Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

સાપ્તાહિક ટેરો રાશિભવિષ્ય

tarot weekly predictions 19 to 25 September 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 19 to 25 september 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. કર્ક રાશિના જાતકો માટે નવી જીવનશૈલી અપનાવવાનો સમય છે તો તુલા રાશિના જાતકોને લાલચ નહિ કરવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. અન્ય રાશિઓ માટે પણ છે ચેતાવણી અને સલાહો. (19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર) તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries) (અ.લ.ઈ): જૂનું પૂર્ણ થવાનો અને નવું શરુ થવાનો સમય આવી ગયો છે. મેષ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ સૂચવી રહ્યા છે કે, જૂનું પકડી રાખવાનો પ્રયત્ન ના કરશો કેમ કે, નવી શરુઆત થવાની આ સપ્તાહમાં ઘણી બધી તકો આવી શકે છે. બની શકે કે, એક કાર્ય પૂર્ણ થાય અથવા કોઈ વ્યક્તિ જીવનમાંથી બહાર જાય અને થોડો સમય એમ લાગે કે હવે કશું જ બાકી નથી પરંતુ, રાહ જુઓ આ સપ્તાહમાં નવી શરુઆત થઇ શકે છે.

વૃષભ રાશિફળ (Taurus) (બ.વ.ઉ): વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ આરોગ્યને સાચવવાનું છે. માનસિક તણાવ ના લેવો અને પેટના રોગોથી ધ્યાન રાખવું. કોઈ પણ કામમાં ટીમ વર્ક કરવું અને પોતાનો ભાગ બરાબર રીતે ભજવવાનું ટેરો કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે. અન્ય કોઈની મદદ લેવાની આવે તો અચકાયા વિના લેવી જેથી કરીને તમારી પર વધારે સ્ટ્રેસ ના આવે.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): આ સપ્તાહે કોઈ પણ આયોજન લાંબા ગાળાને ધ્યાન રાખીને ના કરવું. ખાસ કરીને રોકાણ કરતા પહેલા ધ્યાન રાખવું અને ટૂંકા ગાળાના ગોલ્સ પર ધ્યાન આપવું. બધું જ સ્પષ્ટ હોય તેમ છતાં ઉતાવળ નહિ કરવાનું ટેરો કાર્ડ્સ મિથુન રાશિના જાતકોને કહી રહ્યા છે. મન અને મગજ બંને એક સાથે એક જ નિણર્ય સાથે સહમત ના હોય ત્યાં સુધી આગળ ના વધવું.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : કર્ક રાશિના જાતકો માટે આગામી સપ્તાહ ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યું છે. રેગ્યુલર રૂટીનમાંથી બહાર આવીને નવી જીવનશૈલી અપનાવવાનો આ યોગ્ય સમય છે. તેમ કરવાથી બિઝનેસ કે જોબમાં નવી સફળતા મળી શકશે. કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ ના કરવી અને તમારું કામ પતાવીને પછી તેનું રીઝલ્ટ આવે તેટલો સમય ધીરજપૂર્વક રાહ જોવી.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, સિંહ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ ઘણા પડકારો લઈને આવી રહ્યું છે જે તમારા માટે ખૂબ જ હકારાત્મક સાબિત થઇ શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના વિચારો પર વળગી રહેવું અને તમને વિશ્વાસ હોય કે તમે સાચા છો તો અન્ય કોઈની પરવાનગી મળવા સુધી રાહ ના જોવી. પ્રેમ સંબંધ તમને મદદરૂપ બની શકે છે.

કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ બધા કામોથી વ્યસ્ત હોય તેમ બની શકે છે. એવા સમયમાં ઘણા કામો એક સાથે લેવાના સ્થાને જેટલું બની શકે તેટલું જ કામ લો. સાથે જ કોઈ પણ કામ લેતા પહેલા તે કામને બરાબર રીતે સમજવું અને પૂરતું રીસર્ચ વર્ક કર્યા બાદ જ આગળ વધવું. જ્યાં અટકો ત્યાં થોડો સમય બધું બાજુએ મૂકીને નવી દિશામાં વિચારવું.

તુલા રાશિફળ (Libra) (ર.ત): આ સપ્તાહે કંજૂસાઈ કે લાલચ કરવી નહિ તેમ ટેરો કાર્ડ્સ તુલા રાશિના જાતકોને કહી રહ્યા છે. જો એમ કરશો તો તમારા અન્ય લોકો સાથેના સંબંધો બગડી શકે છે. પોતાની જાત પર વિશ્વાસ રાખો અને રિસ્ક લેવાનું આવે તો આ સપ્તાહે લઇ શકાય છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): વૃશ્ચિક રાશિના જાતકો આ સપ્તાહે ઘણું એડવેન્ચર અનુભવશે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. બાળક સહજ વૃત્તિ રાખીને આગળ વધી શકશો. પરંતુ, એ ધ્યાન રાખવાનું છે કે, જે મેળવવું છે તે લેવા માટે એટલી તૈયારી પણ જરૂરી છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતા પહેલા પૂરતી તૈયારી અવશ્ય કરવી.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે હકારાત્મક જણાઈ રહ્યું છે પરંતુ, ભૂતકાળની ભૂલો અથવા કર્મોને કારણે જો કોઈ પણ પરિસ્થિતિ ઉભી થાય તો તેમાં રીએક્ટ ના કરવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. પોતાના મનની વાતો આ સપ્તાહે વધુ પડતી ના જણાવવી અને જ્યાં સુધી સામેની વ્યક્તિ સ્પષ્ટતા ના આપે ત્યાં સુધી રાહ જોવી.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ): આસપાસ નકારાત્મક વાતાવરણ રહેશે પરંતુ તેનાથી તમે પ્રભાવિત ના થાવ તે માટે પોતાની આંતરસૂઝ પર અને આત્મશક્તિ પર વિશ્વ લ્રવો જરૂરી છે તેમ મકર રાશિના જાતકોને ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. પોતાની મુશ્કેલીઓમાંથી તમે જાતે જ બહાર આવી શકશો. જાતે જ ઉભી કરેલી નકારાત્મક પરિસ્થિતિઓનો બોજો ઉઠાવીને ફેંકી દેવો.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): કુંભ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ ખૂબ જ આનંદપૂર્વક વીતશે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. કોઈ પણ પરિસ્થિતિ સહજતાથી લઈને આગળ વધવાનો તમારો સ્વભાવ તમને આ સપ્તાહે મદદ કરશે. એ સિવાય જે પણ ઘટનાઓ બને છે તે તમારા જીવનમાં અનુભવ માટે જરૂરી છે તે ધ્યાન રાખવું અને એ અનુભવમાંથી પસાર થઇ જવું, વધુ પડતું સમજવાનો પ્રયત્ન ના કરવો.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહ થોડું નકારાત્મકતા લઈને આવી શકે છે. પોતાના મનમાં ચાલતા ઉચાટનો સામનો કરો અને તેમાંથી શીખ લેવાનો પ્રયત્ન કરો. કોઈ પણ બાબત તમારા કંટ્રોલમાં ના હોય ત્યારે માત્ર પોતાના વિચારો અને પોતાના એક્શન તમે કંટ્રોલ કરી શકો છો એ યાદ રાખીને આગળ વધવું. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
First published:

Tags: Horoscope in gujarati, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Weekly rashifal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો