Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરોકાર્ડ સાપ્તાહિત રાશિફળ

tarot weekly predictions 19 to 25 June 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 19 to 25 June 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ સામાન્ય રહેશે. જૂની બીમારીથી પીડિત લોકોએ ખાસ કરીને કાળજી લેવી. પૂરતા વ્યાયામ અને યોગ્ય ઈલાજથી હેલ્થ જળવાશે.

કરિયર: જે કામમાં તમને ખુશી ના મળતી હોય તે કામ અને તે સ્થળ મૂકી દેવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. જો કે, તમારી વધુ પડતી અપેક્ષાઓના કારણે પણ તમને તમારી યોગ્યતા પ્રમાણે ફળ નથી મળતું તેમ લાગ્યા કરશે.

રિલેશનશિપ: તમારા પરિવારના સ્ત્રી પાત્રો સાથે ખાસ કરીને ખૂબ જ સન્માનથી વર્તવું. તેમની સાથે કોઈ પણ વાત શેર કરવાથી તમને મૂંઝવણનો ઉકેલ તાત્કાલિક મળશે.

એન્જલ મેસેજ: તમારામાં રહેલી ડરની લાગણી દૂર થાય અને તમે પ્રોટેક્ટેડ રહો તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

હેલ્થ: સ્વાસ્થ્યમાં કોઈ પણ સમસ્યા જણાય તો ખૂબ જ ધીરજપૂર્વક પોતાની જાતનું નિરીક્ષણ કરવું અને તે પછી યોગ્ય સારવાર માટે પગલાં લેવા. પ્રેગનેન્ટ સ્ત્રીઓએ ખાસ સાચવવું.

કરિયર: ઘણું બધું કામ કરીને મેળવેલી સફળતા આળસના કારણે ધોવાઈ જવાની શક્યતાઓ આ સપ્તાહે રહેલી છે. યોગ્ય એક્શન લઈને પોતાનું કામ આગળ વધારતા રહેવું.

રિલેશનશિપ: જે વ્યક્તિ સાથે તમારે મતભેદ હતા તેમની સાથે સમજણ બનવાનું આ સપ્તાહે શરુ થાય.

એન્જલ મેસેજ: યુનિવર્સ તરફથી જે પણ મેસેજીસ આવી રહ્યા છે તે સમજવા માટે મેડીટેશન કરવું અને તમને આવતા વિચારો પર ફોકસ કરવું, તે તમારા માટે મહત્ત્વનો મેસેજ હોઈ શકે છે.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા જણાઈ રહી નથી. કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, મેડીટેશન અવશ્ય કરવું અને ખાસ કરીને મૂલાધાર ચક્ર ઘાસમાં ખુલ્લા પગે ચાલીને બેલેન્સ કરવું.

કરિયર: કારકિર્દી બાબતે આ સપ્તાહે થોડી મુશ્કેલી જણાઈ રહી છે. ટાર્ગેટ પૂર્ણ ના થઇ શકે અથવા અન્ય લોકોની મદદની રાહમાં પોતાનું કામ પૂર્ણ ના કરી શકો. પોતાની મદદ જાતે જ કરવી આ સપ્તાહે જરૂરી છે.

રિલેશનશિપ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, તમારા લાઈફ પાર્ટનર કે રોમેન્ટિક લાઈફ પાર્ટનર અથવા ફેમિલીના લોકો તમને સમજી નહિ શકે અને પોતાની રીતે તમારે કામ કરવામાં મુશ્કેલી થશે.

એન્જલ મેસેજ: આ જ યોગ્ય સમય છે કે, પોતાના માટે જરૂરી એક્શન લેવાનું શરુ કરો. જ્યાં જરૂર લાગે ત્યાં એન્જ્લ્સને પ્રાર્થના કરો અને તમને મદદ કરવા તેમને પરવાનગી આપો.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

હેલ્થ: છેલ્લા કેટલાક દિવસ ચાલી રહેલી ખરાબ તબિયત આ સપ્તાહે સુધરતી જણાય. સંગીત થેરાપી અને મ્યુઝિક સાથે કનેક્ટ થવાથી હેલ્થ ખૂબ જ સારી થશે.

કરિયર: ફીમેલ પાત્ર તરફથી તમને કામ મળે અને તેમની સાથે કામ કરવાથી ફાઈનાન્શિયલ ફાયદો પણ મળી શકે છે.

રિલેશનશિપ: તમારા ફેમિલી અથવા જીવનસાથી તરફથી તમને વધુ પડતી જવાબદારીઓનો ભાર મળી રહ્યો હોય તેમ લાગે. કોઈ પણ કામ કે જવાબદારી વધુ પડતી લેવી નહિ.

એન્જલ મેસેજ: નેચર સાથે કનેક્ટ કરવું. આધ્યાત્મની સફર પર ધ્યાન આપવું.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ થોડું નેગેટિવ જણાઈ રહ્યું છે. માથાના દુઃખાવાનો પ્રોબ્લેમ રહે. માઈગ્રેન, સાયનસના દર્દીઓએ ખાસ સાચવવું.

કરિયર: ભૂતકાળમાં કરેલા પ્રયત્નો અને કામોનું ફળ આ સપ્તાહે મળતું જણાશે.

રિલેશનશિપ: બ્રેકઅપ કે અંગત સંબંધોમાં અણબનાવ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ નવી રિલેશનશિપમાં આ સપ્તાહે પડવું નહિ.

એન્જલ મેસેજ: તમારા પોતાના સત્ય સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરવું નહિ. ટૂંકા ગાળાના ફાયદા માટે પોતાના એથિક્સ છોડવા નહિ.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ સારું જણાઈ રહ્યું નથી. વધુ પડતા વિચારો અને ટેન્શનના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે. નાની બીમારી મોટું સ્વરૂપ ના લે તેનું ખાસ ધ્યાન રાખવું.

કરિયર: બિઝનેસમાં નવા આઈડીયાઝ મળી રહે. જોબમાં તમને જોઈએ ત્યારે મદદ મળી શકે છે. તમને ગમતું કામ મળવાના પણ ઘણા યોગ સર્જાઈ શકે છે.

રિલેશનશિપ: નજીકના અને અંગત સંબંધોમાં ઘણા મોટા બદલાવો આવી રહ્યા છે જેના લીધે તમને તમારા પોતાની અંદર પણ ઘણા ચેન્જીસ જોવા મળે.

એન્જલ મેસેજ: તમારા જીવનમાં જે થઇ રહ્યું છે તે તમારા અનુભવ માટે છે, તેમાંથી શીખવું અને આગળ વધવું.

તુલા રાશિફળ (Libra) (ર.ત)

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે ઓવરઓલ સારું જણાઈ રહ્યું છે. પડવા આખડવાથી સાચવવું.

કરિયર: કારકિર્દી બાબતે આ સપ્તાહ હકારાત્મક જણાઈ રહ્યું છે. તમારા કામથી તમને સંતોષ રહેશે અને આસપાસના લોકો સાથે સારી રીતે કામ કરી શકશો.

રિલેશનશિપ: અંગત જીવનમાં જે પણ ચાલી રહ્યું છે તે થવા દો, પોતાની રીતે અલગ કશું કરવાનો પ્રયત્ન કરવો નહિ.

એન્જલ મેસેજ: થર્ડ આય ચક્ર મેડીટેશન કરવું.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય રહે. હાર્ટના દર્દીઓએ ખાસ સાચવવું. પોતાના મનની વાતો શેર કરવી જેથી કરીને મદદ મળી રહે અને હાઈપર ટેન્શન ના આવે. શોલ્ડર પેઈનથી મુશ્કેલી થઇ શકે છે.

કરિયર: તમારી કારકિર્દીમાં તમારે શું કરવું અને અને તમારી ટેલેન્ટ શું છે તે વિષે જાગૃત થશો. કરિયર બાબતે ઘણા બધા ચેન્જીસ નજીકના ભવિષ્યમાં તમે લાવી શકશો.

રિલેશનશિપ: તમારા સંબંધો બાબતે તમારે આ સપ્તાહે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે માનતા હોવ તે ભગવાનને પ્રાર્થના કરવી.

એન્જલ મેસેજ: તમે તમારી લીમીતેશાનમાંથી બહાર આવીને તમારે જે રીતે આગળ વધવું છે તે માટે કામ કરી શકો તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

હેલ્થ: આ સપ્તાહે તમારે સ્વાસ્થ્ય બાબતે ખાસ સંભાળ લેવી તેવી સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. બોડી પેઈનની તકલીફ રહે. ખાસ કરીને ગળાનો દુઃખાવો તકલીફ આપી શકે છે.

કરિયર: જે કામ મેળવવા ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા તે સફળતાપૂર્વક મળતું જણાય. કરિયરની ગાડી પાટા પર આવતી જણાય.

રિલેશનશિપ: આસપાસના લોકોની વાતો પર ધ્યાન આપ્યા વિના જ પોતાની આંતરિક સમજણથી દરેક નિર્ણય લેવા. રિલેશનશિપ બાબતેના કોઈ પણ ડિસીઝન અન્યોની વાતમાં આવીને લેવાથી નુકસાન થશે.

એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારો આવે ત્યારે અવેર થઈને ‘કેન્સલ. ક્લિયર. ડિલીટ’ એમ બોલીને એ વિચારોના સ્થાને હકારાત્મક વિચારો કરવા.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે મકર રાશિના લોકો માટે સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. જૂની બીમારી પાછી આવી શકે છે પરંતુ તેનો ઉકેલ પણ મળશે. સ્વાસ્થ્ય પાછળ ખર્ચ વધી શકે છે.

કરિયર: નવા કામની તકો જણાઈ શકે છે. આગળ વધતા પહેલા બધા જ પ્રકારના રિસ્કનીગણતરી કરી લેવી. ટૂંકા ગાળાના ફાયદા માટે લાંબા ગાળાનું નુકસાન ના જાય તેનું ધ્યાન રાખવું.

રિલેશનશિપ: તમારી અંગત વ્યક્તિ કે પછી ફેમિલીના સભ્યો તમારા વિચારો ના સમજી શકે અને તેના લીધે તમારા નિણર્યો પર તમે ફેરવિચાર કરવા લાગશો. પોતાના હકારાત્મક પાસાઓ પર વધુ ધ્યાન આપવું.

એન્જલ મેસેજ: સૂર્યનારાયણને જળ ચડાવવું.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

હેલ્થ: ઘણા સમયથી સ્વાસ્થ્યની મુશ્કેલીમાંથી પસાર થતા લોકો માટે તબિયતમાં ધીમા પગલે સુધારાની શરુઆત થતી દેખાઈ શકે છે.

કરિયર: તમારી મહેનતનું ફળ આ સપ્તાહે તમને અવશ્ય મળશે. કોઈ પણ પ્રકારે ઉતાવળ કર્યા વિના જ પરિણામની રાહ જોવી.

રિલેશનશિપ: અન્ય લોકોની વાતમાં આવીને લગ્ન બાબતના નિર્ણય લેવા નહિ. ખાસ કરીને સ્ત્રીઓએ કોઈ પણ પ્રેશરમાં આવવું નહિ.

એન્જલ મેસેજ: તમે પ્રોટેક્ટેડ રહી શકો તે માટે તમે જે ભગવાનને માનતા હોવ તેમને પોતાની આસપાસ સફેદ કલરનું પ્રોટેક્શન લેયર તેઓ આપે તે માટે પ્રાર્થના કરવી.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ સામાન્ય રહેશે. સેવન ચક્ર મેડીટેશન કરવાથી ફાયદો થશે.

કરિયર: કારકિર્દીમાં ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે જે તમારા માટે ખૂબ જ હકારાત્મક રહેશે. બધા બદલાવો સ્વીકારવા.

રિલેશનશિપ: તમારી ભલમનસાઈનો લોકો પોતાના ફાયદા માટે લાભ લઇ શકે છે. પરિવારના સભ્યો, મિત્રો કે કોઈ પણ વ્યક્તિ તમને મેનીપ્યુલેટ કરી શકે છે તેથી સાચવવું.

એન્જલ મેસેજ: નેચર સાથે કનેક્ટ થવું ખૂબ જરૂરી છે.
First published:

Tags: Astrology, DharmaBhakti, Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો