Home /News /dharm-bhakti /Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર અને કુંભ રાશિના લોકોની લવ લાઇફમાં થઇ શકે છે ચિટીંગ કે બ્રેકઅપ? જાણો રાશિફળ

Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર અને કુંભ રાશિના લોકોની લવ લાઇફમાં થઇ શકે છે ચિટીંગ કે બ્રેકઅપ? જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશીફળ

tarot weekly predictions 13 to 19 February 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 13 to 19 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે સારા સમાચાર લઈને આવી શકે છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, પ્રેગનેન્સી પ્લાન કરવા માટે આ ઉત્તમ સપ્તાહ છે. સ્વાસ્થ્યમાં પણ આ સપ્તાહે સુધારા આવતા જણાઈ રહ્યા છે. કારકિર્દી અને ધન બાબતે નવા સોર્સીસ મળી શકે છે અને ઓવરઓલ બધું જ સારું થવાના યોગ છે. ખાસ કરીને આ રાશિની સ્ત્રીઓએ પોતાના મનની વાત શેર કરવી જેથી માનસિક સ્વાસ્થ્ય જળવાય.

લવ એન્જલ મેસેજ: તમારા મનની લાગણીઓ થોડી વધારે મુક્ત મને અને રોમેન્ટિક રીતે દર્શાવવી. તમારા પાર્ટનરને સરપ્રાઈસ આપી શકો છો. જો સિંગલ હોવ તો હેલ્ધી ફલર્ટિંગ મદદરૂપ થશે.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે, જો કે, સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, મોટો ખર્ચ ના આવે તે માટે અત્યારથી ધ્યાન રાખવું જરૂરી છે. કારકિર્દીની દ્રષ્ટિએ તમારે જાતે જ તકો ઉભી કરવી પડશે અને નવા બિઝનેસ માટે પણ નવા આઈડીયાઝ જનરેટ કરવા માટે યોગ્ય સપ્તાહ છે. રિલેશનશિપમાં કોઈની સાથે વધુ પડતી બોલાચાલી ના થાય તેનું ધ્યાન રાખવું.

લવ એન્જલ મેસેજ: હકારાત્મક વિચારો અને વિશ્વાસથી જ સંબંધમાં રોમાન્સ આવી શકે છે. પોતાના પ્રેમજીવન માટે સકારાત્મક રહેવું.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
ટેરો કાર્ડ્સ તરફથી સંદેશ મળી રહ્યો છે કે, મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કારકિર્દી અને રિલેશનશિપ બાબતે થોડું કપરું છે પરંતુ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ મુશ્કેલી જણાઈ રહી નથી જે સારા સમાચાર છે. તમને ના ગમતી જોબ કે, કામમાંથી જાતે જ બહાર આવો અને નવા વિચારો પર કામ કરો, તો જ સફળતા મળશે. પોતાની જાતને સંબંધોમાં દબાવશો નહિ, તમારા વિચારોના કારણે જ તમને હેરાનગતી થઇ રહી છે. સમેવાના વિચારો સમજવાનો પ્રયત્ન કરવો.

લવ એન્જલ મેસેજ: તમારા માટે કેવા જીવનસાથીની તમે શોધ કરી રહ્યા છો, તે બાબતે પહેલા સ્પષ્ટતા મ્લેવવી જરૂરી છે, એ સ્પષ્ટતા બાદ થોડા જ સમયમાં તેમનો પ્રવેશ થશે.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ મિશ્રિત જણાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય સાથે વધુ પડતા ચેડાં ના કરવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. હાથે કરીને માંદગી વહોરવી નહિ. કારકિર્દીની દ્રષ્ટિએ સતત પોતાના ટેલેન્ટ કે જોબ ની સરખામણી અન્ય સાથે તમે જાતે કરો અથવા અન્ય લોકો તરફથી કરવામાં આવે તો નિરાશ થવું નહિ, તમારી પોતાની ટેલેન્ટ સાથે આગળ વધવું. રિલેશનશિપમાં બધું જ હકારાત્મક જણાય પરંતુ, સગાઈ કે લગ્નના યોગ બનવાથી થોડી નર્વસનેસ કે ડર અનુભવાય.

લવ એન્જલ મેસેજ: તમે પ્રેમ ડિઝર્વ કરો છો અને પ્રેમને પાત્ર છો તે યાદ રાખવું.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
આ સપ્તાહે સિંહ રાશિના જાતકો માટે સામાન્ય જણાઈ રહ્યું છે, સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે જેટલું ધ્યાન રાખશો તેટલું ભવિષ્ય સારું રહેશે. કુદરતના ખોળે મુસાફરી કરવાથી સ્વાસ્થ્ય જળવાય. કારકિર્દીમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી શકે છે, તેવામાં આગળ જ વધવું, પોતાની ચોઈસ બરાબર જ છે તેમ યાદ રાખવું. સંબંધોની દ્રષ્ટિએ નવી તકો સર્જાઈ શકે છે અને યોગ્ય સમય છે, જીવનસાથી શોધવાનો. જો પાર્ટનર હોય તો તેમી સાથે યોગ્ય વાર્તાલાપની તકો શોધીને રીલેશન પર કામ કરવું.

લવ એન્જલ મેસેજ: તમારા પાર્ટનર સાથે થોડા દિવસો માટે નડી કિનારા વાળા પ્રદેશમાં વેકેશન માણવાથી સંબંધોમાં નવજીવન આવશે.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
ટેરો કાર્ડ્સ તરફથી કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સંબંધિત સંદેશ એમ છે કે, મેડીટેશન કરવું અને અન્ય લોકોની વાતોમાં આવવું નહિ, જો એમ થયું તો માનસિક તણાવ આવી શકે છે. અન્ય લોકોની વાતમાં આવીને કોઈ પણ પ્રકારના કારકિર્દી માટેના નિર્ણયો લેવા નહિ. પોતાના ઈમોશન્સને બેલેન્સ કરો અને થોડા સમય પછી પોતાના મનની ઈચ્છા સમજી નિર્ણયો લેવા. સંબંધોમાં હવે કોઈ પણ પ્રકારે કોઈ પણ કમિટમેન્ટ પોસ્ટપોન કરવા નહિ.

લવ એન્જલ મેસેજ: દુનિયાથી અલગ થઈને પોતાના જીવનસાથી સાથે થોડો સમય કુદરતના ખોળે વિતાવવો ખૂબ જ જરૂરી છે.

તુલા રાશિફળ (Libra) (ર.ત):
તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ એકંદરે હકારાત્મક જણાઈ રહ્યું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે સંભાળીને ચાલવું અને શારીરિક તંદુરસ્તી પર ખાસ ધ્યાન રાખવું. કારકિર્દીમાં ઘણા નવા બદલાવ દેખાઈ રહ્યા છે, જે ખૂબ જ લાભકારક રહેશે. જોબ ચેન્જ કરવા માટે યોગ્ય સપ્તાહ, નવી તકો આવતી જણાય. રિલેશનશિપ નોર્મલ રહે, જે નોર્મલનેસ એન્જોય કરવી તેમ કાર્ડ્સ કહી રહ્યા છે.

લવ એન્જલ મેસેજ: તમારા પ્રેમજીવન પર ડિવાઈન ટાઇમિંગ કામ કરી રહ્યો છે, રાહ જોવી યોગ્ય છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
વૃશ્ચિક રાશિના જાતકો માટે સપ્તાહ થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે અને સ્વાસ્થ્યની વાત કરીએ તો પોતાના મનની વાત નહિ કહો અને અન્ય લોકોને જજ કરીને વધુ પડતા વિચારો કરશો તો તબિયત પર તરત જ અસર થશ. થોડી પણ તબિયત ખરાબ કે તરત જ ડૉકટરની સલાહ લેવી. કારકિર્દીમાં અન્ય લોકોની વાતમાં આવીને લીધેલા પગલાઓ નકારાત્મક પરિણામ આપી શકે છે. રિલેશનશિપમાં બધું જ ઝગડો કરીને મેળવવું જરૂરી નથી. પ્રેમપૂર્વક પોતાની વાત મૂકવી.

લવ એન્જલ મેસેજ: તમારી પાર્ટનરશિપ પર કામ કરો, તમારા સંબંધોને એક તક આપો.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
આ સપ્તાહે ટેરો કાર્ડ્સ ધન રાશિના જાતકોને માર્ગદર્શન આપી રહ્યા છે કે, દરેક સ્ટેપ પર પોતાના વિચારો પર ધ્યાન આપવું. ઓવર થિન્કિંગના લીધે તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું, બિઝનેસ કે જોબ સંબંધિત નવા નિર્ણયો લેતા પહેલા પણ ખૂબ ચીવટપૂર્વક વિચાર કરવાનું કાર્ડ્સ કહી રહ્યા છે. મેડીટેશન મદદરૂપ થશે. તમારા સંબંધોમાં નવો પ્રાણ પૂર્વ માટે આ યોગ્ય સપ્તાહ છે.

લવ એન્જલ મેસેજ: પ્રેમમાં પ્રયત્ન જરૂરી છે, તમારો પ્રેમ દર્શાવવા માટે લાવ એન્જલ તમારા તરફથી થોડા વધુ એફોર્ટ મૂકવાનું કહી રહ્યા છે.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્રિત જણાઈ રહ્યું છે, સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય જણાઈ રહ્યું છે. સેવેન ચક્ર મેડીટેશન કરવું, ગમતા લોકો સાથે વધુ સમય વિતાવવો. કારકિર્દી મામલે તમે લઇ શકો તેટલી જ જવાબદારીઓ અન્ય પાસેથી લેવી અને પોતાના ગમતા કામ પર ફોકસ કરવું. રિલેશનશિપમાં સફળતા મળવાના યોગ છે પરંતુ તે ટૂંકાગાળાની હોઈ શકે છે. ઈગો ઈશ્યુ ના આવે તેનું ધ્યાન રાખવું.

લવ એન્જલ મેસેજ: તમારી રિલેશનશિપમાં કોઈ એક વ્યક્તિ ખોટું માસ્ક પહેરી રહ્યું છે, વાસ્વિકતા જાણ્યા વિના રિલેશનશિપમાં આગળ વધવું નહિ. પાર્ટનર ખોટું બોલી રહ્યા હોય તેમ બની શકે છે.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
આ સપ્તાહે કુંભ રાશિના જાતકોએ પોતાના સેલ્ફ હિલીંગ પર પૂરતું ધ્યાન આપવું તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. કારકિર્દી બાબતે વધુ પડતી ચિંતા કરવી નહિ અને આનંદ સાથે પોતાનું ગમતું કામ કરીને આગળ વધવું. જો કે, રિલેશનશિપ બાબતે ચિંતાનો વિષય દેખાઈ રહ્યો છે, પોતાના કામમાં એટલા ના ખોવાઈ જવું કે, તમારા પાર્ટનર તમને ચીટ કરે છે તે પણ જાણી ના શકો.

લવ એન્જલ મેસેજ: તમારા જીવનની ડોર ફરીથી પોતાના હાથમાં લેવાનો સમય અવી ગયો છે. પોતાની જાતને વણજોઈતા સંબંધોથી મુક્ત કરો.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
મીન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ સ્વાસ્થ્ય બાબતે જણાવી રહ્યા છે કે, ખુલ્લા પગે ઘાસમાં ચાલતા રહેવું અને કસરત કરવી જરૂરી છે. કારકિર્દીના આ સ્તરે અનુભવો લેવા હજુ જરૂરી છે, થોડો વધુ સમય વધુ વિચાર્યા વિના કામ પર ફોકસ કરો. રિલેશનશિપમાં ખાસ કરીને કોઈ ક્રિએટિવ પગલાં લેવા જરૂરી છે. ખાસ કરીને પુરુષો માટે તેમની પાર્ટનરની પ્રેક્ટિકલ વેમાં રીસ્પેક્ટ કરવી ખૂબ જરૂરી છે.

લવ એન્જલ મેસેજ: તમારા ભૂતકાળની રિલેશનશિપમાંથી કોઈ વ્યક્તિ આ સપ્તાહે તમારા જીવનમાં પરત ફરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal