Home /News /dharm-bhakti /

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના જાતકો માટે થોડું કપરું દેખાઈ રહ્યું છે, જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના જાતકો માટે થોડું કપરું દેખાઈ રહ્યું છે, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 2 to 8 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 2 to 8 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
  મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ લાગણીસભર જણાઈ રહ્યું છે. દરેક બાજુથી ઘણી બધી અપેક્ષાઓ તૂટે અને લોકોને તેમની ભૂલ માટે અને તમને દુઃખી કરવા માટે માફ કરવા પડે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમારે પોતાના ગ્રોથ પર જ ફોકસ કરવાનું છે અને તે ગ્રોથ માટે જે પણ જતું કરવું પડે તે કરવું, લાગણીવેડા કરીને જાતે જ દુઃખી થયા ના કરવું.

  એન્જલ મેસેજ : તમે ખૂબ જસર લીડર બની શકો છો અને એ જ લીદ્ર્શીપના ગુણ પોતાની જાત માટે પણ ઉપયોગમાં લઈને સ્વયંના જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લો.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
  આ સપ્તાહે વૃષભ રાશિના લોકો માટે યાત્રાના સંજોગો ઉભા થઇ શકે છે. એટલે જ જો ક્યાંય પણ બહાર જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તે સફળ રહે. સાથે જ કાર્ડ્સ કહ ઈર્હ્યા છે કે, આર્થિક બાબતો ધ્યાનમાં રાખીને ધીરે-ધીરે આગળ વધવું અને જ્યાં જરૂર પડે ત્યાં વડીલ કે અનુભવીની સલાહ લેવી.

  એન્જલ મેસેજ : તમે ડર કે કોઈ પણ કપરી પરિસ્થિતિથી દૂર રહો તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરીને પોતાની આસપાસ પર્પલ બોલ વિઝ્યુલાઈઝ કરવો.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
  ટેરો કાર્ડ્સ ખી રહ્યા છે કે, મિથુન રાશિના જાતકો માટે સપ્તાહ ખૂબ જ હકારાત્મક છે. જે પણ વિશ કરશો તે ટૂંક સમયમાં પૂરી થશે. પોતાની જાત સાથે થોડો વધુ સમય વિતાવો અને મેડીટેશન કરવું જેથી કરીને ધ્યેય પર ફોકસ કરી શકો.

  એન્જલ મેસેજ : તમારા જીવનનો ચાર્જ તમે પોતાના હાથમાં હકારાત્મકતા સાથે લઇ રહ્યા છો જે યોગ્ય છે. મણિપુર ચક્ર પર ધ્યાન આપવું.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
  આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, કોઈ પણ બાબતમાં આળસ કરશો તો તમારું કામ ચોક્કસ બગડશે. સતત મહેનત કરતા રહેશો તો અને માત્ર તો જ સફળતા ટકી રહેશે. સમય છે બિઝનેસમાં કે કામમાં પોતાના સ્પર્ધકોના કામની પદ્ધતિ જોઇને તે મુજબ પોતાની રણનીતિ ઘડીને આગળ વધવાનો.

  એન્જલ મેસેજ : તમારા ગમતા પ્રાણી સાથે સમય વિતાવો અને કોઈ પણ પરિસ્થિતિમાં તમારા એનિમલ સ્પિરિટ ગાઇડને મદદ કરવા પ્રેયર કરો.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
  ટેરો કાર્ડ્સ મુજબ સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ અન્ય લોકો પર કંટ્રોલ છોડી દઈને પોતાની જાત પર કંટ્રોલ કરવાનું છે. તમારા કરતા અલગ વિચારધારાના લોકો સાથે અણબનાવ થવાના સંજોગો ઉભા થઇ શકે છે. ઈગો પર કાબૂ રાખવો અને પોતાની જાત પર જ ફોકસ કરવું અન્યોની ભૂલને માફ કરવી.

  એન્જલ મેસેજ : પિતૃ પ્રાર્થના કરવાથી દરેક ક્ષેત્રે મદદ મળી રહેશે.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
  કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ છળ કપટથી ભરેલું હોઈ શકે છે અને તેમાં પણ ખાસ કરીને રિલેશનશિપમાં નકારાત્મકતા ઉભી થઇ શકે છે. કોઈ પણ સંબંધ સાચવવા માટે અ સપ્તાહે જે પણ તમારા મનમાં છે તે કેહવું અને અને સામે પક્ષે પણ તેમ જ બને તેનું ધ્યાન રાખવું.

  એન્જલ મેસેજ : તમારા વિચારો પર ફોકસ કરવું. ક્રાઉન ચક્ર મેડીટેશન કરવાથી તમારા મનનો અવાજ સંભળાશે.

  તુલા રાશિફળ (Libra) (ર.ત):
  સમય આવી ગયો છે નિર્ણય લેવાનો તેમ ટેરો કાર્ડ્સ તુલા રાશિના જાતકોને મેસેજ આપી રહ્યા છે. ઘણા લાંબા સમયથી તમે જે કોઈ બાબત પર વિચાર કરી રહ્યા છો તે પ્રત્યે આ સપ્તાહે જ નિર્ણય કરવો પડશે તો જ જીવનમાં તમે આગળ વધી શકશો. ડર્યા વિના જ તમને ગમતું કરવા મન મક્કમ કરી લેવું.

  એન્જલ મેસેજ : મધર નેચર સાથે વધુ સમય પસાર કરો જેથી કરીને તમારી નિણર્ય શક્તિ મજબૂત થશે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય):
  આ સપ્તાહ વૃશ્ચિક રાશિના લોકો માટે એકંદરે હકારાત્મક જણાઈ રહ્યું છે. આધ્યાત્મિક સફર શરુ કરવા માટે યોગ્ય સપ્તાહ છે. જો કોઈ સોલો ટ્રાવેલ કરવાનો પ્લાન કરવો હોય તો પણ સફળ રહે. તમારી વર્તમાન પરિસ્થિતિથી થોડા અલગ જઈને થોડો સમય પોતાની સાથે વિતાવો.

  એન્જલ મેસેજ : પેરેન્ટ્સ સાથેની કડવી યાદો અથવા તેમના કારણે તમને પડેલા દુઃખ હીલ થાય તે માટે પ્રાર્થના કરવી અને યાદ રાખવું તમારા પેરેન્ટ્સ તમને ખૂબ પ્રેમ કરે છે.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
  ધન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, મન અને મગજ બંને અલગ દિશામાં ચાલી રહ્યા છે. તમારી ખુશીઓ, ઈચ્છાઓ, વિચારો કે આદર્શો સાથે સમાધાન કરીને અન્યોને ખુશ રાખવાનું વિચારશો તો તે તમારા માટે નકારાત્મક નિર્ણય સાબિત થશે. તમારું દિલ અને દિમાગ બંને જે વાત પર એગ્રી કરે તે જ કરવું.

  એન્જલ મેસેજ : તમે જાણો છો કે વિચારો છો તે તમારા માટે યોગ્ય છે અને તમારા એક્શન તમારા આદર્શો સાથે મેચ થાય તે જરૂરી છે.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
  આવનારું સપ્તાહ મકર રાશિના જાતકો માટે થોડું કપરું દેખાઈ રહ્યું છે. એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જેમાં કોઈ પણ તમને મદદ ના કરી શકે કેમ કે, એ તમે જાતે જ ઉભી કરેલી છે એ યાદ રાખવું. પોતાની જાતને થોડી બેલેન્સ કરીને શાંત કરો અને સ્વીકારો કે કોઈ પણ સંજોગોમાં તમારે પોતે જ તમારી મદદ કરવાની છે.

  એન્જલ મેસેજ : આર્કેન્જ્લ માઈકલ અને રાફેલ ને પ્રાર્થના કરો કે, તમારી આસપાસ જે પણ વણજોઈતી એનર્જીસ, પરિસ્થિતિ કે લોકો છે તેમને દૂર કરે અને તમારા મનમાંથી ડર દૂર કરે.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
  અંતરાત્માનો અવાજ સાંભળો અને એ જ પ્રમાણે આગળ વધો તેમ ટેરો કાર્ડ્સ કુંભ રાશિના જાતકોને કહી રહ્યા છે. જ્યાં જેટલી જરૂર છે તેટલું જ બોલવું, ગુસ્સા પર કાબૂ રાખવો. આસપાસના વાતાવરણ, લોકો અને પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરો અને જ્યાં સુધી તમને પૂછવામાં ના આવે ત્યાં સુધી સલાહ ના આપવી.

  એન્જલ મેસેજ : જે પણ તમારે બોલવાનું છે તે જ તમે બોલશો અને સત્ય બોલશો તેમ ભરોસો રાખવો અને પછી જ બોલવું.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
  મીન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહ તમે આયોજનો તો ખૂબ બધા કરશો પરંતુ, તે પૂર્ણ કરવા તરફ જે પગલા લેવા પડે તે નહિ લઇ શકો. તેવામાં વધુ પડતું વિચાર્યા વિના જે પણ નવી શરુઆત કરવી છે તે પ્રેક્ટિકલી કરો, માત્ર વિચારો કરવાથી પરિણામો નહિ જ મળે.

  એન્જલ મેસેજ : ગીત-સંગીત, વાતો વગેરે માધ્યમથી તમને મોટીવેશન મળી શકે છે. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
  Published by:ankit patel
  First published:

  Tags: Tarot Card, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

  આગામી સમાચાર