tarot weekly predictions 20 to 26 March 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
tarot weekly predictions 20 to 26 March 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ): હેલ્થ: ઓવરઓલ સ્વાસ્થ્ય સારું જણાઈ રહ્યું છે. સન મેડીટેશન અવશ્ય કરવું. આંખ અને પેટના રોગોથી થોડું સાચવવું. ભૂખથી વધારે જમવું નહિ.
કરિયર: આ સપ્તાહ કારકિર્દી બાબતે તમારા ફેવરમાં જણાઈ રહ્યું છે. ટીમ વર્ક કરવું અને દરેકની ટેલેન્ટને સમજીને તેનું સન્માન કરવું. કોઈ પણ કલીગ કે ક્લાયન્ટ સાથે બોસ વાળો વ્યવહાર ના કરવો.
રિલેશનશિપ: તમારી આસપાસના નજીકના સંબંધોને લઈને તમારા મનમાં ક્યાંક ડર જણાઈ રહ્યો છે, નવા લોકો સાથે અથવા જૂના લોકો સાથે નવા સંબંધો બનાવતા ડરવું નહિ અને આગળ વધવું.
એન્જલ મેસેજ: કોઈ પણ નકારાત્મક વિચાર આવે કે તરત જ ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ’ એમ બોલીને ખરાબ વિચારોના સ્થાને સારા અને પોઝિટીવ વિચારો કરવા. નેગેટિવ વિચારોની અસર ના થાય તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ): હેલ્થ: ખોટા અને વધુ પડતા વિચારો ત્યાગીને વર્તમાન ક્ષણમાં જીવશો તો માથાના દુઃખાવાથી બચી શકશો. પગના દુઃખાવાના પણ ચાન્સીસ છે. પાણીવાળા સ્થાને પરિવાર કે મિત્રો સાથે જઈને આનંદ કરવો.
કરિયર: હાલ તો કરિયરના પોઝિટીવ પોઈન્ટ પર છો પરંતુ કરિયર માટે ભૂતકાળમાં લીધેલા નિર્ણયોની હજુ પણ ફરિયાદ કર્યા કરો છો, જે બંધ કરી દેવું જોઈએ. જે પણ કામ કરવાનું છે તે હવે વિચારવાનું બંધ કરીને તેના પર એક્શન લેવાનું શરુ કરવું જોઈએ.
રિલેશનશિપ: કોઈ પણ નવા સંબંધો બનાવતા પહેલા પોતાના સ્વભાવમાં જે બદલાવ જરૂરી છે તે લાવવા.
એન્જલ મેસેજ: તમારા એન્જલ્સને પ્રાર્થના કરવી કે તમારા ભૂતકાળના જીવનમાંથી લેવાની શીખ તમને મળે, દુઃખ રિલીઝ થાય અને હીલ થાય.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): હેલ્થ: ઈમોશનલ હેલ્થ ખાસ કરીને આ સપ્તાહે તમારે સાચવવી પડશે. તમારા માટે લેટ ગો કરવું ખૂબ જ જરૂરી છે. જૂની ઘટનાઓની ફરિયાદો કરતા રહેશો તો માઈગ્રેનનો દુઃખાવો આવી શકે છે.
કરિયર: વધુ પડતું કામ આવશે જેના લીધે ખૂબ જ એક્ઝોશન આવી શકે છે. પોતાના માટે થોડો સમય ફાળવવો અને કામથી દૂર જઈને થોડો આનંદ પણ કરવો.
રિલેશનશિપ: કોઈ પણ રિલેશનશિપમાં તમારા ઈગોના કારણે મુશ્કેલી ના આવે તેનું ધ્યાન રાખવું. કોઈ પણ નિર્ણયો ઉતાવળમાં આવીને આ સપ્તાહે લેવા નહિ.
એન્જલ મેસેજ: મધર નેચર સાથે કનેક્ટ કરવું આ સપ્તાહે તમારા માટે અનિવાર્ય છે.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : હેલ્થ: આ સપ્તાહે ઓવરઓલ સ્વાસ્થ્ય હકારાત્મક રહેશે. ખાસ કરીને કર્ક રાશિની સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું જણાઈ રહ્યું છે. ઓર પ્રોટેક્શન અવશ્ય કરવું. મૂલાધાર ચક્ર પર ધ્યાન આપવું નહિ તો પ્રોસ્ટેટ કે ગાયનેક સંબંધિત મુશ્કેલી આવી શકે છે.
કરિયર: કરિયરમાં જે પણ બની રહ્યું છે તે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ અનિવાર્ય છે. માત્ર કામ કરતા રહો અને જે ભગવાનમાં માનતા હોવ તેમને પ્રાર્થના કરતા રહો કે, યોગ્ય માર્ગ ચીંધે.
રિલેશનશિપ: તમારા મનની વાત તમારા નજીકના લોકો સુધી તમારી રીતે પહોંચાડવી જ પડશે. તમારી ઇચ્છાઓ અને પ્રાયોરીટીને ધ્યાનમાં લઈને અલગ પ્રકારના નિર્ણયો લેવા પડે તો અચકાવું નહિ.
એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના પેકેટ ફૂડ કે કેમિકલ યુક્ત ખોરાક ખાવાનું ટાળવું. તમારા માટે યોગ્ય ના હોય તેવા તમામ સંબંધો. પરિસ્થિતિઓ અને લોકોથી દૂર રહેવું.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ): હેલ્થ: સ્વાસ્થ્ય આ સપ્તાહે જાળવવું જરૂરી છે. બીમારી કે તેના લક્ષણો શરુઆતમાં નાના જ દેખાશે પણ જો ધ્યાન નહિ આપો તો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. અન્ય લોકોની ચિંતા કરીને પોતાની તબિયત બગાડવી નહિ.
કરિયર: તમે કહ્યું હોય તે કામ તે જ રીતે થાય તે જરૂરી નથી. પોતાના કલીગ્સ અને સ્ટાફને તેમની રીતે કામ કરવા દેવું. અન્ય લોકોની ક્રિએટિવિટી અને વિચારોને ધ્યાનમાં લઈને કામ કરશો તો ફાયદો થશે.
રિલેશનશિપ: હાલના સમયમાં તમારે તમારા પોતાની સાથેના સંબંધો પર સૌથી વધુ ફોકસ કરવાની જરૂર છે. મેડીટેશન દ્વારા પોતાના અસ્તિત્ત્વ સાથે કનેક્ટ કરવાના પ્રયત્નો કરવા.
એન્જલ મેસેજ: તમે એક અર્થ એન્જલ છો અને આ સપ્તાહે તમારે અન્ય લોકોને પ્રેમના પાઠ શીખવવાના છે.
કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ): હેલ્થ: નાની તકલીફ શરીરમાં આવે તો ગભરાવું નહિ. ખાસ કરીને જો તમારી એજ ૫૦ કરતા વધુ હોય તો સામે ચાલીને બીમારીને બોલાવવી નહિ, ડાયાબીટીસના દર્દીઓએ સાચવવું.
કરિયર: ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવતા જણાઈ રહ્યા છે. કલીગ્સ કે સ્ટાફ સાથેના સંબંધો સુધરતા જણાય. કામના સ્થળે નવી મિત્રતા શરુ થવાના યોગ જઈ રહ્યા છે.
રિલેશનશિપ: વધુ જુઓ, ઓછું બોલો. જયારે જરૂર લાગે અને અનિવાર્ય હોય તો જ પોતાના ઓપીનીયન પોતાના પાર્ટનર કે ફેમિલીને આપવા. ઓબ્ઝર્વ કરવું અને દરેક બાજુથી પરિસ્થિતિને જાણવાનો પ્રયત્ન કરવો અને એ પછી જ કોઈ જજમેન્ટ લેવા જેથી તે સંબંધમાં કડવાશ ના આવે,
એન્જલ મેસેજ: તમારા મનની ઈચ્છા એક કાગળમાં લખીને એક ડબ્બીમાં એ કાગળ મૂકીને ઘરના મંદિરમાં એ કાગળ મૂકી દેવો. દરરોજ એ કાગળ સવારે પૂજા કરતા સમયે ખોલીને વાંચવો.
તુલા રાશિફળ (Libra) (ર.ત) હેલ્થ: કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીથી છૂટકારો આ સપ્તાહે મળતો જણાશે.
કરિયર: ઓફિસ પોલિટિક્સમાં પડવું નહિ અને પોતાના કામ સાથે કામ રાખવું.
રિલેશનશિપ: તમારા માટે વાસ્તવિકતા જાણવી અને સમજવી ખૂબ જ જરૂરી છે, તમારા મનમાં ધારેલી વ્યાખ્યા પ્રમાણે સંબંધો નહિ બને તે વાત સ્વીકારવી. એન્જલ મેસેજ: રોઝ ક્વોર્ટ્ઝ અને બ્લેક ટર્મલાઈન ક્રિસ્ટલ રાખવાથી લાભ થશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય): હેલ્થ: વૃશ્ચિક રાશિના લોકોએ આ સપ્તાહે ખાસ કરીને માથાના દુઃખાવા અને ગળાના રોગોથી સાચવવાનું છે. આંખોને પણ વધુ પડતો સ્ટ્રેસ આપવો નહિ.
કરિયર: આ સપ્તાહે કરિયરમાં સફળતા મળી શકે છે પરંતુ જો તમે એ સફળતા પચાવી નહિ શકો અથવા અભિમાનમાં આવી જશો તો ટૂંક સમયમાં જ નિષ્ફળતાનો સામનો કરવો પડશે તે યાદ રાખવું. ખૂબ જ ધ્યાનપૂર્વક સાચવીને પગલા ભરવા.
રિલેશનશિપ: કોઈ પણ બિનજરૂરી જવાબદારી લેવી નહિ. માત્ર સંબંધ બચાવવા માટે થઈને ખોટી વાતોનો સ્વીકાર ના કરવો અને અન્ય લોકો પોતાના કામ જાતે જ કરે તે જરૂરી છે તે યાદ રાખવું.
એન્જલ મેસેજ: કોઈ પણ નકારાત્મક અને ડરની લાગણીઓ તમે ભેગી કરી હોય તે ક્લિયર થાય તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે થોડી તકલીફ ઉભી થાય એમ બની શકે છે. કસરત અવશ્ય કરવી અને સાથે થોડો સમય કુદરતી સ્થળે વિતાવવો. ખુલ્લા પગે ઘાસમાં ચાલવું.
કરિયર: તમારે જે પણ કામ કરવાના છે તે તમે ઓલરેડી કરી લીધા છે એટલે કાર્ડ્સ કહી રહ્યા છે કે, હવે કોઈ પણ જગ્યાએ વધુ પડતા પ્રયત્નો કરવાના સ્થાને રાહ જુઓ, પરિણામ યોગ્ય સમયે મળશે જ.
રિલેશનશિપ: તમારા પાર્ટનર સાથેના સંબંધોમાં ક્યાં મુશ્કેલી છે એ વાતની જાણ થતા તેનો ઉકેલ મળી રહેશે. નવી રિલેશનશિપમાં જઈ રહ્યા હોવ તો પહેલા જૂની રિલેશનશિપ સંપૂર્ણ રીતે ક્લોઝ ચોક્કસથી કરવી.
એન્જલ મેસેજ: તમે ઈમોશનલી સેન્સેટિવ છો અને તમને આવતી ગટ ફીલિંગ તમારા માટે આશીર્વાદ રૂપ છે તે યાદ રાખવું અને હંમેશા તે ફીલિંગને ફોલો કરવી.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ): હેલ્થ: સ્વાસ્થ્ય સારું રહે પરંતુ, બહારનું ફૂડ ખાવાનું ટાળવું નહિ તો ફૂડ પોઈઝનીંગ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. કૂઈ પણ પ્રકારે સ્વાસ્થ્ય બાબતે બેદરકારીનું ખરાબ પરિણામ આવી શકે છે.
કરિયર: તમારા ગયા વર્ષના કામના આધારે જ તમને પ્રમોશન અથવા પગાર વધારો મળશે. પોતાના કામને એનાલિસીસ કરવું અને યાદ ર્કાહ્વું કે, તમે જેટલી મહેનત કરશો એટલ જ સારા પરિણામો આવશે.
રિલેશનશિપ: તમારામાં એક વ્યક્તિ તરીકે ઘણા બધા બદલાવ આવી રહ્યા છે અને એટલે જ તમારી આસપાસ તમારે કેવા લોકો જોઈએ છે તે ચોઈસ પણ બદલાઈ શકે છે.
એન્જલ મેસેજ: જો તમે નર્વસ ફીલ કરો તો માત્ર કામ પર જ ફોકસ કરીને આગળ વધવું.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): હેલ્થ: આ સપ્તાહે સ્ત્રીઓને ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી આવી શકે છે. પ્રેગનેન્ટ સ્ત્રીઓને જો થોડી પણ તકલીફ થાય તો અવગણવી નહિ. કરિયર: કોઈ પણ નવા રિસ્ક લેતા પહેલા તેમાં ઇન્વોલ્વ બધા જ લોકો વિષે યોગ્ય રીતે માહિતી મેળવવી. વગર વિચારે માત્ર વિશ્વાસના આધારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા નહિ.
રિલેશનશિપ: તમારી પોતાની જવાબદારીઓ નિભાવવામાં એટલું ખોવાઈ ના જવું કે, સૌથી નજીકની વ્યક્તિ જ તમને દગો આપી જાય. એન્જલ મેસેજ: આ સપ્તાહે ફ્રૂટ્સ અને વેજીટેબલ ડાયટ પર ફોકસ કરવું. નોન વેજ કે તામસી ફૂડ ખાવાનું ટાળવું જ.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): હેલ્થ: ગયા સપ્તાહની સરખામણીએ સ્વાસ્થ્ય થોડું ખરાબ જણાઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારના વ્યસનથી બચવું અને પોતાની હેલ્થ માટે જાગૃત થવાનો આ યોગ્ય સમય છે.
કરિયર: બિઝનેસમાં કે કામના સ્થળે લોકોની વાસ્તવિકતા સામે આવતા ઘણા મોટા આંચકાઓ લાગી શકે છે. કોઈની ખોટી વાતોમાં આવવું નહિ. કારકિર્દીના નવા સોપાનો સર કરવા જૂનું બધું જ પડી ભાંગે તેવી પરિસ્થિતિ આવી શકે છે જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે.
રિલેશનશિપ: કોઈ પણ સંબંધોમાં પોતાનું સ્થાન શું છે તે શોધવાનો યોગ્ય સમય આવી ગયો છે. ખરાબ થયેલા સંબંધોમાં તમે કેવી રીતે હકારાત્મક શક્યતા શોધશો તે તમારા હાથમાં છે પણ આવનારા બે દિવસ મહત્ત્વપૂર્ણ રહે.
એન્જલ મેસેજ: કોઈ પ્રકારની હાર્શ કે ડરની લાગણીઓ તમારાથી દૂર થે અને તમે પ્રોતેક્તેદ રહો તે માટે તમે જે ભગવાનને માનતા હોય તેમને યાદ કરીને તમારી આસપાસ સફેદ કલરનું પ્રોટેક્શન લેયર ઈમેજીન કરવું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર