Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

સાપ્તાહિક ટેરોકાર્ડ રાશિફલ

tarot weekly predictions 17 to 23 july 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

  હેલ્થ: પહેલા જેવું એકદમ સારું સ્વાસ્થ્ય થઇ જશે તેવી આશા ના રાખીને હાલ જે પ્રમાણે રિકવરી અને શારીરિક બદલાવ આવી રહ્યા છે તે સમજીને સ્વાસ્થ્ય સંબંધિત અપેક્ષા પોતાના શરીર પાસેથી રાખવી.

  કરિયર: નવું કામ શરુ કરવાનો વિચાર હોય તો તેના માટે યોગ્ય સમય છે જો કે, આસપાસના લોકો નેગેટિવ વિચારો આપીને તમારા નિર્ણયને બદલવાનો પ્રયત્ન કરશે.

  રિલેશનશિપ: જે પણ બોલો તે સમજી વિચારીને બોલવું. આ સપ્તાહે તમે જે વિચારો છો એ બાબત એ જ રીતે સામેની વ્યક્તિ સુધી પહોચે તે જરૂરી છે. અન્ય લોકો વિષે પોતાના મત આખી વાત જાન્ય વિના કે પોતાના વિચારોના આધારે બાંધવા નહિ.

  એન્જલ મેસેજ: તમારે જે પણ લેવલ પર હિલીંગની જરૂર છે તે થાય તે માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

  હેલ્થ: આ રાશિના જાતકો માટે આ સપ્તાહે સ્વાસ્થ્ય પોઝિટીવ જણાઈ રહ્યું છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, પોતાના સ્વાસ્થ્ય વિષે તમે જે રીતના વિચાર કરશો તે પ્રમાણે બદલાઈ પણ શકે છે. નેચર સાથે બને તેટલું વધુ કનેક્ટ કરવું.

  કરિયર: કોઈ પણ કારકિર્દી બનાવવાના માર્ગમાં એક સમયે પૈસા કરતા વધારે મહત્ત્વના તેમાંથી મળેલા અનુભવો અને શીખ હોય છે તે યાદ રાખવું. કરંટ વર્કમાં જો આર્થિક મુશેકેલી જણાતી હોય તો તમારી સ્કિલ્સ પર વધુ ફોકસ કરવું અને નવું શીખવા પર ધ્યાન આપવું.

  રિલેશનશિપ: કોઈ પણ નવી શરુઆત કરતા પહેલા ભૂતકાળના સંબંધો પૂર્ણ કરવા ખૂબ જરૂરી છે. તે આ સપ્તાહે યાદ રાખીને આગળ વધવું.

  એન્જલ મેસેજ: ગીત-સંગીત અને ડાન્સ જેવી આર્ટિસ્ટિક પ્રવૃત્તિઓની મદદથી તમે માર્ગ મેળવી શકશો.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

  હેલ્થ: તમારાથી થાય તેટલું કામ કરીને અન્ય લોકો પાસે કામ લેવું અને જો એમ નહિ કરો તો તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. સેવન ચક્ર મેડીટેશન કરવું.

  કરિયર: ઓફિસમાં વર્કલોડ ખૂબ જ વધારે રહે અને ટ,અર કામગરા સ્વભાવના કારણે અન્ય લોકો પોતાનું કામ પર પણ તમારા પર થોપી જઈ શકે છે. થાય એટલું જ કામ હાથ પર લેવું અને ઓફિસમાં તમારી સાથે કોઈ ચિટીંગ ના કરે તેનું ધ્યાન રાખવું.

  રિલેશનશિપ: અન્ય લોકો પર તમારો કોઈ કંટ્રોલ ના હોઈ શકે તે યાદ રાખવું. નજીકની વ્યક્તિ સાથેના સંબધો કંટ્રોલિંગ સ્વભાવના કારણે બગડે. સામેની વ્યક્તિનો દ્રષ્ટિકોણ પણ જાણવો, સમજવો અને તે પછી એક સાથે બેસીને વાતનો નિવેડો લાવવો. પોતાના નિર્ણયો અન્યો પર થોપવા નહિ.

  એન્જલ મેસેજ: આધ્યાત્મિક માર્ગ પર થોડું એક્સ્પ્લોર કરવું.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

  હેલ્થ: શોલ્ડર પેઈન અને લેગ પેઇનની સમસ્યા આ સપ્તાહે રહી શકે છે. કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, સેલ્ફ હિલીંગ પર ધ્યાન આપવું. વધુ પડતું કામ છેલ્લા કેટલાક દિવસોમાં કર્યું છે માટે હવે બ્રેક લઈને હિલીંગ કરવું આવશ્યક છે.

  કરિયર: અન્ય લોકોની વાતમાં આવીને કરિયર માટે લીધેલા નિર્ણયો પર પસ્તાવાનો વારો આવી શકે છે. કરિયરના નકારાત્મક નહિ પણ હકારાત્મક પાસા પર ધ્યાન આપો , તમે મેળવેલા અચીવમેંટ વિષે વિચારો અને પછી પોઝિટીવ એટ્ટીટ્યુડ કેળવવા પ્રયત્ન કરો.

  રિલેશનશિપ: તમારા સ્ત્રી પાર્ટનર સાથેના સંબંધો વધુ મજબૂત બને તેના પર કામ કરવું. સેલ્ફ હિલીંગ માટેની મદદ તમને ત્યાંથી મળી રહેશે. પોતાના રચનાત્મક વિચારો પાર્ટનર/સ્ત્રી મિત્ર સાથે શેર કરવા.

  એન્જલ મેસેજ: તમને જે પણ વિચારો આવે છે અને તે તમારી સમજની બહાર છે તો તે વખોડી નાખવાના સ્થાને તેની પર વિશ્વાસ કરો કેમ કે, તમારું સ્પિરિચ્યુઅલ વિઝન અને ફીલિંગ તમારા હિલીંગમાં મદદરૂપ થશે.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

  હેલ્થ: ઘણા બધા બદલાવો શારીરિક સ્તરે આવતા જણાશે. વાઈરલ ફીવર કે શરદીની સમસ્યા થઇ શકે છે. સ્વાસ્થ્યમાં મોટી બીમારી બાબતે ચિંતાની જરૂર નથી. ઓવરઓલ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

  કરિયર: તમને કયું કામ વધારે ગમે છે અથવા કયા કામમાં તમે પાવરધા છો તે બાબતે જાણવું કારકિર્દીના આ સ્ટેજ પર હવે તમારા માટે ફરજીયાત છે. તમારા કલીગ અને સ્ટાફની અસલીયત તમારી સામે આવતી જણાશે.

  રિલેશનશિપ: પૈસાના કારણે પરિવારના કોઈ સભ્ય સાથેના કે નજીકના મિત્ર સાથેના સંબંધો બગડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

  એન્જલ મેસેજ: તમારા વિચારો અને એક્શન મેચ થાય તે ખૂબ જરૂરી છે.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

  હેલ્થ: ઓવરઓલ સ્વાસ્થ્ય આ સપ્તાહે પોઝિટીવ રહે. ગળાના અને માથાના દુઃખાવાની તકલીફ રહી શકે છે. વધુ પડતું મોટેથી બોલવાનું ટાળવું.

  કરિયર: તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાંથી બ્રેક લઈને તમારે પોતાના માટે સમય કાઢવાની જરૂર છે. તમારે ખરેખર જીવનમાં શું કરવું છે તે વિચારવા માટેનું યોગ્ય સપ્તાહ.

  રિલેશનશિપ: નવા સંબંધો શરુ કરવા માટે આ સપ્તાહ યોગ્ય છે. તમારે જે પ્રકરાનું જીવનસાથી જોઈએ છે તે શોધવાનું શરુ કરો, થોડો સમય લાગશે પણ મળશે.

  એન્જલ મેસેજ: તમારી ચિંતા કે ઇચ્છાઓ એક કાગળમાં ગ્રેન પેનથી લખીને તેણે એક ડબ્બીમાં મૂકીને તે ભગવાનના મંદિરમાં મૂકી દો.

  તુલા રાશિફળ (Libra) (ર.ત):

  હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો કે, ઈમોશનલ પ્રોબ્લેમ્સના કારણે સાયનસ કે એ પ્રકારની બીમારી થઇ શકે છે.

  કરિયર: ઘણા સમયથી પેન્ડિંગ પડેલા કામો પૂર્ણ કરવા પર ધ્યાન આપવું. એ યાદ રાખવું કે માત્ર વિચાર કરવાથી તમારા કરિયરમાં કોઈ જ પ્રોગ્રેસ શક્ય નથી, પ્રેક્ટિકલી રિસ્ક લેવું જરૂરી છે.

  રિલેશનશિપ: તમારા મનમાં ઘણા સમયથી ખૂબ બધી વાતો અને નકારાત્મક અને ના સંતોષાયેલી લાગણીઓ ધરબાયેલી પડી છે, તે કોઈની સાથે શેર કરો.

  એન્જલ મેસેજ: જયારે પણ નર્વસનેસ અનુભવો ત્યારે માત્ર તમારા કામ પર ફોકસ કરવું.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

  હેલ્થ: આ સપ્તાહ સ્વાસ્થ્ય બાબતે સામાન્ય જણાઈ રહ્યું છે. મેડીટેશન કરવું અને પોતાના ઈમોશન્સ બેલેન્સ કરવા.

  કરિયર: કારકિર્દીમાં કોઈ જ બદલાવ કે પ્રોગ્રેસ દેખાઈ રહ્યા નથી. જેમ ચાલે તે જ પ્રમાણે આગળ વધતા રહો.

  રિલેશનશિપ: ઇગોના કારણે નજીકની વ્યક્તિ સાથેના સંબંધો બગડવાના સ્થાને લેટ ગોની ભાવના રાખવી જેથી શાંતિ જળવાઈ રહે.

  એન્જલ મેસેજ: તમારા જીવનનો ચાર્જ તમારા હાથમાં પોઝિટીવ રીતે લેવો સરી વાત છે તે માટે સોલાર પ્લેક્સ્સ ચક્ર સાથે મેડીટેશન કરવું.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

  હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય હકારાત્મક જણાઈ રહ્યું છે. જો કે, ફૂડ બાબતે એક્સ્પેરીમેન્ટ કરવાથી હેલ્થ બ્દગી પણ શકે છે. જે પણ ખાવું તે સાચવીને સમજીને જ ખાવું.

  કરિયર: ઘણા સમયથી અટકેલું કામ કરવા તમે ખૂબ જ ધીરજ અને હિંમત રાખી હતી અને તે મહેનતનું પરિણામ આ સપ્તાહે મળી શકે છે.

  રિલેશનશિપ: તમારા પરિવારની કઈ વ્યક્તિ ખરેખર કેવી છે તે તમને અચાનક જ ખબર પડે. જે હકારાત્મક કે નકારાત્મક કરતા વધુ તેમના વ્યક્તિત્ત્વ તરીકે લઈને તે સ્વીકારવું.

  એન્જલ મેસેજ: તમારા મનની ઈચ્છા પૂરી કરવા માટે જે પણ બ્લોકેજીસ કે પેટર્ન નદી રહ્યા છે તે દૂર થાય તે માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી. વ્યસન છોડવા પર વિચાર અવશ્ય કરવો.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

  હેલ્થ: સ્વાસ્થ્ય સાચવવા માટે જે પણ જરૂરી છે તે પગલા લેતા રહેશો તો તબિયત સારી રહેશે. કસરત કરવી.

  કરિયર: ઘણું બધું નવું શરુ થાય, નવા કામ કરવા માટે તમારે પોતાને ઘણું બદલાવું પડશે.

  રિલેશનશિપ: તમારા પોતાના હક અને લાગણીઓ માટે તમારે સ્ટેન્ડ લેવું જ પડશે.

  એન્જલ મેસેજ: જે પણ ભગવાન, ગુરુ કે શક્તિમાં માનતા હોવ તેમને પ્રાર્થના અવશ્ય કરવી અને માર્ગદર્શન માંગવું.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

  હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ ઓવરઓલ પોઝિટીવ જણાઈ રહ્યું છે. ટ્રેકિંગ અને જંગલ સફારી કરવાથી હિલીંગ થશે.

  કરિયર: ઓફિસ પોલિટિક્સથી સાચવવું. જરૂર પડે ત્યાં દાવપેચ રમવા જરૂરી થઇ પડશે.

  રિલેશનશિપ: ભૂતકાળની વાતોના કારણે વર્તમાનના સારા સંબંધોમાં કડવાશ આવવાની શક્યતાઓ છે. હાલની સારી બાબતો પર ફોકસ કરવું.

  એન્જલ મેસેજ: તમારી પ્રાર્થનાના જવાબો ગીત, સંગીત કે કોઈ રેન્ડમ શંડો દ્વારા મળી શકે છે માટે દરેક બાબત ખૂબ ધ્યાનથી આ સપ્તાહે સાંભળવી.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

  હેલ્થ: ઘણા લાંબા સમયથી જે લોકો સ્વાસ્થ્ય બાબતે મુશ્કેલી સહન કરી રહ્યા હતા તેમને રાહત મળશે. પગ લપસીને પડી જવાની શક્યતાઓ દેખાઈ રહી છે માટે સાચવવું.

  કરિયર: દેખીતી રીતની સફળતા કરિયરમાં મળવા છતાં પણ તમને સંતોષની લાગણી થશે નહિ. તમારી પ્રતિભા તમે કરી રહ્યા છો તેના કરતા ચોક્કસ વધારે જ છે, તે તમને ખબર છે. પોતાની જાતને જેવા છો તે રીતે સ્વીકારીને તમને ગમતું કામ શરુ કરો.

  રિલેશનશિપ: ધીરે-ધીરે બગડેલા સંબંધો સુધરતા જણાશે. જરૂર લાગે ત્યાં વડીલની સલાહ લેવી.

  એન્જલ મેસેજ: તમારા પૂર્વજન્મમાં જે પણ શીખવાનું બાકી રહી ગયું છે તેના લીધે તમને તકલીફ થઇ રહી છે. તે રિલીઝ થાય અને તમે હીલ થાવ તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરવી.
  Published by:ankit patel
  First published:

  Tags: Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Zodiac signs

  विज्ञापन
  विज्ञापन