Home /News /dharm-bhakti /

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ઘણું કપરું છે, જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ઘણું કપરું છે, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિભવિષ્ય

tarot weekly predictions 19 to 25 december 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 19 to 25 december 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
  ટેરો કાર્ડ્સ મેષ રાશિના જાતકો માટે એક ખાસ સંદેશ આપી રહ્યા છે કે, આ સપ્તાહે તમારે પોતાની લાગણીઓ સમજવી ખૂબ જ જરૂરી છે. એકલા ક્યાંક જતુ રહેવાનું અને પરિસ્થિતિમાંથી ભાગી છૂટવાનું મન થાય તેવામાં થોડો સમય એકલો વિતાવવો હિતાવહ છે. તમારા વિચારો અને ખોટી લાગણીઓ જ તમને આ સપ્તાહે બાંધી રાખશે.

  એન્જલ મેસેજ: તમારી આસપાસના લોકો અને સંબંધોને સમજીને તેમાં આવતા બદલાવો સ્વીકારો.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
  આ સપ્તાહ વૃષભ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, ઘણા સમયથી ટાળી રહ્યા છો તેવી પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે. ઘણા બધા લોકો તમને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તમે જાતે પણ એ મદદ જુઓ અને આત્મવિશ્વાસ રાખીને આગળ વધો.

  એન્જલ મેસેજ : દરેક ક્ષણે તમે પોતાનું શ્રેષ્ઠ કેવી રીતે આપી શકો જેથી પરિસ્થિતિ સારી બને તેની પર જ ફોકસ કરવું.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
  મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ભૂતકાળની ઘણી બાબતો પરત લઈને આવતું દેખાઈ રહ્યું છે. તમે જાતે જ અમુક બાબતોને પકડીને બેઠા છો જેના લીધે તબિયત ખરાબ થઇ શકે છે. મેડીટેશન કરવું જેથી કરીને વિચારો સ્પષ્ટ થઇ હ્સકે અને વર્તમાનમાં જે સારી બાબતો છે તેના પર ફોકસ કરી શકો.

  એન્જલ મેસેજ : નેચરમાં જઈને સમય વિતાવો અને બને તો એક વૃક્ષ રોપીને તેની કાળજી લેવી.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
  ટેરો કાર્ડ્સ કર્ક રાશિના જાતકોને કહી રહ્યા છે કે, આ સપ્તાહ ઘણું કપરું છે જેમાં ઘણા બધા લોકોના વિચારો અને મતો અસર કરશે. પોતાના જ વિચારો સાથે સતત લડતા રહેશો તેમ બનશે. તેવામાં તમારે પોતાની સમજદારી પર ભરોસો કરીને શાંતિથી વિચારીને જ આગળ વધવું.

  એન્જલ મેસેજ : આર્કેન્જ્લ માઈકલ અથવા તમારા ઇષ્ટ દેવને યાદ કરીને તમારી આસપાસ પર્પલ કલરનું પ્રોટેક્શન લેયર ઈમેજીન કરવું જેથી ડરની લાગણીઓ દૂર રહે.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
  સિંહ રાશિના લોકો માટે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે જેમાં તમે કોઈ મોટા ગોલ્સ સેટ કરવા કે પ્લાનિંગ કરવા નહિ. પેટના રોગોથી સાચવવું અને મણિપુર ચક્ર પર મેડીટેશન કરવું. પોતાના બ્લોકેજીસ પર ધ્યાન આપીને તેમાંથી બહાર આવવું.

  એન્જલ મેસેજ : વધુ પડતી કઠોર પરિસ્થિતિ, સંબંધો અને વસ્તુઓથી દૂર રહેવું. કેમિકલવાળું કે પ્રોસેસ કરેલું ફૂડ એવોઈડ કરવું.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
  આ સપ્તાહે કન્યા રાશિના જાતકો મુશ્કેલીમાં ફસાઈ શકે તેમ છે કારણ કે વાસ્તવિકતાથી ભટકીને કલ્પનાઓમાં આ સપ્તાહ પસાર થાય તેમ બની શકે છે જેના લીધે આર્થિક અથવા સંબંધોમાં નુકસાન થઇ શકે છે. વધુ પડતું ઈમોશનલી વિચારવાના બદલે થોડું પ્રેક્ટિકલ બાજુ પર પણ ધ્યાન આપવું.

  એન્જલ મેસેજ : રિપીટ મોડ પર વાગતા ગીતો, મ્યુઝિક અને શબ્દો પર ધ્યાન આપવું તે તમારા માટે સંદેશ હોઈ શકે છે.

  તુલા રાશિફળ (Libra) (ર.ત):
  તુલા રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ તરફથી મેસેજ છે કે, ભૂતકાળમાં જે થયું છે એ તમારા ખોટા નિર્ણયોનું પરિણામ છે તે આ સપ્તાહે તમને સમજાશે. હવે પોતાનામાં બદલાવ લાવવા માટેનો આ યોગ્ય સમય છે એ સમજીને ભવિષ્ય તરફ આગળ વધો.

  એન્જલ મેસેજ : એમેથિસ્ટ અને ક્લિયર ક્વોર્ટ્ઝ ક્રિસ્ટલ તમને મદદરૂપ થશે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય):
  વૃશ્ચિક રાશિના લોકો માટે ટેરો કાર્ડ્સ માર્ગદર્શન આપ રહ્યા છે કે, તમારે તમારું પોતાનું ટેલેન્ટ પારખવાનું છે અને એ પછી જ આગળ વધવાનું છે. કોઈ પણ પ્રકારની સરખામણી આ સપ્તાહે કરશો તો નકારાત્મક પરિણામ આવી શકે છે. મૌન રાખીને બધી જ પરિસ્થિતિ જોઈ સમજીને આગળ વધવું.

  એન્જલ મેસેજ : સ્વાધિષ્ઠાન ચક્ર પર ફોકસ કરીને મેડીટેશન કરવું અને બહારનું બને તેટલું ઓછું જમવું.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
  ટેરો કાર્ડ્સ ધન રાશિના લોકોને કહી રહ્યા છે કે, આ સપ્તાહ ખૂબ જ સકારાત્મક રહેશે. નવી સફળતા અને નવા દ્વાર ખુલશે. નવું કામ અને નવા સંબંધો બંધાશે. જો કે, આ સફળતા કાયમી ધોરણે જાળવવી હોય તો સતત નવા દ્રષ્ટિકોણ અપનાવતા રહેવું.

  એન્જલ મેસેજ : પિતૃઓને યાદ કરવા. સંધ્યાકાળે પાણિયારે પિતૃઓના નામનો દીવો કરવો.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
  મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ હકારાત્મક જણાઈ રહ્યું છે. સ્વયં પર વિશ્વાસ રાખીને રિસ્ક લેવું હોય તો લઇ શકશો અને તેમાં મદદ પણ મળી રહેશે. વર્તમાનમાં જે પણ થઇ રહ્યું છે તેની ઉજવણી કરવી અને વધુ પડતા વિચારો કરવા નહિ.

  એન્જલ મેસેજ : તમને ગમતા પ્રાણી સાથે સમય વિતાવો અથવા તેણે લગતી બાબતો પર રીસર્ચ કરવું.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
  આગામી સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે સામાન્ય જણાઈ રહ્યું છે પન તકલીફ ત્યારે ઉભી થશે જયારે કોઈની મદદ વિના આગળ વધવાનું આવે અને પોતાની રીતે જ ભવિષ્યના આયોજનો કરવાના રહે. પોતાની સ્વમાન જળવાય તેનું ધ્યાન રાખવું.

  એન્જલ મેસેજ : પોતાની માનસિક શાંતિને ધ્યાનમાં રાખીને એન્જ્લ્સને તમારું મન અને શારીરિક દુઃખ દૂર કરીને ભૂતકાળના દુઃખ દૂર કરવા પ્રાર્થના કરવી.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
  મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ ભ્રમમાંથી બહાર આવીને હકીકત જોવાનું છે. વધુ પડતું કામ પોતાના માથે લેશો તો નજીકની જ કોઈ વ્યક્તિ તમને દગો આપી શકે છે એ ધ્યાનમાં રાખવું. બધું જ સુંદર દેખાય તે સારું જ હોય તે જરૂરી નથી તેમ સમજીને જ આગળ વધવું, કોઈના પર વધુ પડતો ભરોસો કરવો નહિ.

  એન્જલ મેસેજ : મણિપુર ચક્ર પર ધ્યાન ધરવું અને પોતાના જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લઈને હકારાત્મક અભિગમથી આગળ વધવું. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
  Published by:ankit patel
  First published:

  Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Tarot card rashifal in Gujarati

  આગામી સમાચાર