Home /News /dharm-bhakti /

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિમાં આવી રહ્યું છે ટ્રાન્સફોર્મેશન...! જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિમાં આવી રહ્યું છે ટ્રાન્સફોર્મેશન...! જાણો રાશિફળ

આજનું રાશિફળ

tarot weekly predictions 16 to 22 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 16 to 22 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
  આવનારા સપ્તાહે મેષ રાશિના જાતકોએ થોડું વધારે ધ્યાન આપવું પડશે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. વાસ્તવિકતા પર ધ્યાન નહિ આપો તો પોતાના એકતરફી વિચારો હેઠળ આવીને ખોટા નિર્ણયો લઇ શકો છો. તમારા વિચારો જ ખોટા કે સાચા હોઈ શકે એ મૂકીને અન્ય લોકોની વિચાર પ્રક્રિયા સમજવાનું માર્ગદર્શન કાર્ડ્સ આપી રહ્યા છે. કોઈ મહત્ત્વના નિર્ણયો આ સપ્તાહે લેવા નહિ, નવા આયોજનો પણ હમણાં ટાળવા.

  એન્જલ મેસેજ: ગયા સપ્તાહની જેમ જ તમારી મનગમતી પ્રવૃત્તિમાં આ સપ્તાહ ધ્યાન આપજો. ખાસ કરીને સિંગિંગ અને ડાન્સિંગ મદદરૂપ થશે.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
  વૃષભ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે આવનારા સપ્તાહે પોતાના દરેક કામોમાં કોઈ નવી રસ્તો ના દેખાય તેમ બને તેવામાં એ બાબતમાં નડતા પ્રોબ્લેમના સ્થાને ઉકેલ પર ધ્યાન આપવું અને પોતાના નકારાત્મક વિચારોને બાજુ પર મૂકીને હિંમતપૂર્વક આગળ વધવું.

  એન્જલ મેસેજ: તમારું ગમતું પ્રાણી કે સ્પિરિટ એનિમલ તમને રિલેક્સ થવામાં મદદરૂપ થઇ શકે છે.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
  વધુ પડતું ધ્યાન પરિણામ પર નહિ પરંતુ પ્રોસેસ પર આપવું તેમ ટેરો કાર્ડ્સ મિથુન રાશિના જાતકોને આ સપ્તાહે સલાહ આપી રહ્યા છે. મુસાફરીના યોગ પણ જણાઈ રહ્યા છે. ઘર બદલવાનો કે કોઈ વિચાર હોય તો તે માટે પણ યોગ્ય સપ્તાહ જણાઈ રહ્યું છે. જો લાંબા સમયથી ક્યાંય ગયા ના ઓવ તો આ સપ્તાહે ટ્રેકિંગ કેમ્પ કે પિકનિક પ્લાન અવશ્ય કરો.

  એન્જલ મેસેજ: તમે જે પણ માતાજીમાં માનતા હોવ તેમને વધુ પ્રાર્થના કરવી.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
  કર્ક રાશિના લોકો માટે આવનારું સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. તમને ગમતા અને ના ગમતા લોકો સાથે કામ કરવાનું આવી શકે છે, એવામાં કામ શાંતિથી કરી લેવું તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. તમારામાં જે બદલાવ આવી રહ્યા છે તે સહર્ષ સ્વીકારીને આગળ વધવું.

  એન્જલ મેસેજ: ડરના દરેક કોર્ડ કટ થઇ જાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
  આર્થિક રીતે ઘણું સારું સપ્તાહ સિંહ રાશિના જાતકો માટે દેખાઈ રહ્યું છે. બિઝનેસ કે જોબમાં આર્થિક મુશ્કેલીઓના કારણે નહિ અટકો. પોતાના ગુરુ કે ગાઈડની સલાહ ફાયદો કરશે. સ્વયં જે ફીલ કરો છો તેની પર વિશ્વાસ કરવો આવશ્યક છે. ભૂતકાળના ખરાબ સમયને ભૂલીને આગળ વધો.

  એન્જલ મેસેજ: આર્કેન્જ્લ રાફેલને હિલીંગ કરવા માટે પ્રાર્થના કરવી.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
  કન્યા રાશિના લોકો માટે આવનારું સપ્તાહ ઈમોશનલી ભારે થઇ શકે છે. તમે લીધેલા નિર્ણયો પર આસપાસના લોકો પ્રશ્નો ઉઠાવી શકે છે. તમારું મોરલ પણ ડાઉન થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે. તેવામાં મેડીટેશન કરવું અને પોતાના ઈમોશન્સ શાંત કરીને વિચારો સ્પષ્ટ કરવા.

  એન્જલ મેસેજ: પૂર્વજોને પ્રાર્થના કરવી અને તેમના તરફથી મળતા સંદેશ સમજવા પ્રયત્ન કરવા.

  તુલા રાશિફળ (Libra) (ર.ત):
  તુલા રાશિના જાતકો માટે ખૂબ જ સારા સમાચાર આ સપ્તાહે આવી શકે છે. કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે. જે સોલમેટ માટે લોકો ખૂબ રાહ જોતા હોય છે તે આ સપ્તાહે તમારા જીવનમાં આવી શકે છે. પરંતુ એ ત્યારે જ શક્ય બની શકશે જયારે તમે પોતાની પ્રેમ વિશેની સમજણ ઉંચી કરશો અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ સમજશો. ઓવરઓલ સપ્તાહ હકારાત્મક છે.

  એન્જલ મેસેજ: તમે ખૂબ જ સેન્સેટિવ છો અને પોતાની લાગણીઓને સન્માન આપતા શીખો.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
  વૃશ્ચિક રાશિના લોકો માટે આ સપ્તાહ થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે. પોતાના ફાયદા માટે અન્ય લોકો સાથે સારું વર્તન કરશો તો તે લાંબા ગાલે તમારા માટે ઘણું નુકસાનકારક સાબિત થશે. સ્વાર્થી સ્વભાવને થોડો વિરામ આપી ખરા દિલથી અન્ય લોકોની મદદ કરવા માટે આ સપ્તાહ યોગ્ય હોવાનું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે.

  એન્જલ મેસેજ: તમારા ગુરુ કે શિક્ષક પાસેથી સલાહ લેવાનો સમય આવી ગયો છે. જે ભગવાનને માનતા હોવ તેમને પ્રાર્થના પણ કરી શકો છો.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
  આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે પોતાના સ્વભાવથી વિપરીત જઈને બધું લોજિકલ વિચારવાના સ્થાને અનુભવવ કરવાનું છે. ટેરો કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે કે, સપ્તાહ દરમિયાન કોઈ પણ પ્રકારે કશું પણ જજ કર્યા વિના પ્રોસેસમાં આગળ વધો, સ્વયં પર વિશ્વાસ રાખો અને ભગવાન પર પણ કેમ કે, તમે પ્રોટેક્ટેડ છો.

  એન્જલ મેસેજ: જ્યાં પણ મુશ્કેલી લાગે ત્યાં એન્જ્લ્સને મ્સ્સ માટે પ્રાર્થના કરો, મ્સ્સ ચોક્કસ આવશે જ.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
  વધારે પડતી જવાબદારીઓ લઈને પસ્તાવા કરતા જેમ જેમ આગળ વધો તે જ રીતે વધુ કામ લેવું નહિ તો ખૂબ બધું બર્ડન આવી શકે છે તેમ આ સપ્તાહે ટેરો કાર્ડ્સ મકર રાશિના જાતકોને કહી રહ્યા છે. લોકો તમારી પાસેથી આ સપ્તાહે ઘણી બધી અપેક્ષાઓ રાખશે જેના લીધે લોકોના મોઢા બંધ કરવા પણ તમે પોતાના માથે કામ વિનાની જવાબદારી લઇ લેશો તો પૂર્ણ કરી શકશો નહિ. ભાર વિના ધીરે-ધીરે આગળ વધો.

  એન્જલ મેસેજ: આર્કેન્જ્લ માઈકલ અને રફેલને પ્રાર્થના કરો કે, ‘તમારી અંદર અને આસપાસની પરિસ્થિતિઓમાં જે પણ પર ડરની લાગણીઓ છે તે દૂર થાય.’

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
  તમારા માટે આ સપ્તાહ હકારાત્મક છે તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. બની શકે છે કે, તમારે મુસાફરીના યોગ બને. ખાસ કરીને જો સોલો ટ્રીપ પ્લાન કરતા હોવ તો સફળ રહે. આ સપ્તાહે બિઝનેસમાં મહત્ત્વના નિર્ણયો લેતા પહેલા થોડો સમય પોતાની જાત સાથેની વાતચીતમાં આપવો. નવા સંબંધો નહિ બનાવવાની સલાહ પણ કાર્ડ્સ આપી રહ્યા છે.

  એન્જલ મેસેજ: એમેથિસ્ટ અને ક્લિયર ક્વોર્ટ્ઝ ક્રિસ્ટલ તમને મદદરૂપ થઇ શકે છે.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
  આ સપ્તાહ મીન રાશિના જાતકો માટે ઘણા બધા મોટા બદલાવો લાવી શકે છે. સમય આવી ગયો છે કે, તમારો પોતાનો કંટ્રોલ તમે તમારા હાથમાં લો અને જે પણ લોકો, પરિસ્થિતિ કે વિચારો જરૂરી નથી તે બધું જ પોતાના જીવનમાંથી દૂર કરો. પોતાની જાતને નવો ઓપ આપવાનો યોગ્ય સમય આવી ગયો છે. એમ નહિ કરો તો થોડા સમય પછી પસ્તાવો થશે.

  એન્જલ મેસેજ: મણિપુર ચક્ર પર ફોકસ કરીને મેડીટેશન કરવું.
  Published by:ankit patel
  First published:

  Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal in Gujarati

  આગામી સમાચાર