tarot weekly predictions 17 to 23 october 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
tarot weekly predictions 17 to 23 october 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહ સરેરાશ દેખાઈ રહ્યું છે. વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેવાની સલાહ આ સપ્તાહે ટેરો કાર્ડ્સ દરેક રાશિના જાતકોને આપી રહ્યા છે. તો અન્ય રાશિઓ માટે શું ખી રહ્યા છે ટેરો કાર્ડ્સ? (17 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર) તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ): મેષ રાશિના જાતકો આ સપ્તાહે પોતાના જ વિચારોમાં ફસાઈ જઈને ખરેખર મુશ્કેલીઓના ઉકેલ સુધી પહોંચી નહિ શકે જેના કારણે તણાવ અને માથાનો દુખાવો થઇ શકે છે. ટેરો કાર્ડ્સની સલાહ મુજબ જે ભગવાનને કે ગુરુને માનતા હોવ તેમનામાં શ્રદ્ધા વધુ મજબૂત કરવાની જરૂર છે અને યાદ રાખવું કે ઉકેલ માત્ર તમારા એક્શન પર જ નિર્ભર છે.
વૃષભ રાશિફળ (Taurus) (બ.વ.ઉ): આ સપ્તાહે ટેરો કાર્ડ્સ વૃષભ રાશિના જાતકોને કહી રહ્યા છે કે, જે પણ દુઃખ આવી રહ્યા છે અથવા નજીકના ભવિષ્યમાં આવશે તે તમને જીવનની વાસ્તવિકતા સમજાવવા માટે આવશે તો તેનો સ્વીકાર કરીને પરિસ્થિતિ અને તેમાંથી લેવાના પાઠ બરોબર સમજશો તો ભવિષ્યમાં સફળતા મળશે. સાથે જ થોડો સમય નેચરમાં વિતાવવો.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): આ સપ્તાહે કશું જ ના કરવાની સલાહ મિથુન રાશિના જાતકોને ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. આ સમય તમારા માટે માત્ર રાહ જોવાનો છે એટલે કોઈ પણ એક્શન લીધા વિના કશું જ નાક્રવું. કોઈની પણ સાથે પોતાના સિક્રેટ્સ શેર ના કરવા અને સાથે જ ધન, લાગણી એ બધું જ જરૂર હોય એટલું જ આપો અને લો.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા પરિણામો લઈને આવી રહ્યું છે. ટેરો કાર્ડ્સ મુજબ તમે જે બાબતો પર કે પ્રોજેક્ટ પર લાંબા સમયથી કામ રહ્યા હતા અથવા કરી રહ્યા છો તેના સકારાત્મક પરિણામો આ સપ્તાહે તમને જોવા મળશે. પણ સફળતામાં વધુ પડતી ઝડપ કરીને આગળના કામ ના કરવા. ધીમે-ધીમે આગળ વધવું.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ): અન્ય લોકોની મદદની આશામાં રહેશો તો આ સપ્તાહ સિંહ રાશિના જાતકો માટે થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ મુજબ તમારા સામે એવી પરિસ્થિતિઓ ઉભી થશે જેમાં તમે બીજા ઉપર વધુ પડતા નિર્ભર થઇ જશો અને સચ્ચાઈ જોઈ કે સ્વીકારી નહિ શકો. તેવામાં આ સપ્તાહે કોઈ પણ મહત્ત્વના નિર્ણયો નહિ લેવાની સલાહ છે.
કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કન્યા રાશિના જાતકોએ આ સપ્તાહે ભ્રમણાઓમાંથી બહાર આવવાનું છે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. આ સપ્તાહે તમે બધું જ મેળવી શકશો પરંતુ એ સફળતા કરતા વધારે તમારે એક્સ્પ્લોર કરવાનું છે અને કોઈ પણ સંબંધોમાં વધુ પડતી અપેક્ષા ના રાખીને વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેવું.
તુલા રાશિફળ (Libra) (ર.ત): આ સપ્તાહ તુલા રાશિના જાતકો માટે લાગણીઓ અને અન્ય લોકોના મત અને વિચારોના પ્રભાવથી ભરપૂર રહેશે અને જેના કારણે ખોટા નિર્ણયો લેવાય તેમ બને. એવા સંજોગોમાં ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમારે અન્ય લોકોના વિચારો અને લાગણીઓમાં આવીને કશું ના કરવું અને સૌથી પહેલા પોતે ખરેખર શું કરવું છે તે પ્રમાણે આયોજન કરીને તે કરી લેવું.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ અન્ય લોકો સાથે મળીને કામ કરવાનું રહેશે. બીજાના વિચારો અને કાર્યપદ્ધતિ અપનાવશો તો જ સફળતાપૂર્વક કામ કરી શકશો. એટલે જ આ સપ્તાહે તમારે અન્ય લોકો પર થોડો વિશ્વાસ કરીને વધુ પડતું વિચાર્યા વિના કામ આગળ વધારવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): સ્વયંમાં ધરમૂળથી ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ બદલાવથી ભરેલું દેખાઈ રહ્યું છે અને આ બધા જ બદલાવ સ્વયંમાં કરવાના છે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. તમારા ગોલ સુધી પહોંચવા માટે તમારે આ સપ્તાહે ટીપિકલ પદ્ધતિઓ તોડીને નવી જ અપનાવવી પડશે જો કોઈ તેમાં સહમત ના હોય તો પણ.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ): પોતાના વિચારોને તમારા પર હાવી ના થવા દેવાની સલાહ ટેરો કાર્ડ્સ મકર રાશિના જાતકોને આપી રહ્યા છે, આ સપ્તાહ તમારા માટે ઘણી વાસ્તવિકતા ખોલશે અને એ વાસ્તવિકતા સ્વીકારીને આગળ વધવું તે મુશ્કેલ થશે પરતું વધુ પડતા લોજિકલ વિચારો અને સાચું-ખોટું એમ વિશ્લેષણ કરવાના સ્થાને પોતાની ખામીઓ અને ખૂબીઓ સ્વીકારી જે સુધારવાનું છે તેના પ્રત્યે જાગૃત થાવ.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): તમારા વિચારો અને ભૂતકાળમાં ઘેલી નાની-નાની કે મોટી ઘટનાઓને હવે પકડી રાખવાનો અર્થ નથી. આ સપ્તાહે તમારા વિચારોને તપાસો તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. લાગણીઓના વેવલાવેડા મૂકીને અત્યારે જે સારી બાબતો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો અને જો હજુ પણ તમે જૂનુંભૂલીને લોકોને માફ નહિ કરો તો ભવિષ્યમાં ડીપ્રેશન આવી શકે છે.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): આ સપ્તાહે મીન રાશિના લોકોએ પોતાના વિચારો સાથેની લડત છોડીને જે થાય છે તેની સાથે જ આગળ વધવાનું છે કેમ કે, હવે અમુક બાબતો પૂર્ણ થવો સમય આવી ગયો છે જો તમે તેણે પકડી રાખશો તો જે સફળતા વિષે તમે વિચારો છો તે નહિ મળે. એટલે જ આવનારા 6 દિવસોમાં જૂનું પૂર્ણ કરી પછી નવી શરુઆત કરવા પર ધ્યાન આપવું તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર