Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

ટેરો સાપ્તાહિક ભવિષ્ય

tarot weekly predictions: આ સપ્તાહ માત્ર સિંહ રાશિના લોકો માટે આનંદના સમાચાર લાવ્યું છે. કર્ક રાશિના જાતકો એ રિલેશનશિપમાં ઉતાવળિયો નિર્ણય આ સપ્તાહે ના લેવો. અન્ય રાશિના લોકો માટે પણ સપ્તાહ એવરેજ લાગી રહ્યું છે. (18 જુલાઈથી 24 જુલાઈ)

 • Share this:
  મેષ (અ.લ.ઈ): ટેરો કાર્ડ્સ મુજબ મેષ રાશિ માટે આ સપ્તાહ નવી શરૂઆતનું બની રહેશે. જૂનું જવા દેવું અને નવાનું સ્વાગત કરવું. આ સ્પતાહે પૈસા ધ્યાનપૂર્વ ખર્ચ કરવા અને ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ નાં થઇ જાય તે બાબતે ખાસ ધ્યાન રાખવું. આ રાશિના છોકરાઓ આ સપ્તાહે લગ્ન માટે છોકરી જોવા જવાનું આયોજન કરી શકશે જે સફળ થતું જણાઈ રહ્યું છે.

  વૃષભ (બ.વ.ઉ): કશું ના સમજાય તો અટકી જવું જરૂરી છે. આ સપ્તાહ વૃષભ રાશિના જાતકો બે નિર્ણયની વચ્ચે ફસાઈ શકે છે અને જેના કારણે તણાવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જયારે પણ એમ લાગે કે હવે કોઈ એક બાજુ નક્કી કરવી પડશે એવા સમયમાં કોઈ પણ નિર્ણય ના લેશો અને થોડો સમય માગી લેવો. લગ્ન વિષયક બાત હોય કે ધંધા રોજગાર વિષયક, કોઈ પણ નિર્ણય આ સપ્તાહે ના લેવો. સમય લેવો, વિચારવું અને પછી જ આગળ વધવું.

  મિથુન (ક.છ.ઘ): આ સપ્તાહે ખૂબ જ રિસ્ક લેવાની તક આવશે અને ઈચ્છા પણ થશે પણ ટેરો કાર્ડ્સની સલાહ મુજબ કોઈ પણ રિસ્ક લેતા પહેલા બધી જ બાબતો તપસ્વી અને કોઈની વાતોમાં આવીને રિસ્ક ના લેવું. થોડું મેડીટેશન કરવું અને બને તો ખુલ્લા પગે ઘાસમાં ચાલવું. ખાસ કરીને ખોટો ભાર ના લેવો અને લગ્ન માટે આ સપ્તાહે કશું જ ના વિચારવું.

  કર્ક (ડ.હ): અન્યો માટે વિચારીને પોતાના ગમતા કામ કે વસ્તુ સાથે સમાધાન ન કરવાની સલાહ આ સપ્તાહે ટેરો કાર્ડ્સ કર્ક રાશિના જાતકોને આપી રહ્યા છે. લોકો શું કહેશે કે શું વિચારશે એ બાબતને ધ્યાન રાખીને કોઈ પણ નિર્ણય ના લેશો કેમ કે, છેલ્લે તમે ખુશ નહિ થઇ શકો અને સમાધાન પરત પણ ખેંચી નહિ શકો. રિલેશનશિપ માટે પણ કોઈ ઉતાવળિયા નિર્ણયો આ સપ્તાહે ના લેવા.

  સિંહ (મ.ટ): જે મેળવ્યું છે તેની ઉજવણીનો સમય છે. સિંહ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સની સલાહ છે કે, દરેક ક્ષણને માણો અને મિત્રો તેમજ પરિવાર સાથે સેલિબ્રેટ કરો. એની સાથે જ થોડો સમય સ્વયંને પણ આપો. લોકોથી દૂર કુદરતના ખોળે થોડો સમય વિતાવવો જેથી કરીને આનંદની ક્ષણો વધુ સારી રીતે મનાવી શકો. ભવિષ્યના આયોજન માટે નવા દ્રષ્ટિકોણ માટે વિચારવાનો આ યોગ્ય સમય જણાઈ રહ્યો છે.

  કન્યા (પ.ઠ.ણ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કન્યા રાશિના લોકોએ આ સપ્તાહે વાસ્તવિકતામાં જ રહેવું. તમારી કલ્પના મુજબ દુનિયા હોય અથવા ચાલે તે જરાય જરૂરી નથી એ વાત ખાસ યાદ રાખવી. પોતાની મદદ જાતે કરવી અને હકીકત જોવાનો પ્રયત્ન કરવો. વધુ પડતા દિવાસ્વપ્નમાં રહેશો તો તમારા વિચારો અટકી જશે અને તમે વાસ્તવિકતાથી દૂર થઇ જશો.

  તુલા (ર.ત):આ સપ્તાહે જે પણ થાય તે સ્વીકારીને પરિસ્થિતિ સાથે ચાલતા જવું કેમ કે, જે પણ બનશે તે તમારા કર્મોનું પરિણામ છે તે બાબત આખું સપ્તાહ યાદ રાખવી. ભૂતકાળના અનુભવોને યાદ કર્યા વિના જ વર્તમાન પરિસ્થિતિનો મજબૂતીથી સામનો કરવો. સારું થાય તો અભિમાનમાં ના આવવું અને ખરાબ થાય તો દુઃખી ના થાવ તેનું ધ્યાન રાખવુ. નસીબ પર પ્રશ્નો ઉઠાવવાના સ્થાને જે થાય છે તે સ્વીકારીને શાંતિપૂર્વક આગળ વધવું. કારકિર્દીમાં મોટા બદલાવની તક દેખાઈ રહી છે.

  વૃશ્ચિક (ન.ય): કુચ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના. આ ગીત યાદ રાખીને જ આ સપ્તાહે વૃશ્ચિક રાશિના લોકોએ આગળ વધતા રહેવું. પોતાનામાં જે બદલાવની જરૂર છે, જે અચૂકપણે કરી જ લેવા જેથી કરીને અન્યોની વાતોમાં આવીને નિર્ણયો લેવા પર પસ્તાવો નાં કરવો પડે. તમારા સ્વભાવ અને કાર્ય પદ્ધતિમાં મોટા બદલાવ આ સપ્તાહે આવશે અને જે તમારે સમજીને લેવા પડશે તો જ સફળતા તરફ આગળ વધી શકશો. કોઈ પણ રિલેશનશિપમાં જવા માટેનો અ યોગ્ય સમય નથી.

  ધન (ભ.ફ.ધ): લોકો સાથે પોતાની સરખામણી કર્યા વિના તમે જે કરી રહ્યા છો તે શરુ રાખવું. આ સપ્તાહે પોતાની પર ધ્યાન આપીને જે પણ તમારે ક્રિએટ કરવું છે તેના પર જ ફોકસ કરવું. નવું શીખવા માટેનો, કશું પણ નવું શરુ કરવા માટેનો આ યોગ્ય સમય જણાઈ રહ્યો છે. તમે પોતે તમારા નસીબના રચયિતા આ સપ્તાહે છો એ વાત યાદ રાખો અને સરખામણી ના કરવી કેમ કે દરેકની શક્તિ અને ટેલેન્ટ અલગ અલગ હોય છે.

  મકર (ખ.જ): સ્વભાવ પર નિયંત્રણ રાખવું અને ઝઘડા કે કોઈ પણ વિવાદો ટાળવા માટે મૌન રહેવું. ટેરો કાર્ડ્સ મકર રાશિના જાતકોને કહી રહ્યા છે કે, તમે જેટલા બેલેન્સ્ડ રહેશો એટલું જ હકારાત્મક તમારું સપ્તાહ રહેશે. દરેક વસ્તુના બે પાસા હોય છે. જ્યાં સુધી બંને બાજુ જાણી ના લો ત્યાં સુધી કશું જ બોલવું નહિ કે કોઈ પણ નિર્ણય પર આવવું નહિ. રિલેશનશિપ માટે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી.

  કુંભ (ગ.શ.સ.ષ): છેતરામણી ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કુંભ રાશિના જાતકો સામાન્ય રીતે લોકો પર વિશ્વાસ કરી લેતા હોય છે પણ સપ્તાહે ચેતવાની જરૂર છે. લોકો તમારો તેમના ફાયદા માટે તમારો ઉપયોગ કરી જશે અને જાગૃત નહિ રહો તો તમારું મોટું નુકસાન થઇ શકે છે. ભૂતકાળમાં પણ આમ બન્યું છે એ વાત યાદ રાખીને સતત જાગૃત રહો અને ના પાડતા શીખવું. ટેરો કાર્ડ્સ મુજબ આ સપ્તાહે તે ખૂબ જરૂરી છે.

  મીન (દ.ચ.ઝ.થ): આ સપ્તાહ મીન રાશિના લોકોમાટે સફળતા લઈને આવી રહ્યું છે અને ટેરો કાર્ડ્સની સલાહ મુજબ એ સફળતા અનુભવવી જોઈએ કેમ કે તમે તે ડિઝર્વ કરો છો. સફળતાને સ્વીકારી તેનો આનંદ માણવો અને પોતાના માટે સેલિબ્રેટ કરવું યોગ્ય છે યાદ રાખવું. દર વખતે પરિવારને સાથે રાખવો જરૂરી નથી અને કેમ કે આ સપ્તાહે તમારે તમારી સાથે આનંદ માણવાની ખૂબ જ જરૂર છે. કોઈને ખોટું લાગશે તે ના વિચારવું. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો એક્સપર્ટ એન્ડ ટ્રેઇનર)
  Published by:ankit patel
  First published: