Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: ધન રાશિના લોકો માટે ભોગવિલાસ પાછળ દોડવું હાનિકારક, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિભવિષ્ય

tarot weekly predictions: કન્યા રાશિના લોકો માટે આ સપ્તાહ થોડું ખાસ બનવા જઈ રહ્યું છે, અન્ય રાશિઓ માટે મિશ્રિત પરિણામો દેખાઈ રહ્યા છે. (22 ઓગસ્ટથી 28 ઓગસ્ટ)

 • Share this:
  મેષ (અ.લ.ઈ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યું છે. કુળદેવીની પૂજાથી લાભ મળે અને ધનલાભનો પણ યોગ જણાઈ રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ સપ્તાહ સારું જણાઈ રહ્યું છે. માર્ગદર્શન એ છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને ઉતરતી ગણ્યા વિના પોતાના ટેલેન્ટ પર ભરોસો રાખીને આગળ વધવું.

  વૃષભ (બ.વ.ઉ): વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, માત્ર અતિશયોક્તિ ના થાય તેનું ધ્યાન રાખવું અને દરેક બાબતમાં બેલેન્સ જાળવીને રાખવું. કોઈ પણ પરિસ્થિતિમાં તટસ્થ થઈને વિચારવું અને વધારે પડતું રિએક્ટ ના કરવું. જે થઇ રહ્યું છે તેની સાથે જ આગળ વધો કોઈ પણ જગ્યાએ કશું બદલવાની જરૂર નથી.

  મિથુન (ક.છ.ઘ): આ સપ્તાહ મિથુન રાશિના લોકો માટે ઘણી રચનાત્મક તકો લઈને આવતું જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ મુજબ આ સપ્તાહે પોતાને ગમતી બાબતો પર ધ્યાન આપો અને તેમાં ટાઈમ વિતાવો. પોતાના વિચારોને સકારાત્મક પ્રવૃત્તિમાં વાળશો તો લાભ થશે. ધ્યાન કરીને પોતાના વિચારો શાંત કરો અને પોતાના વિચારોથી સતત જાગૃત રહેવું.

  કર્ક (ડ.હ): ટેરો કાર્ડ્સ મુજબ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ જાગૃત થવાનું છે, અન્ય લોકોની ઇન્ફ્લુંન્સમાંથી બહાર આવવાની જરૂર જણાય. પોતાના જીવનની ડોર પોતાના હાથમાં લેવાનું આ યોગ્ય સપ્તાહ છે. દરેક બાબતે ફેર વિચાર કરીને, પોતાની સેલ્ફમાં આવવા માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. તમારી રીતે બધી બાબતો પર ફોકસ કરો તો હકારાત્મક પરિણામ આવશે.

  સિંહ (મ.ટ): ગયા સપ્તાહની જેમ આ સપ્તાહ પણ સિંહ રાશિના લોકો માટે નાણાંકીય અને વૈચારિક ભીડ વાળું જણાઈ રહ્યું છે. અન્ય લોકો ની અપેક્ષાઓ નીચે પોતાના વિચારો દબાઈ રહ્યા છે તે જાણવા છતાં તમે કોઈ જ એક્શન લઇ રહ્યા નથી જેના લીધે આ સપ્તાહ વધુ નકારાત્મક થઇ શકે છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે પોતાના માટે સ્ટેન્ડ લો અને હકીકત જોઇને તેના પર કામ કરો.

  કન્યા (પ.ઠ.ણ): આ સપ્તાહે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને એક મહિના સુધી ત્યાં જ રહેશે તો ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ જ સમય છે કે, અન્ય પરનો કંટ્રોલ જવા દો અને પોતાના જીવનની ડોર સંભાળો. રોમેન્ટિક રિલેશનશિપ માટે આગળ વધવા માટે પણ આ યોગ્ય સપ્તાહ છે. જ્યાં જરૂર પડે ત્યાં પોતાનો ઈગો બાજુ પર મૂકીને જીવનસાથીની સલાહ લેવી અને માનવી.

  તુલા (ર.ત): તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ હકારાત્મક છે પરંતુ ભૂતકાળની યાદોમાંથી બહાર નહિ આવો તો કોઈ પણ વસ્તુનો આનંદ મેળવી નહિ શકો. વધુ પડતો કામનો બહર ના લેવો અને ઈમોશનલી પણ ભાર ના લેવો. પોતાના જ નકારાત્મક વિચારોના લીધે તમે આસપાસની સારી બાબતો જોઈ શકતા નથી એટલે થોડા રિલેક્સ થાવ અને ખોટા વિચારો અને જવાબદારીઓમાંથી સ્વયંને મુક્ત કરો.

  વૃશ્ચિક (ન.ય): વૃશ્ચિક રાશિના લોકો માટે આ સપ્તાહ ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યું છે. આધ્યાત્મ તરફ વળવા માટે આ યોગ્ય સપ્તાહ છે એમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. કુદરતના ખોળે સમય વિતાવો અને તમે ખરેખર શું છો તે માટેની સફર શરુ કરો. આરોગ્ય અને ધનની દ્રષ્ટિએ પણ સપ્તાહ સારું જણાઈ રહ્યું છે.

  ધન (ભ.ફ.ધ): ધન રાશિના જાતકો માટે સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. જેટલું છે તેમાં ખુશ રહો, વધુ પડતા પૈસા મેળવવા ના ભાગવાની સલાહ આ સપ્તાહે ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. ક્કોઈ પણ જગ્યા એ ફરવા જવા માટે સપ્તાહ યોગ્ય છે. અન્ય લોકોની વાતોની અસર પોતાના મન પર ના થાય તેનું ધ્યાન રાખવું અને પરિસ્થિતિઓ સામે ફાઈટિંગ સ્પિરિટ જાળવી રાખવું.

  મકર (ખ.જ): આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે ખૂબ જ સારું જણાઈ રહ્યું છે, જે ઇચ્છશો તે ક્રિએટ કરી શકશો. સોલાર પ્લેક્સ્સ ચક્ર (મણિપુર ચક્ર) પર ફોકસ કરવું અને પોતાના વિચારો પોઝિટીવ રાખવા. આ સપ્તાહે સફળતા મળશે પણ તેનાથી છકી ના જવું. વધુ પડતા ઈગો કે ઓવર કોન્ફિડન્સમાં આવ્યા વિના જ આગળ વધવાથી જે ધારશો તે કરી શકશો.

  કુંભ (ગ.શ.સ.ષ): કુંભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ સારું જણાઈ રહ્યું છે. જે પણ ભગવાન કે શક્તિમાં વિશ્વાસ કરતા હોવ તેની પૂજા કરવાથી બધું જ સારી રીતે થઇ જશે. કોઈ પણ કામમાં આળસ કરવી નહિ અને થોડું કરીને બેસી જવું નહિ. ગુરુ હોય તો તેમની સલાહ લેવી અને તેમના માર્ગદર્શનના આધારે જ આગળ વધવું.

  મીન (દ.ચ.ઝ.થ): ટેરો કાર્ડસની સલાહ મુજબ મીન રાશિના જાતકોએ આ અઠવાડિયે પોતાના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવો. પોતાની મૂંઝવણનું સમાધાન એકલા નહિ શોધીને પરિવાર અને મિત્રોની મદદ લેવી. કોઈ પણ સારી શરુઆત માટે આ સપ્તાહ હકારાત્મક દેખાઈ રહ્યું છે. ટીમ વર્ક પર ફોકસ કરવું અને કોઈ પણ ટાસ્ક પૂર્ણ કરવા માટે અન્યોની સલાહ પર ધ્યાન આપવું. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો એક્સપર્ટ એન્ડ ટ્રેઇનર)
  Published by:ankit patel
  First published: