Home /News /dharm-bhakti /Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો માટે અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ
Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો માટે અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ
ટેરો સાપ્તાહિક રાશિફળ
tarot weekly predictions 14 to 20 November 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
tarot weekly predictions 14 to 20 November 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહ સરેરાશ દેખાઈ રહ્યું છે. કઈ રાશિ માટે છે રિલેશનશિપમાં લાલ ઝંડી અને કોને મળ્યું છે ગ્રીન સિગ્નલ તે વાંચો આજના આર્ટિકલમાં(tarot saptahik rashibhavishya).
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ): મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ હકારાત્મક તો છે જે તેની સાથે નવી શક્યતાઓ પણ લઈને આવી રહ્યું છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ યોગ્ય સમય છે તમારી સર્જનાત્મકતાને બહાર લાવીને નવી રીતે કામ કરવાનો. બાળકોની સલાહ લેવાથી પણ નવા આઈડીયાઝ મળી શકે છે. ઘરની સ્ત્રીઓના હાથે બાળકોમાં દાન કરવાથી વ્યવસાયમાં લાભ જણાય.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: જો આ સપ્તાહે તમે કોઈને મળી રહ્યા છો અથવા નવા પ્રેમ સંબંધો કે લગ્ન સંબંધો બાંધી રહ્યા છો તો સમજજો કે, એ જ તમારો સાચો પ્રેમ છે.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ): આ સપ્તાહે તમે પોતાની જાતને વાત વિનાની માથાકૂટમાં મૂકી શકો છો જેના કારણે કલેશ થઇ શકે છે. પરિવાર અને મિત્રો સાથે કે કોઈ પણ જગ્યા એ કોઈ પણ બાબતે ઝગડાથી દૂર રેહવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. તમારી મુશ્કેલીઓનો ઉકેલ માત્ર તમે લાવી શકો છો એટલે અન્ય લોકો પાસેથી મદદની આશા રાખ્યા વિના જાતે જ થોડો સમય એકલા પસાર કરીને ઉકેલ શોધો.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: તમે કોઈ રિલેશનશિપમાં હોવ કે ના હોવ આ સપ્તાહ તમારે પોતાનામાં સ્પષ્ટતા લાવવાની છે કે, તમારે રિલેશનમાં, પાર્ટનર પાસેથી શું જોઈએ છે? અને તમારે ખરેખર કેવું લાઈફ પાર્ટનર જોઈએ છે? એ સ્પષ્ટતા ના આવે ત્યાં સુધી આગળ વધવું નહિ કે પાર્ટનર સાથે ઝગડા કરવા નહી.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): મિથુન રાશિના જાતકો માટે ટેરો કાર્ડસની સલાહ એ છે કે, પોતાના પર ધ્યાન આપો. તમે શું કરી રહ્યા છો, કેમ કરી રહ્યા છો અને તેનું પરિણામ શું આવશે તે બધાનો અંદાજ લગાવવા માટે આ સપ્તાહ યોગ્ય છે. લોભ અને લાલચ પાછળની વાસ્તવિકતા જોવા મળશે તેવામાં કોઈ જ ઉતાવળિયા પગલા ના ભરવા. માત્ર નિરીક્ષણ કરો.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: જૂના સંબંધો પૂરા કરવાનો સમય આવી ગયો છે. નવા સંબંધો શરુ કરતા પહેલા જૂના પર પૂર્ણવિરામ મૂકો અને જવા દો.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમે આ સપ્તાહે ઓછો આત્મ વિશ્વાસ અનુભવશો અને ઘણી બધી મહેનત પછી પણ તેનું જોઈતું ફળ મળતું ના જણાતાં હતાશા અનુભવાય. આ પરિસ્થિતિમાં તમને તમારા પાર્ટનર પાસેથી સલાહ મળશે અથવા સામેથી સલાહ એવાથી ફાયદો થતો જણાશે. કોઈ પણ સંજોગોમાં આ સપ્તાહે ફોકસ અને હકારાત્મક રહેવું.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: તમને જે પણ ફીલ થઇ રહ્યું છે તે લાગણીઓ વધુ સમજવાથી સંબંધોમાં સમજણ કેળવાય.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
સિંહ રાશિના જાતકોએ પોતાના મનની વાત આ સપ્તાહે કહેવી જોઈએ તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. બધી જ જવાબદારી અન્ય લોકો ઈચ્છે છે તે રીતે તમારે ઉપડવાની જરૂર નથી. તમારા પોતાના વિચારોથી આગળ વધો અને જીવનની ડોર પોતાના હાથમાં લો. ભવિષ્યમાં સફળતા મશે અને તમારા વિચારો સાથે લોકો સહેમત પણ થશે.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: તમે પણ પ્રેમ ડિઝર્વ કરો છો. તમે પોતાના મનની લાગણીઓ પાર્ટનરને જણાવો તો જ સામેની વ્યક્તિને સમજાશે.
કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કન્યા રાશિના લોકો માટે ટેરો કાર્ડ્સની સલાહ છે કે, આંધળો વિશ્વાસ કરીને દગો ખાવાના બદલે પહેલેથી જ ચેતી જાવ અને જુઓ કે આસપાસ શું ચાલી રહ્યું છે. જો કે, તેના માટે પોતાની જાત સાથે સતત લડવાની જરૂર નથી અને પોતાના પર દોષનો ટોપલો ઢોળવાની પર જરૂર નથી. આ સપ્તાહ એકંદરે સરેરાશ જશે લોકોની સાચી ઓળખ થશે.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: રિલેશનશિપમાં સૌથી મોટી જવાબદારી એકબીજાની સામે સત્ય રહેવાની છે અને હાલ તમારા સંબધોમાં તેની કમી છે, તેનીપ ર ધ્યાન આપવું અને ખુલ્લા મને વાત કરવી.
તુલા રાશિફળ (Libra) (ર.ત) તુલા રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ તરફથી સંદેશ છે કે, કોઈ પણ નવા આયોજનો કરવા નહિ. કોઈ પણ નવી જગ્યા પર ટ્રાવેલિંગ કરવાનું આ સપ્તાહે ટાળવું. નવી જવાબદારીઓ લેતા પહેલા જૂની પૂર્ણ કરવી અને એ પછી જ આગળ વધવું. ફેમિલી સાથે ક્યાંય પર ફરવા જવાનું પણ ટાળવું.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: રિલેશનશિપમાં પોતાનો કંટ્રોલ બીજાના હાથમાંથી પોતાના હાથમાં લેવાનો સમય આવી ગયો છે. તમે તમારા સ્વતંત્ર વિચારો અને વ્યક્તિત્વને સમજો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): આ સપ્તાહ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ્સું હકારાત્મક દેખાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિની સરખામણી કર્યા વિના પોતાના નિર્ણયો લેવા. જૂના અનુભવોના આધારે તેમાંથી મેળવેલી શીખને યાદ કરીને આગળ વધવું. કોઈ વડીલની સલાહ પણ મદદરૂપ બની શકે છે.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: રિલેશનમાં ઘણા બધા રેડ ફ્લેગ્સ તમે ઇગ્નોર કરી રહ્યા છો જેના કારણે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે. નવી શરુઆત કરી શકો, જે રીતે તમે ઇચ્છશો તે જ રીતે બધી જ વસ્તુઓ આ અઠવાડિયે તમને થતી દેખાશે. તમારા અંતરાત્માનો અવાજ સાંભળીને આ સપ્તાહે આગળ વધવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: તમારા લાઈફ પાર્ટનર સાથે સારો સમય વિતાવો, એકબીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજીને સંબંધો મજબૂત કરવાનું યોગ્ય સપ્તાહ છે.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, મકર રાશિના જાતકોએ આ સપ્તાહે પોતે કરેલી મહેનતના સારા પરિણામને એન્જોય કરવાના છે. પરિસ્થિતિ, લોકો, ઘટનાઓ કે પોતાની જાતને કંટ્રોલ કર્યા વિના જ નેચરમાં થોડો સમય વિતાવો અને પોતે કરેલી મહેનતના સફળ પરિણામને એનકેશ કરો.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: તમારા સંબંધો નવા છે અને એવામાં તમારે એકબીજાને વધુ સારી રીતે જાણવાની જરૂર છે.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): આ સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે કાર્મિક દેખાઈ રહ્યું છે. આ વીકમાં તમને કશું જ નસીબના કારણે નહિ મળે પરંતુ કર્મોના કારણે જ મળશે. એટલે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, કર્મ પર વધુ ધ્યાન આપવું કેમ કે, તેના પરિણામો ટૂંક સમયમાં જ તમારી સામે આવશે.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: તમારે જે પ્રકારનું લાઈફ પાર્ટનર જોઈએ છે તે માટે સ્પષ્ટ થઇ જાવ તો ટૂંક જ સમયમાં કોઈ ખાસ પ્રવેશી શકે છે.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ હકારાત્મક દેખાઈ રહ્યું છે. કૂઈ પણ નવી શરુઆત કરવા માટે આ યોગ્ય સપ્તાહ છે અને સાથે જ નવી રિલેશનશિપ શરુ કરવા માટે પણ કાર્ડ્સ લીલી ઝંડી આપી રહ્યા છે. મેડીટેશન કરવું જેથી મન અને મગજ હાર્ટ અલાઈન થાય.
શું છે રિલેશનશિપ એડ્વાઈઝ: તમારા પાર્ટનર સાથે થોડું ફલર્ટ કરો જેથી રિલેશનમાં નવા પ્રાણ પૂરાશે. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર, મોબાઈલ નંબરઃ- 9974029300)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર