્થ્ય વધુ સારું બની શકશે.

કરિયર: ઘણા સમયથી અટકેલી કરિયરને ફોર્સ મળતો જણાશે. પોતાનાથી બનતી બધી જ મહેનત કરવાથી તેનો ફાયદો ટૂંક સમયમાં મળશે.

રિલેશનશિપ: કોઈ પણ સંબંધ એક જ વ્યક્તિથી ચાલી શકતો નથી તે યાદ રાખવું અને અન્ય વ્યક્તિનું સન્માન જાળવવું. ઈગો ઈશ્યુ આવી શકે છે.

એન્જલ મેસેજ: ક્રાઉન ચક્ર પર ફોકસ કરીને તમને આવતા વિચારોને સમજવાનો પ્રયત્ન કરો, તે આઈડીયાઝ તમારા ફ્યુચર માટે હોઈ શકે છે.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

હેલ્થ: આ રાશિના જાતકોનું આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે પોઝિટીવ જણાઈ રહ્યું છે. સ્વાસ્થ્યની નાની તકલીફથી ગભરાવું નહિ.

કરિયર: કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, આ સપ્તાહે કામના સ્થળે જ્યાં અને જેટલી જરૂર હો તેટલું જ બોલવું. ઓબ્સર્વ કરો અને જયારે સમય આવે ત્યારે જ પોતાની વાત જરૂર હોય એટલી રજૂ કરવી.

રિલેશનશિપ: પોતાની વાત ડર્યા વિના તમારા પાર્ટનર સાથે શેર કરો. રીલેશન મજબૂત કરવા માટે વધુ પડતું વિચાર્યા વિના જે આગળના પગલાં લેવાના છે તે લેવાનું શરુ કરવું.

એન્જલ મેસેજ: આર્કેન્જ્લ રાફેલ અને માઈકલને પ્રાર્થના કરવી કે, ‘મારી આસપાસ, મારી અંદર કે મારી આસપાસના લોકોના કારણે જે પણ ડરની લાગણીઓ અનુભવાય છે તે દૂર કરીને હીલ થવામાં મદદ કરો.’

કર્ક (ડ.હ)
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ ચિંતા કરવાની જરૂર જણાઈ રહી નથી તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. બને ત્યારે વોક લેવી અને વધુ પડતું એક્ટિવ ના રહીને શક્ય હોય તેટલું જ એક્ટિવ રહેવું.

કરિયર: પોતે જ લીધેલા નિર્ણયો આ સપ્તાહે તમને પસ્તાવો કરાવી શકે છે. બે કામ વચ્ચેની કે બે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તારીખો કલેશ થઇ શકે છે.

રિલેશનશિપ: રિલેશનશિપ ઓવરઓલ સામાન્ય રહે. થોડો સેલ્ફ ટાઈમ ફાળવીને નેચર સાથે કનેક્ટ કરીને સેલ્ફ રિલેશનશિપ પર ધ્યાન આપવું જરૂરી છે.

એન્જલ મેસેજ: મધર નેચરને હેલ્પ થાય તેવા કામ આ સપ્તાહે કરવા.

સિંહ (મ.ટ)

હેલ્થ: નાની નાની સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે વધુ પડતું વિચાર્યા વિના તેનો ઉકેલ લાવવો. જૂની બીમારી સંબંધિત કોઈ લક્ષણ દેખાય તો ધ્યાન રાખવું.

કરિયર: પોતાના કામમાં નવીનતા લાવવાથી કામ ફરીથી રસપ્રદ લાગશે. નવા લોકોને મળો, કામની ચર્ચા કરો અને જૂનું કામ નવી રીતે કરવા માટે પ્રયત્ન કરો.

રિલેશનશિપ: પોતાના સ્વાર્થ ખાતર તમારા નજીકના લોકો જ તમારો ફાયદો ઉઠાવી શકે છે. કોઈના પર વધુ પડતો ભરોસો કરવો નહિ અને મીઠી મીઠી વાતોમાં આવીને પૈસા કે કોઈ પણ ઉધાર અઆપવું નહિ.

એન્જલ મેસેજ: બને તેટલો વધુ સમય પુસ્તકો વાંચવામાં આપો.

કન્યા (પ.ઠ.ણ)

હેલ્થ: સ્વાસ્થ્ય આ સપ્તાહે થોડું નકારાત્મક દેખાઈ રહ્યું છે. માથાના દુઃખાવાની મુશ્કેલી રહી શકે છે. શરદી ખાંસી સાથે વાઈરલ ફીવરની શક્યતાઓ પણ જણાઈ રહી છે.

કરિયર: કારકિર્દીમાં કશુક નવું અને તમે ના વિચાર્યું હોય એવો ટર્નિંગ પોઈન્ટ આવી શકે છે, જે તમારા માટે પોઝિટીવ રહેશે. જે પણ વિશ કરશો તે કરિયર બાબતે પૂર્ણ થશે.

રિલેશનશિપ: રિલેશનશિપ બાબતે પણ સપ્તાહ ખૂબ સારું જણાઈ રહ્યું છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમને તમારા ફીમેલ પાર્ટનર કે મિત્ર તરફથી ખૂબ મદદ, સલાહ મળી શકે છે.

એન્જલ મેસેજ: જે બાબતો કે સંબંધોમાં પહેલા તમને આનંદ આવતો હતો તેમાં બદલાવો આવી શકે છે. તમારે શું જોઈએ છે તે બાતે ખૂબ કેરફુલી વિચારો કરવા.

તુલા (ર.ત)

હેલ્થ: લાંબા સમયથી કોઈ તકલીફ હોય તો તેમાંથી છૂટકારો મળી શકે છે. પોતાની ફિટનેસ અને વજન બેલેન્સ કરવા બાબતે આ સપ્તાહે કામ કરવાનું શરુ કરવું. તમને જે દવાથી કે ઉપચારથી ફાયદો થયો હોય તે અન્ય લોકોને સૂચવવું.

કરિયર: કરિયરમાં નવી શરુઆત માટેના દ્વાર ખુલી શકે છે. તમારે કરિયરમાં શું કરવું છે તે બાબતે વધુ ક્લેરિટી આ સપ્તાહે મળી શકે છે.

રિલેશનશિપ: નજીકના લોકોને સપોર્ટ કરવો અને તેમનો સપોર્ટ લેવો આ સપ્તાહે જરૂરી જણાઈ રહ્યું છે.

એન્જલ મેસેજ: તમારી આસપાસ અને અંદરની ડરની લાગણીઓ દૂર થાય અને તમે પ્રોટેક્ટેડ રહો તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

વૃશ્ચિક (ન.ય)

હેલ્થ: માત્ર પૈસા પાછળ ધ્યાન કેન્દ્રિત કરીને ભાગવાથી તબિયત લથડી શકે છે. તમે જે ગુરુમાં મનાતા હોવ તેમના આશીર્વાદ ખાસ સ્વાસ્થ્ય સારું રહે તે માટે લેવા.

કરિયર: કારકિર્દીનો ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે તેનો આનંદ કરવો. કલીગ અને સ્ટાફ સાથે મળીને પિકનિક ટ્રીપ કરી શકાય.

રિલેશનશિપ: સ્માંબંધ સાચવવા માટે અને સામાજિક બંધનોને કારણે સમાધાન કરવાની પરિસ્થિતિ આવી શકે છે.

એન્જલ મેસેજ: તમને આવતા વિઝન, વિચારો પર વિશ્વાસ કરવો કેમ કે, એ તમારા માટે મેસેજ છે.

ધન (ભ.ફ.ધ)

હેલ્થ: આ સપ્તાહ આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે થોડું ચિંતાજનક જણાઈ રહ્યું છે. સેવન ચક્ર મેડીટેશન કરવું ફરજીયાત છે. સિવિયર લેવલ બોડી પેઈન થઇ શકે છે. જો કે, કસરત કરવાથી ફાયદો થશે.

કરિયર: તમારા પ્રતિસ્પર્ધી સાથે તમારી સરખામણી થવાના લીધે કોઈ પ્રોજેક્ટ તમને મળતા-મળતા જ જતો રહે તેમ બની શકે છે. કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, ટ્રાવેલ કરવાથી ફાયદો થાય.

રિલેશનશિપ: તમારા પાર્ટનર સાથેના તમારા સંબંધો ખૂબ જ સારા થઇ શકે છે. એકબીજા સાથે મનની વાત કરવાથી સંબંધ મજબૂત બને.

એન્જલ મેસેજ: તમે ખૂબ વધારે સેન્સિટીવ છો તે તમારા માટે ગિફ્ટ છે અને તેના લીધે તમે કોઈ નેગેટિવ એનર્જી એબસોર્બ કરી હૂય તે રિલીઝ થાય તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.

મકર (ખ.જ)

હેલ્થ: વધુ પડતા કામના તણાવના કારણે બોડી પેઈનની તકલીફ પડી શકે છે. નાનકડી ભૂલના કારણે બીપી કે ડાયાબીટીસ જેવી કાયમી બીમારી નાં આવે તેનું ધ્યાન રાખવું.

કરિયર: કાર્ડ્સ કહી રહ્યા છે, કામમાંથી બ્રેક લઈને પોતાના માટે સમય લેવાની ખૂબ જ જરૂર છે. પોતાની સાથે સમય વિતાવીને વિચારો અને કરિયર પાથ નક્કી કરો.

રિલેશનશિપ: નજીકની વ્યક્તિઓ સાથે પરસ્પર સમજણ વધી શકે છે. નવા સંબંધમાં આગળ વધવાની શક્યતા છે. તમને ગમતી વ્યક્તિ સામેથી તમારો અપ્રોચ કરી શકે છે.

એન્જલ મેસેજ: જીવનમાં જે પણ મુશ્કેલી હોય કે જ્યાં પણ અટકી જાવ ત્યાં એન્જ્લ્સને પ્રાર્થના કરીને તેમને મેટરમાં મદદ કરવા કહેવું.

કુંભ (ગ.શ.સ.ષ)

હેલ્થ: આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આ સપ્તાહે સુધારા પર જણાશે. વધુ પડતા લાગણીશીલ લોકોએ બીજાની વાતો વધુ પડતી ઈફેક્ટ ના કરે તેનું ધ્યાન રાખવું. ગળા અને પેટનો દુઃખાવો આવી શકે છે.

કરિયર: ઘણા બધા બદલાવો આવી રહ્યા છે અને તેની સાથે તમારે પણ તમારો અપ્રોચ બદલવો પડશે. નવું શીખવું અને પોતાને અપડેટ કરતા રહેવું.

રિલેશનશિપ: ઓવરઓલ બધા જ સાથેના સંબંધો સારા રહે. ઘરના વડીલ સાથે સમય વધુ વિતાવવો તેમ કાર્ડ્સ કહી રહ્યા છે.

એન્જલ મેસેજ: સિંગિંગ અને ડાન્સિંગ કે પછી અન્ય કોઈ આર્ટ પ્રવૃત્તિ કરવાથી લાભ થશે.

મીન (દ.ચ.ઝ.થ)

હેલ્થ: ઘણા લાંબા સમયથી જે લોકો સ્વાસ્થ્ય બાબતે મુશ્કેલી સહન કરી રહ્યા હતા તેમને રાહત મળશે. પેટને લગતી દરેક સમસ્યા હળવી થતી જણાય. સ્વાસ્થ્ય ઓવરઓલ ખૂબ જ સારું રહે.

કરિયર: કામમાં આળસ કરવાના લીધે છેતરપીંડી થાય અથવા પ્રતિસ્પર્ધી તમારાથી આગળ નીકળી જાય તેમ બને. એક સફળતા મેળવીને બેસી જવું નહિ પણ સતત કામ કરતા રહેવું તો જ લાંબા ગાળે વધુ પ્રોફિટ અને ગ્રોથ થશે.

રિલેશનશિપ: આ રાશિની સ્ત્રીઓ માટે બેબી પ્લાનિંગ માટેનો યોગ્ય સમય છે. નજીકના લોકો સાથે ખૂબ જ ધીરજપૂર્વક વર્તન કરવું. કોઈ પણ સંબંધમાં ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ.

એન્જલ મેસેજ: તમારી ચિંતા અને ઇચ્છાઓ એક કાગળમાં લખીને તે કાગળ એક ડબ્બીમાં રાખી તે ભગવાનના મંદિરમાં મૂકીને તે ચિંતાઓ દૂર કરવા અને ઇચ્છાઓ પૂરી કરવા પ્રાર્થના કરવી.
First published:

Tags: Astrology tips, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati