Home /News /dharm-bhakti /Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ? જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 20 to 26 February 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 20 to 26 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
ટેરો કાર્ડ્સ મેષ રાશિના જાતકોને આ સપ્તાહે સંદેશ આપી રહ્યા છે કે, પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી અન્ય લોકોની વાતોમાં આવીને મનફાવે તેવા ઉપચાર કરવા નહિ. મેડીટેશન અવશ્ય કરવું અને પોતાના ઈમોશન્સ પર ધ્યાન આપવું. કારકિર્દી બાબતે આ સપ્તાહે હકારાત્મક જણાઈ રહ્યું છે. રિલેશનશિપ બાબતે કાર્ડ્સ કહી રહ્યા છે કે, નકારાત્મક લાગણીઓ અનુભવાય અને પોતાના મનની વાત કહી શકો નહી તેમ બને તેવામાં માનસિક બ્લોક ના થાવ તેનું ધ્યાન રાખવું.

એન્જલ મેસેજ: તમારા જીવનના હેતુમાં જે બાબતો હવે જરૂરી નથી તે રિલીઝ કરવા માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરો.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
ખૂબ બધી જવાબદારીઓ એકસાથે લઇ લેવાના કારણે તમારા સ્વાસ્થ્ય પર તેની અવળી અસર પડી શકે છે, જેથી આ સપ્તાહે ખાસ તમારે સ્ટ્રેસથી બચવું તેમ ટેરો કાર્ડ્સ વૃષભ રાશિના જ્ત્કોને કહી રહ્યા છે. નવી જોબ કે બિઝનેસ વિષે વિચારતા પહેં જરૂરી સોર્સ શોધવા ત્યાર બાદ આગળ વધવું. રિલેશનશિપ બાબતે હાલ બધું જ બરાબર ચાલી રહ્યું છે પરંતુ, જ્યાં તમારે તમારા તરફથી પ્રયત્નો કરવાના છે ત્યાં આળસ કરશો તો સંબંધ જોખમાઈ શકે છે.

એન્જલ મેસેજ: તમારા જીવનમાં હાલ ચાલી રહેલી ઘટનાઓનું મૂળ તમારા ગયા જન્મના કર્મો હોઈ શકે છે, તો આ સપ્તાહે ગયા જન્મના અનુભવોમાંથી લેવાના પાઠ, હિલીંગ યાદ આવે અને તમે બિનજરૂરી બાબત રિલીઝ કરી શકો તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે ખાસ કરીને થોડું સ્ટ્રેસફૂલ લાગી રહ્યું છે. ઘણી શીખ મળશે અને ઘણા લોકોના અસલી ચેહરા પણ સામે આવશે, તે બધું સ્વીકારીને આગળ વધવું. કારકિર્દીમાં જો હાલ બ્લોકેજ લાગતા હોય તો થોડા જ સમયમાં તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જશે. સંબંધોમાં ઈગો બાજુ પર મૂકીને અન્ય લોકોની વાતો-વિચારોને મહત્ત્વ આપવું.

એન્જલ મેસેજ: કોઈ પણ નકારાત્મક વિચાર કે લાગણી અનુભવાય ત્યારે મનમાં એ તેના પર ત્રણ લાલ ક્રોસ કરીને કેન્સલ, ક્લિયર, ડિલીટ કહીને તે જગ્યા હકારાત્મક વિચારો અને લાગણીઓથી પૂરવી.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે. આંખ અને ગળાના રોગથી ખાસ સાચવવું, સેવન ચક્ર મેડીટેશન લાભકારક રહેશે. કારકિર્દીમાં તમે કરેલા પ્રયત્નોના પરિણામો આ સપ્તાહે મળતા જણાશે. સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર અને નવી સફરની શરુઆત દેખાઈ રહી છે. બાળક પળના કરવા માટે પણ યોગ્ય સપ્તાહ.

એન્જલ મેસેજ: હિલીંગ, ટીચિંગ અને ગાઈડન્સમાં તમારા સ્પિરિચ્યુઅલ વિઝન્સ પર ભરોસો રાખવો.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્રિત જણાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ સારું સપ્તાહ જણાશે. કારકિર્દી બાબતે થોડા ઉતાર જણાય અને ઓફિસ પોલિટિક્સનો ભાગ બની શકો છો. રિલેશનશિપમાં ક્યાંક બંધાઈ ગયા હોય તેમ લાગે અને તમારે જે જીવન જોઈએ છે તે આ નથી તેમ અનુભવાય. તેવામાં તમારા ખરા સ્વભાવને જાણવાનો પ્રયત્ન કરવો.

એન્જલ મેસેજ: તમારી ઘાતક પેટર્નમાંથી ફ્રી થ્વામાંતે ભૂતકાળના અનુભવોમાંથી ભેગી કરેલી ડરની લાગણીઓના કોર્ડસ કટ કરવા માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ):
કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય જણાઈરહ્યું છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ સાચવવું, અન્ય લોકોને જોઇને પોતાનું ડાયટ ના બદલવું. કારકિર્દી મામલે પોતાની વાસ્વિકતા સ્વીકારવી, ડ્રીમ જોબ મેળવવા માટે એટલા કાબેલ પહેલા બનવું પડશે. સંબંધોમાં બાબતો સામાન્ય રહે. થોડો સમય નેચરમાં વિતાવવો અને જે છે તેમાં ખુશ રહેવું.

એન્જલ મેસેજ: તમારી અંદરની ગોડેસને આ સપ્તાહે જાગૃત કરો, તમારા ઈન્ટ્યુશન અને ક્વોલિટીઝ પર કામ કરો.

તુલા રાશિફળ (Libra) (ર.ત)
ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તુલા રાશિના જાતકોએ આ સપ્તાહે સ્વાસ્થ્ય સારું રાખવા મોટા બદલાવો કરવા પડે અને લાઈફસ્ટાઈલ જાળવી રાખવા જે બિનજરૂરી ફૂડ, ના ગમતા ડાયટથી દૂર થવું જ પડશે. કારકિર્દી બાબતે ખૂબ બધું કામ આવે પ્રન્રું, એકસાથે આવતા ફસાઈ શકો છો તેવામાં પ્લાનિંગપૂર્વક કામ કરવું. રિલેશનશિપ બાબતે પણ અન્ય લોકોની વાતમાં આવીને લીધેલા નિર્ણયોના કારણે પસ્તાવો થઇ શકે છે.
એન્જલ મેસેજ: તમે કરેલી પ્રાર્થનાઓનો જવાબ મ્યુઝિક, ગીત, શબ્દો દ્વારા મળી શકે છે, તે ઓબ્ઝર્વ કરવા.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય):
આ સપ્તાહ વૃશ્ચિક રાશિના લોકો માટે જવી શરુઆતની તકો લઈને આવી રહ્યું છે. સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને પોતાની આર્ટિસ્ટિક સાઈડ એક્ષ્પ્લોર કરવી. કારકિર્દી મામલે જોબમાં પ્રમોશન આવી શકે છે, બિઝનેસમાં નવો કોન્ટ્રાક્ટ મળી શકે છે. રિલેશનશિપ બાબતે અને જીવનના દરેક તબક્કે પણ ઘણા નવા હકારાત્મક બદલાવો આવી રહ્યા છે જે સ્વીકારીને આગળ વધવું.

એન્જલ મેસેજ: જયારે પણ તમને પોતાના પર ડાઉટ થાય અથવા નર્વસનેસ અનુભવો ત્યારે પોતાના કામ પર ધ્યાન આપીને આગળ વધવું.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
ઈમોશન્સ અને અન્ય લોકોના વિચારોને પોતાના પર હાવી થવા દેવાના કારણે તમારા સ્વાસ્થ્ય પર તેની અવળી અસર પડી શકે છે તેમ ધન રાશિના લકોને ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. આ સપ્તાહે કારકિર્દીમાં સ્ટેબિલીટી અને બેલેન્સ જોવા મળે, હકારાત્મક પરિણામો મળવાની શરુઆત થાય. સંબંધોના મામલે પણ રિસ્ક લેવા માટે આ સપ્તાહ યોગ્ય છે. જો કે, રિસ્ક કેલ્કયુલેટ કરવું પણ જરૂરી છે.

એન્જલ મેસેજ: તમારા પૂર્વજોને પ્રાર્થના કરીને તેમના આશીર્વાદ લેવા.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
આ સપ્તાહે મકર રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ દ્વારા ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે સ્વાસ્થ્ય સંબંધિત મેસેજ એમ છે કે, પૂરતો આરામ કરવો, વધુ પડતી એક્ટીવિટી આ સપ્તાહે ટાળવી. મૂન મેડીટેશન કરવું. કારકિર્દીમાં નવી દિશા શોધવા માટે પણ આ સપ્તાહ યોગ્ય છે. પોતાની એબિલીટીઝ પર કામ કરવું. રિલેશનશિપ બાબતે હાલ કશું ના કરીને પોતાને એમ્પાવર કરવા પર ધ્યાન આપવું. તમારા લેવલની વ્યક્તિ સાથે જ સંબંધમાં આગળ વધવું.

એન્જલ મેસેજ: તમે જે જવાબ શોધી રહ્યા છો તે તમારા દિલમાં જ છે. પ્રેમ આપવા અને લેવા માટે તૈયાર રહો.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કુંભ રાશિના જાતકો માટે આવન્રું સપ્તાહ સામાન્ય છે, જૂના પેટના રોગોથી આ સપ્તાહે છૂટકારો મળે અને સ્વાસ્થ્ય સારું રહે. રિલેશનશિપ બાબતે કોઈ પણ મહત્ત્વના નિર્ણયો આ સપ્તાહે લેવા નહિ અને થોડો સમય પોતાની સાથે પસાર કરીને માઈન્ડ ક્લિયર કરવું. કારકિર્દી બાબતે તમે જે ઇચ્છતા હોય તે પરિણામ ના મળે તેના લીધે દુઃખી થવાય.

એન્જલ મેસેજ: ગહન સેન્સિટીવિટીનું સન્માન કરો, આ ગોડ ગિફ્ટ છે.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
આ સપ્તાહે મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપીને હિલીંગ અવશ્ય કરવું. જેથી કરીને આગળના સમયમાં તમે નવા અનુભવો માટે તૈયાર રહી શકો. ઓફિસમાં કરણ વિના કોઈની સાથે બોલવું નહિ અને પોતાના કામ પર ફોકસ કરવું. સંબંધોમાં જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં જ કોમ્પ્રોમાઈઝ કરવું, ટૂંકાગાળાના ફાયદા માટે કોઈ નિણર્યો ના લેવા.

એન્જલ મેસેજ: સ્પિરિચ્યુઅલ બુક્સ લખવા અને વાંચવાથી ફાયદો થશે.
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો