Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 15 to 21 May 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 15 to 21 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

  હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ હકારાત્મક જણાઈ રહ્યું છે. ઘણા બધા બદલાવો આવી રહ્યા છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સારા સાબિત થઇ શકે છે જેથી તે સ્વીકારવા.

  કરિયર: કરિયરના એવા સ્ટેજ પર તમે હાલ પહોંચી ગયા છો જ્યાં તમને ખૂબ બધા બ્લોકેજીસ લાગશે અને તમને ના ગમતું કામ કરીને કોમ્પ્રોમાઈઝ કરવાનું પણ મન થઇ શકે છે. એવામાં તમે પોતાની એક્ચુલ ટેલેન્ટ પર ફોકસ કરીને તેને શાર્પ કરશો તો વધુ ફાયદો થશે.

  રિલેશનશિપ: નજીકના અને ખાસ કરીને પારિવારિક સંબંધોમાં તાલમેળ જળવાઈ રહેશે. પરિવારના અન્ય લોકો પાસેથી હેલ્પની જરૂર પડશે અને તે લેવાથી ફાયદો થશે.

  એન્જલ મેસેજ: તમારા જીવનમાં જરૂરી નથી તેવા વ્યક્તિઓ, વિચારો અને વસ્તુઓને રિલીઝ કરવાનો સમય આવી ગયો છે.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

  હેલ્થ: લાંબા સમયથી ચાલી રહેલા પેટના દુઃખાવામાં રાહત મળી શકે છે. જાળા-ઉલટી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

  કરિયર: જે કામ માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા તેમાં સફળતા મળતી જણાઈ રહી છે. જે લોકો તમને મદદ કરી રહ્યા છે તે બધાને પણ ક્રેડીટ અવશ્ય આપવાથી સફળતા લાંબો સમય ટકશે.

  રિલેશનશિપ: તમારા ઈગો અને કંટ્રોલિંગ સ્વભાવના કારણે બોલાચાલી થઇ શકે છે. પોતાના વિચારો પર ફોકસ કરવું અને અન્ય લોકોની વાત સાંભળવી અનિવાર્ય છે.

  એન્જલ મેસેજ: જે પણ પ્રાણી સાથે તમને સૌથી વધારે કનેક્શન અનુભવાતું હોય તેના ગુણોમાંથી કશુક શીખવું.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

  હેલ્થ: સ્વાસ્થ્ય આમ તો સામાન્ય જણાઈ રહ્યું છે પરંતુ કાર્ડ્સ કહી રહ્યા છે કે, સાયનસ અને માઈગ્રેન હોય તેવા લોકો માટે આ અઠવાડિયું તકલીફદાયક રહી શકે છે.

  કરિયર: ઓફિસ પોલિટિક્સના ચાન્સીસ ખૂબ બધા જણાઈ રહ્યા છે તેવામાં પોતાની પરિસ્થિતિ હીલ થાય તેવા પ્રયત્નો કરવા અને અન્ય લોકોની વાતમાં માથું માર્યા વિના પોતાની જાતને પ્રોટેક્ટ અને સિક્યોર કરવી.

  રિલેશનશિપ: કોઈ પણ વ્યક્તિ સાથે દલીલમાં ઉતરવું નહિ અને આ સપ્તાહે જે થાય તે થવા દેવું.

  એન્જલ મેસેજ: તમારી ઈચ્છા એક કાગળ પર લખીને તે કાગળ બાળીને તેની રાખ તે ઈચ્છા બોલીને હવામાં ઉડાવી દેવી.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

  હેલ્થ: ટ્રાવેલિંગ સમયે બીમાર ના પડાય તેનું ખાસ ધ્યાન રાખવું. સવારે વહેલા જોગિંગ કે પછી ટ્રેકિંગ કરવાથી હેલ્થમાં સુધારો આવે.

  કરિયર: જે પણ થઇ રહ્યું છે તે થવા દેવું કારણ કે આ સપ્તાહે કોઈ પણ મોટા બદલાવો કે મોટી સફળતાની શક્યતા દેખાઈ રહી નથી. તમે યોગ્ય માર્ગ પર છો એટલો વિશ્વાસ રાખવો.

  રિલેશનશિપ: લાઈફ પાર્ટનર કે ફેમિલી સાથે કોઈ એડવેન્ચર ટ્રીપ કરવી જેથી કોમ્યુનિકેશન વધશે.

  એન્જલ મેસેજ: પિતૃઓને યાદ કરીને તેમને પ્રાર્થના કરવી અને આશીર્વાદ લેવા. તેઓ તમને કોઈ સંદેશ આપવા ચાહે છે.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

  હેલ્થ: તમે જાતે જ પોતાના માટે તકલીફ ઉભી કરો તેમ આ સપ્તાહે બની શકે છે માટે કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમારી પોતાની તબિયત તમે જાતે સંભાળો અને પોતાની મદદ જાતે કરો.

  કરિયર: તમારા કરિયરના આ પડાવ પર તમારે હવે કશુક નવું કરવાની અને કામ પ્રત્યે નવો દ્રષ્ટિકોણ અપનાવીને નવીનતા લાવવાની જરૂર રહેશે.

  રિલેશનશિપ: તમને તમરા અંગત લોકો સાથેના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાનો અને પોતાની રીતે કોઈ રીલેશાન્શીપને હેન્ડલ કરવાનો માર્ગ દેખાશે તમારે માત્ર એ તરફ જવાનું છે.

  એન્જલ મેસેજ: તમારામાં ડિવાઈન પાવર છે તે ઓળખીને આધ્યાત્મ તરફ આગળ વધો.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

  હેલ્થ: કોઈ પણ નાની તકલીફ આવે તો ચિંતા કરવી નહિ તે કાયમી નથી. પગનો સામાન્ય દુઃખાવો રહી શકે છે.

  કરિયર: પોતાની જાત પર ટ્રસ્ટ કરીને તમે જે કામ કરવા ચાહો છો તે કરતા રહો. અન્ય કોઈની વિચારધારા વધુ યોગ્ય છે અથવા તો બોસને નહિ ગમે તે વિચારીને પોતાની ક્રિએટિવીટી અટકાવવી નહિ.

  રિલેશનશિપ: તમારા જીવનમાં કોઈ મિસ્ટેરીયસ પાત્ર આવી શકે છે જે તમને લાઈફનો અન્ય દ્રષ્ટિકોણ બતાવશે.

  એન્જલ મેસેજ: સિંગિંગ અને ડાન્સિંગ જેવી ક્રિએટિવ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની સાયકિક એબેલિટી ડેવલપ કરી શકો છો.

  તુલા રાશિફળ (Libra) (ર.ત)

  હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ થોડુક નકારાત્મક જણાઈ રહ્યું છે. માથાનો અને પેટનો દુઃખાવો રહી શકે છે. વધુ પડતા વિચારોના લીધે સ્ટ્રેસ અને બીપી આવી શકે છે.

  કરિયર: વધુ પડતા કે લાંબા ગાળાના પ્લાનિંગ અ સપ્તાહે કરવા નહિ. ધીરે ધીરે આગળ વધવું જ હિતાવહ છે.

  રિલેશનશિપ: અન્ય લોકોની વાત સાંભળો અને ઈમોશન્સને પણ સમજવાનો પ્રયત્ન કરવો.

  એન્જલ મેસેજ: તમારામાં જે ડરની લાગણીઓ છે તે દૂર થાય તે માટે મણિપુર ચક્ર પર મેડીટેશન કરવું.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

  હેલ્થ: સબસે બડા રોગ, કયા કહેંગે લોગ. તેનાથી દૂર રહેવું અને પોતાની સમજણપૂર્વક પોતાના જીવનમાં આગળ વધવું નહિ તો બોડી પેઈનની સમસ્યા આવી શકે છે. અન્યથા હેલ્થ પોઝિટીવ રહેશે.

  કરિયર: ભૂતકાળમાં કરેલી ભૂલોના કારણે નવા કામ મળવામાં ખૂબ મુશ્કેલી પડી શકે છે.

  રિલેશનશિપ: ખાસ કરીને પુરુષોને પોતાના લાઈફ પાર્ટનર તરફથી બર્ડન મળે તેમ બની શકે છે. પોતાને ગમતી બાબત કરવા માટે તમારે પોતાના માટે સ્ટેન્ડ લેવું પડશે.

  એન્જલ મેસેજ: મધર નેચરમાં બને તેટલો વધુ સમય આ સપ્તાહે પસાર કરવો.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

  હેલ્થ: વધુ પડતી લાગણીઓ અને વિચારો તમે મનમાં રાખ્યા છે જેના કારણે હ્રદયની તકલીફ આવી શકે છે. પોતાના મનની વાત શેર કરવી હવે ખૂબ જ જરૂરી છે.

  કરિયર: જે મુશ્કેલીઓ લાંબા સમયથી ચાલી રહી હતી તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જશે અને અન્ય લોકોની મદદ મળી રહેશે.

  રિલેશનશિપ: તમારા સ્વભાવ પ્રમાણે કડવા સ્વભાવના લોકો સાથે પણ પ્રેમથી વર્તન કરવું અને તેમના બિહેવિયરને સમજવાનો પ્રયત્ન કરવો.

  એન્જલ મેસેજ: તમારી પાસ્ટ લાઈફમાંથી જે પણ શીખવાનું કે રિલીઝ કરવાનું બાકી છે તે પૂર્ણ થાય અને તમે આગળ વધી શકો તે માટે એન્જલ્સને પ્રાર્થના કરવી.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

  હેલ્થ: વધુ પડતા લાગણીશીલ સ્વભાવના કારણે અન્ય લોકોના ઈમોશન્સ સમજવાની દોડમાં માથાનો દુઃખાવો આવી શકે છે. જે પણ પરિસ્થિતિ બનશે તેમાં તમારો કોઈ વાંક કે રોલ નથી તે સ્વીકારવું અને પછી શાંતિથી હેન્ડલ કરવું.

  કરિયર: ધીમી ગતિની પણ નક્કર પ્રગતી આ સપ્તાહે કરિયરમાં થતી દેખાશે. કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી કરિયર ગાઇડન્સ મળી શકે છે.

  રિલેશનશિપ: ધીરજપૂર્વક દરેક સંબંધો હેન્ડલ કરવા અને કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.

  એન્જલ મેસેજ: જયારે પણ નર્વસનેસ ફીલ થાય ત્યારે માત્ર તમારા કામ અને કર્મ પર ફોકસ કરવું.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

  હેલ્થ: હેલ્થ સામાન્ય રહેશે. ખુલ્લા પગે ઘાસમાં ચાલવું. અને મનગમતા ફૂલો સાથે સમય વિતાવવો.

  કરિયર: તમને એમ લાગતું હોય કે તમે યોગ્ય માર્ગ પર જઈ રહ્યા છો તો તમારે અન્ય કોઈની વાત સાંભળવાની જરૂર નથી. અત્યારે જે પોઝ છે તે તમારા માટે વિચારવાનો અને એનાલિસીસનો સમય છે. ઘણું હકારાત્મક ખૂબ જલ્દી બનશે.

  રિલેશનશિપ: ખાસ કરીને લાઈફ પાર્ટનર સાથે બેલેન્સ જળવાશે. કોમ્યુનિકેશન સુધરશે.

  એન્જલ મેસેજ: તમને આવતા વિચારો પર ધ્યાન આપવું તે ડિવાઈન તરફથી મેસેજ હોઈ શકે છે.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

  હેલ્થ: નાનામાં નાની તકલીફ પણ અવગણ્યા વિના જ ચેકઅપ અવશ્ય કરાવી લેવું હિતાવહ છે.

  કરિયર: ઓવરઓલ પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે. જો કે, મહત્ત્વની ડીલ આ સપ્તાહે કરવાની હોય તો પૂરતો વિચાર કરીને પોતાનો સમય લઈને કરવી. બોલતા પહેલા ખૂબ જ ધ્યાન રાખવું જેથી કોમ્યુનિકેશન ગેપ ના આવે.

  રિલેશનશિપ: નજીકના જે સંબંધોમાં પ્રોબ્લેમ્સ હતા તે સોલ્વ થતા જણાશે અને યોગ્ય માર્ગદર્શન પણ મળી રહેશે.

  એન્જલ મેસેજ: થ્રોટ ચક્ર પર ફોકસ કરીને મેડિટેટ કરવું અને થ્રોટનું હિલીંગ કરીને પોતાનું સત્ય યોગ્ય રીતે તમે અન્ય લોકો સામે મૂકી શકો તે માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી.
  Published by:ankit patel
  First published:

  Tags: Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन