Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
ટેરો સાપ્તાહિક રાશિફળ
tarot weekly predictions 17 to 23 April 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
tarot weekly predictions 17 to 23 April 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
હેલ્થ: મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સામાન્ય જણાઈ રહ્યું છે. ખાસ કરીને પુરુષોએ શોલ્ડરના પેઈન અને ફેફસાના રોગથી ખાસ સાચવવું. કોઈ પણ પ્રકારની યોગ્ય મિતિ વિના જાતે ઈલાજ કરવો નહિ.
કરિયર:કામના સ્થળે છુપા દુશ્મનોથી સાચવવું. ખૂબ સફળતા બાદ પણ હેપીનેસ ફીલ ના થાય તેમ બને. કોઈં પ્રકારના ઉતાવળિયા નિર્ણયો કારકિર્દી બાબતે લેવા નહિ.
રિલેશનશિપ: તમે ફેમિલીના અન્ય સભ્યો માટે ખૂબ વધારે પડતું વિચારશો અને તમારા કહ્યા પ્રમાણે કોઈ ના કરે તો ધીરજ ખોઈ બેસો તેમ બની શકે છે. તમારા વિચારો શાંત થઇને સારી રીતે અન્ય લોકો સામે મૂકવા.
એન્જલ મેસેજ: કોઈ પ્રકારના પેકેટ ફૂડ કે કેમિકલ વાળા ખોરાકથી દૂર રહેવું.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
હેલ્થ: આ સપ્તાહે હેલ્થ ખૂબ જ સારી દેખાઈ રહી છે. જો હાર્ટ સંબંધિત કોઈ પણ તકલીફ ઓલરેડી હોય તો વધુ પડતો સ્ટ્રેસ લેવો નહિ.
કરિયર: કરિયરનો એવો સમય ચાલી રહ્યો છે જેમાં તમે જે પણ પ્રયત્નો કર્યા છે તેના હકારાત્મક પરિણામો તમને જોવા મળશે.
રિલેશનશિપ: કોઈ પણ નજીકના સંબંધોમાં ઈગો ઈશ્યુ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અન્ય લોકો માટેનો દ્રષ્ટિકોણ બદલવો જરૂરી છે.
એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના ડરની લાગણી અનુભવો ત્યારે ‘કેન્સલ. ક્લિયર, ડિલીટ’ કહીને નકારાત્મક વિચારો દૂર કરવા.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
હેલ્થ: આંતરડા અને લીવરની તકલીફથી સાચવવું. સેવન ચક્ર મેડીટેશન કરવું.
કરિયર: તમારા કામ માટે પોતાની જાત પર ટ્રસ્ટ કરવો. તમને ગમતું કામ શોધવુ. કોઈ પણ કરિયર રીલેટેડ નિર્ણય લેવો નહિ.
રિલેશનશિપ: તમારા પાર્ટનર સાથેના સંબંધોમાં કોઈ ત્રીજા વ્યક્તિના કારણે ખટાશ ના આવે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
એન્જલ મેસેજ: તમારા ગુરુ, ભગવાનને પ્રાર્થના કરવી.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
હેલ્થ: વધારે પડતો ભાર ઉપાડવાથી આ સપ્તાહે બચવું. માનસિક તણાવ ના આવે તે પણ ધ્યાન રાખવું.
કરિયર: ચારે બાજુથી સ્ટક થઇ ગયા હોય તેવી અનુભૂતિ થાય તેમ બની શકે છે. તેવામાં પોતાની હેલ્પ જાતે જ કરવી અને ફ્રુટફૂલ કામ કરવા પર ધ્યાન આપવું.
રિલેશનશિપ: દરેક પ્રકારના સંબંધોમાં થોડું એડજસ્ટ કરીને ચાલશો તો બધું જ સ્મૂધલી ચાલશે.
એન્જલ મેસેજ: કોઈ પ્રકારના ફિયર ના આવે અને આત્મવિશ્વાસ વધે તે માટે મણિપુર ચક્ર પર મેડીટેશન કરવું. સૂર્યના કૂણા તડકામાં બેસવું.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ થોડું નેગેટિવ લાગી રહ્યું છે. સ્ટ્રેસ અને માથાના દુઃખાવાની તકલીફ રહી શકે છે.
કરિયર: ઓફિસમાં ખૂબ જ ધીરજથી કામ આ સપ્તાહે લેવું. કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે તરત જ રીએક્ટ કરવાના સ્થાને એ પરિસ્થિતિ જાતે જ સોલ્વ થાય તેનો સમય આપવો.
રિલેશનશિપ: કોઈ પ્રકારે સેપરેશનના ચાન્સીસ ઉભા થઇ શકે છે અને ઘરના લોકો વચ્ચે પિતૃ દોષના લીધે ઝગડા થઇ શકે છે. એન્જલ મેસેજ: પિતૃઓને પ્રાર્થના કરીને તેમની માફી માગવી.
કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
હેલ્થ: હેલ્થ સામાન્ય દેખાઈ રહી છે. પ્રેગનેન્ટ સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું અને નવા જન્મેલા બાળકોની નાડ ના ખરી હોય તો વધુ પડતી કાળજી આ સપ્તાહે લેવી.
કરિયર: દરેક બાજુથી સફળતા મળશે અને નવી શરુઆત કરિયરમાં કરી શકશો.
રિલેશનશિપ: કોઈ પણ પ્રકારની રિલેશનશિપમાં પ્રોબ્લેમ્સ આવી રહ્યા હોય તો તેનો રસ્તો આપમેળે આ સપ્તાહે મળી શકે તેમ છે.
એન્જલ મેસેજ: આધ્યાત્મ તરફ થોડું વધુ ધ્યાન આપીને પોતાનો માર્ગ શોધવો.
તુલા રાશિફળ (Libra) (ર.ત)
હેલ્થ: વધુ પડતું ભોજન ટાળવું અને પાણી વધારે પીવું જેથી કરીને લીવર અને પેટના રોગોથી દૂર રહી શકો.
કરિયર: તમારે કરિયરમાં ક્યાં પહોંચવું છે તે જાતે વિચારો અને વધુ પડતું કામ ના કરીને સેલ્ફ કેર પર ધ્યાન આપવું.
રિલેશનશિપ: જો પોતાની જાત પર કંટ્રોલ નહિ રાખો તો ઘરમાં અને મિત્રો સાથેના સંબંધો ખૂબ ખરાબ થઇ શકે છે. રિલેશનશિપમાં બેલેન્સ જાળવવું.
એન્જલ મેસેજ: દરેક બાબતો પ્રેમથી અને શાંતિથી હેન્ડલ કરવી.
વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
હેલ્થ: આ સપ્તાહે આ રાશિના જાતકોએ હેલ્થ બાબતે ખૂબ સાચવવું પડશે. બોડી પેઈન અને મોટા અકસ્માતથી બચવું. જીવનશૈલીમાં ખૂબ સાદા ખોરાકને સ્થાન આપવું.
કરિયર: ભૂતકાળમાં કરેલી ભૂલોના કારણે તમને ઓફિસમાં તકલીફ પડી શકે છે. ફરી વાર એ જ ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
રિલેશનશિપ: દરેક પ્રકારના સંબંધોમાં બધા જ નિર્ણયો તમારા ફેવરમાં આવશે અને તમે ખુશ રહેશો.
એન્જલ મેસેજ: તમારે જે મેળવવું હોય તે માટે મેનીફેસ્ટ કરવું. (તમારી ઈચ્છા બને તેટલી ડિટેલમાં કાગળ પર લખીને એ કાગળ એક ડબ્બીમાં મૂકી તે ભગવાન પાસે મૂકી દેવી)
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
હેલ્થ: હેલ્થ ઓવરઓલ સામાન્ય જણાઈ રહી છે પરંતુ માથાના દુઃખાવાથી અને ઓવર થિન્કિંગના કારણે સ્ટ્રેસ ના આવે તેનું ધ્યાન રાખવું.
કરિયર: સફળતાના ફળ ચાખવાનો સમય આવી ગયો છે. તમે કારકિર્દીના એવા મુકામે આ સપ્તાહે પહોંચશો જ્યાં તમને તમારો માર્ગ ક્લિયર થતો દેખાશે અને નવી તકો શોધી શકશો. ભૂતકાળમાં ના થયેલા કામ અથવા ડીલ આ સપ્તાહે પરત આવી શકે છે.
રિલેશનશિપ: કોઈ પણ નવી શરુઆત આ સપ્તાહે કરવી નહિ. પાર્ટનર સાથેના જૂના ઝગડા ચાલી રહ્યા હોય તો તે પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો દેખાઈ રહ્યો નથી. અન્ય લોકોની નકારાત્મકતાથી સાવધ રહેવું.
એન્જલ મેસેજ: પોતાના મનની વાત સાંભળવી અને ગ્રીનરીમાં સમય વિતાવવો.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
હેલ્થ: ચેસ્ટ, ફેફસા અને કીડનીની કોઈ પણ તકલીફ આવે તો નજરઅંદાજ કરવી નહિ. બને તેટલું વધુ પાણી પીવું.
કરિયર: ખૂબ મહેનત કર્યા બાદ પણ પરિણામ ના મળે તેમ આ સપ્તાહે બની શકે છે. મગજ શાંત રાખીને માત પોતાના કામ પર ફોકસ કરીને આગળ વધવું.
રિલેશનશિપ: પાર્ટનર સાથેના સંબંધો કે પછી અન્ય કોઈ પણ રિલેશનશિપમાં જરૂર લાગે ત્યારે અનબાયસ્ડ વ્યક્તિની સલાહ લેવી.
એન્જલ મેસેજ: જે ઇચ્ચ્શો તે આકર્ષી શકશો. પોતાના શબ્દો સમજી વિચારીને બોલવા.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
હેલ્થ: હાર્ટ અને પેટના કોઈ પણ ભાગને લગતી બીમારીથી ખાસ સાચવવું. જયારે પણ જરૂર લાગે ત્યારે પોતાના મનની વાત શેર કરવાથી હળવાશ અનુભવાશે.
કરિયર: કોઈ એમ્પ્લોઇ કે કલીગ સાથે બોલાચાલી ના થાય તેનું ધ્યાન રાખવું. કોઈ પણ કારકિર્દી રીલેટેડ નિર્ણય આ સપ્તાહે લેવા નહિ.
રિલેશનશિપ: તમારા નજીકના લોકો સાથેના સંબંધોને આ સપ્તાહે ખૂબ વધારે કેરની જરૂર છે.
હેલ્થ: પાચનક્રિયા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું. લીવર પ્રોબ્લેમ્સ ના આવે તેનું ધ્યાન રાખવું, વ્યસન ના કરવું.
કરિયર: સફળતા મળશે પરંતુ ઈગો ના આવે તેનું ધ્યાન રાખવું. કોઈ પણ પ્રોજેક્ટ કરવા માટે ક્રિએટીવિટી મદદ કરશે.
રિલેશનશિપ: કોઈ પણ નવા સંબંધની શરુઆત કરવા માટે આ સપ્તાહ ખૂબ જ હકારાત્મક છે.
એન્જલ મેસેજ: તમારી કોઈ પણ ચિંતા, ઈચ્છા એક પેપરમાં ગ્રીન પેનથી લખીને એક બોક્સમાં મૂકીને ભગવાન પાસે મૂકી દેવું. દરરોજ સવારે પ્રાર્થના કરીને જે જરૂરી છે તે લેટ ગો કરવા માટે ડિવાઈનને હેલ્પ માટે કહેવું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર