Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના જાતકો સાથે વિશ્વાસઘાત થઇ શકે છે, જાણો રાશિફળ

ટેરોટ કાર્ડ સાપ્તાહિક રાશિભવિષ્ય

tarot weekly predictions: આ સપ્તાહ મિથુન, સિંહ, મીન રાશિના જાતકો માટે અઘરું જણાઈ રહ્યું છે જયારે કુંભ રાશિના લોકો માટે આર્થિક માર્ગદર્શન આવતું જણાય. (15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ)

 • Share this:
  મેષ (અ.લ.ઈ): મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભ્રમમાંથી બહાર આવવાનું છે. ભૂતકાળને પાછળ મૂકી વર્તમાનને માનવાનો સમય આવી ગયો છે. ટેરો કાર્ડ્સ મુજબ આ સપ્તાહે છેતરામણીના યોગ જણાઈ રહ્યા છે. એટલે કોઈના પર વિશ્વાસ કરતા પહેલા વિચારવું. પોતાની સાથે ખોટું ના બોલવું અને નાની નાની વાતો પર ખોટી ના લગાડવું.

  વૃષભ (બ.વ.ઉ): રિસ્ક લેતા પહેલા બધા જ પાસાઓ પર વિચાર કરવાનું આ સપ્તાહે ટેરો કાર્ડ્સ વૃષભ રાશિના જાતકોને કહી રહ્યા છે. માત્ર સફળતાની દ્રષ્ટિએ જ નહિ પરંતુ નુકસાનની દ્રષ્ટિએ પણ બાબતો તપાસવી. પોતાના વિચારો ક્લીયર કરવા માટે ધ્યાન કરવું અને જાગૃતતા પૂર્વક નિર્ણય લેવા નહિ તો ભવિષ્યમાં પસ્તાવો થઇ શકે છે.

  મિથુન (ક.છ.ઘ): ટેરો કાર્ડ્સ મુજબ મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહે સરખામણીથી દૂર રહેવું. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ટેલેન્ટ કે પરિસ્થિતિની સરખામણી કરવાથી તમારી રચનાત્મકતા તમે જાળવી નહિ શકો. પોતાની રીતે નવા દ્રષ્ટિકોણથી બાબતો જોઇને તેના પર વિચાર કરો. ખાસ કરીને પોતાની જાત માટે થોડા ક્રિએટિવ બનવાની આ સપ્તાહે જરૂર જણાય.

  કર્ક (ડ.હ): કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય દેખાઈ રહ્યું છે. કોઈ મોટા રિસ્ક ના લેવા કે નાકોઇ નવી શરુઆત કરવી. કુદરતના ખોળે બને તો થોડો સમય વિતાવવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. ભવિષ્યના આયોજન માટે લાંબા ગાળાના આયોજન ના કરીને ટૂંકા ગાળાના આયોજનો કરવા. રોકાણ પણ ટૂંકા ગાળા માટે જ કરવા. વર્તમાનમાં જીવવું.

  સિંહ (મ.ટ): પોતાની પર બધો જ ભાર ના લઈને બિનજરૂરી લોકો અને પરિસ્થિતિઓને જવા દેવાનો સમય આવી ગયો છે. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ નાણાંકીય ભીડ્વાળું જણાઈ રહ્યું છે. તો પહેલા પોતાની મદદ કરવી અને પૈસાના કારણે સંબંધ ખરાબ થાય તો તે સંબંધો જવા દેવા. સ્વને કેન્દ્રમાં રાખીને આ સપ્તાહ જીવવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

  કન્યા (પ.ઠ.ણ): કન્યા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ નાણાંકીય અથવા અન્ય કોઈ પ્રકારના કોમ્પ્રોમાઈસની પરિસ્થિતિ લઈને આવતું જણાઈ રહ્યું છે. આ સપ્તાહે તમારે પોતાના અધ્યાત્મિક ગ્રોથ અને આંતરિક પ્રગતિ પર ફોકસ કરવાનું રહેશે. જ્યાં પણ એમ લાગે કે સમાધાનથી વાત સરખી થશે અને એ બાબતે તમને ભવિષ્યમાં અફસોસ નહિ થાય ત્યાં જ સમાધાન કરવું.

  તુલા (ર.ત): તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ફાઈનાન્શિયલ માર્ગદર્શન લઈને આવતું જણાઈ રહ્યું છે. આર્થિક લાભના યોગ છે. જૂની માંદગી જતી જણાય. વડીલોની સલાહથી લાભ થાય. ખાસ કરીને પેટના રોગ અને માથાના રોગથી આ સપ્તાહે બચીને રહેવું. વધારે પડતી લાગણીઓમાં આવીને આ સપ્તાહે કશું પણ ના કરવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

  વૃશ્ચિક (ન.ય): ખૂન જ કામ આ સપ્તાહે રહેશે જેના કારણે તણાવની સ્થિતિ સર્જાતી દેખાઈ રહી છે. સ્ત્રી મિત્ર કે પરિવારની સ્ત્રી પાસેથી મદદ લેવાની સલાહ ટેરો કાર્ડ્સ વૃશ્ચિક રાશિના જાતકોને આપી રહ્યા છે. આસપાસની નકારાત્મકતા તમને નડી શકે છે એવા સંજોગોમાં પોતાની સમજણ શક્તિનો ઉપયોગ કરીને નિણર્ય લેવો.

  ધન (ભ.ફ.ધ): આવનારા 7 દિવસ ધન રાશિના જાતકોએ લાગણીઓમાં આવીને કોઈની પર વિશ્વાસ કરવો નહિ અને બધું જ શેર કરવું નહિ. બની શકે છે કે, તમારી કહેલી વાતો અલગ રીતે તમારા જ વિરુદ્ધમાં ઉપયોગમાં લેવાય અથવા તમારા વ્યક્તિત્વને જજ કરવામાં આવે. નવા લોકોને મળવાનું થાય તો તેઓ સાચું બોલે છે તેની ખરાઈ કરવી. આ પ્સ્તાહે સ્વયંમાં જે જરૂરી બદલાવ છે તે લાવવા જેથી ભવિષ્યમાં ફાયદો થશે.

  મકર (ખ.જ): મકર રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, તમે બધું જ એકલા હાથે કરવા જશો તો વિશ્વાસઘાત થઇ શકે છે. એવામાં કામ અને જવાબદારી બંને વહેચી લો. તમારી સૌથી નજીકની વ્યક્તિ તરફથી જ દગો મળવાના સંકેત ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. બધી બાબતો ગંભીરતાપૂર્વક લેવાની સાથે પોતાની સાથે થોડું હળવાશભર્યું વર્તન કરો.

  કુંભ (ગ.શ.સ.ષ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ સારું રહેશે. ઘણી બધી નવી બાબતો પોતાના વિષે તમને જાણવા મળશે અને તમારી ભૂલો પણ તમને સમજાશે. ટીમ વર્કનું મહત્ત્વ સમજીને પોતાનું 100 ટકા આપવાનો પ્રયત્ન આ અઠવાડિયે કરશો તો સફળતા મળશે. પોતાના જ લેવલ અને બુદ્ધીસ્તરના લોકો સાથે કામની ડીલ કરવી.

  મીન (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ અઘરું જણાઈ રહ્યું છે. ગંભીર માંદગીમાંથી બહાર આવી શકાશે પરંતુ તેના માટે માનસિક રીતે ખૂબ જ મજબૂત રહેવું પડશે. નવી જોબ કે બિઝનેસમાં જો ના ફાવે તો પણ પ્રયત્નો કરવા, કોઈ પણ કામ અટકતું નહિ જણાય અને જ્યાં જરૂર પડે ત્યાં યોગ્ય સ્ત્રોત ઉભ થઇ જશે. વાસ્તવિકતા સ્વીકારીને જ આગળ વધવું. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો એક્સપર્ટ એન્ડ ટ્રેઇનર)
  Published by:ankit patel
  First published: