Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
ટેરોકાર્ડ સાપ્તાહિત રાશિફળ
tarot weekly predictions 24 to 30 April 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
tarot weekly predictions 24 to 30 April 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ): હેલ્થ: તમારી હેલ્થ આ સપ્તાહે તમારા હાથમાં છે માટે પોતાના ખોરાક અને જીવનશૈલીમાં નિયમિતતા લાવવી જરૂરી છે. પગમાં સોજા આવવા કે પગના દુઃખાવાની તકલીફ ઉભી થઇ શકે છે.
કરિયર: જોબ કે બિઝનેસમાં તમારા ફેવરમાં નિર્ણયો આવી શકે છે. તમે જે માર્ગ પર કરિયરને લઈને ચાલી રહ્યો છે તે યોગ્ય છે અને સફળતા પણ મળશે.
રિલેશનશિપ: પરિવારના કોઈ સભ્યો સાથે જો લીગલ મેટર ચાલી રહી હોય તો આ સપ્તાહે ખાસ સાચવવું. નજીકના સંબંધોમાં તમારા ઇગોના કારણે ખટાશ આવી શકે છે.
એન્જલ મેસેજ: પૂર્વજોને પ્રાર્થના કરીને તેમના માટે પાણિયારે દીવો કરવો.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
હેલ્થ: તમારા સ્વાસ્થ્યમાં આવતા કોઈ પ્રકારના નાનકડા બદલાવને પણ આ સપ્તાહે અવગણવા નહિ અને જરૂરી ત્રીત્મેન્ત કરવી લેવી. માથાનો દુઃખાવો અને તણાવની તકલીફ રહે.
કરિયર: કારકિર્દીમાં મુશ્કેલી આવશે પણ તે તમારા માટે કોઈ શીખ હશે તો શીખ શું છે તે ધ્યાનમાં લઈને હિંમતપૂર્વક આગળ વધવું.
રિલેશનશિપ: તમે ના વિચાર્યું હોય તેવી વ્યક્તિને મળવાનું અથવા તેમના તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે.
એન્જલ મેસેજ: તમને ગમતી કોઈ પણ કળા આ સપ્તાહે અપનાવો અને પોતાની જાતને નેચર સાથે કનેક્ટ કરો.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
હેલ્થ: સેવન ચક્ર બ્લોક થવાના ચાન્સીસ છે માટે બને તેટલું વધુ નેચરમાં રહેવું. સેવન ચક્ર હિલીંગ અવશ્ય કરવું.
કરિયર: તમને આ સપ્તાહે પ્રમોશન કે કરિયરમાં ગ્રોથ મળવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે માટે સ્વાસ્થ્ય પર વધુ ફોકસ કરવું જેથી તમને મળનારી તક હાથમાંથી જતી ના રહે.
રિલેશનશિપ: તમારા નજીકના સંબંધોમાં વિચાર ભેદ કે મત ભેદના કારણે મુશ્કેલી ઉભી થઇ શકે છે. ઈમોશનલ લેવલ પર સાચવીને વાતનો ઉકેલ લાવવો અને ઈગો કલેશ ના થાય તેનું ધ્યાન રાખવું.
એન્જલ મેસેજ: સેવન ચક્ર ક્રિસ્ટલનું બ્રેસલેટ ચાર્જ કરીને પહેરવું.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
હેલ્થ: વધુ પડતા કામના થાકનો પ્રભાવ આ સપ્તાહે તમને દેખાશે અને બોડી પેઇનની સમસ્યા સર્જાઈ શકે છે.
કરિયર: કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણયો ના જ લેવા. તમને કામના સાથળે સફળતા મળે પણ તમે અંદરથી ખુશ ના રહો તેવી શક્યતા છે.
રિલેશનશિપ: કોઈ પણ નવા સંબંધ બનાવવાના કે તોડવાના વિચાર આવતા હોય તો તે દરેક નિર્ણયો પર ફેરવિચાર જરૂરી છે.
એન્જલ મેસેજ: તમે કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી આસપાસમાંથી લીધી હોય તે દૂર થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
હેલ્થ: ઓવરઓલ હેલ્થ સામાન્ય રહે. ખભાના દુઃખાવાથી હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવું.
કરિયર: બધાજ કામ ખૂબ જ સરળતાપૂર્વક થઇ જાય. પ્રમોશન અને સમૃદ્ધિની તકો જણાઈ રહી છે. કારકિર્દી માટે આ સપ્તાહ ગોલ્ડન રહે.
રિલેશનશિપ: જો તમે હાલ રિલેશનશિપમાં હોવ તો અન્ય લોકો કે અન્ય કોઈ વ્યક્તિ બાબતે વિચાર ના કરીને પોતાના અંગત સંબંધો પર ફોકસ કરવું.
એન્જલ મેસેજ: તમારે જે પણ મેળવવું છે તે વિશેની ડિટેલ એક કાગળમાં લખીને કબાટ પર લગાવી દેવું અને દરરોજ તે વાંચીને તે ઘટના બની રહે છે તેમ વિઝ્યુલાઈઝ કરવી.
કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
હેલ્થ: વારસાગત બીમારી તમને આવે તેની શક્યતા આ સપ્તાહે જણાઈ રહી છે.
કરિયર: ઘણી સ્ટ્રગલ બાદ આ સપ્તાહે સફળતાના યોગ બનતા જણાઈ રહ્યા છે. કામના સ્થળે તમારા દુશ્મનો કે હિતશત્રુઓ કોણ છે તે ખબર પડી શકે છે.
રિલેશનશિપ: તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ સાથે જો વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો અંત આવશે. તમારા ફેવરમાં નિર્ણય આવવાના ચાન્સીસ છે.
એન્જલ મેસેજ: તમારી પાસે સ્પિરિચ્યુઅલ ગિફ્ટ છે જેનો ઉપયોગ અન્ય લોકોને મદદ કરવા માટે કરો.
તુલા રાશિફળ (Libra) (ર.ત)
હેલ્થ: બ્લડપ્રેશર હોય તેવા લોકોએ ખાસ સાચવવું. અન્ય લોકોએ પણ હ્રદયની કોઈ પણ તકલીફ ના આવે તેનું ધ્યાન રાખવું.
કરિયર: ખૂબ બધી મહેનત પછી પણ જોઈતી સફળતા ના મળે તેના લીધે સ્ટ્રેસ આવી શકે છે.
રિલેશનશિપ: તમારા નજીકના લોકો સાથેના સંબંધોમાં નવો પ્રાણ પૂરવો જરૂરી છે અને તેના માટે તમારે કોઈ નવો વિચાર કરીને આગળ વધવું પડશે.
એન્જલ મેસેજ: જે પરિસ્થિતિઓ તમારા હાથમાં નથી તેનો ઉકેલ મળે તેના માટે એન્જલ્સને પ્રાર્થના કરીને કહેવું કે તમને હેલ્પ કરે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
હેલ્થ: આ રાશિના જાતકોના પુરુષોની હેલ્થ ઓવરઓલ સારી જણાઈ રહી છે પરંતુ સ્ત્રીઓએ ગર્ભાશય અને ઇન્ટિમેટ ઓર્ગન્સની તકલીફ ઉભી થાય તો તુરંત ડૉકટરને બતાવવું.
કરિયર: તમારા પોતાના જ નિર્ણયોના કારણે તમારે આ સપ્તાહે કારકિર્દીમાં નેગેટિવિટીનો સામનો કરવો પડી શકે છે. સફળતા મળે તો પણ હેપીનેસ ના મળે.
રિલેશનશિપ: ખૂબ હકારાત્મક પણ અચાનક બદલાવો આવી શકે છે.
એન્જલ મેસેજ: પેકેટ ફૂડ અને કેમિકલયુક્ત ખોરાક ના લેવો. તમારી ઇચ્છાઓ એક કાગળમાં લખીને એ કાગળ એક ડબ્બીમાં મૂકી ભગવાન પાસે મૂકી દેવો.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
હેલ્થ: ઈટિંગ હેબિટ, વ્યસન અને પ્રદૂષણના કારણે ફેફસા પર અસર થવાના ચાન્સીસ આ સપ્તાહે વધુ જણાઈ રહ્યા છે તેથી સાચવવું.
કરિયર: તમારા પાર્ટનર કે બોસ વિશેનું સત્ય તમારી સામે આવી શકે છે. લક તમારી સાથે છે અને તમારી કેપેબિલીટી તેમજ આવડતથી આગળ વધવું.
રિલેશનશિપ: ના કહેવાયેલી લાગણીઓ અને ના સંતોષાયેલા ઈમોશાન્સના કારણે દુઃખ લાગી શકે છે. ઇનર હેપીનેસ આ સપ્તાહે ડિસ્ટર્બ થઇ શકે છે.
એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારો આવે ત્યારે અવેર થઈને ‘કેન્સલ. ક્લિયર. ડિલીટ’ એમ બોલીને એ વિચારોના સ્થાને હકારાત્મક વિચારો કરવા.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
હેલ્થ: ઓવરઓલ હેલ્થ આ સપ્તાહે સામાન્ય જણાઈ રહી છે. જો કે, ખભાનો દુઃખાવો થોડો રહે તેવી શક્યતા છે.
કરિયર: કોઈ પણ મહત્ત્વના નિર્ણય પર મહોર મારતા પહેલા દરેક સિક્કાની બે બાજુ છે એ ધ્યાનમાં લઈને ઘટના દરેક તરફથી ચકાસવી. કામના સ્થળે નેગેટિવ લોકો અને તેમની નકારાત્મકતાની અસર થઇ શકે છે.
રિલેશનશિપ: મનગમતા વ્યક્તિને મળવા માટે થઈને જર્ની કરવાના યોગ જણાઈ રહ્યા છે. ખૂબ જ ધીરજ રાખીને ફેમિલી અને મિત્રો સાથે વાત કરવી.
એન્જલ મેસેજ: તમે જે પણ બોલો છે તે યુનિવર્સમાં જઈને પરત ફરે જ છે તે યાદ રાખીને કોઈ પણ વસ્તુ બોલતા પહેલા શબ્દો ખૂબ કાળજી પૂર્વક પસંદ કરવા.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
હેલ્થ: સ્ત્રીઓને માસિક ધર્મમાં તકલીફ આવી શકે છે. સ્ત્રી કે પુરુષ દરેકે મૂલાધાર ચક્ર સાથે મેડીટેશન કરવું.
કરિયર: કોઈ પણ પ્રકારના ડર વિના તમારી જર્ની આગળ વધારો. તમારા ફેવરમાં બધું જ થશે.
રિલેશનશિપ: ઇગોના કારણે આખી વાત સાંભળ્યા વિના સંબધ બગાડવો નહિ. તમે જે વિચારો તેના કરતા વાસ્તવિકતા અલગ હોય તેમ બની શકે છે.
એન્જલ મેસેજ: તમારા જીવનહેતુમાં જેટલી બાબતો હવે જરૂરી નથી તે બધી જ રિલીઝ થાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
હેલ્થ: કમરનો અને માથાનો દુઃખાવો આવી શકે છે. સેવન ચક્ર મેડીટેશન આપના માટે આ સપ્તાહે ફરજિયાત સમજવું.
કરિયર: કોઈ પણ ડીલ ધીરજપૂર્વક કરવી. બધું જ સારી રીતે પાર પડશે પરંતુ તેના માટે તમે જે પણ કામ કરતા હોવ તેની પૂરી સમજણ આ સપ્તાહે કેળવવી.
રિલેશનશિપ: જે પણ સંબંધોમાં તમને લાગી રહ્યું હોય કે ખરાબ સમય ચાલે છે તેનો અંત આ સપ્તાહે આવશે. સ્ત્રીઓ માટે પ્રેગનેન્સીની તકો ખૂબ વધારે છે તો પ્લાનિંગ માટે યોગ્ય સપ્તાહ.
એન્જલ મેસેજ: તમને કુદરત તરફથી મેસેજીસ મળી રહ્યા છે તો કોઈ પણ સાઈન ઇગ્નોર કરવી નહિ. આ મેસેજ ગીત, સંગીત, કોઈ વાત કે રેન્ડમ બીજા લોકોના કન્વરઝેશનથી આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર