Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકો માટે આ સપ્તાહે નિર્ણયો લેવા જોખમી, જાણો રાશિફળ

સાપ્તાહિક ટેરો રાશિફળ

tarot weekly predictions 21 to 27 November 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

 • Share this:
  tarot weekly predictions 21 to 27 November 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહ સરેરાશ દેખાઈ રહ્યું છે. દરેક રાશિ માટે ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે ખાસ સંદેશ, કુંભ રાશિના લોકો ખાસ વાંચો(tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ): આ સપ્તાહે મેષ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, ભૂતકાળમાં જે કામ કર્યા છે તેના જ પરિણામો મળી રહ્યા છે તે તમને ખબર છે પણ હવે તે વિચારીને પસ્તાશો તો અને હવે બધું જ સરખું થાય એ માટે પ્રયત્ન નહિ કરો તો બધું જ વધારે બગડશે. એવામાં આ જ યોગ્ય સપ્તાહ છે કે, હવે મુશ્કેલીઓનો સામનો કરો, હકીકતોને સ્વીકારીને પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરો.

  ખાસ સંદેશ: પોતાના ઈમોશન્સ પર કાબૂ મેળવો અને પોતાના જીવનનો ચાર્જ પોતાના હાથમાં લો.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ): વૃષભ રાશિના લોકો માટે આવનારું સપ્તાહ તેમના સ્વભાવ મુજબ જ જણાઈ રહ્યું છે. પરિસ્થિતિઓ અને વ્યક્તિઓનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરશો પરંતુ તેના કારણે તમારા સ્વજનો તરફથી મળતું માન ગુમાવવાનો વારો આવી શકે છે. એટલે જ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહે જેટલી જરૂર છે તેટલું જ બોલો અને વધારે પડતી અપેક્ષાઓ ના રાખવી.

  ખાસ સંદેશ: અંધારામાં તીર ના ચલાવવા અને આખી વાતની માહિતી ના મળે ત્યાં સુધી કોઈ બાબતોમાં પડવું નહિ.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): આ સપ્તાહ તમારા માટે હકારાત્મક જણાઈ રહ્યું છે અને તમારા જીવનસાથી તરફથી ઘણી મદદ મળશે. કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, આ સપ્તાહે કોઈ પણ મહત્ત્વના નિર્ણયો ના લેવા અથવા થોડો વધુ સમય લઈને વિચારીને લેવા. તમારો લવ ઇન્ટરેસ્ટ મળવાના યોગ પણ જણાઈ રહ્યા છે.

  ખાસ સંદેશ: પોતાના અસ્તિત્વનો આનંદ માણો અને બધી જ બાબતોને થોડી હળવી લઈને આગળ વધો.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ભૂલ ભૂલામણીથી ભરેલું રહેશે અને કશું જ ના સમજાય તેમ બનશે પરંતુ એવા સંજોગોમાં અન્ય લોકોની વાત માનીને આગળ વધશો તો મુશ્કેલીમાં મૂકશો તે યાદ રાખવું. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહે તમે કશું જ ના કરો, કોઈ પણ નિર્ણય ના લેશો, કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા માટે પ્રયત્નો ના કરશો. મેડીટેશન કરો અને સ્વયંના વિચારો પર જ ફોકસ કરો.

  ખાસ સંદેશ: કોઈ પણ બદલાવ લાવવાના પ્રયત્નો ના કરશો.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ): આ સપ્તાહે સિંહ રાશિના જાતકો પર ઘણી જવાબદારીઓ આવશે અને તેના કારણે ઘણું બધું બર્ડન આવે અને નકારાત્મક પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. અન્યો પર વિશ્વાસ રાખીને આગળ ના વધવું અને તેમના ઇન્ટેન્શન તમારા જેટલા જ શુદ્ધ છે તેમ માનવાની ભૂલ ના કરવી.
  ખાસ સંદેશ: વધુ પડતી જવાબદારીઓ આવે ત્યારે થોડો સમય બ્રેક લઈને કુદરતના ખોળે સમય વિતાવવો.

  કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કન્યા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ હકારાત્મક દેખાઈ રહ્યું છે. જે પણ ઈચ્છા હશે તે પૂર્ણ થતી જણાશે. તમારે જે પણ કામ કરવા છે તે આગળ વધારવા અથવા શરુ કરવા માટે નવા સોર્સ પણ મળશે. ટેરો કાર્ડસની સલાહ છે કે, યુનિવર્સ સાથે કનેક્શન બનાવવું અને પ્રાર્થના કરવાથી પણ ફાયદો થશે.

  ખાસ સંદેશ: નવી તકો સામે ચાલીને આવશે, લગ્ન કરવા માંગતા લોકો માટે માંગુ આવવાની શક્યતા છે.

  તુલા રાશિફળ (Libra) (ર.ત): આ સપ્તાહે તુલા રાશિના લોકો માટે આધ્યાત્મિક પાથ માટે જવા માટેનો યોગ્ય સમય છે. આર્થિક મામલે પણ માર્ગદર્શન મળશે અને તેના કારણે બિઝનેસ કે જોબમાં સારો પ્રોફિટ કે કમિશન મળી શકે છે. કોઈ પણ પ્રકારના નિણર્ય લેતા પહેલા સ્વયં સાથે ચર્ચા કરો અને પછી આગળ વધો.

  ખાસ સંદેશ: ઘણા બધા કામ એકસાથે લઈને કન્ફયુઝ થવાના બદલે એક સમયે એક વાત પર ફોકસ કરો.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): વૃશ્ચિક રાશિના લોકો માટે આ સપ્તાહ મિશ્રિત જણાઈ રહ્યું છે. ઘણા બધા લોકોની નેગેટિવિટી તમને અસર કરશે અને તેના કારણે પોતાના પરનો વિશ્વાસ ડગી જાય તેમ લાગશે તેવા સંજોગોમાં આંતરિક સમજણ પર ધ્યાન આપવું જેથી નકારાત્મકતાની અસર તમને વધુ પડતી ના જણાય. કોઈ પણ સંજોગોમાં ભાવનાઓમાં વહી જઈને અથવા વધારે પડતા પ્રેક્ટિકલ થઈને નિર્ણયો ના લેવા.

  ખાસ સંદેશ: બધી જ બાબતો જલ્દી તમારી રીતે બદલાય તેવી આશા ના રાખવી.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): ટેરો કાર્ડ્સ તરફથી ધન રાશિના લોકો માટે માર્ગદર્શન છે કે, આ સપ્તાહ તમારે વાસ્તવિકતા સાથે જોડાયેલા રેહવાનું છે. તમે જે વિચારો છો તે તમારી કલ્પના માત્ર હોય તે બની શકે છે. બિઝનેસમાં કોઈ પણ રિસ્ક લેવાનું વિચારતા હોવ તો બધી જ વાસ્તવિકતાઓ તપાસવી અને કોઈની વાતોમાં આવી જઈને રોકાણ ના કરવું.

  ખાસ સંદેશ: પરિવાર સાથે સમય વિતાવો, બાળકનું પ્લાનિંગ કરવા માટે પણ યોગ્ય સપ્તાહ.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ): પોતાના જ ઉભા કરેલા ભ્રમમાંથી બહાર આવીને પોતાના જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો યોગ્ય સમય છે. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ બધી જ ખોટી મર્યાદાઓ અને બીજા લોકોએ ઉભી કરેલી વિચારસરણીને તોડીને પોતે ખરેખર શું વિચારો છો તે જાણીને નવજીવન શરુ કરવાનું છે.

  ખાસ સંદેશ: અન્ય લોકોએ ખોટું કર્યું તે બાબતે લડવા જવા કરતા તમે તેમની વાતમાં ફરી ના આવો તે માટે સ્વયં પર કામ કરો.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે કપરું છે. નાનપણથી જ જે માન્યતાઓ વચ્ચે મોટા થયા છો તે તોડવાનો સમય આવી ગયો છે. તમે જ પોતાની મદદ કરી શકો છો અને તમારા માટે જે ખરેખર યોગ્ય છે તે કરી શકો છો. અન્ય લોકો શું વિચારશે તે વિચારશો તો હતાશા આવી શકે છે. એટલે જ આ સપ્તાહે તમારા માટે જે ખરેખર સારું છે તે સ્વીકારો અને ખોટી માન્યતા અને નિયમોમાંથી બહાર આવો.

  ખાસ સંદેશ: પોતાના મન પર જીત મેળવશો અને અન્ય લોકોની મદદની રાહ નહિ જુઓ તો ઘણી બધી તકો તમારી રાહ જોઈ રહી છે.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકોએ પોતે જ દરેક કામ માટે જવાબદાર છે અને પોતે જો કામ નહિ કરે તો લોકો તેમને જ જજ કરશે તેવી માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, થોડો બ્રેક લો અને પોતાના પર ધ્યાન આપો, પોતાની જાત સાથે સતત લડવાનું આ સપ્તાહે બંધ કરો. હા, પોતાની માનસિક શાંતિ માટે અન્ય લોકોની અપેક્ષા પૂરી ના કરી શકો અને જો અન્ય સાથે બોલવાનું થાય તો તમારા વિચારો સ્પષ્ટપણે મૂકવા.

  ખાસ સંદેશ: ઘણા સમયથી તમે પોતાના મિત્રો સાથે સમય નથી વિતાવ્યો તો આ સપ્તાહે તેનું આયોજન કરો. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર, મોબાઈલ નંબરઃ- 9974029300)
  Published by:ankit patel
  First published: